Posts

Showing posts from October, 2019

Temp

"મારા સુવિચારની ગાથા મારા જ શબ્દોમાં આપણી સમક્ષ......" ૧) "ખોટું સાંભળીને ખુશ થવું એના કરતા સાચું સાંભળીને સુધરી જવું વધારે સારું." ૨) "બને સફર યાદગાર જો હોય થોડી તકલીફ, વગર મહેનતે આવેલી વસ્તુ કે કોઈ વ્યક્તિની કિંમત ના જ હોય એ સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ." ૩) "મનની મનમાં રાખવા કરતા કહી દેવું વધારે સારું, જૂઠું બોલી મન મનાવવું એના કરતા સાચું બોલી કહી દેવું વધારે સારું." ૪)  "વિચારેલું થાય તો તો વધાવી લેવું પણ ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું, આપશે સમય પણ સંકેત, બને તો સમજી જવું." ૫)  "કિંમત ભેટની નહિ ભાવનાઓની કરાય, કિંમત માણસની નહિ માણસાઈની કરાય," ૬)  "તમારા જેવા વાચકો અને રોજ નવું પ્રોત્સાહન, તો લખવાની પણ એક અલગ જ મઝા છે." ૭)  "સહનશક્તિની પણ એક હદ હોય છે, સહન કરનારની શક્તિ પણ બેહદ હોય છે." ૮) "દુઃખમાં હું તારી સહભાગી બનીશ, સુખમાં સમય મને સહભાગી બનવશે." ૯) "બટર" બની "દેખાવા" કરતા, "સાંકર" બની "સંતાઈ" જવું, હાથ પકડી "ચાલ...

ગુજરાતી Superhit

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો તારા રે નામનો છેડ્યો એક તારો હું તારી મીરા તું ગિરધર મારો આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આપણે બે અણજાણ્યા પરદેશી પંખી આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી જોજે વીખાય નહીં શમણાનો માળો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો દો રંગી દુનિયાની કેડી કાંટાળી વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો -------------------------------------------------------

ભગત ભજન ગુજરાતી

રંગાઇ જાને રંગમાં રંગાઇ જાને રંગમાં….. સીતારામ તણા સતસંગમાં રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ….. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ, શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ….. જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ, પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ….. સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ, રહેવા ના કરી લો ઠામ, પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ…. ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ, આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ….. બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ, દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ….. રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ, માટે ઓળખ આતમરામ, બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ….. -----------------------------------------------------------------------------------------------