000 Gujarati Suvicharo
1
કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
~ દત્તકૃષ્ણાનંદ
2
સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે
~ સ્વામી શિવાનંદ
~ સ્વામી શિવાનંદ
3
અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા.
~ મહાવીર સ્વામી
4
દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે છે.
~ મહાવીર સ્વામી
5
જે પુસ્તક બંધ રહે છે તે કેવળ કાગળનો ઢગલો જ છે.
~ અજ્ઞાત
6
તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ.
~ હીરાભાઈ ઠક્કર
7
મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે, ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે.
~ રણછોડદાસજી મહારાજ
8
જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે સ્વયં પણ તેનાથી વંચીત રહેતો નથી.
~ જે એમ બૈસી
9
જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો.
~ ગૌતમ બુદ્ધ
10
થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે છે, તો જેણે ધર્મને જાણ્યો નથી તેને જન્મોજન્મ શૃંખલા લાંબી લાગે છે.
~ ગૌતમ બુદ્ધ
11
નફરતને નફરતથી નથી મીટાવી શકાતી એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે આજ શાશ્વત નિયમ છે.
~ ગૌતમ બુદ્ધ
12
વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે.
~ ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ
13
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
~ વિલિયમ જેમ્સ
14
જેના ભાગ્યમાં જે સમયે, જે લખ્યું છે તેને તે સમયે તે જ પહોંચે.
~ નરસિંહ મહેતા
15
તમે ક્યાં જાઓ છો એ જાણવાની જરૂર નથી તમે શા માટે જાઓ છો એ પણ જાણવાની જરૂર નથી તમે આનંદથી નીકળી પડો એ જ મહત્ત્વનું છે.
~ ઓશો
16
ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
~ શૂન્ય પાલનપુરી
17
દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે.
~ પ્લુટાર્ક
18
ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી.
~ કાકાસાહેબ કાલેલકર
19
બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એ જ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે.
~ કાકાસાહેબ કાલેલકર
20
વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી.
~ કાકાસાહેબ કાલેલકર
21
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે.
~ ટીપુ સુલતાન
22
તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી.
~ ક્રિસ્ટોફર ફ્રાય
23
સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે.
~ સામવેદ
24
અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે.
~ તીરુવલ્લુર
25
જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે.
~ તીરુવલ્લુર
26
સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું.
~ તીરુવલ્લુર
27
આ વિશ્વમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુ છે – એક દુ:ખ અને બીજો શ્રમ. દુ:ખ વિના હૃદય નિર્મળ થતું નથી અને શ્રમ વિના મનુષ્યત્વનો વિકાસ થતો નથી.
~ આચાર્ય શ્રીરામ શર્મા
28
કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી.
~ વિદુર નીતિ
29
કુસંગથી સાધુનો, કુમંત્રણાથી રાજાનો, અત્યાધિક પ્રેમથી પુત્રનો અને અવિદ્યાર્થીથી બ્રાહ્મણનો નાશ થાય છે.
~ વિદુર નીતિ
30
ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે, તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે.
~ વિદુર નીતિ
31
જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે.
~ વિદુર નીતિ
~ વિદુર નીતિ
32
સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સદ્વવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે.
~ વિદુર નીતિ
33
આપણી ખુશીનો સ્ત્રોત આપણી અંદર જ છે, આ સ્ત્રોત અન્ય પ્રતિ સંવેદના દ્વારા વૃદ્ધિ મેળવે છે.
~ દલાઈ લામા
સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સદ્વવર્તનથી કુળનું અને અપારદર્શક વસ્ત્રો પહેરવાથી સ્ત્રીઓનું રક્ષણ થાય છે.
~ વિદુર નીતિ
33
આપણી ખુશીનો સ્ત્રોત આપણી અંદર જ છે, આ સ્ત્રોત અન્ય પ્રતિ સંવેદના દ્વારા વૃદ્ધિ મેળવે છે.
~ દલાઈ લામા
34
માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
~ ઉમાશંકર જોશી
35
સ્ત્રીને બળથી માપી ન શકાય તેથી તેને અબળા કહે છે.
~ ઉમાશંકર જોશી
માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.
~ ઉમાશંકર જોશી
35
સ્ત્રીને બળથી માપી ન શકાય તેથી તેને અબળા કહે છે.
~ ઉમાશંકર જોશી
36
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
~ વેન્ડેલ ફિલિપ્સ
પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
~ વેન્ડેલ ફિલિપ્સ
37
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.
~ પં રામકિકર ઉપાધ્યાય
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.
~ પં રામકિકર ઉપાધ્યાય
38
જીભડીના સ્વાદ માટે લાખો પશુઓની હત્યા થાય તો એ પાપ છે જીવન જ ઈશ્વર છે.
~ કબીર
~ કબીર
39
મન પંચરંગી છે ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે, એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
~ કબીર
40
માનવસંસ્કૃતિના વિકાસના કેન્દ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે.
~શ્રદ્ધા ત્રિવેદી
41
ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે.
~ જયશંકર પ્રસાદ
42
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
~ મોરારજીભાઈ દેસાઈ
43
સાચું બોલવાની પણ એક રીત હોય છે તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
~ મોરારજીભાઈ દેસાઈ
44
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
~ હરીન્દ્ર દવે
45
તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ.
~ ચાર્લી ચેપ્લિન
46
મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે, પણ મારા હોઠને તેની ક્યારેય જાણ થઈ નથી કારણ કે તે સદા હસતા જ રહે છે.
~ ચાર્લી ચેપ્લિન
47
હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે.
~ ચાર્લી ચેપ્લિન
48
હાસ્ય વગરનું જીવન વિનાશને પાત્ર છે.
~ ચાર્લી ચેપ્લિન
49
આ વિશ્વમાં સોનું, ગાય અને જમીનનું દાન આપનારા સુલભ છે. પરંતુ પ્રાણીઓને અભયદાન આપનારા માણસો દુર્લભ છે.
~ ભર્તુહરિ
50
અભિમાની પાસે કોઈ જવા તૈયાર હોતું નથી અને ક્રોધી પાસે કોઈ આવતું નથી, આથી અભિમાન અને ક્રોધથી દૂર રહો.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
51
કોઈ કારણસર ખુશ ન થાઓ કારણ કે નિમિતનો અંત આવતા ખુશીનો પણ અંત આવે છે. કારણ વગર ખુશ રહેશો તો તે કાયમી હશે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
52
જિંદગી શિક્ષકથી પણ ઘણી કડક છે. કારણ કે, શિક્ષક ભણાવે છે અને પછી પરીક્ષા લે છે, પરંતુ જિંદગીમાં પહેલા પરીક્ષા આપવી પડે છે અને પછી પાઠ શિખવા મળે છે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
53
જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી. એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપશો.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
54
જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
55
ઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
56
તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
57
દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
58
મનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
59
વિવેકશીલ માનવી હંસની જેમ જગતમાંથી જે સારું હોય તે લઈ લે છે અને ખરાબ હોય તેનો ત્યાગ કરે છે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
60
સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે.
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
61
આ સંસારમાં સૌથી સુખી એ જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે.
~ ગેટે
62
સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે.
~ રૂસો
63
સ્ત્રી, સ્નેહ, સરળતા એકજ વસ્તુનાં વિવિધ નામો છે.
~ રૂસો
64
આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે.
~ ભગવાન શંકરાચાર્ય
65
એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી, ઉંમર અને બુદ્ધિથી નહીં.
~ શરદચંદ્ર
66
સત્યની સાચી જગ્યા હૃદયમાં છે, મોઢામાં નહીં.
~ શરદચંદ્ર
67
અત્યંત અધમ પાપીને એક મહાન સંત થવામાં ઘણીવાર એકાદ ક્ષણનું જ અંતર હોય છે.
~ એમર્સન
68
જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી. ત્રણેયની અંદર રહેલી શક્યતાનો તાગ આપણે પામી શકીએ તેમ નથી.
~ એમર્સન
69
એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે.
~ ધૂમકેતુ
70
જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
~ ધૂમકેતુ
71
જે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉદ્યમી હોય તે કદી ફરિયાદ કરતા નથી.
~ ધૂમકેતુ
72
દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે જે પળ આપે તે કોઈ ન આપે.
~ ધૂમકેતુ
73
આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે.
~ સ્વામી વિવેકાનંદ
74
આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો, વિજય કે પરાજયની પરવા ન કરો, જીવનને વેડફી નાખવું ન પાલવે.
~ સ્વામી વિવેકાનંદ
75
આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે.
~ સ્વામી વિવેકાનંદ
76
આપણા વ્યક્તિત્વની ઉત્પત્તિ આપણા વિચારોમાં છે. આથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, શબ્દ ગૌણ છે, વિચાર મુખ્ય છે અને તેની અસર લાંબાગાળા સુધી રહેતી હોય છે.
~ સ્વામી વિવેકાનંદ
77
ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો.
~ સ્વામી વિવેકાનંદ
78
એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે બીજું કશું નથી.
~ સ્વામી વિવેકાનંદ
79
એષણા સમુદ્રની જેમ હંમેશા અતૃપ્ત રહે છે. તેને સંતોષવાનો પ્રયત્ન કરવાથી અશાંતિ વધે છે.
~ સ્વામી વિવેકાનંદ
80
કોઈક વખત ખબર નથી પડતી કે જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે ? પણ ચાલવાનું ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે.
~ સ્વામી વિવેકાનંદ
81
જીવ એ શિવ છે, તેનો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવ સ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ.
~ સ્વામી વિવેકાનંદ
82
જે ખોટા કાર્ય કરતા નથી, તેમને કદી દંડ થતો નથી, તેથી તેઓ કદી મુક્ત પણ થઈ શકતા નથી. ખરેખર તો, સાંસારિક ધક્કા જ આપણને જાગૃત કરે છે, તે જ આપણી અંદર મુક્તિની આકાંક્ષા જગાડે છે.
~ સ્વામી વિવેકાનંદ
83
જેની વાતથી તમારું મન અશાંત થઈ જાય તેવી વ્યક્તિ પાસે ન બેસો કે ન તમારી પાસે બેસાડો.
~ સ્વામી વિવેકાનંદ
84
જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે.
~ સ્વામી વિવેકાનંદ
85
જો હું મારા તમામ વ્યવહારમાં પ્રામાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી.
~ સ્વામી વિવેકાનંદ
86
જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે.
~ સ્વામી વિવેકાનંદ
87
તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો.
~ સ્વામી વિવેકાનંદ
88
ધનથી નહીં, સંતાનથી પણ નહીં, અમૃતસ્થિતિની પ્રાપ્તિ માત્ર ત્યાગથી જ થાય છે.
~ સ્વામી વિવેકાનંદ
89
નિષ્ફળતા એ વાત સિદ્ધ કરે છે કે સફળતાનો પ્રયાસ મનથી કરાયો નથી.
~ સ્વામી વિવેકાનંદ
90
નીચ મનુષ્ય સાથે ઘનિષ્ઠ મૈત્રી, અન્યને ઘેર વગર બોલાવે જવું, જ્ઞાતિ કે સંગઠન વિરુદ્ધ જાહેરમાં બોલવું – આટલી વસ્તુ કરવાથી માનહાની થાય છે.
~ સ્વામી વિવેકાનંદ
91
નીતિમાન થજો, શુરવીર બનજો, ઉદાર હૃદય ના થજો, જાનને જોખમે પણ નીતિમાન અને ચારિત્ર્યવાન બનજો.
~ સ્વામીવિવેકાનંદ
92
મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી.
~ સ્વામી વિવેકાનંદ
93
સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.
~ સ્વામી વિવેકાનંદ
94
હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
~ સ્વામી વિવેકાનંદ
95
કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી.
~ થોમસ હકસલી
96
કોઈએ ભૂલ નથી કરી તો સમજો તેણે કામ નથી કર્યું.
~ થોમસ હકસલી
97
જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.
~ લૂઈ જિન્સબર્ગ
98
જો મિત્રતા તમારી નબળાઈ હોય તો તમે વિશ્વના સૌથી મજબૂત વ્યક્તિ છો.
~ અબ્રાહમ લિંકન
99
તમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે.
~ અબ્રાહમ લિંકન
100
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
~ રહીમ
101
સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે.
~ કોન્ફ્યુશિયસ
102
જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે.
~ ફ્રેન્કલિન
103
આ મારું છે અને આ બીજાનું છે એવું સંકુચિત હૃદયવાળા જ સમજે છે. ઉદાર ચિત્તવાળા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.
~ હિતોપદેશ
104
આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.
~ ચિનુ મોદી
105
જે અન્યાય કરે છે તેને તું ક્ષમા આપ, જે તને પોતાનાથી વિખૂટા કરે છે તેની સાથે પ્રેમ કર અને જે તારા પ્રત્યે બૂરાઈ કરે છે તેના પ્રત્યે તું ભલાઈ કર.
~ મહમ્મદ પયગમ્બર
106
ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે દયા રાખનારો પોતાના પ્રત્યે દયાળુ છે.
~ મહમ્મદ પયગમ્બર
107
સંસારમાં સર્વ વસ્તુ સુલભ છે. માત્ર કર્મહીન લોકોને જ તેનો લાભ મળી શકતો નથી.
~ ગોસ્વામી તુલસીદાસ
108
કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો જ્યાં રહો ત્યાં મસ્ત રહો.
~ બ્રહ્માનંદ સરસ્વતી
109
જે કાર્ય કરતા મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતા મનમાં ગ્લાની થાય એ અધર્મ.
~ બ્રહ્માનંદ સરસ્વતી
110
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
~ સૉક્રેટિસ
111
કોઈ પણ વ્યક્તિ અન્ન વિના ચાર દિવસ, પાણી વિના ત્રણ દિવસ, હવા વિના આઠ મિનિટ રહી શકે છે પણ આશા વિના એક સેકન્ડ પણ રહી શકાતું નથી માટે આશા ન છોડો
~ ડૉ. અબ્દુલ કલામ
112
મોજાં મારી પ્રેરણા છે, કારણ કે તેઓ પાછાં પડે છે અને ઊઠે છે અને પાછા પડવા છતાં તેઓ ફરી ઊઠવામાં નિષ્ફળ જતાં નથી.
~ ડૉ. અબ્દુલ કલામ
113
સ્વપ્ન એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સ્વપ્ન એ છે કે જે તમને ઊંઘવા ના દે.
~ ડૉ. અબ્દુલ કલામ
114
આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
~ સંત તુલસીદાસ
115
સૌને પોતાની પ્રગતિમાં રસ છે, બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે.
~ જેને ર્ફાવલર
116
પ્રેમ એ જબાનની નહિ, આંખોની ભાષા છે.
~ રમણિક પટેલ
117
આ સંસારમાં મનુષ્યોને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે.
~ ઉદ્ધવ ગીતા
118
જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભરાવ, પાણિયારું નહીં ભરે પ્રભુ, ભરશે નદી તળાવ.
~ દલપતરામ
119
જે ભૂમિએ આપણને પેદા કર્યા અને આજેય પોષણ કરે છે, તેની ઉન્નતિ માટે સૌ સાથે મળી તન- મન- ધનથી પ્રયાસો કરીએ.
~ સ્વામી દયાનંદ સરસ્વતી
120
સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં પણ બળ હોય છે જ બસ એ ખરા હૃદયથી થયેલી હોવી જોઈએ.
~ ગુલાબદાસ બ્રોકર
121
જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી.
~ રામદાસજી
122
પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ.
~ પ્રમુખસ્વામી મહારાજ
123
તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
~ જ્યોતિન્દ્ર દવે
124
લગ્ન સુખી થવા માટે નહીં પણ એકબીજાને વધુ સુખી કરવા માટે છે.
~ રવિશંકર મહારાજ
125
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
~ કાંતિલાલ કાલાણી
126
કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઈને બેકાર બેસી રહેવું એ જ સૌથી શરમજનક છે.
~ પ્રેમચંદ
127
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
~ પ્રેમચંદ
128
સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે.
~ કૌટિલ્ય
129
આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે.
~ બાઈબલ
130
માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે.
~ શ્રીમોટા
131
વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
~ શ્રી મોટા
132
જેટલાં પુસ્તકો છપાય છે તેમાંના અડધા વેચાતાં નથી, વેચાયેલાંમાંથી અડધા વંચાતા નથી, વંચાયેલામાંથી અડધા સમજાતાં નથી અને સમજાય છે તેમાંથી અડધા ખોટાં સમજાય છે.
~ જીઓપેયીની
133
ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે.
~ ઈવા યંગ
134
કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે.
~ ઈવા યંગ
135
આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
~ ચાણક્ય
136
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.
~ ચાણક્ય
137
પૃથ્વી પરનો ગરીબ માણસ એ નથી કે જેની પાસે નાણાં ન હોય પણ જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે.
~ ચાણક્ય
138
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
~ ચાણક્ય
139
મૌનથી કલેશ ઉત્પન્ન થતો નથી અને સજાગતાથી ભય પેદા થતો નથી.
~ ચાણક્ય
140
સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી.
~ ચાણક્ય
141
સરકારે મધમાખી જે રીતે ફૂલ પરથી મધ ભેગું કરે છે તે રીતે કર વસૂલાત કરવી જોઈએ.
~ ચાણક્ય
142
શું થયું તેના પર હું કદી નજર રાખતો નથી, પરંતુ શું કરવાનું બાકી છે તેનું જ ધ્યાન રાખું છું.
~ ભગવાન શ્રીકૃષ્ણ
143
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.
~ અર્લ વિલ્સન
144
જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.
~ ડોંગરેમહારાજ
145
બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.
~ સરદાર પટેલ
146
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ.
~ સરદાર પટેલ
147
સત્તાધીશોની સત્તાનો અંત એમની ખુરશી પરથી ઉતરતા જ આવે છે. જ્યારે દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી પણ ચાલે છે.
~ સરદાર પટેલ
148
આજના વિચારો આવતીકાલે બોલો.
~ બોન
149
જે વ્યક્તિ નાના-નાના કામોને પણ ઇમાનદારીથી કરે છે, તે જ મોટા કાર્યોને પણ એ જ ભાવનાથી પૂર્ણ કરી શકે છે.
~ સેમ્યુઅલ સ્માઇલ
150
જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.
~ રસેલ કૉનવેલ
151
માનવીનું અસ્તિત્વ એ કોઈ વાદના વિજય કરતાં વધારે અગત્યની વાત છે.
~ રસેલ કૉનવેલ
152
કોની ઇચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઇચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ?
~ કેનોપનિષદ
153
કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે.
~ ફ્રાંસિસ બેકન
154
પ્રતિશોધ લેતી વખતે માણસ પોતાના શત્રુની સમાન હોય છે, પરંતુ તેની ઉપેક્ષા કરવાથી તે સૌથી મોટો થઈ જાય છે.
~ ફ્રાંસિસ બેકન
155
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે, ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
~ શેખ સાદી
156
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ!
~ કનૈયાલાલ મુનશી
157
જીવનની સફળતા સમયના યથોચિત ઉપયોગ પર રહેલી જણાય છે.
~ નેલ્સન
158
શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે.
~ વેદવ્યાસ
159
હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે.
~ વેદવ્યાસ
160
અહિંસા સત્યની શોધનો આધાર છે.
~ ગાંધીજી
161
આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષ મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે.
~ ગાંધીજી
162
કોઈપણ સ્ત્રીના સતીત્વનો ભંગ કરતાં પહેલાં મરી જવું ઉત્તમ છે.
~ ગાંધીજી
163
ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
~ ગાંધીજી
164
જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.
~ ગાંધીજી
165
તર્ક કેવળ બુદ્ધિનો વિષય છે, હૃદયની સિદ્ધિ સુધી બુદ્ધિ પહોંચી શકતી નથી, જેને બુદ્ધિ માને પણ હૃદય ન માને તે વસ્તુ ત્યજ્ય છે.
~ ગાંધીજી
166
ધર્મવિહીન નૈતીક જીવન રેતીમાં બાંધેલા ઘર જેવું છે.
~ ગાંધીજી
167
ન્યાયની અદાલતોથી અન્ય પણ એક અદાલત હોઈ શકે છે અને તે છે અંતરાત્માના અવાજની, આ અંતરાત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતા શ્રેષ્ઠ છે.
~ ગાંધીજી
168
પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી, પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે.
~ ગાંધીજી
169
પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે રત્ન બહારની ચમક બતાવે છે જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે.
~ ગાંધીજી
170
પ્રામાણિકપણે અસંમતિ દર્શાવવી એ પણ વિકાસની નિશાની છે.
~ ગાંધીજી
171
પ્રાર્થના એ કઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે.
~ ગાંધીજી
172
બની શકે છે કે તમારું કામ મહત્વહીન થઈ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઈક કરો.
~ ગાંધીજી
173
ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય.
~ ગાંધીજી
174
મહાપુરુષોનું સર્વશ્રેષ્ઠ સન્માન આપણે તેમનું અનુસરણ કરીને જ કરી શકીએ.
~ ગાંધીજી
175
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે હિમાલયના શિખર પર નહિ.
~ ગાંધીજી
176
મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે.
~ ગાંધીજી
177
લોકશાહીનો અર્થ હું એવો સમજું છું કે તેમાં ઉપેક્ષિતથી માંડી તમામ સંપન્ન વર્ગની વ્યક્તિને આગળ વધવાની સમાન તક મળે.
~ ગાંધીજી
178
વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી.
~ ગાંધીજી
179
સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્ય માટે અનેક બને છે.
~ ગાંધીજી
180
સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
~ ગાંધીજી
181
હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ.
~ ગાંધીજી
182
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
~ લાઈટૉન
183
બરફનો ભૂતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે.
~ અનિલ જોશી
184
બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !
~ ડેલ કાર્નેગી
185
જ્યારે ગુજરાતી ઘરમાં રહેતાં કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે ગુજરાતી સાહિત્ય એનો એક વાચક ગુમાવે છે, યુવાનોમાં ગુજરાતી સાહિત્યનું વાંચન વધે એ જરૂરી છે.
~ સંજય છેલ
186
એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનનાં કારણ હોય છે
~ જે. પી. વાસવાણી
187
પરમ સત્યનું અસ્તિત્વ હૃદયમાં છે જે વિચાર હૃદયથી રહિત છે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઈ જવું જોઈએ.
~ રમણ મહર્ષિ
188
લક્ષ્યાંક માટે આશાવાદનો વિશ્વાસ જરૂરી છે, આશા કે વિશ્વાસ વિના કશું જ શક્ય નથી.
~ હેલન કેલર
189
આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.
~ જનરલ એબ્રગોન
190
પ્રેમ એક રમત છે, જેમાં બુદ્ધીની હાર છે.
~ મુસોલિની
191
આત્મવિશ્વાસ જ અદ્ભુ્ત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો, તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
~ સ્વેટ માર્ડન
192
જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે.
~ સ્વેટ માર્ડન
193
સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બની શકે છે, પણ જૂઠું બોલનારને 100 ટકા સત્યની ખબર હોવી જોઈએ.
~ ચંદ્રકાન્ત બક્ષી
194
આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
~ જોન ફ્લેયર
195
વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે, નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે, સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે, પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે.
~ શ્રી ભર્તૃહરિ
196
સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
~ જવાહરલાલ નહેરુ
197
કોઈપણ મુશ્કેલી વગર જે જીતે તેને માત્ર વિજય કહેવાય, પણ અનેક મુશ્કેલી સાથે જે જીત મેળવે તેને ઈતિહાસ કહેવાય.
~ હિટલર
198
હિંમત એટલે શું? એનો અર્થ એ છે કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
~ ચાલટેન હેસ્ટન
199
તમે જેને જુઓ છો તેને પ્રેમ કરી શકતા નથી તો જેને તમે ક્યારેય જોવાના નથી એ ભગવાનને કેવી રીતે પ્રેમ કરશો.
~ મધર ટેરેસા
200
પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રદ્ધા, શ્રદ્ધા એટલે આચરણમાં મુકેલો પ્રેમ.
~ મધર ટેરેસા
201
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
~ મધર ટેરેસા
202
જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની.
~ સ્વામી રામતીર્થ
203
જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે.
~ સ્વામી રામતીર્થ
204
જેવું ચિંતવશો એવું જ થશે. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે.
~ સ્વામી રામતીર્થ
205
દરેક કામ હિંમત અને શાંતિથી કરો એ જ સફળતાનું સાધન છે.
~ સ્વામી રામતીર્થ
206
દરેક વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે આનંદનો ખજાનો તો તમારી અંદર છે.
~ સ્વામી રામતીર્થ
207
દુન્યવી વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે, આનંદનો ખજાનો તો તમારી અંદર જ હોય છે.
~ સ્વામી રામતીર્થ
208
ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
~ સ્વામી રામતીર્થ
209
મનનો સ્વભાવ ચંચળ છે જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે.
~ સ્વામી રામતીર્થ
210
માત્ર પ્રકાશનો અભાવ નહીં પણ વધુ પડતો પ્રકાશ પણ મનુષ્યની આંખો માટે અંધકાર રૂપ સાબિત થાય છે.
~ સ્વામી રામતીર્થ
211
વિચાર ભાગ્યનું બીજું નામ છે.
~ સ્વામી રામતીર્થ
212
સંસારને જાણવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે તમારી જાતને જાણી લો.
~ સ્વામી રામતીર્થ
213
કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
~ ગોલ્ડ સ્મિથ
214
એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો.
~ કોલિયર
215
વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી.
~ બર્ટ્રાન્ડ રસેલ
216
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
~ કવિ કાલિદાસ
217
ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
~ કવિ કાલિદાસ
218
સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે.
~ કવિ કાલિદાસ
219
ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે.
~ પેરીકિલસ
220
જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
~ શંકરાચાર્ય
221
બુદ્ધિ સિવાય વિચારપ્રચારનું અન્ય કોઈ જ શસ્ત્ર નથી, કારણકે જ્ઞાન જ અન્યાયનો નાશ કરી શકે છે.
~ શંકરાચાર્ય
222
જિંદગી એવી નથી જેવી તમે એના માટે કામ કરો છો, એ તો એવી બની જાય છે જેવી તમે એને બનાવો છો.
~ એન્થની રયાન
223
મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.
~ ધીરુભાઈ અંબાણી
224
આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.
~ વિનોબા ભાવે
225
કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ.
~ વિનોબા ભાવે
226
જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું?
~ વિનોબા ભાવે
227
પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા.
~ વિનોબા ભાવે
228
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
~ વિનોબા ભાવે
229
સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની.
~ વિનોબા ભાવે
230
જે વિચારધારાથી સમસ્યાઓ ઉદ્ભવી હોય તેનું નિરાકરણ એ જ વિચારધારાથી ન લાવી શકાય.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
231
દરેક મુશ્કેલીમાં એક તક રહેલી હોય છે.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
232
હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
233
હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નથી.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
234
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.
~ થોમસ પેઈન
235
અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે
~ રત્નસુંદર વિજયજી
236
સાચું શું છે એ જાણ્યા છતાંય, એ પ્રમાણે ન અનુસરવું એમાં કાં તો જાણકારીનો અભાવ છે કાં તો હિંમતનો અભાવ છે.
~ રત્નસુંદર વિજયજી
237
જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દૃષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દૃષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે.
~ હેનરી ફોર્ડ
238
માણસ જેમ વધારે સુધરેલ તેમ વધારે દુઃખી.
~ ચેખોવ
239
જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ ભાષાની ખીલવણી હશે.
~ માર્ક ટેવેઈન
240
કામને મજુરી ન બનાવો, કામને પ્રાર્થના બનાવો.
~ સ્વામી સુખબોધાનંદ
241
નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે, જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.
~ ચર્ચિલ
242
હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે.
~ ચર્ચિલ
243
પાપીની ધૃણા કરશો નહિ, પાપની કરજો, તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહીં જ હો.
~ ભગવાન મહાવીર
244
ભોગમાં રોગનો, ઉચ્ચ કુળમાં પતનનું, માનમાં અપમાનનો, બળમાં શત્રુનો, રૂપમાં ઘડપણનો અને શાસ્ત્રમાં વિવાદનો ડર હોય છે, ભય રહિત તો માત્ર વૈરાગ્ય જ છે.
~ ભગવાન મહાવીર
245
ભગવાનની નિષ્કામ ભક્તિ અનેક સિદ્ધીઓથી પણ શ્રેષ્ઠ ફળ આપે છે.
~ સ્વામી આનંદ
246
પતિને ખુશ રાખવા પત્નીએ પતિને બરાબર સમજવો અને થોડો પ્રેમ કરવો, પત્નીને પતિએ ખુશ રાખવા બહુ બધો પ્રેમ કરવો પરંતુ એને સમજવાની બિલકુલ કોશિશ ન કરવી.
~ ગુલનાર બમ્મનજી
247
મનના હાથીને વિવેકના અંકુશ વડે વશમાં રાખવો જોઈએ.
~ રામકૃષ્ણ પરમહંસ
248
જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે.
~ શેક્સપિયર
249
સર્વોતમ મનુષ્યો તેમના દોષ વડે, તેમની ભૂલો વડે ઘડાય છે.
~ શેક્સપિયર
250
ગટરમાં તો આપણે સૌ કોઈ ઊભા છીએ પણ આપણામાંથી કેટલાકની નજર આકાશના તારાંઓ ભણી હોય છે.
~ ઓસ્કાર વાઈલ્ડ
251
સાચો મિત્ર તમને સામેથી મારશે, નહીં કે કાયર દુશ્મનની જેમ પીઠ પાછળ ઘા કરશે.
~ ઓસ્કાર વાઈલ્ડ
252
માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.
~ નરોત્તમ પલાણ
253
જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે.
~ વિલિયમ રોસ્ટર
254
પાપ અને દુરાચાર એક માનસિક કે આત્મિક રોગ છે, તેને મટાડવા ઉપદેશરૂપી દવા જરૂરી છે.
~ ઈસુ ખ્રિસ્ત
255
ભાઈ, ભલાઈ કર ભલાઈમાં હું છું.
~ ઈસુ ખ્રિસ્ત
256
જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.
~ દયાનંદ સરસ્વતી
257
એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય.
~ લોવેલ
258
મિત્રો વિના કોઈ પણ જીવવાનું પસંદ નહીં કરે, ભલે તેની પાસે અન્ય તમામ સારી વસ્તુઓ કેમ ન હોય.
~ અરસ્તુ
259
પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે.
~ ડૉ. રાધાકૃષ્ણન
260
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
~ ડૉ. રાધાકૃષ્ણન
261
લાલચની પૂર્તિ ક્યારેય થઈ શકતી નથી, તેથી લાલચ અને ક્ષોભ કાયમ સાથે રહે છે.
~ સમર્થ ગુરુ રામદાસ
262
સાચો મિત્ર એ છે જે પડખે રહે છે અને બાકીની દુનિયા વિરોધ કરે છે.
~ વોલ્ટર વિંચેલ
263
જીવન એક આરસી જેવું છે તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
~ એડવિંગ ફોલિપ
264
એક જણ થાક્યા વિના સો વર્ષ સુધી દર મહિને યજ્ઞ કરે અને બીજો કદાપી ક્રોધ ન કરે આ બેમાંથી અક્રોધી ચડિયાતો ગણાય.
~ મદનમોહન માલવીઆ
265
ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
~ સ્વામી પ્રણવાનંદજી
266
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે?
~ ગોનેજ
267
જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો.
~ બેયાર્ડ ટેઈલર
268
ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી.
~ સેંટ ઑગસ્ટાઈન
269
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
~ ડબલ્યુ એમ ઈવાર્ટસ
270
જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
~ શ્રીમદ્ રાજચંદ્ર
271
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
~ શ્રીમદ્ રાજચંદ્ર
272
કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.
~ જે કૃષ્ણમૂર્તિ
273
તમારા મોંમા શું જાય છે તે મહત્ત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્ત્વનું છે.
~ જે કૃષ્ણમૂર્તિ
274
પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે.
~ જે કૃષ્ણમૂર્તિ
275
સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે, પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથેનું સ્વપ્ન છે.
~ હાર્વે મેકે
276
જે અવારનવાર મૌન પાળે છે તેના જીવનમાં કલેશ ને સ્થાન નથી.
~ ધમ્મપદ
277
દીવાની પાસે એકલાં બેઠાં હોઈએ અને સાથે હાથમાં પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.
~ વિદ્વાન યોશીદા
278
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી.
~ આરિફશા
279
કોઈ પણ બાપ એનાં સંતાનો માટે સૌથી મહત્ત્વનું જે કામ કરી શકે છે તે આ છે સંતાનોની માતાને દિલથી ચાહવી.
~ થિયોડોર એમ. હેઝબર્ગ
280
નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે નમ્રતા બધું જ કરી શકે એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે.
~ રોબર્ટ કટલર
281
મુર્ખ માણસ કરતાં સમજુ ઢોર રાખવું સારું છે.
~ રસિક મહેતા
282
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
~ ફાધર વાલેસ
283
માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે, અને સાચું કહી દે છે એના સંદેશ વાંચતા શીખીએ.
~ ફાધર વાલેસ
284
‘મા’નો અર્થ દુનિયાની બધી ભાષામાં મા જ થાય છે.
~ રવિન્દ્રનાથ ટાગોર
285
ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે, પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે.
~ રવિન્દ્રનાથ ટાગોર
286
દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
~ રવિન્દ્રનાથ ટાગોર
287
પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે.
~ રવિન્દ્રનાથ ટાગોર
288
પ્રભુ છે અને સર્વત્ર છે આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
~ રવિન્દ્રનાથ ટાગોર
289
ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?
~ રવિન્દ્રનાથ ટાગોર
290
મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે, તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
~ રવિન્દ્રનાથ ટાગોર
291
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો.
~ રવિન્દ્રનાથ ટાગોર
292
‘લખવું’ એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે ‘સર્જન’ કરવું એ સૌથી અઘરું કામ છે લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે.
~ રમેશ પારેખ
293
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
~ લોકમાન્ય ટિળક
294
તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
~ અરવિંદ ઘોષ
295
ગીત આનંદમય અને અનિર્વચનીય છે!
~ ડૉ. યશવંત ત્રિવેદી
296
અનાજ શરીરનો ખોરાક છે અને પ્રાર્થના મનનો.
~ સંત શ્રી ઓધવરામ
297
ખાય એ જીવ, ખવડાવે એ ઈશ્વર, ન ખાય ન ખવડાવે તે બ્રહ્મ.
~ સંત શ્રી ઓધવરામ
298
દુખ્યા અને ભૂખ્યાના કામ કરો.
~ સંત શ્રી ઓધવરામ
299
માનવતા જગતનો સૌથી મોટો ગ્રંથ છે.
~ સંત શ્રી ઓધવરામ
300
શેરડીનો સાઠો મીઠો જો ગાંઠ તોડો તો.
~ સંત શ્રી ઓધવરામ
301
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
~ જેરેમી ટેસર
302
કુદરતી દુ:ખ એક કસોટી છે, ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.
~ શ્રી અરિંવદ
303
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.
~ જલારામ બાપા
304
આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઇચ્છા.
~ મોરારી બાપુ
305
આપણે કરેલી સેવાની કોઈને વારંવાર યાદ અપાવવી એ પણ સેવાનો બદલો જ છે.
~ મોરારી બાપુ
306
નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.
~ મોરારી બાપુ
307
‘મારા બાપા ખરું કહેતા હતાં’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’
~ ચાર્લ્સ વર્ડઝવર્થ
308
ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ.
~ ચાર્લ્સ વર્ડઝવર્થ
309
સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઈ શકે, બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઇચ્છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે.
~ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
310
આત્માનો નાશ નરકના ત્રણ દરવાજા છે કામ, ક્રોધ અને લોભ.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
311
STS
312
જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
313
જો તમે તમારા મનને અંકુશમાં રાખો તો તે તમારું મિત્ર બની રહેશે, પરંતુ જો મન તમને અંકુશમાં રાખશે તો તે તમારું દુશ્મન બનશે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
314
પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
315
બહારનું દેખાતું જગત મનનો વિલાસ માત્ર છે. એ એક ભ્રમ છે, કારણકે જે બધું જ દેખાય છે તે નાશ પામે છે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
316
મનુષ્યને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
317
માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
318
સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
319
હું પ્રથમ રહું તેનું નામ સ્પર્ધા અને મારો હરીફ પાછળ રહી જાય એનું નામ ઈર્ષા.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
320
હે ઉદ્ધવ એના ચિત્તમાં અસંતોષ છે એ જ સૌથી મોટો ગરીબ છે, ભાતભાતની ઇચ્છાઓમાં ડૂબેલો તે અસમર્થ એટલે કે લાચાર છે.
~ શ્રીમદ્ ભગવદ્ગીતા
321
આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું.
~ સ્ટિવેન્સન
322
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.
~ ગુરુ નાનક
323
તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન
324
સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી.
~ કોલિન્સ
325
જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે?
~ અજ્ઞાત
326
સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે.
~ કવિ કલાપી
327
અધ્યાપક છે યુગનિર્માતા, વિદ્યાર્થી છે રાષ્ટ્રના ભાગ્ય વિધાતા.
~ અજ્ઞાત
328
અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા.
~ અજ્ઞાત
329
અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.
~ અજ્ઞાત
330
અન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે.
~ અજ્ઞાત
331
અપવિત્ર કલ્પના પણ એટલી જ ખરાબ હોય છે, જેટલું અપવિત્ર કર્મ.
~ અજ્ઞાત
332
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.
~ અજ્ઞાત
333
અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી, જયારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી
~ અજ્ઞાત
334
અવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.
~ અજ્ઞાત
335
અવેજ ખોયો આવશે, ગયા મળે છે ગામ, ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.
~ અજ્ઞાત
336
અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
~ અજ્ઞાત
337
અસત્યનો આશરો લઈને સત્યની શોધ કરવી શક્ય નથી.
~ અજ્ઞાત
338
અસલી સોનું અગ્નિપરીક્ષાથી પાછું પડતું નથી, કારણ કે તેમાંથી જ તે વધુ ખરું થઈને નીકળે છે.
~ અજ્ઞાત
339
અહંકાર મનુષ્યને દુષ્ટ બનાવી દે છે, જ્યારે નમ્રતા દેવદૂત.
~ અજ્ઞાત
340
અહંકારી કોઈની પાસે જવા માટે તૈયાર નથી, અને ક્રોધી પાસે કોઈ આવવા માટે તૈયાર નથી. અહંકાર અને ક્રોધ બંનેથી બચો.
~ અજ્ઞાત
341
અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.
~ અજ્ઞાત
342
આક્રોશ, આવેગ અને આવેશની તૃપ્તિ માણસને ક્યારેય સફળ થવા દેતી નથી.
~ અજ્ઞાત
343
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ!
~ અજ્ઞાત
344
આજ સુધી કોઈ પણ વ્યક્તિ અનુકરણ કરીને મહાન નથી બન્યો.
~ અજ્ઞાત
345
આત્મવિશ્વાસ એ સફળતાનું પ્રથમ પગથીયું છે.
~ અજ્ઞાત
346
આદતને જો રોકવામાં ન આવે તો તે ઝડપથી ટેવ બની જાય છે.
~ અજ્ઞાત
347
આનંદ તો દરેક જગ્યાએ છે, પરંતુ તેનો સ્ત્રોત આપણા હૃદયમાં છે.
~ અજ્ઞાત
348
આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.
~ અજ્ઞાત
349
આપણી અંદર રહેલા સદ્ગુણ આપણને દેવ બનાવે છે અને અવગુણ અસુર બનાવે છે.
~ અજ્ઞાત
350
આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ.
~ અજ્ઞાત
351
આપણી ઇચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઇચ્છા જેવું હોય ને !
~ અજ્ઞાત
352
આપણી જરૂરિયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.
~ અજ્ઞાત
353
આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પણ આપણે કેટલું માણી શકીએ છીએ તેમાં સુખ સમાયેલું છે.
~ અજ્ઞાત
354
આપણું નસીબ અને આપણી આવતીકાલ આપણાં કર્મો પર જ આધારિત છે.
~ અજ્ઞાત
355
આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.
~ અજ્ઞાત
356
આપણે બધાં રહીએ છીએ તો એક જ આકાશ નીચે, પરંતુ દરેકની ક્ષિતિજ જુદી જુદી હોય છે.
~ અજ્ઞાત
357
આપણો રસ આપણા જીવનની કસોટી છે અને આપણા મનુષ્યત્વની ઓળખ.
~ અજ્ઞાત
358
આપનું રક્તદાન અન્યની જિંદગી બચાવે છે.
~ અજ્ઞાત
359
આશાભરી વાતો કરવાથી આપણા મનના વિચાર આશાવાદી બને છે.
~ અજ્ઞાત
360
આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે.
~ અજ્ઞાત
361
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.
~ અજ્ઞાત
362
આંખો નહીં ધરાવનાર કરતાં પોતાના દોષ છુપાવનાર આંધળો હોય છે.
~ અજ્ઞાત
363
ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે.
~ અજ્ઞાત
364
ઈશ્વર એક વખતમાં એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તેને લઈ લે છે.
~ અજ્ઞાત
365
ઈશ્વરનું બેલેન્સ કેવું અદ્ભુત છે, પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે, અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઉપાડી ના શકે.
~ અજ્ઞાત
366
ઉજાગરો થયો હોય તેને રાત લાંબી લાગે છે, થાકેલાના રસ્તા લાંબા લાગે છે તે જ રીતે ધર્મને ન સમજનાર મૂઢ માણસને સંસાર લાંબો લાગે છે.
~ અજ્ઞાત
367
ઉત્સાહ, શક્તિ અને હિમ્મત ન હારવી, આ તમામ કાર્યસિદ્ધિ અપાવનારા ગુણ કહેવાયા છે.
~ અજ્ઞાત
368
ઉધાર એ મહેમાન છે જે એક વખત આવી જાય પછી જવાનું નામ નથી લેતો.
~ અજ્ઞાત
369
ઊંઘ એવો અફાટ સાગર છે, જેમાં આપણે આપણાં બધાં દુ:ખ ડૂબાડી દઈ શકીએ છીએ.
~ અજ્ઞાત
370
એ વ્યકિત પરમ સુખી છે જેની પાસે વિવેકનો વાસ છે.
~ અજ્ઞાત
371
એક ભયંકર ડાકુ કરતાં એક ખરાબ પુસ્તક વધુ ભયંકર છે.
~ અજ્ઞાત
372
એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.
~ અજ્ઞાત
373
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.
~ અજ્ઞાત
374
એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરૂર મળે છે.
~ અજ્ઞાત
375
એટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે.
~ અજ્ઞાત
376
એવી શીખામણ ન આપો જે સુંદર હોય, પણ જે લાભદાયક હોય એવી શીખામણ આપો.
~ અજ્ઞાત
377
એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય.
~ અજ્ઞાત
378
કટાઈ જવું તેના કરતાં તો બહેતર છે ઘસાઈ જવું.
~ અજ્ઞાત
379
કડવી શિખામણ હિતેચ્છુ જ આપે.
~ અજ્ઞાત
380
કપરા સંજોગમાં જે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે, સમયની સાથે સંજોગો બદલાતા રહે છે.
~ અજ્ઞાત
381
કરકસર સારી બાબત છે, પણ તેમાં સામાન્ય બુદ્ધિ વાપરવી એટલી જ જરૂરી છે.
~ અજ્ઞાત
382
કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે.
~ અજ્ઞાત
383
કંજુસ જેવો દાતાર કોઈ થયો નથી કે થશે નહીં, કારણ કે તે પોતાનું બધું જ ધન એને હાથ પણ અડાડ્યા વિના મરણ પછી બીજાને આપી દે છે.
~ અજ્ઞાત
384
કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.
~ અજ્ઞાત
385
કાજળ તજે ન શ્યામતા, મુકતા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
~ અજ્ઞાત
386
કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.
~ અજ્ઞાત
387
કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી.
~ અજ્ઞાત
388
કાર્ય નાનું હોય કે મોટું, તેની અસર સકારાત્મક હોવી જોઈએ.
~ અજ્ઞાત
389
કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો !
~ અજ્ઞાત
390
કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
~ અજ્ઞાત
391
કુનેહ એનું નામ કે સામા માણસને વીજળીનો ચમકારો આપણે બતાવી શકીએ, પણ એનો આંચકો ન લાગવા દઈએ.
~ અજ્ઞાત
392
કૃતજ્ઞતા હૃદયની સ્મૃતિ છે, ક્ષમા મોટાઈની નિશાની છે.
~ અજ્ઞાત
393
કેટલા આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા.
~ અજ્ઞાત
394
કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !
~ અજ્ઞાત
395
કેટલાંક પુસ્તકો માત્ર ચાખવાના હોય છે. કેટલાંક અંદર ઉતારવાના તથા કેટલાંક ચાવી અને પચાવી શકાય છે.
~ અજ્ઞાત
396
કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ.
~ અજ્ઞાત
397
કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં
~ અજ્ઞાત
398
કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે.
~ અજ્ઞાત
399
કોઈ પણ શ્રેષ્ઠ કામ આપમેળે જન્મતું નથી, તેણે વિચારોના ખોળામાં ખૂંદવું પડે છે.
~ અજ્ઞાત
400
કોઈએ એક વડીલને પૂછ્યું, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુમાં શું ફરક છે ? તેમણે જવાબ આપ્યો મા, અમ્મી અને બેબ્બેમાં છે એટલો.
~ અજ્ઞાત
401
કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો.
~ અજ્ઞાત
402
કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.
~ અજ્ઞાત
403
કોઈપણ વ્યક્તિને સાચા અર્થમાં પારખવી હોય તો તેને સત્તા સ્થાને બેસાડી દો.
~ અજ્ઞાત
404
ક્યારેક ન બોલવામાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.
~ અજ્ઞાત
405
ક્યારેય અને ક્યાંય વધુ પડતું બોલબોલ કરવું નહીં, સામેવાળી વ્યક્તિ વિશે એકદમ અભિપ્રાય ન આપો.
~ અજ્ઞાત
406
ક્યારેય વધુ પડતા લાગણીશીલ થવું નહીં અને વધુ પડતી બુદ્ધિથી ગમે તેમ બોલીને કોઈને હેરાન કરવા નહીં.
~ અજ્ઞાત
407
ક્રોધ એક ક્ષણિક પાગલપન છે. તેના પર નિયંત્રણ અત્યંત જરૂરી છે.
~ અજ્ઞાત
408
ક્રોધ ક્ષણિક પાગલપન જ છે, જે આપણા ઉત્તમ વિચારો, સંકલ્પો, કર્મો અને પ્રતિષ્ઠાનો વિનાશ કરી દે છે. ક્રોધથી હંમેશાં દૂર રહો.
~ અજ્ઞાત
409
ક્ષમા એ વીરનું આભૂષણ છે, માત્ર શકિતશાળી વ્યકિત જ ક્ષમા આપી શકે છે.
~ અજ્ઞાત
410
ખુશ કરવાની કલા ખુશ રહેવામાં છે.
~ અજ્ઞાત
411
ખુશીનો અર્થ મુશ્કેલીઓની ગેરહાજરી નહીં પરંતુ તેમને દૂર કરવાની તાકાત છે.
~ અજ્ઞાત
412
ખૂંખાર ડાકુ કરતા ખરાબ પુસ્તક વધુ ખતરનાક છે.
~ અજ્ઞાત
413
ખેતરમાં વાવેલાં બધાં જ બી કાંઈ ફળતા નથી, પરંતુ જીવન ઉપવનમાં વાવેલાં સત્કર્મનું એકપણ બીજ નકામું જતું નથી.
~ અજ્ઞાત
414
ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે.
~ અજ્ઞાત
415
ગમે તેવી પરિસ્થિતિમાં હૈયુ મજબૂત હશે તો તમામ વિકલ્પોનો માનવી સામનો કરી શકશે.
~ અજ્ઞાત
416
600
બુદ્ધિમાન એ છે કે જે બોલતા પહેલાં વિચારે છે, જ્યારે બીજા બોલ્યા બાદ વિચારે છે.
~ અજ્ઞાત
601
બુદ્ધિમાન વ્યક્તિના હાથ બહુ લાંબા હોય છે, જેનાથી તે દૂર સુધી નિશાન સાધી શકે છે.
~ અજ્ઞાત
602
બુરાઈ કરવાના અવસર ઘણી વખત આવે છે, પરંતુ ભલાઈની તક ફક્ત એક જ વાર આવે છે.
~ અજ્ઞાત
603
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?
~ અજ્ઞાત
604
ભગવાનની સેવામાં જાતનું સમર્પણ કરવું એ જ સાચી શરણાગતિ છે.
~ અજ્ઞાત
605
ભય ગમે તેટલો બળવાન હોય, સાહસ અને બુદ્ધિચાતુર્ય તેને પળવારમાં જ નષ્ટ કરી દે છે.
~ અજ્ઞાત
606
ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે.
~ અજ્ઞાત
607
ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે.
~ અજ્ઞાત
608
મન જાગૃત હશે તો ક્ષીણ શરીર પણ બળવાન બનશે.
~ અજ્ઞાત
609
મનની ધરતી પર એવાં બીજ ન વાવો કે જેથી આવતી કાલે પાક લણતી વખતે અશ્રુ વહાવવાં પડે.
~ અજ્ઞાત
610
Comments
Post a Comment