000 Gujarati Suvicharo
1 કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. ~ દત્તકૃષ્ણાનંદ 2 સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે ~ સ્વામી શિવાનંદ 3 અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા. ~ મહાવીર સ્વામી 4 દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે છે. ~ મહાવીર સ્વામી 5 જે પુસ્તક બંધ રહે છે તે કેવળ કાગળનો ઢગલો જ છે. ~ અજ્ઞાત 6 તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ. ~ હીરાભાઈ ઠક્કર 7 મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે, ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. ~ રણછોડદાસજી મહારાજ 8 જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે સ્વયં પણ તેનાથી વંચીત રહેતો નથી. ~ જે એમ બૈસી 9 જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી ...