Temp

"મારા સુવિચારની ગાથા મારા જ શબ્દોમાં આપણી સમક્ષ......"

૧) "ખોટું સાંભળીને ખુશ થવું એના કરતા સાચું સાંભળીને સુધરી જવું વધારે સારું."

૨) "બને સફર યાદગાર જો હોય થોડી તકલીફ, વગર મહેનતે આવેલી વસ્તુ કે કોઈ

વ્યક્તિની કિંમત ના જ હોય એ સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ."

૩) "મનની મનમાં રાખવા કરતા કહી દેવું વધારે સારું,

જૂઠું બોલી મન મનાવવું એના કરતા સાચું બોલી કહી દેવું વધારે સારું."

૪)  "વિચારેલું થાય તો તો વધાવી લેવું પણ ના થાય તો સહજતાથી સ્વીકારી લેવું,

આપશે સમય પણ સંકેત, બને તો સમજી જવું."

૫)  "કિંમત ભેટની નહિ ભાવનાઓની કરાય,

કિંમત માણસની નહિ માણસાઈની કરાય,"

૬)  "તમારા જેવા વાચકો અને રોજ નવું પ્રોત્સાહન,

તો લખવાની પણ એક અલગ જ મઝા છે."

૭)  "સહનશક્તિની પણ એક હદ હોય છે,

સહન કરનારની શક્તિ પણ બેહદ હોય છે."

૮) "દુઃખમાં હું તારી સહભાગી બનીશ, સુખમાં સમય મને સહભાગી બનવશે."

૯) "બટર" બની "દેખાવા" કરતા, "સાંકર" બની "સંતાઈ" જવું,

હાથ પકડી "ચાલવા" કરતા, પડછાયો બની "ઢંકાઈ" જવું."

૧૦) "દિલથી લખવા માટે વિચારવું ના પડે,

એ તો બસ લખાઈ જાય,

કોઈના માટે કાંઈક કરતા પહેલા વિચારવું ના પડે,

એ તો બસ થઇ જાય."

૧૧)"નસીબ જયારે ૨ ડગલાં આગળ ચાલે,

વર્ષોની તપસ્યા જયારે રંગ લાવે, પ્રમાણિકતના દીવાની જ્યોત ઝબૂકે,

ધીરજના મીઠા ફાળે મળે ને "દુનિયા તમારી હારની રાહ જોવે" ત્યારે

સમજી જજો સાહેબ, કે "આ જ સાચી જિંદગી."

ખરી મઝા તો આના પછી આવે જીવવાની!!!! "

૧૨)"મદદ માંગે અને મદદ કરીએ એ અલગ વાત,

જોઈને સમજી જઈએ કે કાંઈક ઘટે છે, એ અલગ વાત.."

૧૩) "સારા માણસની માણસાઈ ને ઈમાનદારી ને  ઠેસ ના પહોંચાડશો સાહેબ,

કારણ,

સમુદ્ર જેમ વિશાળ અસ્તિત્વ, શાંત મોજા, ક્ષિતિજ સુધીની શાંતિ આપે છે ને,

એ જ સમુદ્ર "સુનામી" પણ લાવે છે અને પછી એ વિનાશનું કારણ બને છે."

૧૪) "ઘણીવાર આશા ના હોય ને આકાશ મળી જાય,

ને ઘણીવાર પાણી દેખાય ત્યાં મૃગજળ પણ ના મળે."

૧૫) "વિચારોની હારમાળા વધતી ગઈ ને સમય ખૂટતો ગયો,

વિચાર બદલાય, સમય પણ બદલાયો ને,

સમયની માયાજાળ વધતી ગઈ ને વિચારો ખૂટતા ગયા."

૧૬) "સાચું બોલવા-સાંભળવાની તાકાત બધામાં હોત તો શું જોઈતું હતું સાહેબ!

જૂઠની દુનિયામાં લોકો આટલા આગળ ને સાચામાં માણસ આટલા પાછળ ના હોત!

સાચું કહીને હારી જવું, એ વીરનું કામ, પણ જૂઠું બોલીને જીતી લેવું એ ક્યાંનો હિસાબ?

સાચું બોલી મેળવતા "વાર" તો લાગશે પણ જૂઠું બોલી મેળવેલું ઘુમાવતા "આઘાત" પણ એટલો જ લાગશે.

વિચારવાની વાત એ છે કે સાચું બોલી "ભૂંસાઈ" જવું કે જૂઠું બોલી "ચિતરાઈ" જવું???

૧૭) "કયારેક હારી જવામાં પણ મઝા છે સાહેબ,

જીત જો પોતાની જ વ્યક્તિની હોય તો

દિલ ખોલી ને હારી જવાય, એમાં જે ખુશી મળે ને એ તો અમૂલ્ય જ હોય!"

૧૮) "જજની ખુરશી પર બેસી જવાબદારીની સાંકળ જે ગતિથી વીંટળાઈ જાય છે એ જ

ગતિથી આપમેળે જીવનમાં ક્યારેક કોઈક નવા વળાંકની શરૂઆત પણ થઇ જાય છે જેની

આપણને ખબર હોતી નથી પણ એ વળાંક જીવનના ખાસ સફરની શરૂઆત હોઈ શકે એવું માની લઈએ."

૧૯)  "મારી પાસે ઘણી "મિલકત" છે ને

મારી પાસે એક ખાસ "મિત્ર" છે,

બંને વાક્યમાં પલડું કોનું ભારે લાગ્યું?

મિલકતનો હિસાબ લગાવાય પણ મિત્રતાનો???"

૨૦) "ના બોલવામાં નવ ગુણ વાત ખરી પણ,

સમય આવે ચૂપ રહેવામાં કેટલી સમજદારી?

૨૧) "જમવા બેસીએ ત્યારે એ જ પીરસાય જ આપણે રાંધ્યું છે,

એવી જ રીતે "કર્મો"નું પણ એવું જ છે દોસ્ત,

જેવું કર્યું હશે એવું જ મળશે એ તો કર્મનો સિદ્ધાંત ખબર જ છે આપણને!

૨૨)  "સમજણથી જાતે સમજવાનું હોય ને આપણે સમજણથી સમજાવવું છે બીજાને.

ક્યાંથી મેળ પડે??

વ્યક્તિત્વને ખીલવવાનું હોય ને આપણે વ્યક્તિના વ્યક્તિત્વને શોધવું પડે છે,

ક્યાંથી મેળ પડે??

જીવન માણવા માટે આપ્યું પણ પ્રભુએ ને આપણે બધું જાણી જ લેવું છે,

ક્યાંથી મેળ પડે??

૨૩) "અનુભવ પણ કયારેક કામ નથી લાગતો સાહેબ આ તો જિંદગી છે,

રોજ નવા જ પત્તા ખુલે, કયારે બાજી મારી લેવી એ આપણે જોવાનું,

સમય બધાને સાથ આપે પણ સાચો સમય કયો એ તો આપણે જ નક્કી કરવું રહ્યું ને??

અનુભવથી દૂનિયા જીતાય કે નહિ એ તો ખબર નથી પરંતુ

અનુભવથી સાચી દિશા મળે પણ એમાં આગળ ચાલવું આપણે પોતાને જ પડે,

સફરમાં કાંટા હોય તોય વીણવાં આપણે જ પડે."

૨૪) "માણસને ૧૦૦૦ વાર કેહવું પડે છે આપણે કે  "માણસની જેમ વર્તન કરો",

કયારેય જાનવરને કેહવું પડ્યું કે "જાનવરની જેમ વર્તન કરો."??

માણસને એની "માણસાઈ" કયારેક ભૂલી જાય છે જેની એને પણ ખબર હોતી નથી."

૨૫) "ફોનમાં એકસાથે ઘણી બધી વસ્તુ ચાલુ થઇ જાય તો આજકાલના મોંઘેરા ફોન પણ

"HANG " થઇ જાય છે દોસ્ત તો પછી આ તો "LIFE " છે,

બધું એકસાથે, ચાલ્યા કરે એમાં કાંઈ ખાસ નવાઈ નથી પણ ધ્યાન એ રાખવાનું છે  કે,

આપણા લીધે કોઈકની "LIFE " "HANG " ના થઇ જાય.

"HANG " થયેલો ફોન "NORMAL " મોડ પર જલ્દી આવી જશે દોસ્ત પણ

"LIFE " ને "NORMAL " મોડ પર "SET " કરવી એ પણ

"HANG " થયા પછી !!!! વધારે નહિ પણ થોડી અઘરી છે......."

૨૬) "મગજ સાથે હદય જોડાયેલું હોય એવું લાગે છે,

મનમાં જો ખુશી હશે તો જીવનમાં શાંતિ રહેશે જ એવું લાગે છે."

૨૭) "ધંધામાં નજીકનું નુકશન વેઠી દૂરનો ફાયદો શોધે એ સમજદાર એમ જ,

નાહક જેટલું નુકશાન સામે વધારે ફાયદો મળતો હોય તો કરી લેવાય એ નુકશાન સાહેબ,

જીવનમાં પણ દૂરનું વિચારી પગલું ભરે એ સમજદાર."

૨૮) "ક્રોધ અને અહંકાર એક ઉધઈની જેમ દરેક સંબંધને કોરી ખાય છે."

૨૯) "ખીલતા ગુલાબની પાંખડીયે પાંખડીયે સુંગંધની શ્યાહી, અંતર મન સુધી પહોંચે એવી આહલાદક સુગંધ, દિવસને એક મધુર મુસ્કાનથી ભરી દે એવી કુદરતની કરામત એક પુષ્પમાં જો આટલી હોય તો સમજી લો દોસ્ત એ "કુદરત"ના સાનિધ્યમાં કેટલી "શાંતિ" હશે!! માણી લઈએ એ "સાનિધ્ય"ને દિલ ખોલીને......."

૩૦) "સ્વભાવ અને ભાવ બંને સારા હોય છતાં જો કાંઈક  "અભાવ" રહી જાય તો

"કર્મો"નું કામણ કાર્ય કરી રહ્યું છે એવું માની સારા  "કર્મો"ની ગતિને થોડી વધારે તીવ્ર કરી દઈએ."

૩૧)  "જરૂરી નથી કે બોલીને જ કહી શકાય,

વર્તન પણ કયારેક ના કહ્યું કહી જાય છે,

ના બોલીને પણ સાથે રહી શકાય,

બાકી સાથે રહીને પણ અલગ હોઈ શકે છે."

૩૨)  "ઢોળ ચડાવાય ધાતુને ને બને એ "તાંબા માંથી સોનુ",

માણસનું પણ કાંઈક આવું ને??

"ઢોળ કરે સારા બનવાનો ને બને ઘણો હોશિયાર,

ઉતરશે એક દિ' ઢોળ ને થઇ જાય સીધો દોર."

૩૩) "જીવનના "PART "માં સમસ્યાને "HANDLE " કરવાનું "ART " નહિ હોય તો રોજ પાપડની જેમ "FRY " થઈશું ને પછી "CRY " કરીશુ પરંતુ મુશ્કેલીને જેટલી  "LIGHTLY " લઈશુ એટલો આત્મવિશ્વાસ "TIGHT " થશે અને સમસ્યાની સામે માંઝા મૂકીને "FIGHT " કરી શકીશું અને જેટલી ઝડપથી મુશ્કેલીઓ "IN " થઇ હતી ને એટલી જ ઝડપથી આપણે "WIN " થઇ જઇશુ.." આ વાત સાંભળીને મઝા આવી તો અમલમાં મુકીશું તો જિંદગી માં "FUN " થઇ જશે.."

૩૪) જાણતા-અજાણતાં થયેલી આપણી નાની ભૂલ,ગેરસમજ,નાદાની,મજાક કે બેદરકારી સામે વાળા વ્યક્તિના જીવનમાં સુનામી લાવી દે અરે! જીવનમાં આવેલી સુનામી એક દિ' સમી જાય સાહેબ, પણ "અંતર મન"માં આવેલી સુનામી કાં' તો વ્યક્તિને બદલી નાખે કાં' તો એની જિંદગી બદલી નાખે. જીવનમાં અનુભવથી જે શીખવા મળે એ કોઈ પણ શાળામાં,કોલેજમાં, કે યુનિવર્સિટીમાં શીખવવામાં આવતું નથી અને એ જે જ્ઞાન મળે એ જ સાચું."

૩૫) "બંધ આંખોમાં સપનાઓ અકબંધ,

ખુલી આંખોમાં ઉમ્મીદો અકબંધ,

"સપના ને ઉમ્મીદ" પર આ દુનિયા અકબંધ."

૩૬)  "અમુક કેસમાં ભગવાન પણ જજ બનીને મૂંઝાઈ જાય છે કે કેસ જીત્યું કોણ ને હાર્યું કોણ??

કયારેક ફેંસલો કરતા પહેલા એટલે જ ભગવાન થોડો વધારે સમય લેતા હોય છે,

કળિયુગ છે સાહેબ, ભગવાન પણ સમજી નહિ શકતા હોય કે આમાં

"જીતનાર હારે છે કે હારનાર જીતે છે?"

એટલે કોઈક કામમાં સમય લાગે તો સમજી જવું કે કાંઈક સારું છે."

૩૭)"વાંચન-લેખનથી મનની સુંદરતા, તાજગી, વિચારોની ગાથા અને નવું જાણવાની જીજ્ઞાશા બધું જ વધે છે અને જીવનમાં એક નવા જ સફરની શરૂઆત રોજે-રોજ થાય છે. રોજ નહિ તો કાંઈ નહિ પણ જીવનમાં કયારેક પુસ્તક, કાગળ-કલમનો સથવારો લઇ જોઈએ તો જીવન એકદમ રંગીન લાગશે એમાં કોઈ શંકાને સ્થાન નથી દોસ્ત.."

૩૮) "સુખી થવું છે કે દુઃખી એ આપણા હાથમાં છે દુનિયા હાથમાં એની લગામ આપી ને આપણે દુનિયાના  "ગુલામ"નથી બનવાનું. આપણે ઇચ્છીએ એ મળે એટલે  "સુખ" અને ના ઇચ્છીયે એ મળે એટલે "દુઃખ".આવું આપણા મનમાં ઘર કરી ગયું છે બસ એને જ થોડું સમજવવાનું છે.. "મન"ને મનાવવાનું અઘરું હોઈ શકે  "સમજાવવા" માટે એક દ્રઢ નિર્ણય જ કાફી છે." શું કહેશો આપ???"

૩૯) "સફળતા મળ્યા પછી સૌથી મોટું કામ શું છે ખબર છે આ ૨૧મી સદીમાં??? એ સફળતામાં વધારો કરે એવા વ્યક્તિની શોધ કરવી જે દિલ ખોલીને તમારી સફળતામાં તમારા ભાગીદાર બને. બાકી આ કળિયુગમાં "રામ" શોધવા "લોઢાના ચાના ચાવવા જેવું છે." કે જે તમારી ખુશી માટે પોતાનું દુઃખ ભૂલી જાય.. શું કહેશો? બરાબર ને????"

૪૦) "સંવેદના ના સુર, અંતરમનનું ઘોડાપુર, ખીલતા ગુલાબનું નૂર,

અનુભવ માત્ર જ કાફી છે, બધાના નસીબમાં ક્યાં હોય છે!!!!"

૪૧) "સહારા વગર વેલડાં પણ ઉપ્પર નથી ચડી શકતા તો આપણે તો માણસ છીએ,

સફળતા મેળવવા સાથ-સહકાર ને સલાહ તો જોઈએ જ ને!"

૪૨) "સાદગીમાં સુંદરતા મોરના પંખની જેમ ખીલી જાય ને જોનારની આંખોમાં એક અનેરો આનંદ બની વસી જાય જેનો ખાલી અનુભવ જ કાફી છે, બધાના નસીબમાં કુદરતી સૌંદર્યની લાલિમા ક્યાં હોય છે ને એને સમજી શકે એવી આંખો પણ ક્યાં રોજ મળે છે!"

૪૩) "મનમાં આવતી અમુક કંપનો કદાચ સાચી હોઈ શકે કારણ ?????

માણસો ખોટા-સાચા હોઈ શકે પણ અંદરથી આવતી  "લાગણીઓ" અને એની કંપન કયારેય નહિ."

૪૪) "સલાહ આપવી કેટલી સહેલી છે નહિ?????

એ જ વસ્તુ આપણી સામે આવે તો?????

એ જ સલાહ કામ નથી લગતી... સાહેબ"

૪૫) "તમે સામે વાળા વ્યક્તિને ત્યાં સુધી જ દુઃખી કરી શકશો જ્યાં સુધી એ વ્યક્તિના મનમાં તમારા માટે માન-સમ્માન,અંદર, પ્રેમ, લાગણી છે, પછી જે દિવસે તમે એની નજરો માંથી ઉતરી જશો ને સાહેબ, કોઈની તાકાત નથી કે તમારી કોઈ પણ હરકતો એ વ્યક્તિના જીવનને,મનને તકલીફ પહોંચાડે. નજરમાંથી ઉતરી ગયેલી વ્યક્તિ પાંદડા જેવી હોય છે પાંદડું એકવાર ખરી જાય પછી ડાળી પર પાછું એ જ સ્થિતિમાં કયારેય જોડાઈ શકતું નથી બસ એવી જ રીતે ઠોકર ખાઈને પડી ગયેલી વ્યક્તિ અપર આવી શકે પરંતુ કોઈની નજરમાંથી ઉતરીને ઉપ્પર આવવું એટલે "લોઢના ચાના ચાવી લેવા પડે દોસ્ત!!!!!!!!.."

૪૬) "હરીફાઈ તો બહુ જ ઝામે છે સાહેબ,

પરંતુ ખરી હરીફાઈ તો આપણી અંદર પોતાની જ જાત સાથે ઝામે છે અને એ પણ રોજ કે

આપણા અસ્તિત્વનું કાંઈક "યોગદાન" આપીને, કશુંક નવું કરીને, અંતર-આત્માના સંતોષને સાથે રાખીને,

જીવનને ખુલ્લા દિલથી માણ્યાનો "સંતોષ" જોઈએ છે."

હરીફાઈમાં જીતીને દુનિયાને કાંઈક કરી બતાવ્યાનો આનંદ બધાને મળી જ રહે છે પરંતુ જે કદાચ ક્ષણભંગુર હશે, "સંતોષ" કશુંક "યોગદાન" આપ્યાનો જીવનભર "અકબંધ" રહેશે દોસ્ત......"

૪૭) "માફી" અપાવી અને એ પણ દિલ ખોલીને બહુ અઘરું છે સાહેબ,

દરિયાની જેમ બધું સમાવી લેવું પડે અંદર,

પછી મોતીની જેમ પવિત્ર થવું પડે અને શંખની જેમ ખાલી,

એમ ને એમ નથી આપી શકાતી કોઈને "દિલથી માફી"!

બસ, ખાલી મોટું મન રાખવાથી માફી ના આપી શકાય,

દરિયાની રેતીની જેમ રેતી પરનું બધું જ લખાણ ભૂલવું પડે અને એ પણ કાયમ માટે!"

૪૮)  "માન-અભિમાન સમય સાથે આવે ને સમય સાથે જાય,

વિચારવાનું આપણે કે આપણે કોની સાથે નાતો જોડવો છે!

"માન" શબ્દ નાનો પણ "કમાવતા" આંખે પાણી આવે,

"અભિમાન" શબ્દ મોટો પણ આવે તો "કમાયેલું" બધું જ પાણીની જેમ વહી જાય."

૪૯)  "સ્વતંત્ર" હોવું અને "સ્વચ્છંદી" હોવું, ઘણો ફરક છે, જો સમજાય તો!"

૫૦) "વાંચન તો બધા જ કરે પણ દિલથી વાંચી સમજીને

જીવનમાં ઉતરે તો જ સાર્થક ગણાય લેખકનું લખાણ ને લેખકની કલમ.."

મારા અનુભવનો નિચોડ, મારા ખુદના શબ્દોને સંગીતના સુરની જેમ ગોઠવી આપણી સમક્ષ સુવિચાર રૂપે રજુ કર્યા છે અને આપશ્રીએ ઘણા જ પ્રેમથી આવકાર્ય છે એ બદલ આપ સહુનો આભાર અને આપણા અભિપ્રાયો સારા-નરસા બધા જ વિચારો આપ મારા સુધી પહોંચાડશો એવી આશા સાથે....

-બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨

----------------
*क्या आपने कभी इन पश्चिमी philosophers को पढ़ा है:*
----------------------------------------------

1. *लियो टॉल्स्टॉय (1828 -1910):*

"बुद्ध और उनका धर्म ही एक दिन दुनिया पर राज करेगा, क्योंकि इसी में ज्ञान और बुद्धि का संयोजन है। जो समता और बन्धुत्व का मार्गदर्शन करता है"।

2. *हर्बर्ट वेल्स (1846 - 1946):*

" बुद्धिज्म का प्रभावीकरण फिर होने तक अनगिनत कितनी पीढ़ियां अत्याचार सहेंगी और जीवन कट जाएगा । तभी एक दिन पूरी दुनिया बुद्ध और बौद्ध धर्म की ओर आकर्षित हो जाएगी, उसी दिन ही मानवता का असली विकास शुरू होगा और उसी दिन दुनिया आबाद होगी । प्रणाम हो उस दिन को। जब बुद्ध हँसेगा। और दिन दुनिया के सारे नकली भगवान् उनके चरणों में दिखाई देंगे "।

3. *अल्बर्ट आइंस्टीन (1879 - 1955):*

"मैं समझता हूँ कि बुद्ध ही ने अपनी बुद्धि और जागरूकता के माध्यम से वह किया जो दुनिया का कोई भी खुद को भगवान् माननेवाले न कर सके । बोधिसत्व मे ही वह शक्ति है जिससे शांति स्थापित हो सकती वर्ना सारे धर्मो में उच्च नीच और काले गोरे का भेदभाव है। येशु के गुरु भी भगवान् बुद्ध थे। येशु ने 13 साल तक  काश्मीर में रहकर बुद्ध धर्म को सीखा। और यूरोप में भगवान् को पुत्र कहकर बुद्ध की बाते जन जन तक पहुचाई। ये बात और है की। यूरोपीयन अब इस बात से इनकार करते है। पर सत्य यही है"।

4. *हस्टन स्मिथ (1919):*

"जिसने खुद पर विश्वास करना सिखाया है। वो बौद्ध धर्म है। वरना कई लोग धर्म पंडितो और पथ्थर की मूर्तियो पर अंधविश्वास कर अन्धकार में भटकते रहे। इसलिए बौद्ध धर्म से सरल और शान्ति देने वाला दुनिया में बेहतर कोई धर्म ही नहीं है। जो भी दुनिया में है तो वो बुद्धिज्म है। जिसे लाइट ऑफ़ आशिया कहा जाता है । अगर हम अपना दिल और दिमाग इसके लिए खोलें तो उसमें हमारी ही भलाई होगी। वरना अंधकार में भटकते रह जाओगे जैसे आज भी भारतीय अन्धकार में भटक रहे है। और बुद्ध का ज्ञान लेकर चायना जापान और यूरोप आगे बढ़ रहा है।"

5. *माइकल नोस्टरैडैमस (1503 - 1566):*

" बौद्ध धर्म ही यूरोप में शासक धर्म बन जाता। खुद को बुद्ध के पुत्र कहलानेवाले येशु जो बुद्ध धर्म का ज्ञान लेकर यूरोप आये थे। उन्हें सूली पर न चढ़ाया जाता। तो आशिया ही नहीं बल्कि यूरोप का हर प्रसिद्ध शहर बौद्ध धर्म की राजधानी बन जाता। पर बुद्ध का प्रभाव अभी खत्म नहीं हुआ। अब तक आधी दुनिया बौद्धमय हो गई है।"।

6. *बर्टरेंड रसेल (1872 - 1970):*

"मैंने बुद्ध और बुद्धिज्म को पढ़ा और जान लिया कि यह सारी दुनिया और सारी मानवता का धर्म बनने के लिए है । बुद्ध धर्म पूरे यूरोप में फैल जाएगा और यूरोप में बौद्ध को दुनिया के सामने लाने वाले बड़े विचारक सामने आएंगे । एक दिन ऐसा आएगा कि बुद्ध धर्म ही दुनिया की वास्तविक उत्तेजना का केंद्र होगा "।

7. *गोस्टा लोबोन (1841 - 1931):*

" बुद्ध ही सुलह और सुधार की बात करता है। सुलह और सुधार ही के विश्वास की सराहना के लिये में दुनिया सभी लोगो को बौद्ध धर्म में आमंत्रित करता हूँ"।

8.  *बरनार्ड शा (1856 - 1950):*

"सारी दुनिया एक दिन बुद्ध धर्म स्वीकार कर लेगी । अगर यह वास्तविक नाम स्वीकार नहीं भी कर सकी तो रूपक नाम से ही स्वीकार कर लेगी। पश्चिम एक दिन बुद्धिज्म स्वीकार कर लेगा और बुद्ध धर्म ही दुनिया में पढ़े लिखे लोगों का धर्म होगा। जो आज विकास का धर्म बना है। बौद्ध धर्म दुनिया का पहला धर्म है। जो व्यक्ति को विज्ञान सिखाता है। ना की अंधविश्वास में रखकर मानवता को सरेआम घायल करता है। बौद्ध धर्म में नारी और नर एक समान है। बौद्ध धर्म में तो पशुओ को तक प्रेम से रखने की शिक्षा दी जाती है"

9. *जोहान गीथ (1749 - 1832):*

"हम सभी को अभी या बाद मे बौद्ध धर्म स्वीकार करना ही होगा । यही दुनिया का असली धर्म है ।मुझे कोई बुद्धिस्ट कहे तो मुझे बुरा नहीं लगेगा, मैं यह सही बात को स्वीकार करता हूँ ।"
🌸🌹🌸🙏









































































Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા