ચટ પટા જલસા
કરો શ્રાવણ ના ચટ પટા જલસા..👇 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી,* પછી કહેતા નહિ કે ફરાળ શું કરવું શું ન કરવું, *ફરાળ ના હિસાબે તો શ્રાવણ મહિનો નથી રહ્યા ને...???* તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો, શ્રાવણ માસ માં ઉપવાસ કરો અને આપણાં સૌના ઈષ્ટ દેવાધિદેવ મહાદેવ ને પ્રસન્ન કરો, શ્રી જલારામ ખમણ હાઉસ તરફથી લેટેસ્ટ અને ચટપટી ફરાળી વાનગીઓ ની વણઝાર,* *(1) ફરાળી હાંડવો* *સામગ્રી:* બટાકા ની છીણ એક કપ, પલાળેલા સાબુદાણા, રાજગરો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો ભૂકો ૨ ચમચી, ૧ ચમચી દહીં, ખાંડ, આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી, લાલ મરચું, અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો, સ્વાદાનુસાર મીઠું. *રીત:* ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું, હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું, ૧ ચમચી તલ નાખવા, લીમડો નાખવો, પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું, ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે. ……………………………….................. *(2) કેળા ના પકોડા* *સામગ્રી:* ...