00 Gujarati Slogan by Artist
Artist Name
************
A1 સમય
A2 અજ્ઞાત
A3 વિનોબા ભાવે
A4 લોખંડી પુરુષ સરદાર પટેલ
A5 લોંગફેલો
A6 લિયો ટોલ્સટોય
A7 રામકૃષ્ણ પરમહંસ
A8 રહીમ
A9 રસ્કિન
A10 રવીન્દ્રનાથ ટાગોર
A11 રત્નસુંદરવિજયજી
A12 મોરારજીભાઈ દેસાઈ
A13 મોરારીબાપુ
A14 મહાવીરસ્વામી
A15 મહર્ષિ દયાનંદ
A16 ભર્તુહરી
A17 બેન્જામીન ફ્રેન્કલીન
A18 બાયરન
A19 બટ્રાન્ડ રસેલ
A20 ફ્રાન્સિસ બેકન
A20A સંત ફ્રાન્સિસ
A21 ફાધર વાલેસ
A22 પ્લેટો
A23 પ્લુટાર્ક
A24 પ્રેમચંદજી
A25 પ્રણવાનંદજી
A26 પોપ
A27 દાદા ભગવાન
A28 દાદા ધર્માધિકારી
A29 થોરો
A30 થોમસ કર્લાઈવ
A31 ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
A32 ડિઝરાઈલી
A33 જ્યોતીન્દ્ર હ. દવે
A34 જે. કૃષ્ણમૂર્તિ
A35 જવાહરલાલ નહેરુ
A36 ચાણક્ય
A37 ગેટે
A38 ઉક્તિ
A39 કુસુમાંજલિ
A40 ઉમાશંકર જોશી
A41 ગોસ્વામી તુલસીદાસ
A42 ગુરુ નાનક
A43 કવિ કાલિદાસ
A44 કાકા કાલેલકર
A45 કાર્લાઈલ
A46 કવિ નર્મદ
A47 ઓશો રજનીશ
A48 ઓસ્કાર વાઇલ્ડ
A49 કનૈયાલાલ મુનશી
A50 ઉદ્ગાર
A51 ઈમર્સન
A52 આલ્બર્ટ આઇન્સ્ટાઇન
A53 ધીરુભાઈ અંબાણી
A54 કોન્ફ્યુશ્યસ
A55 મહર્ષિ અરવિંદ
A56 રવીન્દ્રનાથ ટાગોર
A57 સ્વામી રામતીર્થ
A58 શેક્સપિયર
A59 ભગવાન બુદ્ધ
A60 ખલિલ જિબ્રાન
A61 સંત તુલસીદાસ
A62 સ્વામી વિવેકાનંદ
A63 ગુણવંત શાહ
A64 ગાંધીજી
A65 શ્રીમદ્દ રાજચંદ્ર
A66 શ્રીમાતાજી
A67 સંત કબીર
A68 સુરીરામ
A69 સુરેશ દલાલ
A70 સેનેકા
A71 સોક્રેટીસ
A72 સ્પિનેજા
A73 સ્વામી આનંદ
A74 સ્વામી સચ્ચિદાનંદજી
A75 સ્વેટ માર્ડન
A76 હજરત અલી
A77 હેમંતરાજ
A78 હેમચંદ્રાચાર્ય
A79 વિદૂરજી
A1 સમય
********
(1) ગાડી કોઈપણ કેમ ના હોય, જો ગાડીનું "સર્વિસ ઇંધણ" જાળવો તો ગાડી ખુબ સારી રહે છે એ જ રીતે દોસ્ત! "જિંદગી" ને માટે "પ્રેમ-ધ્યાન" પાયા સમાન છે.
~ સમય

(2) લગ્નમાં ઘણા લોકો વધારે-વધારે જમવાનું લઈ ખવાય નઈ એટલે અન્ન એઠું મૂકી દે છે અને અન્ન આપનારની ભૂલ કાઢે છે!...એમજ ઝિંદગીમાં પણ ઘણા લોકો ઈચ્છાઓ અને વાસનાઓ વધારે-વધારે પાડી લે છે અને પછી પૂરી ના થાય એટલે ઝિંદગી આપનારની ભૂલ કાઢે છે!... ~ સમય
A2 અજ્ઞાત
********
(1) તમે સ્વતંત્ર હો, કે પરતંત્ર, શ્રીમંત હો કે ગરીબ, ગમે તે સ્થિતિમાં તમે આળસનો ત્યાગ કરો, અને ધર્મમાં લીન રહીને સુકર્મ કરો.
(2) તમને આ દુર્લભ માનવશરીર મળ્યું છે, ત્યારે આળસુ ન બનો. જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી તમે શુભ કર્મ કરતા રહો.
(3) જે આળસુ મનુષ્ય કઈ કામ નથી કરતો, તે મડદા સમાન છે, એટલે નીતિનો વિચાર કરીને પોતાની શક્તિ અનુસાર તેણે કઈ ને કઈ કર્મ ચોક્કસ કરવું જોઈએ.
(4) આળસ એ આરામ નથી. કંજુસાઈ એ કરકસર નથી, અને ઉડાઉપણું એ ઉદારતા નથી.
(5) આળસ જીવતા માણસને દફનાવી દે છે.
(6) આળસુ માણસ જ ચિંતાગ્રસ્ત રહે છે. તે આળસ ચાહે શારીરિક હોય કે માનસિક.
(7) આશા બુધ્ધિને દગો દે છે.
(8) નિરાશાવાદી હંમેશા ખરાબ બાજુ સેવે છે, અને ચિંતાને કારણે મધમુઓ થઈ જાય છે. જયારે આશાવાદી હંમેશા સારું જુએ છે, અને પ્રસન્ન થઈને પોતાની બધી જ ચિંતા દુર કરે છે.
(9) ખોટી આશા કેવળ મૂર્ખાઓને જ પ્રસન્ન કરે છે. બુધ્ધિમાન લોકો એવી આશા નથી રાખતા.
(10) આશા જ જીવન છે. જીવન જ આશા છે
(11) અસંખ્ય રોગ છે અહી; ભોગવિલાસ પણ અનંત છે, શોકની કોઈ સીમા નથી, બસ, આનંદ ક્યાંક નથી. તેના પર પાબંદી છે, જાણે!
(12) હંમેશ આનંદસભર, આશાવાદી, ખુશમિજાજ રહેવું તે પણ એક પ્રાપ્તિ છે.
(13) દિપક પોતાના પ્રકાશથી ઘરને ઝગમગાવી દે છે, અને પ્રકશિત કરી દે છે. તેવી જ રીતે આનંદ પણ જીવનને ઉજ્જવળતાથી ભરી દે છે. આનંદની અનુભૂતિ જીવનની બધી જડતા ખંખેરી નાખે છે. આનંદ આપણા માટે પારસમણી સમાન છે. આનંદના સ્પર્શની જીવનની બધી વસ્તુઓ સુવર્ણ જેવી બની જાય છે.
(14) આનંદવૃદ્ધીમાં બે જ વસ્તુઓ વધુ ને વધુ સહાયભૂત થાય છે- તે છે પરિશ્રમ અને સંયમ.
(15) અસંતોષીથી આનંદ હંમેશા દુર રહે છે.
(16) સુખ, સંપતિ અને સમય આ ત્રણેય જીવનમાં અતિ બહુમૂલ્ય છે. તેનો નાશ કરનાર જુગાર છે.
A3 વિનોબા ભાવે
*************
(1) પરતંત્રતા એ બાળકોનો જન્મસિદ્ધ અધિકાર છે. દરેક વાત માટે તેને માબાપ પર જ નિર્ભર રહેવું પડે છે. ~ વિનોબા ભાવે
(2) જે ધનનો સ્વીકાર કરવાથી પાપની પ્રતિષ્ઠા વધે છે, અથવા દોષિત જીવનનો રંગ લાગે છે તેવું ધન કદાપિ ન લેવું જોઈએ.
~ વિનોબા ભાવે
(3) ત્યાગથી પાપની મૂડી ચૂકવાય છે, અને દાનથી પાપનું વ્યાજ ચૂકવાય છે. ~ વિનોબા ભાવે
(4) સમગ્ર જગતને એક તાંતણે બાંધવાની યોજના કરવી સરળ છે, પરંતુ પોતાના ક્રોધ પર વિજય મેળવવો અત્યંત મુશ્કેલ છે.
~ વિનોબા ભાવે
(5) જે ન્યાયી - પ્રામાણિક કાર્ય કરે છે અને નામની ઈચ્છા રાખતો નથી તેની ચિત્તશુધ્ધિ થાય છે. ~ વિનોબા ભાવે
(6) ડૂબનારની પ્રત્યે સહાનુભૂતિ બતાવવી એનો અર્થ એ નથી કે તેની સાથે ડૂબી મરવું; એમ પણ નહિ કે તેને ડૂબવા દેવો, પણ તરીને તેને ઉગારી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
~ વિનોબા ભાવે
(7) નિરહંકારિતાથી સેવાની કીમત વધે છે, અહંકારથી ઘટે છે.
~ વિનોબા ભાવે
(8) કળિયુગમાં રહેવું કે સતયુગમાં તે તો તમારે સ્વયં પસંદ કરવાનું છે. તમારો યુગ તમારી પાસે જ છે. ~ વિનોબા ભાવે
(9) પ્રાર્થનામાં ભાગ્યવાદ અને પ્રયત્નવાદ બંનેનો સમન્વય સાધેલો છે. ભાગ્યવાદની નમ્રતા અને પ્રયત્નવાદનું પરાક્રમ આ બંને જરૂરી છે. પ્રાર્થના આ બંનેનું મિલન કરાવી દે છે.
~ વિનોબા ભાવે
(10) બીજાના અનુભવોમાંથી હોશિયારી મેળવવાની મનુષ્યની ઈચ્છા જ નથી હોતી. તેને તો પોતાને ઠોકર વાગે અને લોહી નીકળે એવું ગમે છે. ~ વિનોબા ભાવે
(11) હું 'કાય-રથ' છું, 'દેહ-રથ' પણ છું જ, પરંતુ સોંથી સાચું તો એ છે કે હું 'સ્વ-રથ' છું. ~ વિનોબા ભાવે
(12) પ્રતિભાનો અર્થ છે કે આપણી બુધ્ધિમાં નવી નવી વિચારધારા વહેતી રહેવી. નવીન કલ્પના, નવો ઉત્સાહ, નવી શોધખોળ, નવીન સ્ફૂર્તિ - આ બધાય આપણી વિચારધારાના જુદા જુદા વહેં છે. ~ વિનોબા ભાવે
(13) અહંકારને શૂન્ય કરવામાં પ્રાર્થના મદદ કરે છે.
~ વિનોબા ભાવે
(14) બીજાઓની ટીકામાં જેટલો સમય બગાડો છો, એનાથી અડધો સમય પણ જો પોતાની ટીકામાં બગાડશો તો મહાન બની જશો. ~ વિનોબા ભાવે
A4 લોખંડી પુરુષ સરદાર પટેલ
**********************
(1) લાંબો વખત આરામ લઈને એકલું શરીર સાચવ સાચવ કર્યા કરવું તેના કરતા કામ કરતા કરતા થોડા વરસ વહેલા મરી જવાય તો શું થઇ ગયું ? ~ લોખંડી પુરુષ સરદાર પટેલ
(2) આવશ્યક હોય તો જ મો ખોલો. રાષ્ટ્રના હિતને હંમેશ નજરમાં રાખીને ચાલો. આ કે તે દેશના જૂથને ખીલે બંધાઈ ન જાઓ. મોકળા રહીને લાભ મેળવતા રહો.
~ લોખંડી પુરુષ સરદાર પટેલ
(3) નકામી તકરારોમાં વેડફી દેવા જેટલા સમય, શક્તિ અને સાધન આપણી પાસે નથી. પરસ્પરની સમજુતીથી આવી તકરારો ટાળી શકાય. ~ લોખંડી પુરુષ સરદાર પટેલ
(4) જ્યાં સુધી આપણે પોતે નિરપરાધી ન હોઈએ ત્યાં સુધી બીજાઓ પર સફળતાપૂર્વક આક્ષેપ કરી શકતા નથી.
~ લોખંડી પુરુષ સરદાર પટેલ
(5) જે પોતાને મદદ ન કરે તેને ઈશ્વર પણ મદદ ન કરે.
~ લોખંડી પુરુષ સરદાર પટેલ
A5 લોંગફેલો
**********
(1) કોઈએ યોગ્ય કહ્યું છે કે એ દુખ કરતા વધે એવું બીજું એકે દુખ નથી જે આપણને વ્યક્ત ન કરી શકે. ~ લોંગફેલો
(2) મહાપુરુષોના જીવનચરિત્રો આપણને હંમેશ યાદ દેવડાવે છે કે આપણે પણ આપણું જીવન મહાન બનાવી શકીએ તેમ છીએ. આપના મૃત્યુની અંતિમ પાળે આપણે પણ આપણા પગલાની છાપ સમયની રેતી પર મૂકી જી શકીએ છીએ.
~ લાંગફેલો
A6 લિયો ટોલ્સટોય
**************
(1) ખુશામતિયાઓ તમારી ખુશામત એટલા માટે કરે છે કે તેઓ તમને અયોગ્ય અને મુર્ખ સમજે છે, પણ તેમના મોઢેથી તમારી પ્રશંસા સાંભળીને ફૂલ્યા નથી સમાતા. ~ લિયો ટોલ્સટોય
(2) ખરાબ પુસ્તકોનું વાંચન ઝેર પીવા બરાબર છે.
~ લિયો ટોલ્સટોય
(3) અહંકારહીન જીવન લગભગ અસંભવ છે.
~ લિયો ટોલ્સટોય
(4) સુખી કુટુંબોના બધા સુખ એકસરખા હોય છે, પણ દરેક દુઃખી કુટુંબ પોતાનું આગવું દુઃખ ધરાવે છે. ~ લિયો ટોલ્સટોય
(5) માણસનું ''પોતાનું' કહેવાય એવું આ જગતમાં 'દુઃખ' સિવાય બીજું છે પણ શું ? ~ લિયો ટોલ્સટોય
(6) તમે માત્ર તમારાં જ સુખ માટે જીવવા માંગો છો એ જ તમારી નિરાશાનું કારણ છે. ~ લિયો ટોલ્સટોય
(7) આ સંસારની મોટી સમસ્યા એ નથી કે માણસ દુષ્ટ છે, ખરી વિનાશક સમસ્યા જ એ છે કે માણસજાતની બહુમતી મુર્ખ છે. ~ લિયો ટોલ્સટોય
(8) સત્ય એ મારી કથાનો નાયક છે. ~ લિયો ટોલ્સટોય
(9) હું કોઈપણ પુસ્તક ઉતાવળથી વાંચી જતો નથી, ધીમા ઘૂંટડે વાંચું છું. અને મને તેમાંથી અપાર આનંદ અને પ્રકાશ મળતા જ રહે છે. ~ લિયો ટોલ્સટોય
(10) જિંદગી છે એટલે જ આનંદ છે અને પરિશ્રમ છે તો જ જિંદગી છે. ~ લિયો ટોલ્સટોય
(11) ઈશ્વરને શાંતિ ગમે છે. ઈશ્વરની ઇચ્છાનુસાર ચાલવું માણસનું પ્રથમ કર્તવ્ય છે. ~ લિયો ટોલ્સટોય
(12) ઈસુએ ઈસુત્વ પ્રાપ્ત કરવામાં જેટલું કષ્ટ નથી વેઠયું તેના કરતાં પાદરિઓએ ઈસુના સંદેશાના પ્રચારક બનવામાં કષ્ટ વેઠયું છે, અને છતાં ઈસુત્વ તો દૂરનું દુર રહ્યું છે. ~ લિયો ટોલ્સટોય
(13) જો સ્વર્ગ નામનું કોઈ સ્થાન હોય તો પ્રેમ ત્યાં જવાનો રસ્તો છે. ~ લિયો ટોલ્સટોય
A7 રામકૃષ્ણ પરમહંસ
****************
(1) વહાણ પાણીમાં રહે તો કોઈ વાંધો નથી, પણ પાણી વહાણમાં ન રહેવું જોઈએ. આ જ રીતે સાધક ભલે સંસારમાં રહે પણ તેનું મન સંસારમાં ન ડૂબવું જોઈએ.
~ રામકૃષ્ણ પરમહંસ
(2) આપણી આંખ ભલે અપવિત્ર ચીજો જોઈ લે, પણ આપણા મનને કદી અપવિત્ર ચીજો જોવા ન દો. આપણા કાન ભલે કોઈ અપવિત્ર શબ્દ સાંભળી લે, પણ આપણા મનને કદી અપવિત્ર ચીજ સાંભળવા ન દો. ~ રામકૃષ્ણ પરમહંસ
(3) જ્યાં સુધી મન અસ્થિર અને ચંચળ હોય છે ત્યાં સુધી ગમે તેવા સારા ગુરુ કે સારા સાધુઓની સંગત મળે તો પણ લાભ નથી થતો. ~ રામકૃષ્ણ પરમહંસ
(4) સજ્જનોનો ક્રોધ પાણી પર દોરેલી રેખા જેવો છે જે શીઘ્ર જ અલોપ થઇ જાય છે. ~ રામકૃષ્ણ પરમહંસ
(5) સંસારની માયા વચ્ચે રહીને પણ જે પૂર્ણતાને પામે છે તે જ સાચો વીર. ~ રામકૃષ્ણ પરમહંસ
(6) જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભેદભાવ તરફ દોરી જાય છે. ~ રામકૃષ્ણ પરમહંસ
(7) વિશ્વાસ જીવન છે, અવિશ્વાસ મૃત્યુ. ~ રામકૃષ્ણ પરમહંસ
(8) જેમણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેના પર કામ અને લોભનું ઝેર નથી ચડતું. ~ રામકૃષ્ણ પરમહંસ
(9) જ્યાં સુધી ઈચ્છાઓનું બુંદ પણ હશે ત્યાં સુધી ઈશ્વરના દર્શન નહિ થઇ શકે, એટલે જ નાની નાની ઈચ્છાઓનો તેમ જ સમ્યક વિચાર એને વિવેક દ્વારા મોટી મોટી ઈચ્છાઓનો પણ ત્યાગ કરો. ~ રામકૃષ્ણ પરમહંસ
(10) મેલા અરીસામાં જેમ સૂર્યના કિરણોનું પ્રતિબિંબ નથી પડતું, તેવી જ રીતે ઘણા લોકોના હૃદયમાં ઈશ્વરનું પ્રતિબિંબ નથી પડતું, કારણ કે તેમના અંતઃકરણ મલિન અને અપવિત્ર હોય છે. ~ રામકૃષ્ણ પરમહંસ
(11) મનના હાથીને બુદ્ધીના અંકુશમાં રાખો.
~ રામકૃષ્ણ પરમહંસ
A8 રહીમ
********
(1) જો મારા મનમાં કોઈ પણ ચીજની ઈચ્છા ન હોત તો હું પૂર્ણ બ્રહ્ન બની જાત. ~ રહીમ
(2) મનુષ્યની આશા અને તૃષ્ણા કદી સંતોષાતી નથી.
~ રહીમ
A9 રસ્કિન
*********
(1) અભિમાનથી માનવી ફુલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી.
~ રસ્કિન
(2) દુશ્મનભાવે કરવામાં આવેલું સુંદર કાર્ય અને ગર્વની ભાવનાથી કરવામાં આવેલું કાર્ય મહાન ન ગણાય.
~ રસ્કિન
(3) ફક્ત દ્રઢ ઈચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.
~ રસ્કિન
(4) ધનનું મહત્વ નથી; પરંતુ જીવનનું છે. પ્રેમની સમસ્ત શક્તિ પ્રસન્નતા અને પ્રસન્નતાથી પૂર્ણ જીવનનું. ~ રસ્કિન
A10 રવીન્દ્રનાથ ટાગોર
*****************
(1) વિશ્વમાં કોઈ પણ માણસ પાસે કોઈ પણ પ્રયોજન લઈને જવું તે આપણાં જીવનની અલ્પતા છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(2) જે મનુષ્ય સાધુ હોય તેને અહંકાર નથી દેખતો, તે તો આત્માને જ જુએ છે. તેને જ મહાત્મા કહી શકાય. તેના જીવનમાં આત્માનો પ્રકાશ હોય છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(3) પુરુષ લઘરવઘર હશે તો ચાલશે, પણ સ્ત્રીઓએ તો સૌંદર્યવાન બની રહેવું જોઈએ. કારણ તેમનું કામ હૃદય આપવાનું અને હૃદય લેવાનું છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(4) સર્વમાં પોતાને જ નીરખવો એ જ આત્માની એકમાત્ર આકાંક્ષા છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(5) હંમેશા પ્રસન્ન રહો. તેના કારણે મસ્તકમાં સારા વિચારો આવશે, અને ચિત્ત શુભ કાર્યો કરવા તરફ જ ઢળશે.
~ રવીન્દ્રનાથ ટાગોર
(6) જે પ્રકાશમાં અદ્રશ્ય રહે છે, અને જેનો અંધકારમાં જ અનુભવ થાય છે તેને મેળવવો એ જ મારી એકમાત્ર આકાંશા છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(7) એક માણસ દયાનો દરિયો બની શકે છે, બાકી ટોળામાં તો દયાનો છાંટોય હોતો નથી. ~ રવીન્દ્રનાથ ટાગોર
(8) જીવનની યાત્રા કરતાં કરતાં મૃત્યુની કલ્પના આપણને અત્યંત અલ્પ પ્રભાવિત અને વિચલિત કરે છે. આ એટલા માટે થતું નથી કે મૃત્યુ અસ્પષ્ટ છે; પરંતુ એટલા માટે કે આ જીવનનું નિશોધાત્મક રૂપ છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(9) જે દીપકને પોતાની પાછળ રાખે છે, તે પોતાના માર્ગમાં પોતાની જ છાયા નાંખે છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(10) પ્રાપ્તિ પ્રાપ્તિને ખેંચી લાવે છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(11) તમે તમારી જાતને જોઈ શકતા નથી. તમે જેને જોઈ રહ્યા છો તે તમારી છાયા છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(12) શ્વાસોશ્વાસની સ્વભાવિક ક્રિયાની જેમ આપણાં ચારિત્ર્યમાં એવી સ્વાભાવિક ક્ષમતા હોવી જોઈએ કે જેના બળ પર આપણે જે જરૂરી છે તે અનાયાસે જ ગ્રહણ કરી શકીએ અને જે ત્યાજ્ય છે તે વિના ક્ષોભે ત્યજી શકીએ.
~ રવીન્દ્રનાથ ટાગોર
(13) હે પ્રભુ, ! હું ઘણી બધી ઇચ્છાઓની પ્રાપ્તિ માટે પ્રાણપણે ચાહું છું, પણ તમે મને એનાથી વંચિત રાખીને એટલે કે મારી ઈચ્છાઓને પૂરી નહિ કરીને મને બચાવી લો છો. તમારી આ કઠોર કૃપા છે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(14) જો આપણાં હૃદયમાં પ્રેમ જાગ્રત ન હોય તો વિશ્વ આપણને કારાગાર જેવું જ લાગે. ~ રવીન્દ્રનાથ ટાગોર
(15) દૈહિક પિપાસા સિવાય પણ એક પ્યાસ માણસમાં હોય છે, તે પિપાસા સંગીત, ચિત્ર, સાહિત્ય વગેરે છે.
~ રવીન્દ્રનાથ ટાગોર
(16) બધા જ કર્મનું લક્ષ્ય આનંદ છે. આનંદનું લક્ષ્ય કર્મ છે.
~ રવીન્દ્રનાથ ટાગોર
(17) પ્રત્યેક નવજાત શિશુ પ્રભુનો આ સંદેશો લઈને આવે છે કે હજુ ઈશ્વર માણસથી નિરાશ નથી થયો. ~ રવીન્દ્રનાથ ટાગોર
(18) મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે. તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
(19) સાચો કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે.
(20) પરમાત્મા છે અને સર્વત્ર છે. એ તથ્યનું આપણને સંપૂર્ણ ભાન છે જ છતાં આપણે આપણા દૈનિક જીવનમાં એવું આચરણ કરીએ છીએ જાણે પરમાત્માં ક્યાંય છે જ નહીં.
(21) અનુભવથી પ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે.
(22) ભાવનાની મૌલિક રંગોળી એટલે કવિતા.
(23) જે ભોગવી નથી શકતો તે પ્રસન્ન ચિત્તે દાન પણ આપી શકતો નથી.
A11 રત્નસુંદરવિજયજી
*****************
(1) પૂનમ આવે છે, અને બીજા જ દિવસથી ચંદ્રની પડતી ચાલુ થાય છે. ~ રત્નસુંદરવિજયજી
(2) અહંકારના અવાજને અંતરના અવાજનું લેબલ લગાવીને આજ સુધીમાં આપણે એકવાર ગલત પ્રવૃતિઓને સાચી ઠેરવવાના પ્રયત્નો કાર્ય છે! પણ હવે એ ખતરનાક રસ્તેથી આપણે વહેલીતકે પાછા ફરીએ એ જ હિતાવહ છે.
~ રત્નસુંદરવિજયજી
(3) એ બીજાઓને ખતમ કરીને હિંસક બન્યો, જયારે પેલો સજ્જન જાતે ખતમ થવાની તૈયારી રાખીને અહિંસક બન્યો!
~ રત્નસુંદરવિજયજી
(4) હજારો શૂન્યને ભેગા કરો, એક જ શૂન્ય રહે. અહંકારશૂન્ય હજારો વ્યક્તિઓને ભેગી કરો, એક જ અભિપ્રાય રહેશે.
~ રત્નસુંદરવિજયજી
(5) કોઈનું જીવન લંબાવવાની તારી જો તાકાત નથી તો કોઈનું જીવન ટૂંકાવી દેવાનો તને ક્યાં અધિકાર છે?
~ રત્નસુંદરવિજયજી
(6) કોઈ પણ કાર્યમાં વિજય મેળવવા કરતા એ કાર્યનો વિરોધ કરવામાં જ આનંદ અનુભવતા લોકોના આજના કાળે દુષ્કાળ નથી. ~ રત્નસુંદરવિજયજી
A12 મોરારજીભાઈ દેસાઈ
********************
(1) એક દુર્જન પણ જો સારું કામ કરવાની સલાહ આપે તો તે માનવી જોઈએ. તે વખતે તે પોતે શું કરે છે તે ન પૂછવું જોઈએ.
~ મોરારજીભાઈ દેસાઈ
(2) બિનસાંપ્રદાયિક એટલે સર્વધર્મ સમન્વય. આપણા દેશમાં બધા ધર્મોમાં માનનારા રહે છે. તે બધાનો સમાન ભાવે આદર કરવો એ દેશની એકતા માટે જરૂરી છે. આ ભાવના આપણે ન રાખીએ તો માંહોમાંહેની લડાઈમાં દેશનો નાશ થાય.
~ મોરારજીભાઈ દેસાઈ
(3) સુરતી લોકો તો અશ્લીલ ગાળો બોલે જ, એવી છાપ હોવા છતાં મારા પિતાશ્રી કડી ગાળો બોલતા નહિ કે પોતાની હજાતીમાં કોઈને ગાળો બોલવા દેતા નહિ, મેં પણ એ વરસો જાળવી રાખ્યો. ~ મોરારજીભાઈ દેસાઈ
(4) આપણી પ્રજા આપણાથી વિરુદ્ધ જ વિચારતી હોય છે, વિરુદ્ધ જ આચરતી હોય છે; અને વિરુદ્ધ જ ષડયંત્ર રચાતી હોય છે. તમે કંઈ નિર્ણય કરીને આવો તે પહેલા એણે બીજો જ નિર્ણય કરેલો હોય છે! એ બધું છતાં એ આપણી પ્રજા છે, એ ધ્યાનમાં રાખીએ એટલે બસ. ~ મોરારજીભાઈ દેસાઈ
(5) મહાત્મા બુદ્ધના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરનારા તો ઘણા થઇ ગયા. ભવિષ્યમાં પણ કેટલાક થશે. પરંતુ સંપૂર્ણ રીતે એ રસ્તે ચાલનારા એકમાત્ર મહાત્મા બુદ્ધ જ હતા.
~ મોરારજીભાઈ દેસાઈ
(6) જે રાજ્યતંત્રમાં સર્વનો ઉદય હો, છેલ્લામાં છેલ્લા, અદનામાં અદના માનવીના વિકાસમાં સક્રિય દૃષ્ટિ હોય, ને એ દૃષ્ટિને વ્યવહારમાં મુકવાની સગવડ હો તે જ લોકશાહી.
~ મોરારજીભાઈ દેસાઈ
(7) આપણે અહિંસક રીતે એવું કરીએ કે સરકારની હિંસા નિષ્ફળ નીવડે. ~ મોરારજીભાઈ દેસાઈ
(8) કોઈની ટીકા કરીએ ત્યારે આપણી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
~ મોરારજીભાઈ દેસાઈ
(9) અણગમતા પરોણા તરીકે હું કશે જતો નથી.
~ મોરારજીભાઈ દેસાઈ
(10) સ્ત્રી ખુબ સહન કરે છે એટલે કોઈ એમ માનવાની ભૂલ ન કરે કે તે અશક્ત અને નિરાધાર છે. જો મારું ચાલે તો હું શબ્દકોશમાંથી 'અબળા' શબ્દ જ કાઢી નાખું.
~ મોરારજીભાઈ દેસાઈ
A13 મોરારીબાપુ
*************
(1) મારું વાંચવાનું બહુ ઓછું છે. શ્રવણ વધારે છે. માણસને જોઉં ત્યાં માણસને થોડોઘણો વાંચી લઉં છું. શ્રોતાઓને વાંચી લઉં છું. મને કેટલાયે માણસો મળવા આવતા હોય, એમને વાંચી લઉં છું. પણ નિત્ય મારું વાચન કહું તો રામચરિતમાનસનું, એની સાથે મહાભારતની ગીતાનું. આ બંનેનું નિત્ય. ~ મોરારીબાપુ
(2) પત્રકાર હનુમાન જેવો હોવો, મંથરા હેવો નહિ.
~ મોરારીબાપુ
A14 મહાવીરસ્વામી
******************
(1) રાગ-દ્રેષ આ બંને કર્મના બીજ છે. કર્મથી મોહ પેદા થાય છે. કર્મ જ જનમમરણનું મૂળ છે. જનમમરણ જ વાસ્તવમાં દુઃખ પેદા કરે છે. ~ મહાવીરસ્વામી
(2) પાપીની ધ્રુણા કરશો નહિ, પાપની કરજો. તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહિ જ હો. ~ મહાવીરસ્વામી
(3) શાંતિથી ક્રોધનો નાશ કરો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો નાશ કરો અને સંતોષથી લાભને કાબુમાં રાખો. ~ મહાવીરસ્વામી
(4) અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા, અનેકાંત એટલે વિચારોની અહિંસા અને અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા છે. ~ મહાવીરસ્વામી
(5) અભિમાની માનવી પોતાના અહંકારમાં મત્ત થઈને બીજાને પડછાયાની જેમ તુચ્છ ગણે છે. ~ મહાવીરસ્વામી
(6) આ સંસાર એ રહેવા જેવું સ્થાન નથી. રહેવા જેવું સ્થાન એકમાત્ર મોક્ષ છે. સંસાર તો અઢારે પાપનો અખાડો છે. સંસારમાં રહીને સંસારને હૈયામાં રાખીને કોઈ મોક્ષે ગયું નથી, જતું નથી અને જશે નહિ. ~ મહાવીરસ્વામી
(7) વધુ મળે તોપણ સંગ્રહ ન કરો, પરિગ્રહવૃત્તિથી પોતાની જાતને દુર રાખો. ~ મહાવીરસ્વામી
(8) સાધક અનેક જન્મના સંચિત કર્મોને તપસ્યા દ્વારા ક્ષીણ કરી દે છે. ~ મહાવીરસ્વામી
(9) જે વ્યક્તિ પોતે ડરે છે તે બીજાને પણ ભયભીત બનાવી મૂકે છે. ~ મહાવીરસ્વામી
(10) જે પોતાની બુદ્ધીના અહંકારમાં બીજાની અવગણના કરે છે તે મુર્ખ છે. ~ મહાવીરસ્વામી
(11) મનુષ્યનું જીવન પીળું થઇ ખરી પડતા પાન જેવું, દાભની અણી પર બાઝી રહેલ ઝાકળના બિંદુ જેવું, ક્ષણિક તથા ટૂંકા સમય માટે રહેનારું છે. માટે પળભરનો પ્રમાદ ન કરો.
~ મહાવીરસ્વામી
(12) હે મુનિ ! તું યુદ્ધ કર ! પણ કોની જોડે ? બહારના તો તારે કોઈ શત્રુઓ નથી, પણ અંતરંગ જે શત્રુઓ છે એની જોડે તારે યુદ્ધ કરવાનું છે ! તારે અંદરના શત્રુઓ જોડે જ ઝઘડવાનું છે.
~ મહાવીરસ્વામી
(13) મન, વાણી અને શરીરથી સંપૂર્ણ સંયમમાં રહેવાનું નામ જ બ્રહ્મચર્ય છે. ~ મહાવીરસ્વામી
A15 મહર્ષિ દયાનંદ
**************
(1) જીવનની અનંત સમય માટે મુક્તિ થઇ જાય છે, અને તેનું અસ્તિત્વ જ હેતુવિહીન થઇ જાય છે. માટે મોક્ષની અવધી હંમેશા અત્યંત દીર્ઘ પરંતુ નિશ્ચિત સમય પુરતી જ હોય છે.
~ મહર્ષિ દયાનંદ
(2) જેણે પચીસ-ત્રીસ વરસ સુધી ગૃહસ્થી નિભાવી છે, પોતાના જીવનમાં અનેક ચડતીપડતી, તડકીછાયડી અને સફળતા-નિષ્ફળતા અનુભવી છે, તેને પોતાના અનુભવોનો લાભ સમાજના બીજા લોકો સુધી પહોચાડવો જોઈએ. પરંતુ આવું ત્યારે જ શક્ય બને જયારે વ્યક્તિ પોતાના કુટુંબની માર્યાદોમાંથી મુક્ત થઇ આખા સમાજનો સભ્ય બને. ~ મહર્ષિ દયાનંદ
(3) પ્રત્યેક મનુષ્યે પોતાની ઉન્નતિથી જ સંતુષ્ટ ન રહેવું જોઈએ. પરંતુ સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્ન્તી સમજવી જોઈએ.
~ મહર્ષિ દયાનંદ
(4) જે ભક્ષ્ય હિંસા, ચોરી, વિશ્વાસઘાત છળકપટ કરી મેળવ્યું હોય તેને અભક્ષ્ય ગણવું અને જેમાં હિંસા આદી ન કરવા પડે તથા પવિત્ર ક્રિયાથી જે મેળવી શકાય તેને ભક્ષ્ય સમજવું.
~ મહર્ષિ દયાનંદ
(5) જેણે અહંકાર કર્યો તેનું પતન ચોક્કસ થવાનું.
~ મહર્ષિ દયાનંદ
(6) અનુકરણ કરવું એ બુદ્ધિમાન માણસનું કામ નથી.
~ મહર્ષિ દયાનંદ
(7) જે દેશના પદાર્થોથી આપણું શરીર બન્યું છે, બનતું જાય છે અને આગળ પણ બનશે, એની ઉન્ન્તી તન, મન અને ધનથી સર્વએ પ્રેમપૂર્વક મળીને કરીએ. ~ મહર્ષિ દયાનંદ
(8) જન્મ ફક્ત એક જ છે, એવું જે માને છે તેમની પાસે એનો કોઈ જવાબ નથી કે, જો મનુષ્યના મૃત્યુ પછી કશું જ હોતું નથી, તો આ જીવનમાં દુષ્ટ કર્મ અને શુભ કર્મ કરવાનું તાત્પર્ય શું છે?
~ મહર્ષિ દયાનંદ
(9) આપણા મહાન દેશના પતન, પરાજય અને દસતાના, મૂળમાં શુભ-અશુભની ઘોર અનર્થકારી માન્યતાઓનો પણ ખુબ જ મોટો હાથ રહ્યો છે. વિજ્ઞાન અને બુદ્ધીવાદના યુગની માગ છે કે હવે તો આપણે આવી અંધમાન્યતાઓમાંથી મુક્ત થઈએ.
~ મહર્ષિ દયાનંદ
A16 ભર્તુહરી
**********
(1) કોઈ આપણી નિંદા કરે કે સ્તવન, લક્ષ્મી રહે કે જાય, મૃત્યુ હમણાં આવે કે પછી, પરંતુ ધીર અને વીર પુરુષો ન્યાયના માર્ગેથી વિચલિત થતા નથી. ~ ભર્તુહરી
(2) """વિચાર કરી કરીને કોણ પસ્તાય છે?""
""પુરુષ""" ~ ભર્તુહરી
(3) """વિશ્વમાં ઉત્તમોત્તમ વસ્તુ કઈ?""
""સદગુણ. કેમકે સદગુણ સિવાય કઈ જ શોભતું નથી!"""
~ ભર્તુહરી
(4) પર્વતો અને જંગલોમાં પ્રાણીઓ સાથે ભટકવું સારું, પણ મુર્ખાઓ સાથે સ્વર્ગમાં રહેવું પણ ખરાબ છે. ~ ભર્તુહરી
(5) સત્સંગતી બુદ્ધિની જડતાનો નાશ કરે છે. વાણીને સત્યથી સીંચે છે. મન વધારે છે. પાપ દુર કરે છે. ચિત્તને પ્રસન્નતા આપે છે, અને સંસારમાં યશ ફેલાવે છે. ~ ભર્તુહરી
(6) """વિશ્વમાં સૌથી મોટું શું?""
""આકાશ! તેમાં સર્વ સૃષ્ટિ સમાઈ જાય છે."""
~ ભર્તુહરી
(7) નારીના ચારિત્ર્ય અને પુરુષના ભાગ્યને દેવતા પણ નથી જાણતા, તો મનુષ્યનું શું ગજું? ~ ભર્તુહરી
(8) """સર્વ વસ્તુમાં સુંદર વસ્તુ કઈ?""
""વિશ્વ. કારણ કે તે ઈશ્વરની રચના છે.""" ~ ભર્તુહરી
(9) કોઈના પ્રત્યે ઘૃણા ન કરો. વ્યક્તિના પાપની ઘૃણા કરવી એ રાક્ષસનું કામ છે. ક્ષમા આપવી એ મનુષ્યનો ધર્મ છે.
~ભર્તુહરી
(10) """દુનિયામાં જૂનામાં જુનું શું છે?""
""ઈશ્વર""" ~ ભર્તુહરી
(11) અમે ભોગવ્યું નથી પરતું ભોગે જ અમને ભોગવ્યા છે. અમે તપ કર્યું નથી, અમે જ તપી ગયા. અમે સમય ગુજાર્યો નથી, સમયે જ ખતમ કરી દીધા, અમારી તૃષ્ણા જીર્ણ થઈ નથી, અમે જ જીર્ણ થઈ ગયા. ~ ભર્તુહરી
A17 બેન્જામીન ફ્રેન્કલીન
******************
(1) જે તમે કરી શકો તેમ છો તેને કાલના ભરોસે ક્યારેય મુલતવી રાખો નહિ. ~ બેન્જામીન ફ્રેન્કલીન
(2) જે કેવળ આશા પર જીવે છે તે ભૂખે મરે છે.
~ બેન્જામીન ફ્રેન્કલીન
(3) અત્યંત શિષ્ટ કાયદાનું પાલન પ્રાય: ઓછું જ હોય છે, જયારે અતિ કડક કાયદાનું ઉલ્લંઘન બહુ ઓછું થાય છે.
~ બેન્જામીન ફ્રેન્કલીન
(4) જ્ઞાનમાં કરેલું રોકાણ હમેશાં સૌથી ઊચું વ્યાજ રળી આપે છે. ~ બેન્જામીન ફ્રેન્કલીન
(5) આળસ અને અભિમાન આપણી પાસેથી રાજસત્તા અને પાર્લમેન્ટ કરતાય વધારે દંડ વસુલ કરે છે. ~ બેન્જામીન ફ્રેન્કલીન
A18 બાયરન
**********
(1) સુખ અને આનંદની લહાણી કરનાર અતિ સુખ પામે છે.
~ બાયરન
(2) આપના હૃદયનું ગાંડપણ ઘૃણા છે. ~ બાયરન
(3) ઉઘમી મનુષ્ય પાસે અશ્રુ સારવા માટે સમય હોતો નથી.
~ બાયરન
A19 બટ્રાન્ડ રસેલ
**************
(1) નશાની હાલત તાત્કાલિક આત્મહત્યા છે. તેનાથી મળતું સુખ નકારાત્મક અને ક્ષણિક છે. દુઃખની ક્ષણિક વિસ્મૃતિ છે.
~ બટ્રાન્ડ રસેલ
(2) જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય એ સમય વેડફાઈ ગયો ન કહેવાય.
~ બટ્રાન્ડ રસેલ
(3) મારા જીવનમાં શ્રદ્ધાના અભાવે મેં કેટલું બધું ગુમાવ્યું છે. ધર્મની સહાનુભુતિ મેં ખોઈ દીધી છે.
~ બટ્રાન્ડ રસેલ
(4) વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઉડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી.
~ બટ્રાન્ડ રસેલ
(5) અવકાશમાં બુદ્ધિમત્તા ભરવામાં સમર્થ થવું એ જ સભ્યતાની છેલ્લામાં છેલ્લી ભેટ છે.
~ બટ્રાન્ડ રસેલ
(6) ઘણીવાર તો એવું લાગે છે કે સેતાન ભગવાન કરતાંય વધુ બળવાન હોવો જોઈએ, કારણ કે વારંવાર તે ઈશ્વરના શિવ-શુભ સંકલ્પની આડે ગંભીર અંતરાયો નાખી શકે છે!
~ બટ્રાન્ડ રસેલ
(7) મારા જીવનક્ષેત્રને ત્રણ સરળ પણ પ્રખર રીતે મજબુત વૃત્તીઓએ જ સંચાલિત કર્યું છે. પ્રેમ માટેની ઝંખના, જ્ઞાન માટેની તૃષા અને માનવજાતની યાતના માટે અપાર કરુણા.
~ બટ્રાન્ડ રસેલ
(8) કોઈ પ્રખર બુદ્ધિશાળી માણસ સાથે ચર્ચા કરું છું, ત્યારે એમ લાગે છે, આ પૃથ્વી ઉપર સુખથી રહી શકાય તેવા દિવસો વહી ગયા છે, પરંતુ જયારે મારો મળી મળે છે ત્યારે એનાથી ઉલટું જ જણાય છે. ~ બટ્રાન્ડ રસેલ
A20 ફ્રાન્સિસ બેકન
**************
(1) પ્રવાસ નાની ઉંમરે કરો તો કેળવણી છે, મોટી ઉંમરે એ અનુભવ બની જાય છે. ~ ફ્રાન્સિસ બેકન
(2) આ જગતમાં જીવવા માટે કોઈ પણ ચીજને વટની વાત ન બનાવો કોઈ પણ બાબતમાં તમારી મૂછને વધુપડતા વળ ન ચઢાવો. મુછ તૂટી જશે અને સાથે તમે પણ તૂટી જશો.
~ ફ્રાન્સિસ બેકન
(3) તકલીફ વગર ફાયદો મેળવવા જાય છે, એને ફાયદો મળ્યા પછી તકલીફ થાય છે. ~ ફ્રાન્સિસ બેકન
A20A સંત ફ્રાન્સિસ
***************
(1) મેં મનના અવાજને આત્માનો અવાજ માની લીધો અને મારા જીવનની ચોથી શ્રુદ્રતાનો અનુભવ થયો. ~ સંત ફ્રાન્સિસ
(2) પ્રશંસાને મારી મોટાઈની કસોટી માની લીધી. લોકો પ્રશંસા કરતા અને હું માનતો-'હું કેટલો મોટો માણસ છું.' એક દિવસ મને અનુભવ થયો કે આ મારી અલ્પતાનું ધોતક છે.
~ સંત ફ્રાન્સિસ
(3) મેં વિપત્તિ આવાતા આત્મવિશ્વાસ ગુમાવી દીધો. યાચના શરુ કરી દીધી. એ પણ શ્રુદ્રતાની ક્ષણ હતી. ~ સંત ફ્રાન્સિસ
(4) મેં યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા માટે માનવી સમક્ષ આશા કરી. મને થયું, આ મારી કમજોરી છે. ~ સંત ફ્રાન્સિસ
(5) મેં સ્વની ચિંતા ઓછી કરી. હમેશા બીજાને જ જોતો રહ્યો છું. ~ સંત ફ્રાન્સિસ
(6) મારી સમક્ષ બે માર્ગ હતા. એક હતો કર્તવ્યપરાયણ કઠોર માર્ગ અને બીજો હતો સુવિધાનો સરળ માર્ગ. મેં રસ્તો સુવિધાનો માર્ગ પસંદ કર્યો ત્યારે મને અનુભવ થયો કે આ જીવનની શ્રુદ્રતાની બીજી ઘડી છે. ~ સંત ફ્રાન્સિસ
(7) જયારે મેં મારા સાથીઓ પર, મારાથી નબળી વ્યક્તિઓ પર રૂઆબ જમાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેં અનુભવ કર્યો કે આ મારા જીવનની એક ક્ષુદ્રતા છે. મેં ત્યારે શ્રુદ્રતાની ક્ષણનો અનુભવ કર્યો. ~ સંત ફ્રાન્સિસ
(8) મેં કુરુપતાને ઘૃણાની દૃષ્ટિએ જોઈ. મેં એમ વિચાર્યું કે ઘૃણાનો જ એક પડતો કુરુપતા છે. આ પણ મારી એક શ્રુદ્રતા છે. ~ સંત ફ્રાન્સિસ
A21 ફાધર વાલેસ
*************
(1) જીવનમાં ખરી કસોટી અને અંતિમ નિરાશા ત્યારે આવે છે કે જયારે માણસ હૃદયના ઊંડાણમાંથી ઉદ્દગાર કાઢીને બોલે છે : 'મારું કોઈ નથી !' ~ ફાધર વાલેસ
(2) માણસ સ્વભાવે આળસુ હોય છે. મહેનત કરવી ન ગમે. તકલીફ લેવી ન ગમે. તે આરામપ્રિય છે, નવરાશ તેને વહાલી છે, શ્રમ ભારે પડે અને કામ ભારે પડે. કરવું પડે ત્યારે કરીએ, પણ ઓછામાં ઓછું કરીએ, જાતને બચાવી બચાવીને કરીએ.
~ ફાધર વાલેસ
A22 પ્લેટો
********
(1) માનવીની ગતિ સુંદર વસ્તુઓથી સુંદર મનોભાવોની તરફ, સુંદર મનોભાવોથી સુંદર જીવન તરફ, અને સુંદર જીવનથી પૂર્ણ સૌન્દર્ય તરફ જ હોય છે. ~ પ્લેટો
(2) આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને. ~ પ્લેટો
(3) અન્યાય સહન કરનારા કરતા અન્યાય કરનારા વધુ દુઃખી હોય છે. ~ પ્લેટો
(4) અભણ રહવા કરતાં તો જન્મ જ ન લેવો તે સારી વાત છે. કારણ કે અજ્ઞાન જ બધા દુઃખનું મૂળ કારણ છે. ~ પ્લેટો
(5) ઈતિહાસ કરતાંય કવિતા સત્યની વધુ નિકટ આવે છે.
~પ્લેટો
(6) કોઈપણ કાર્યનો આરંભ જ તેનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ હોય છે. ~ પ્લેટો
(7) સાચું બોલનારને લોકો પોતાનો કટ્ટર શત્રુ માને છે. - પ્લેટો
(8) મનુષ્યદેહ અને આત્માના સૌન્દર્ય અને સંપૂર્ણતાનો પૂરેપૂરો વિકાસ થઇ શકે તે કળા શીખવવી એ જ સાચી કેળવણીનો ઉદ્દેશ્ય છે. ~ પ્લેટો
(9) રાજકારણમાં સજ્જનો અને સન્નારિઓએ ભાગ લેવો જોઈએ. જો સજ્જન લોકો ભાગ નહિ લે તો તેમણે આકરી સજા ભોગવવી પડશે. તમે સજ્જન તરીકે રાજકારણમાં નહિ આવો તો તમારા કરતા વધુ ખરાબ લોકોના તાબામાં તમારે આવવું પડશે. ~ પ્લેટો
(10) આત્મા પોતાની સાથે વાતચીત કરે તે જ મનન કહેવાય છે. ~ પ્લેટો
(11) સુતા પહેલા ત્રણ ચીજોનો હિસાબ કરો. (૧) આજ મારાથી કોઈ પાપ તો નથી થયું ને ? (૨) આજે મેં કોઈ ઉત્તમ કામ કર્યું કે નહિ ? (૩) કરવા યોગ્ય કોઈ કાર્ય મારાથી રહી ગયું છે કે નહિ ? - પ્લેટો
(12) ઈશ્વર સત્ય છે અને પ્રકાશ તેની છાયા છે. - પ્લેટો
(13) ભાષણ એટલે માનવીના મસ્તક પર શાસન કરવાની કળા.
~ પ્લેટો
A23 પ્લુટાર્ક
**********
(1) ક્રોધ સમજને ઘરની બહાર કાઢે છે અને દરવાજે સાંકળ વાસી દે છે. ~ પ્લુટાર્ક
(2) નીચ કાર્ય કરવું નીચતા છે. જોખમ ખેડયા વગર સારું કાર્ય કરવું સામાન્ય વાત છે. પરંતુ મહાન કાર્ય કરવું સજ્જનના હાથની જ વાત છે, ભલેને તે કરવાથી જોખમ વહોરવું પડે.
~ પ્લુટાર્ક
A24 પ્રેમચંદજી
************
(1) કેવળ બુદ્ધિ દ્વારા જ મનુષ્યનું મનુષ્યત્વ પ્રગટ થાય છે.
~ પ્રેમચંદજી
(2) વર્તમાનપત્રનો તંત્રી ન્યાસ અને સત્યની રક્ષા કરતા કરતા જ પોતાના જીવનનું બલિદાન આપી દે તે મોત સાચું અને રત્ન જેવું છે. ~ પ્રેમચંદજી
(3) યૌવન તો દેવોને પણ દુર્લભ છે. સંસારની ઉત્તમોત્તમ ચીજ હોય તો તે ફક્ત યૌવન છે. ~ પ્રેમચંદજી
(4) જીવનમાં એવા અવસર પણ આવે છે કે નિરાશામાં પણ આશા છુપાયેલી હોય છે. ~ પ્રેમચંદજી
(5) જયારે આપણા પર કોઈ વિપત્તિ આવી પડે છે ત્યારે ફક્ત દુઃખ જ નથી થતું, પણ બીજાના કડવા વેણ પણ સાંભળવા પડે છે. ~ પ્રેમચંદજી
(6) માણસને રોટલી સિવાય બીજું ઘણું જ જોઈએ છે.
~ પ્રેમચંદજી
(7) કર્તવ્ય પાસે મનુષ્યની કાઈ જ વિસાત નથી. વર્તમાનપત્રનો તંત્રી કે સંપાદક જો પોતાનું કર્તવ્ય પૂરું ન કરી શકે તો તેણે આ આસન પર બેસવાનો કોઈ જ હક કે અધિકાર નથી.
~ પ્રેમચંદજી
(8) આપણા જીવનનો આદર્શ કાંઇક તો ઊંચો હોવો જોઈએ. ખાસ કરીને જે લોકો સભ્ય કહેવાય છે તેમને માટે ઉચ્ચ આદર્શ જરૂરી છે. ~ પ્રેમચંદજી
(9) વાચાળતાથી અને કોરી કલમ ઘસવાથી દેશસેવા નથી થઇ શકતી. ~ પ્રેમચંદજી
(10) આદર્શવાદી હંમેશા આનંદનું જ સ્વપ્ન જોયા કરે છે, પણ તેને આનંદની પ્રાપ્તિ કદી નથી થતી. ~ પ્રેમચંદજી
(11) વિશ્વાસથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અવિશ્વાસથી અવિશ્વાસ. આ પ્રકૃતિનો નિયમ છે. ~ પ્રેમચંદજી
(12) જયારે રોગ અસાધ્ય થઇ જાય છે. ત્યારે દવા પણ ઝેરનું કામ કરે છે. ~ પ્રેમચંદજી
(13) અભિમાન પોતાનું અપમાન નથી ભૂલતું. ~ પ્રેમચંદજી
(14) જે છેલ્લે સુધી સાથ નિભાવે એવો સાથી પત્ની સિવાય બીજું કોઈ નથી હોતું. ~ પ્રેમચંદજી
(15) દિન-દુખી અને પીડિત ભાઈભાંડુંઓની સેવા કરવામાં જે આનંદ છે તેવો ગૌરવયુક્ત આનંદ સભ્ય સમાજની મિજ્બાનીઓમાં નથી મળતો. ~ પ્રેમચંદજી
(16) જે વસ્તુ આનંદ નથી આપી શકતી તે સુંદર ન જ જોઈ શકે. જે સુંદર ન હોય તે સત્ય પણ ન હોઈ શકે. જ્યાં સત્ય ન હોય ત્યાં આનદ પણ ન હોય, જ્યાં આનંદ છે ત્યાં જ સત્ય છે. ~ પ્રેમચંદજી
(17) આદર્શવાદ તો શેખચલ્લીના ઘીના ઘાડવા જેવો છે.
~ પ્રેમચંદજી
(18) નિરાશાની અંતિમ અવસ્થા વિરકિત છે. ~ પ્રેમચંદજી
(19) જયારે કોઈ પણ વસ્તુ આશા વિરુદ્ધ જાય છે, ત્યારે દુઃખ થાય છે. ~ પ્રેમચંદજી
(20) બધાની નજર આવક ઉપર જ હોય છે. પણ ખર્ચને તો કોઈ જોતું જ નથી. ~ પ્રેમચંદજી
(21) સંગીત તો દિલ પર અસર કરે એવું હોવું જોઈએ. જે ગીતસંગીતથી મનમાં ભક્તિ, વૈરાગ્ય, પ્રેમ અને આનંદના તરંગો ન ઉઠે તે સંગીત જ ન કહેવાય. ~ પ્રેમચંદજી
(22) આદર્શ આદર્શ જ રહે છે, યથાર્થ નથી થઇ શકતો.
~ પ્રેમચંદજી
A25 પ્રણવાનંદજી
*********
(1) આદર્શવિહોણું જીવન એટલે મૃત્યુ, આદર્શહીન જીવન અને મૃત્યુ કોઈ ફરક નથી. ~ પ્રણવાનંદજી
(2) તમારા પોતાના આદર્શથી તમારે સેંકડો લોકોને ઉત્સાહિત કરવાના છે. ~ પ્રણવાનંદજી
(3) કોઈ ગમે તેમ કહે તો પણ ડગવું નહિ. તમારા ભાવ અને આદર્શને વળગી રહેજો. આમાં જે કાઈ મુશ્કેલી આવે તેને ખીશીથી સહન કરી લેજો. ~ પ્રણવાનંદજી
(4) નિરાશા અને નિરુત્સાહ એ જ તમારા પાપ. ~ પ્રણવાનંદજી
(5) વિરાટ પુરુષની વિરાટ શક્તિ પ્રાપ્ત કરતા પહેલા એ શક્તિને ધારણ કરવાની લાયકાત મેળવી લેવાની જરૂર છે. કોઈ પણ નિરાશાને તમારા અંતરમાં સ્થાન આપશો નહિ. ~ પ્રણવાનંદજી
(6) જીવન ક્ષણસ્થાયી છે. દેહ ક્ષણભંગુર છે. અહી ચિરકાળ રહેવાની આશા કોઈને જ નથી. ~ પ્રણવાનંદજી
A26 પોપ
********
(1) જેમ જેમ અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેમ તેમ અમે અમારા પૂર્વજોને અમારી સરખાણીમાં મુર્ખ સમજીએ છીએ, પરતું નિસંદેહ અમારી ભાવિ પેઢી અમારે માટે પણ આ જ વિચાર ધરાવશે. ~ પોપ
(2) ક્રુદ્ધ થવાનો અર્થ બીજાઓની ખામીનો બદલો પોતાની જાત પર લેવો. ~ પોપ
A27 દાદા ભગવાન
**************
(1) તમે સામાને ટેકો ના આપી શકો તો કાઈ નહિ, પણ ટીકા તો ના કરો. ~ દાદા ભગવાન
(2) આ જગતમાં ટટ્ટાર થયા તે માર્યા ગયા ને માફી માંગી તે છૂટ્યા. ~ દાદા ભગવાન
(3) ક્ષમા માગવાથી ખુબ જ શક્તિ વધે. ~ દાદા ભગવાન
(4) બીજાને અનુકુળ થતા આવડે,
એને કોઈ દુખ જ ન હોય;
માટે "એડજસ્ટ એવરીવ્હેર" ~ દાદા ભગવાન
(5) આપણને કિંચિતમાત્ર દુખ થાય છે,
તે આપણે દીધેલા આઘાતના પ્રત્યાઘાત છે.
માટે અનુકુળ આવે તે કરજો. ~ દાદા ભગવાન
(6) ત્યાગમાં અહંકાર હોય, સયમમાં અહંકાર ના હોય.
~ દાદા ભગવાન
(7) કોઈ કોઈના સ્વભાવ મળે જ નહિ,
એનું નામ સંસાર. ~ દાદા ભગવાન
(8) આ લૌકિક ધર્મ પામવા હોય તો
બે જ અક્ષર સમજવા જેવા છે :
૧ આપણાથી કોઈ જીવને દુખ ના થાય.
૨ આપણી પાસે કંઈક હોય તો
આ લોકોને આપી દઉં એ ભાવના.
આ બે ભાવના પૂરી થઇ ગઈ, તે બધા ધર્મ શીખી ગયો!
~ દાદા ભગવાન
(9) ક્રોધી માણસ પોતે સળગી જાય છે અને સામાને સળગાવી મુકે છે. ~ દાદા ભગવાન
(10) આપણે સીધા થવાની જરૂર છે, સાધુ થવાની જરૂર નથી. ~ દાદા ભગવાન
(11) બીજાની મશ્કરી કરવી કે બીજાને હસવું તે જાનવરપણું છે. ~ દાદા ભગવાન
(12) બધી જ માન્યતાને સ્વીકારે, તે 'અક્રમ વિજ્ઞાન'.
~ દાદા ભગવાન
(13) મન-વચન-કયાંથી સત્ય બોલે તો
વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. ~ દાદા ભગવાન
(14) લોક શાનાથી સુધરે /
તો કે પ્રભાવથી સુધરે. ~ દાદા ભગવાન
(15) બાધા એટલે પ્રકૃતિમાં વાંધા ઉઠાવવા. ~ દાદા ભગવાન
(16) શંકા એ જ અપશુકન. જે કામમાં શંકા પડી, તે કામ બગડ્યું જ. ~ દાદા ભગવાન
(17) તમારી પાસે શું છે તેને જુઓ,
જે ગયું તેને ના જોશો. ~ દાદા ભગવાન
(18) ભગવાનના માર્ગમાં સમાજની જરૂર છે, બુદ્ધિની નહિ.
~ દાદા ભગવાન
(19) ગુરુની એક ખોડ કાઢે તો જ્ઞાન આવતું બંધ થઇ જાય.
શિષ્ય તો ગુરુનો પ્રશંસક હોય, ગુરુની પૂંઠે પૂંઠે ચાલ્યો જાય.
~ દાદા ભગવાન
(20) જેને પોતાના દોષ જોવા છે,
સામાના દોષ જોવા નથી,
તેનું આ જગતમાં
કોઈ નામ લેનાર નથી. ~ દાદા ભગવાન
(21) મન-વચન-કયાંથી ધનની ચોરી નથી કરવી,
તેવી પ્રાર્થના કરે તો ઘેર બેઠા ધનના ઢગલા થાય.
~ દાદા ભગવાન
(22) સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય
એ જાણવા માટે જ આ જીવન જીવવાનું છે. ~ દાદા ભગવાન
(23) જેને કોઈને ય દુઃખ આપવું નથી, તેને કુદરત દુઃખ આપે જ નહિ. ~ દાદા ભગવાન
(24) કૈડવા માંડે, ડંખ મારવાનું શરૂ થાય, એનું નામ શંકા.
~ દાદા ભગવાન
(25) કોઈ પણ માણસને આપણા નિમિતે કષ્ટ કે દુખ ના થાય,
તેનું નામ આત્મધર્મ. ~ દાદા ભગવાન
(26) જ્યાં કોઈ પણ પ્રકારની નોધ ના હોય,
ત્યાં સાચો પ્રેમ હોય. ~ દાદા ભગવાન
(27) જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે.
~ દાદા ભગવાન
(28) આ જગતમાં કોઈની ય જોડે વેર બાંધવામાં ફાયદો નથી. ~ દાદા ભગવાન
(29) આજના ઉપરથી ભવિષ્યનો હિસાબ કદી જ ના કાઢશો.
~ દાદા ભગવાન
(30) લક્ષ્મી છુટા હાથે વાપરશો તો ચાલશે, પણ વાણી છુટા હાથે ના વાપરશો. ~ દાદા ભગવાન
(31) 'સિન્સિયારીટી ' ને 'મોરાલીટી'
ભગવાન પાસે જવાનો 'મેંઈન રોડ' છે,
બીજા બધા જ 'બાય વે' છે. ~ દાદા ભગવાન
(32) સમજથી સુખિયા થવાય, પૈસાથી નહિ. ~ દાદા ભગવાન
(33) અકળાય તે બધા નબળા છે. ~ દાદા ભગવાન
(34) પોતાની ભૂલો દેખે એ પરમાત્મા થઇ શકે !
~ દાદા ભગવાન
(35) કુદરતનો ન્યાય એટલો છે કે જે લુંટે છે, તે જ લુંટાય છે. -
~ દાદા ભગવાન
(36) ધર્મ એટલે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે સુખ આપવું તે,અને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુખ આપવું તે અધર્મ.
~ દાદા ભગવાન
(37) આ જગતમાં કોઈ દોષિત છે જ નહિ; દોષિત દેખાય છે, એ આપણી જ ભૂલ છે. ~ દાદા ભગવાન
(38) આ જગતમાં નમ્ર થજે, પણ દિન તો ક્યારેય ના થઈશ.
~ દાદા ભગવાન
(39) મદ વધી જાય ત્યારે લક્ષ્મીજી જવાની તૈયારી કરે.
~ દાદા ભગવાન
(40) જીવતા મરેલાની જેમ રહો તો કલેશ નહિ થાય.
~ દાદા ભગવાન
(41) જે માણસ પારકાને ` સિન્સિયર ` રહેતો નથી,
તે પોતાની જાતને ` સિન્સિયર ` રહેતો નથી ! ~ દાદા ભગવાન
(42) પોતાનો અહંકાર અને બુદ્ધિનો ડખો ખલાસ થઇ જાય ત્યારે માણસ પોતાનું કલ્યાણ કરે. ~ દાદા ભગવાન
(43) સમાના દોષ દેખાય તો કર્મ બંધાય ને પોતાના દોષ દેખાય તો કર્મ છૂટે ! ~ દાદા ભગવાન
(44) દોષનો સ્વીકાર કરવાથી દોષ ધોવાઇ જાય.
~ દાદા ભગવાન
(45) આ 'વર્લ્ડ' માં કોઈ તમારો ઉપરી જ નથી; તમારી ભૂલો, એ જ તમારો ઉપરી છે. ~ દાદા ભગવાન
(46) સંસાર એટલે ગરજા-ગર્જીના સોદા. ~ દાદા ભગવાન
(47) જે અસંગ ના થવા દે, તે બધા કુસંગ કહેવાય.
~ દાદા ભગવાન
(48) પ્રશ્નો બંધ કરે તે 'અક્રમ વિજ્ઞાન'. ~ દાદા ભગવાન
(49) આ દુનિયામાં મોટામાં મોટો મૂરખ કોણ ? જે દુનિયાને છેતરે છે તે. ~ દાદા ભગવાન
(50) અજ્ઞાનથી મુક્તિ થઇ, તેનું નામ મોક્ષ. ~ દાદા ભગવાન
(51) આ જગતમાં જાણીને અજાણ રહેવું, એ મોટામાં મોટો પુરુષાર્થ છે. ~ દાદા ભગવાન
(52) જેનો આગ્રહ ગયો,
તેને એકેય ગ્રહ નડે નહિ. ~ દાદા ભગવાન
(53) પ્રપંચ એટલે લોકોના દુરુપયોગ કરવા. ~ દાદા ભગવાન
(54) કકળાટ માંડે તો સુજ જતી રહે. ~ દાદા ભગવાન
(55) જ્યાં શંકા ઉભી થાય ત્યાં સંતાપ ઊભો થાય જ.
~ દાદા ભગવાન
(56) હિંસા કોની કરશો ?
જીવમાત્રમાં પરમાત્મા છે.
કોને દુખ દેશો ? ~ દાદા ભગવાન
(57) સાત્વિક આહાર હોય તો સાત્વિક ગુણમાં રહી શકાય.
~ દાદા ભગવાન
(58) માયા એટલે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા !
~ દાદા ભગવાન
(59) આ સંસાર એ તો બધો જ હિસાબ ચૂકવવાનું કારખાનું છે. ~ દાદા ભગવાન
(60) દાન કરવું એટલે ખેતરમાં વાવવું. ~ દાદા ભગવાન
(61) દરેક જોડે 'એડજસ્ટમેન્ટ' થાય,
એ જ મોટામાં મોટો ધર્મ. ~ દાદા ભગવાન
(62) જેમ બુદ્ધી વધે તેમ બળાપો વધતો જાય. ~ દાદા ભગવાન
(63) ચારિત્રરૂપી ધન સિવાય બીજી કોઈ પણ ચીજ ભવોભવ સાથે આવતી નથી. ~ દાદા ભગવાન
(64) પોતાની ભૂલો દેખાવાની શરુ થાય ત્યારે પરમાત્મા થવાની શરૂઆત થઇ ગઈ ! ~ દાદા ભગવાન
(65) જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે. સ્પર્ધાને લઈને જ નિંદા થાય છે. ~ દાદા ભગવાન
(66) સામાની કાળજી રાખવી, તેનું નામ મનુષ્યપણું !
~ દાદા ભગવાન
(67) સામાનું સુખ જોવું,
એ જ આપનો ધર્મ. ~ દાદા ભગવાન
(68) "અક્રમ વિજ્ઞાન" એટલે શું ? કે 'જેમ છે તેમ' ખુલ્લું કરી આપવું. ~ દાદા ભગવાન
(69) ભગવાન કોના પર રાજી રહે ?
જે બધાના દુખો લઇ લે ને સામને સુખ આપે, તેના પર.
~ દાદા ભગવાન
(70) જે પોતાના ધ્યેય પ્રમાણે ચાલે,
તે મનુષ્ય કહેવાય. ~ દાદા ભગવાન
(71) આ સંસારમાં જક્કે ચઢીને કોઈને ય સુધારવા પ્રયત્ન ના કરશો. ~ દાદા ભગવાન
(72) ખાતી વખતે ખોડ કાઢવી,
એ ભયંકર ગુનો છે. ~ દાદા ભગવાન
(73) અહંકાર હંમેશા પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે.
~ દાદા ભગવાન
(74) `સિન્સિયર ` રહેવાથી સંસારમાં કોઈ પણ પ્રકાર નો ભય ન આવે ને મોક્ષે લઇ જાય! ~ દાદા ભગવાન
(75) બીજાને શાંતિ આપે તે સંત. ~ દાદા ભગવાન
(76) પોતાનો ને પોતાના સંબંધી માટે કોઈ સ્વાર્થ ના હોય
ને પારકા માટે જ બધી વૃત્તિઓ વહેતી હોય તો સિદ્ધિ ઉત્પન્ન થાય. ~ દાદા ભગવાન
(77) તારે ભૌતિક સુખ અને દુખથી પર જવું હોય તો "હું કોણ છું", એ જાણવાનો પ્રયત્ન કર.પ્રયત્નમાં ફક્ત જ્ઞાની પુરુષની ખોજ કરી, તેમની પાસે જઇ, તેમની આજ્ઞામાં રહેવું, એ મોક્ષધર્મ છે". ~ દાદા ભગવાન
(78) કોઈ ટીકા કરે તે સહન કરશો તો જ્ઞાન વધશે.
~ દાદા ભગવાન
(79) આત્માનું જેટલું થયું તેટલું તમારું ને બીજું બધું પારકું.
~ દાદા ભગવાન
(80) જેને મોક્ષે જવું છે,
તે પ્રકૃતિનો બચાવ ના કરે. ~ દાદા ભગવાન
(81) પોતાનો નાનામાં નાનો દોષ દેખાઈ,
એનું નામ જાગૃતિ. ~ દાદા ભગવાન
(82) આ જગતમાં કોઈ ચીજ મફત ના હોય.
તમારું જ છે, તે તમારી સામે આવે છે. ~ દાદા ભગવાન
(83) "અક્રમ વિજ્ઞાન"
એટલે સીધી સમજ,
વિપરીત સમજનો અંત. ~ દાદા ભગવાન
(84) `ભૂલ ` ભાગે , તે `ભગવાન `. ~ દાદા ભગવાન
(85) ભોગવે તેની ભૂલ
જે ભૂલના પરિણામ ભોગવે, તેની ભૂલ છે. ~ દાદા ભગવાન
(86) જેને લાલચ ના રહે તે બ્રહ્માંડનો સ્વામી છે !
~ દાદા ભગવાન
(87) લાગુત્તમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટી રાખવી,
એ આ 'અક્રમ વિજ્ઞાન' નું ' ફાઉન્ડેસન' છે. ~ દાદા ભગવાન
(88) સંસાર-સાગરમાં તો લોકો પાણી વિના ડૂબી જાય છે.
~ દાદા ભગવાન
(89) અનીતિની લક્ષ્મીની અગિયાર વર્ષની ' એકસપાયરી ડેટ' હોય છે. ~ દાદા ભગવાન
(90) માણસ કપડાથી નથી શોભતો
પણ વાણી,વર્તન ને કર્મની સુગંધથી શોભે છે. ~ દાદા ભગવાન
(91) વસ્તુ નડતી નથી પણ મમત્વ બુદ્ધી નડે છે.
~ દાદા ભગવાન
(92) જેનું મન ના બગડે,તેનું કોઈ કાર્ય ના બગડે.
~ દાદા ભગવાન
(93) આ જગતમાં બધું ય જડે પણ પોતાની ભૂલ ના જડે.
~ દાદા ભગવાન
(94) જેને પાપ કર્તા બીક લાગે છે, એ મોટું જ્ઞાન કહેવાય.
~ દાદા ભગવાન
(95) સ્પર્ધાનો સદ્દઉપયોગ તે પ્રગતિ અને સ્પર્ધાનો દુરુપયોગ તે નિંદા. ~ દાદા ભગવાન
(96) સત્સંગમાં ગમે તેટલા કષ્ટ પડે તે સારા,
પણ કુસંગમાં ગમે તેટલું સુખ નકામું. ~ દાદા ભગવાન
(97) દ્રષ્ટિમાં રોગ હોય તો સામાનું અવળું જ દેખાય.
~ દાદા ભગવાન
(98) તિરસ્કાર અને નિંદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહિ રહે.
~ દાદા ભગવાન
(99) જીવને જ્ઞાન કેમ પ્રાપ્ત થતું નથી ? અજ્ઞાન બહુ પ્રિય છે તેથી. ~ દાદા ભગવાન
(100) અથડામણથી આ જગત ઊભું થયું છે, માટે "અથડામણ ટાળો". ~ દાદા ભગવાન
(101) અહિંસા સિદ્ધી થાય તો માણસ ભગવાન થાય.
~ દાદા ભગવાન
(102) જેટલા દિવસ સત્સંગમાં ગયા તેટલા દિવસ સજીવન ગયા. ~ દાદા ભગવાન
(103) "અક્કલ" તો તેનું નામ કહેવાય જે 'મતભેદ' ટાળે.
~ દાદા ભગવાન
(104) વસ્તુનો લોભ થાય ત્યારથી માનસ અંધ થાય.
~ દાદા ભગવાન
(105) જ્યાં સુધી પૈસાનો કેફ ચઢે નહિ ત્યાં સુધી પૈસો વધે ને કેફ ચઢે તો પૈસો ઘટે. ~ દાદા ભગવાન
(106) આ દેહ તે હું અને હું કર્તા એ જ દેહધ્યાશ.
~ દાદા ભગવાન
(107) અહંકાર એ જ અધુરાપાનું છે. ~ દાદા ભગવાન
(108) કુસંગનો ચેપ તો ટી.બી. કરતાય ખરાબ કહેવાય.
ટી.બી. તો એક જ અવતાર મારે.
આ તો અનંત અવતાર બગાડે ! ~ દાદા ભગવાન
(109) વ્યવહાર એટલે આપીને લ્યો ને લઈને આપો.
~ દાદા ભગવાન
(110) અહિંસા તો તેને કહેવાય કે પૂરી શક્તિ હોવા છતાં કઈ જ પ્રતિકાર ના કરે તે. ~ દાદા ભગવાન
(111) કોઈને ય દુખ આપ્યું,
એ જ આપણા દુખનું કારણ છે. ~ દાદા ભગવાન
(112) નૈતિકતા વગર ધર્મ જ નથી. ધર્મનો પાયો જ નૈતિકતા છે. ~ દાદા ભગવાન
(113) દાન એટલે કોઈ પણ જીવને સુખ આપવું.
મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય,
તમને સુખ આપવું, એનું નામ દાન અને બીજા બધાને સુખ આપ્યું એટલે એનું રીએક્શન આપણે સુખ જ આવે.
સુખ આપો તો તરત જ સુખ તમારે ઘેર બેઠા આવે!
~ દાદા ભગવાન
(114) ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
~ દાદા ભગવાન
(115) જે હક્કનું ભોગવે,
એને ચિંતા ના થાય. ~ દાદા ભગવાન
(116) મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે ને પારકાની ભૂલો જોનારો સંસારમાં ભટક્યા કરે. ~ દાદા ભગવાન
(117) ધણી થવાનો વાંધો નથી, પણ ધણીપણું બજાવવાનો વાંધો છે. ~ દાદા ભગવાન
(118) ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર !
~ દાદા ભગવાન
(119) કોઈને તરછોડીને મોક્ષે ના જવાય, માટે ચેતો.
~ દાદા ભગવાન
(120) સંસાર નથી નડતો,
તારી 'આડાઈઓ' ને અજ્ઞાનતા' જ નડે છે. ~ દાદા ભગવાન
(121) માંગવા જેવી ત્રણ વસ્તુ છે : સદ્દબુદ્ધિ, સદ્દવાણી અને સદ્દવર્તન. ~ દાદા ભગવાન
(122) સુધારવા જવા કરતા સારી ભાવના ભાવો.
~ દાદા ભગવાન
(123) ક્યારેય પણ કિંચિતમાત્ર મૂંઝવણ નાં થાય, તેનું નામ જ્ઞાન. ~ દાદા ભગવાન
(124) આ દુનિયામાં ત્રણનો ઉપકાર જીંદગીમાં ભૂલાય તેમ નથી. `ફાધર`, `મધર` ને `ગુરુ` કે જેમણે આપણને રસ્તે ચઢાવ્યા હોય. ~ દાદા ભગવાન
(125) તમે જે વસ્તુ આંતરશો,
તે વસ્તુ તમને પ્રાપ્ત નહિ થાય. ~ દાદા ભગવાન
(126) બુદ્ધિના બારણા બંધ થાય ત્યારે મોક્ષની તૈયારીઓ થાય. ~ દાદા ભગવાન
(127) ધર્મ તો તેનું નામ કહેવાઈ કે મનનું સમાધાન થાય.
~ દાદા ભગવાન
(128) ધર્મ કોને કહેવાય?
પરિણામ પામે તે ધર્મ. જે ધર્મથી ક્રોધ,માન,માયા, લોભ ઓછા થતા થતા નિર્મૂળ થાય, તે ધર્મ. ~ દાદા ભગવાન
(129) વડીલની સેવાનું ફળ આ ભવમાં રોકડું મળી જાય.
~ દાદા ભગવાન
(130) સત્તાનો દુરપયોગ, એ મહાન પાપ છે. ~ દાદા ભગવાન
(131) જ્યાં આગ્રહ ત્યાં પકડ, ને પકડ ત્યાં વ્યથા.
~ દાદા ભગવાન
(132) માનવ ધર્મ કોને કહેવાય કે તમે સામને સુખ આપો તો તમને સુખ મળે ને સામને દુખ આપો તો તમને દુખ મળે.
~ દાદા ભગવાન
(133) ભાન સહીત જુઠું બોલવું, એનું નામ કપટ.
~ દાદા ભગવાન
(134) છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ ? તો કે આ જગતમાં કોઈ દોષિત જ ના દેખાય. ~ દાદા ભગવાન
(135) કોઈને સુખ આપે તો પુણ્ય બંધાય; કોઈને દુઃખ આપે તો પાપ બંધાય. ~ દાદા ભગવાન
(136) કેફ ના ચઢે,તેનું નામ જ્ઞાન. ~ દાદા ભગવાન
(137) વ્યથા દુર કરે તે કથા,
બાકી બધો થાક. ~ દાદા ભગવાન
(138) અવળી સમજણથી દુઃખ અને સવળી સમજણથી સુખ. ~ દાદા ભગવાન
(139) આપણાથી સામો માણસ ભડકે, એ જાનવરપણું કહેવાય. ~ દાદા ભગવાન
(140) બીજાને કહીએ અને જેથી દુઃખ થાય તે બધા અપશબ્દ. ~ દાદા ભગવાન
(141) સામને ખરાબ કહેવાથી કે ખરાબ જોવાથી પોતે જ ખરાબ થઇ જાય છે.
લોકો સારા દેખાશે ત્યારે પોતે સારો થશે. ~ દાદા ભગવાન
(142) વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે.
~ દાદા ભગવાન
(143) અધિકારનો દુરુપયોગ કરો તો સત્તા જતી રહે છે.
~ દાદા ભગવાન
(144) તમારી સળીઓ બંધ થઇ ગઈ તો દુનિયામાં તમને સળી કરનાર કોઈ નથી. ~ દાદા ભગવાન
(145) ધર્મનું રક્ષણ કરવાનું છે, મતભેદનું રક્ષણ કરવાનું નથી.
~ દાદા ભગવાન
(146) "સિક્રેટ" ( ખાનગી )
રાખનારો ભટકવાનો છે. ~ દાદા ભગવાન
(147) જે પારકા માટે જીવે છે,
તેને કિંચિતમાત્ર દુખ નથી
ને જે પોતાના માટે જીવે છે,
તેને બધા જ દુખો છે. ~ દાદા ભગવાન
(148) જે પોતે સુધારેલો હોય તે જ બીજાને સુધારી શકે.
~ દાદા ભગવાન
(149) બીજાની ભૂલો જોવી એ તો ભયંકર ભૂલ છે.
~ દાદા ભગવાન
(150) આ જગતમાં જે બાબતમાં ભય રહે,
તે અધર્મ. ~ દાદા ભગવાન
(151) ચિંતા કરવા કરતા ઉપાય કરો. ~ દાદા ભગવાન
(152) મનના કહ્યા પ્રમાણે ચાલે,
તે 'મીકેનીકલ' કહેવાય. ~ દાદા ભગવાન
(153) ક્રોધનો બચાવ કરવો, એ જ ક્રોધનો ખોરાક છે.
~ દાદા ભગવાન
(154) જેમ વકીલ થવાની દરેક ને છૂટ છે
તેમ ભગવાન થવાની પણ દરેક ને છૂટ છે.
જે ભગવત ગુણો પ્રાપ્ત કરે, તે ભગવાન થાય. ~ દાદા ભગવાન
(155) છોકરાને સુધારવાની જરૂર નથી, પોતે સુધારવાની જરૂર છે. ~ દાદા ભગવાન
(156) તિરસ્કાર ઉભો કરે તેને ત્યાગ કહેવાય નહિ.
~ દાદા ભગવાન
(157) જે મળે તેનાથી ચલાવી લેવું,તેનું નામ ત્યાગ.
~ દાદા ભગવાન
(158) તમારો ઉપરી કોઈ જ નથી. You are only responsible for yourself. ~ દાદા ભગવાન
(159) ભગવાન તમારો ઉપરી નથી, ભગવાન તો તમારું સ્વરૂપ છે. ~ દાદા ભગવાન
(160) સર્વ દુઃખોથી મુક્ત કરે,
તેનું નામ ધર્મ. ~ દાદા ભગવાન
(161) અહંકારનું કામ જ એ છે કે પોતે પડે અને સમાને પાડે.
~ દાદા ભગવાન
(162) આ જગત એ તો પ્રતિઘોષ છે, એટલે તમે જે આપશો તે પાછું મળશે. ~ દાદા ભગવાન
(163) તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી. તમે કોઈને જગતમાં દુખ દેતા નથી,કોઈને દુખ દેવાની તમારી ભાવના નથી, તો તમને કોઈ દુખ દઈ શકે તેમ નથી.
~ દાદા ભગવાન
(164) સંસારમાં સુખ જોઈતું હોય તો અણહક્કનું ભોગવશો નહિ. ~ દાદા ભગવાન
(165) સામાની ભૂલ હોય તો પણ વિરોધ ના કરો.
~ દાદા ભગવાન
(166) પોતાના દોષો ઢાંકીને જે પૂજ્ય બને છે,
તે મોટા ગુનેગાર છે. ~ દાદા ભગવાન
(167) દુખમાં સમતા ધરવી, એનું નામ તપ. ~ દાદા ભગવાન
(168) જેટલી નમ્રતા એટલી પ્રભુકૃપા. ~ દાદા ભગવાન
(169) પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવન લ્હાવો છે ! ~ દાદા ભગવાન
(170) બુદ્ધિથી મરેલાનું પાપ,
તલવારથી માર્યા કરતા વધારે છે. ~ દાદા ભગવાન
(171) ઘરના આપણી સાથે આનંદમાં રહે તો જાણવું કે આપનું વર્તન બરોબર છે. ~ દાદા ભગવાન
(172) કોઈ પણ વસ્તુ નો શોખ હોય તો તે નબળાઈ કહેવાઈ.
~ દાદા ભગવાન
(173) જે અહંકાર ના કરે તેનો સંસાર થઇ ગયો બંધ.
~ દાદા ભગવાન
(174) આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા,
એ સેવક પદમાંથી જ બનેલા. ~ દાદા ભગવાન
(175) અથડામણ થાય છે એ આપણી જ નબળાઈ છે.
~ દાદા ભગવાન
(176) જે પુસ્તકો વાંચનથી ક્રોધ-માન-માયા-લોભ ઘટે નહિ,
તે પુસ્તકો તત્વજ્ઞાનના કહેવાય નહિ. ~ દાદા ભગવાન
(177) ચિઢાય તે નબળો થાય ને ચિઢાય નહિ, તે જબરો થાય. ~ દાદા ભગવાન
(178) લાલચ દીનતા કરાવડાવે અને દીનતા થાય એટલે મનુષ્યપણું ખોઈ બેસે ! ~ દાદા ભગવાન
(179) સંસારમાં સ્વાર્થ છોડાવે તે સત્સંગ અને સંસારમાં સ્પર્ધા વધારે તે કુસંગ કહેવાય. ~ દાદા ભગવાન
(180) આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે.
આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. ~ દાદા ભગવાન
(181) દુખ ઘટાડે તેનું નામ સમજણ કહેવાય. ~ દાદા ભગવાન
(182) "અક્રમ વિજ્ઞાન"
એટલે સંપૂર્ણ નિર્દોષ-દ્રષ્ટીની પ્રાપ્તિ. ~ દાદા ભગવાન
(183) મરવાની ઉતાવળ કરે તે દુર્બળ કહેવાય ને મરણની ના પાડે તે નિર્બળ કહેવાય. ~ દાદા ભગવાન
(184) પોતાની વાતનું રક્ષણ કરવું,
તે જ મોટામાં મોટી હિંસા છે.
પોતાની વાત સાચી જ છે,
તેવું ઠરાવવા જાય, તે જ હિંસા છે. ~ દાદા ભગવાન
(185) તમને દુખ કોણ દે છે તમારા
ક્રોધ,માન,માયા,લોભ.
એમાં કુદરતનો શો દોષ ? ~ દાદા ભગવાન
(186) જયારે પોતે પોતાના દોષ જોશે ત્યારે બીજાના દોષ જોવાની નવરાશ નહિ રહે. ~ દાદા ભગવાન
(187) અહંકારની નિવૃત્તિ,એનું નામ મુક્તિ. ~ દાદા ભગવાન
(188) આ `રોડ` પરના વાહન-વ્યવહારનો શો ધર્મ છે
કે અથડાશો તો તમે મરી જશો.
અથડાવામાં જોખમ છે. માટે કોઈની જોડે અથડાશો નહિ.
તમે આ વ્યવહાર ધર્મો પણ કહે છે કે કોઈને ત્રાસ ના આપવો.
તમારે સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપજો.
~ દાદા ભગવાન
(189) કુદરત ક્યારેય ભૂલ ના ખાય, અક્કલવાળા જ ભૂલ ખાય. ~ દાદા ભગવાન
(190) મતભેદ એટલે અહંકારની હાજરી. ~ દાદા ભગવાન
(191) ના ગમે ત્યાં મૌન રહેજો પણ અભિપ્રાય ના આપશો. -
~ દાદા ભગવાન
(192) સંસાર ભુલાડે તે 'જ્ઞાની'. ~ દાદા ભગવાન
(193) 'સંતો' માનવને ધર્મ ઉપર ચઢાવે ને 'જ્ઞાની પુરુષ' મુક્તિ આપે. ~ દાદા ભગવાન
(194) ક્રોધનો અભાવ,
તેનું નામ ક્ષમા. ~ દાદા ભગવાન
(195) સભ્યતામાં રહેવું જોઈએ,
'એતીકેત'માં નહિ. ~ દાદા ભગવાન
(196) જે આપણું હાર્ટ કબુલ ના કરે તે ખોરાક ખાવો નહિ
અને ખાશો તો હાર્ટ-ફેઈલ થશે. ~ દાદા ભગવાન
(197) જ્યાં કઈ પણ આગ્રહ છે ત્યાં ધર્મ નથી.
~ દાદા ભગવાન
A28 દાદા ધર્માધિકારી
*****************
(1) કાયદો આપણને ગેરકાયદાકીય વર્તાવમાંથી અટકાવી શકે છે, પરંતુ એવા અનાચારને રોકી શકતો નથી જે કાયદાની હદની બહાર હોય. ~ દાદા ધર્માધિકારી
(2) જ્યાં સશસ્ત્ર ક્રાંતિ થાય છે ત્યાં હારેલો પક્ષ બદલો લેવાની તૈયારીમાં મંડી જાય છે - લાગી જાય છે. શસ્ત્રો અને ફોજ ઉભી કરવાની ફિકરમાં તે રહે છે. ~ દાદા ધર્માધિકારી
(3) અમે ક્રાંતિ ઈચ્છીએ છીએ. એક એવો સમાજ રચવા માંગીએ છીએ જેમાં જેને જે જરૂરી વસ્તુઓ હોય એ તેને પ્રાપ્ત થાય. ~ દાદા ધર્માધિકારી
(4) કાયદો મનુષ્યને અધિકાર આપે છે, પરંતુ તે અધિકારનો ઉપયોગ કરવાની શક્તિ આપતો નથી. કાયદો મનુષ્યને બહુ બહુ તો મોકો આપે છે; પરંતુ મોકામાંથી ફાયદો લેવાની શક્તિ પ્રદાન કરી શકતો નથી. કાયદો ઘોડાને પાણી બતાવી શકે છે, પિવડાવી શકતો નથી. ~ દાદા ધર્માધિકારી
(5) ક્રાંતિમાં મહત્વ સામાજિક પરિવર્તનનું છે; નહિ કે સંઘર્ષનું કે રક્તપાતનું. ~ દાદા ધર્માધિકારી
(6) ક્રાંતિની પ્રતિક્રિયા અનિવાર્ય નથી. પ્રતિક્રિયાથી કે ક્રાંતિ થાય છે તેની કૂખમાંથી પ્રતિક્રાંતિ પેદા થાય છે. આ ક્રાંતિ અને પ્રતિક્રાંતિની પરંપરાનો ક્યારેય અંત આવતો નથી.
~ દાદા ધર્માધિકારી
A29 થોરો
********
(1) મનુષ્ય પોતાની પ્રસન્નતા માટે પોતે જ જવાબદાર છે.
~ થોરો
(2) જો તમે ગંદકી અને પાપથી બચવા ઈચ્છતા હો તો પોતાના કાર્ય અત્યંત મહેનત અને હોશિયારીથી કરો, પછી ભલેને તમારું કાર્ય તબેલો જ સાફ કરવાનું કેમ ન હોય. ~ થોરો
(3) જે વ્યક્તિને પોતાનું કામ આનંદ આપે છે તે સફળતાને વરે છે. ~ થોરો
A30 થોમસ કર્લાઈવ
****************
(1) મહાપુરુષોનું જીવન વ્યર્થ નથી. વિશ્વનો ઈતિહાસ એ બીજું કોઈ નહિ, પણ મહાપુરુષોની આત્મકથા છે. ~ થોમસ કર્લાઈવ
(2) લોકશાહીમાં ત્રણ જાગીર છે, પણ પત્રકારત્વ સૌથી મહત્વની ચોથી જાગીર છે. ~ થોમસ કર્લાઈવ
(3) સારી રીતે લખાયેલી આત્મકથા એ સારી રીતે જીવાયેલી જીંદગીની જેમ લગભગ વિરલ છે. ~ થોમસ કર્લાઈવ
A31 ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
**********************
(1) કોઈ પણ પ્રકારે કોઈને કષ્ટ ન પહોચવું એ જ અહિંસા છે.
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(2) માનવીને મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. ~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(3) ભારતીય દામ્પત્યજીવન કોમળતા ને પ્રગાઢ પરિપૂર્ણ છે.
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(4) યુદ્ધમાં જઈને લડવું તે મોટી પાપકારક ચીજ નથી, પણ વાસ્તવમાં પાપ તો આપણા સમાજની વાતોમાં છે, કે જેમાંથી યુદ્ધ થાય છે. ~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(5) ધર્મની શક્તિ જ જીવનની શક્તિ છે. ધર્મની દષ્ટિ જ જીવનની દષ્ટિ છે. ~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(6) ધર્મભાવના સંસારનું પુનઃનિર્માણ કરી શકે છે. શાંતિપૂર્ણ ક્રાંતિ પેદા કરી શકે છે. પણ તેની શરત એ છે કે ધર્મનું યોગ્ય રીતે પાલન થવું જોઈએ. ~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(7) મનુષ્યની સમસ્ત દુર્બળતા પર વિજય પ્રાપ્ત કરવાવાળો અમોધ પ્રેમ પરમાત્માની સૌથી મોટી ભેટ છે.
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(8) મઠમાં ને ગુફાઓમાં રહેનારા આ સંન્યાસીયો અને વનવગડે ને રણમાં રવાદ્નારા પરીવ્રાજકો અંધારામાં ભૂલા પડેલા જેવા છે.
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(9) આપણે કે ચરિત્રનું નિર્માણ કરીએ છીએ તે ભવિષ્યમાં પણ આપણી સાથે રહશે - જ્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન ન થઈએ. ~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(10) સ્ત્રી પુરુષની સહચરી, તેમાં ધર્મની રક્ષક, તેમી ગૃહલક્ષ્મી અને પુરુષને દેવત્વ સુધી પહોચાડવાવાડી સાધિકા છે.
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(11) દર્શનો ઉદ્દેશ્ય જીવનની વ્યાખ્યા કરવો એ નથી, પણ તેને બદલવાનો છે. ~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(12) માનવજીવનને સર્જનહારે આપેલી મોટામાં મોટી ભેટ બીજી કઈ હોઈ શકે સિવાય કે ઉચ્ચ જીવન જીવવાનું સપનું !
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
(13) યુદ્ધ આપણી પાસેથી ઈન્સાનિયત છીનવી લે છે.
~ ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણન
A32 ડિઝરાઈલી
************
(1) પોતાની અજ્ઞાનતાનો ભાસ જ્ઞાનનું પ્રથમ સોપાન છે.
~ ડિઝરાઈલી
(2) કામ કરવાથી કદાચ હંમેશા આનંદ ન મળે એવું બને ખરું, પણ કામ નહિ કરવાથી તો આનંદ નહિ જ મળે. ~ ડિઝરાઈલી
A33 જ્યોતીન્દ્ર હ. દવે
****************
(1) ભારતના સાહિત્યમાં મહાભારતનું જે સ્થાન છે તે સ્થાન ભારતની નગરીઓમાં મુંબઈનું છે. મહાભારતને માટે કહ્યું છે તેમ મુંબઈ માટે કહી શકાય: 'જે અનન્ય છે, તે સર્વ અહિયાં છે; જે અહી નથી તે ક્યાય નાથ.' ~ જ્યોતીન્દ્ર હ. દવે
(2) ખરી રીતે જોતા શાંતિ જેવી કોઈ વસ્તુ જ નથી. શાંતિ એટલે બે કાળની વચ્ચેનો, લડાઈની તૈયારી કરવાનો વખત.
~ જ્યોતીન્દ્ર હ. દવે
(3) ચર્ચાપત્રો ઘણીવાર અંગત થઇ જાય છે, તોયે તટસ્થ વાચકોને એમાં રસ પડે છે, તેનું કારણ મનુષ્ય સ્વભાવમાં રહેલી કલહપ્રિયતા જ છે. ~ જ્યોતીન્દ્ર હ. દવે
(4) હાસ્ય એ માણસની પ્રકૃતિમાં જડાયેલી પ્રવૃત્તિ છે.
~ જ્યોતીન્દ્ર હ. દવે
(5) મુંબઈમાં 'શું છે ને શું નથી' એ એવો ગહન વિષય છે કે તે ' આ છે ને પેલું નથી' એમ કહેવાનો મહાપુરુષો પણ હિંમત કરી શકે એમ નથી. ~ જ્યોતીન્દ્ર હ. દવે
(6) દુનિયામાં હંમેશ બે પક્ષ હોય છે. એક આપણો પક્ષ અને બીજો જુઠો પક્ષ. ધર્મ પણ બે છે; એક આપણો ધર્મ અને બીજો જુઠો ધર્મ. ~ જ્યોતીન્દ્ર હ. દવે
(7) મફત મળે તો દીવેલ સુદ્ધાં આનંદથી પીનારા પડ્યા છે !
~ જ્યોતીન્દ્ર હ. દવે
(8) મુંબઈમાં મોટરો એટલી બધી છે કે દરરોજ પચાસ માણસો મોટર નીચે કચડાઈ જાય છે, અને માણસો પણ એટલા બધા છે, કે એક વાર મોટર તળે કચરાયેલો માણસ બીજી વાર કચરાતો નથી, તોપણ દરરોજ મોટર તળે છુન્દાવા માટે રોજ પચાસ માણસો મળી જ રહે છે. ~ જ્યોતીન્દ્ર હ. દવે
(9) નિત્યે નુતાનાતા ધારણ કરતી મુન્બાપુરી (મુંબઈ નગરી) વિશે જે જે લખાય તે તે સર્વે અધૂરું, આછું જ નહિ પણ છપાય તે પહેલા જુનું થઇ જાય છે. ~ જ્યોતીન્દ્ર હ. દવે
A34 જે. કૃષ્ણમૂર્તિ
**************
(1) મુક્ત અવસ્થા ન હોય ત્યારે પ્રપંચને પ્રજ્ઞા લેખવામાં આવે છે. પ્રપંચી રીતો અસરળ અને વિનાશક હોય છે.
~ જે. કૃષ્ણમૂર્તિ
(2) આપણે અંદરથી ભરપુર નથી એટલે આપણે બહારની સમૃધ્ધિ મેળવીએ છીએ એ આપણને વિનાશ પ્રાપ્તિ લઇ જાય છે. ~ જે. કૃષ્ણમૂર્તિ
(3) જે તું શોધે છે તે તો તું પોતે જ છે. તારી અંદર જ છે. આપણા જીવનના દૈનિક કારોબારની વચ્ચે જ આપણી પેલી ભૂલી પડેલી જાતને શોધવાની રહે છે. ~ જે. કૃષ્ણમૂર્તિ
(4) માનવી પોતે જ એક વિશ્વ છે. તે તેનાથી કદી અળગો થઇ શકે એમ નથી. ~ જે. કૃષ્ણમૂર્તિ
(5) 'ઈશ્વર' શબ્દથી હરેક પ્રકારની શારીરિક તેમ જ માનસિક પ્રતિક્રિયાઓ થવા પામે છે. અને એથી આપણે સંતુષ્ટ રહીએ છીએ. ~ જે. કૃષ્ણમૂર્તિ
(6) માત્ર સૌન્દર્ય તરફ જ નહિ, દર્દ અને વેદના તરફ પણ આપણે સમગ્રપણે જોતા શીખવું પડશે. દરેક વસ્તુ જે રીતે છે તેને જોવાની રીત શીખવે એ તો એક મહાન કળા છે.
~ જે. કૃષ્ણમૂર્તિ
(7) જે માણસ ઈશ્વર કેવો છે એની ચર્ચા કરે છે તે ઈશ્વરને ઓળખતો નથી, કારણ કે પરમ સત્ય અમાપ છે, શબ્દોની ફૂલમાળામાં એને પકડી શકાય નહિ. ~ જે. કૃષ્ણમૂર્તિ
(8) સામાન્ય વ્યક્તિ વિચારનો દાસ છે, જયારે જ્ઞાની વિચારોનો સમ્રાટ છે. ~ જે. કૃષ્ણમૂર્તિ
(9) જીવન એક એવી બાબત છે, જેમાં હંમેશા ફેરબદલી થયા જ કરે છે, નવી લાગણી ઉદ્દભવ્યા જ કરે છે. આજનો દિવસ કદી પણ ગઈકાલ જેવો હોતો નથી અને જીવનની એ જ ખૂબી છે. ~ જે. કૃષ્ણમૂર્તિ
(10) તમારા મોમાં શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે. ~ જે. કૃષ્ણમૂર્તિ
(11) સત્યને ગ્રહણ કરવા માટે, એનું સૌંદર્ય, એનો આનંદ માણવા માટે વાદ, ભય અને જવાબથી આચ્છાદિત ન થઇ હોય એવી અવિલંબ ગ્રહણશીલતા જોઈએ. ~ જે. કૃષ્ણમૂર્તિ
(12) માનવીનું આયુષ્ય વધ્યું છે, પણ આયુષમાનું જીવન ઘટ્યું છે. ~ જે. કૃષ્ણમૂર્તિ
(13) વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય થાય છે.
(14) જયારે બાળક માટે પ્રેમ હોય છે ત્યારે બધી બાબતો શક્ય બને છે.
(15) સત્ય કરતા સૌંદર્યને વધારે માન મળે છે.
(16) દુઃખનો અંત લાવવો હોય તો દુઃખને ભેટો –દુખની સાથે એકરસ થઇ જાઓ.દુઃખને સમજો –તેનું ઊંડાણ અને સૌંદર્ય પિછાણો. દુઃખને દૂર કરવાની આ ચાવી છે.
(17) નમ્રતા મેળવવા કોઈ મૂલ્ય ચુકવવું પડતું નથી, પણ એનાથી ઘણી બધી ચીજો ખરીદી શકાય છે, ખરી.
A35 જવાહરલાલ નહેરુ
******************
(1) આખા દેશના હક્કોને છેવટે કોઈ વ્યક્તિ રીતે અવગણી શકે નહિ, જ્યાં સુધી ખુવ તાકીદના અને અગત્યના કારણો ન હોય, ત્યાં સુધી કોઈ પણ સમાજે કોઈ પણ વ્યક્તિના હક્કોને નુકસાન પહોચાડવું જોઈએ નહિ કે તેના હક્કો પર આક્રમણ કરવું જોઈ નહિ. ~ જવાહરલાલ નહેરુ
(2) જે વિચાર કાર્યરૂપમાં પરિણમે નહિ તે 'ગર્ભપાત' સમાન લેખાય છે. ~ જવાહરલાલ નહેરુ
(3) બીજના ચંદ્ર સમક્ષ તો ઊજળું ભવિષ્ય ખડું હોય છે, જયારે પુનમના ચંદ્ર માટે તો ભવિષ્ય એટલે ધીમે ધીમે ક્ષય. એટલે તો બીજનો ચંદ્ર ઉજ્જવળ ભાવિનું પ્રતિક છે, અને પુનમનો ચંદ્ર ઊજળા ભૂતકાળનું. મને તો ભૂત કરતા ભવિષ્યની ઉજ્જવળતાનું પ્રતિક ગમે છે. ~ જવાહરલાલ નહેરુ
(4) જે પોતાના સંકટ સામે લડીને પણ કાર્ય સિદ્ધ કરે છે તેમનો જ વિજય થાય છે. કાયરોનો જય નથી થતો.
~ જવાહરલાલ નહેરુ
(5) ઈશ્વર બધા લોકોમાં છે, પણ બધા માણસો ઈશ્વરમાં નથી, એટલે જ તેઓ દુઃખી થાય છે. ~ જવાહરલાલ નહેરુ
(6) દરેક યુગનો એક ધર્મ હોય છે. એક યુગનો ધર્મ બીજા યુગમાં નથી ચાલતો. યુગ બદલાવા સાથે ધર્મનું રૂપ પણ બદલાઈ જાય છે. નવા યુગમાં ધર્મ ભલે તેનો તે જ હોય, પણ તેનો અમલ કરવાનું રૂપ બદલાઈ જાય છે. ~ જવાહરલાલ નહેરુ
(7) જનતાને રાજનીતિનું શિક્ષણ દેવા માટેનું વિશ્વવિધ્યાલય એટલે ચુંટણી. ~ જવાહરલાલ નહેરુ
(8) મૃત્યુથી નવું જ જીવન મળે છે. જે વ્યક્તિ અથવા રાષ્ટ્ર મરવાનું નથી જાણતા તે જીવવાનું પણ નથી જાણતા.
~ જવાહરલાલ નહેરુ
A36 ચાણક્ય
**********
(1) ગુણથી જ મનુષ્ય મહાન થાય છે. ઊંચા આસન પર બેસવાથી મહાન નથી થવાતું. મહેલના ઊંચા શિખર પર બેસવાથી કાગડો ગરુડ નથી થઇ શકતો. ~ ચાણક્ય
(2) શાસ્ત્રો અને વિધ્યાઓ અનેક છે. સમય અલ્પ છે. વિઘ્નો અનેક છે એથી જેમ હંસ જળમિશ્રિત દૂધમાંથી જળને અલગ કરીને કેવળ દૂધ જ પી જાય છે તેમ નિરર્થક કાર્યોને છોડીને જે કાંઈ સારભૂત હોય તેને જ ગ્રહણ કરવું જોઈએ. ~ ચાણક્ય
(3) સ્પષ્ટવકતા કપટી હોતો નથી. ~ ચાણક્ય
(4) દુશ્મનના ગુણ પણ લઇ લો, અને સંતગુરુના દોષ પણ છોડી દો. ~ ચાણક્ય
(5) મલિન વસ્ત્રોવાળા, ગંદા દાંતવાળા, ભોજન પ્રતિ અતિ આસક્તિ રાખનારા, કઠોર વચન બોલનારા અને સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે શયન કરનારને લક્ષ્મી ત્યજી દે છે, પછી ભલે તે વિષ્ણુ કેમ ન હોય. ~ ચાણક્ય
(6) કોયલનો સ્વર એ જ તેનું સૌન્દર્ય છે. સ્ત્રીનું સૌન્દર્ય તેનો પતિવ્રતધર્મ છે. કુરુપોનું સૌંદર્ય તેની વિધા છે. તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમા છે. ~ ચાણક્ય
(7) બ્રહ્મજ્ઞાનીને માટે સ્વર્ગ તૃણ છે. શૂરવીર માટે જીવન તૃણ સમાન છે. જિતેન્દ્રિય માટે સ્ત્રી તૃણ સમાન છે, અને નિસ્પૃહ માટે દુનિયા તૃણ સમાન છે. ~ ચાણક્ય
(8) બધે જ ગુણની પૂજા થાય છે. સંપત્તિની નહિ. પુનમના ચંદ્ર કરતા બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. ~ ચાણક્ય
(9) જે દેશમાં સન્માન ન હોય, જીવિકા ન હોય, બાંધવ ન હોય અને વિદ્યાપ્રાપ્તિ ન હોય ત્યાં વસવાટ કરવો ન જોઈએ.
~ ચાણક્ય
(10) સંસારરૂપે કટુવૃક્ષમાં અમૃત સમાન બે જ ફળ છે. એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત. ~ ચાણક્ય
(11) શિક્ષણ એ સાચો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ બધેથી માન મેળવે છે. "શિક્ષણ"નો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે. ~ ચાણક્ય
(12) પહેલા પાંચ વર્ષ તમારા બાળકને ખુબ પ્રેમ આપો, પછીના પાંચ વર્ષ તેમને વઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો, તેઓ સોળ વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાવ. તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે.
~ ચાણક્ય
(13) તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહિ. આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી. ~ ચાણક્ય
(14) ભગવાન મૂર્તિઓમાં નથી. તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે. આત્મા મંદિર સમાન છે. ~ ચાણક્ય
(15) તમે કોઈ કાર્યની શરૂઆત કરો, તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો અને તે કાર્યને અધૂરું ન મુકો. જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે.
~ ચાણક્ય
(16) ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે.
~ ચાણક્ય
(17) એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે. ~ ચાણક્ય
(18) તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો : "હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઇ શકીશ? જયારે તમે આ પ્રશ્નોનો ઊંડાણ પૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉતર મેળવી શકો. પછીજ એ કાર્યની શરૂઆત કરો. ~ ચાણક્ય
(19) મોટામાં મોટો ગુરુ મંત્ર છે : કોઈ સાથે તમારું રહસ્ય ન વહેચો. એ તમારો વિનાશ નોતરી શકે છે. ~ ચાણક્ય
(20) દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે. ~ ચાણક્ય
(21) વ્યક્તિએ અતિ પ્રમાણિક ના બનવું જોઈએ, સીધા વ્રુક્ષો જ પહેલા કપાય છે. અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા પહેલા ફસાય છે. ~ ચાણક્ય
(22) સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ. ~ ચાણક્ય
(23) મુર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલાજ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને. ~ ચાણક્ય
(24) મનુષ્યો કર્મોથી મહાન બને છે, જન્મથી નહિ. ~ ચાણક્ય
(25) જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો. ~ ચાણક્ય
(26) સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઇ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે. ~ ચાણક્ય
(27) ધર્મમાં લેવડ - દેવડ અને વ્યાપારમાં હિસાબ - કિતાબ, વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા - પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે. ~ ચાણક્ય
(28) જો ધનનો નાશ થઇ જાય, મનની શાંતિ હણાઈ જાય, સ્ત્રી ચરિત્રહીન હોવાની શંકા હૃદયમાં આગ લગાવતી હોય.......આ બધી વાતો બુદ્ધિમાન પુરુષો બીજાને નથી કહેતા. જે માનવી આવું કરવાની ભૂલ કરે છે, લોકો તેની હાંસી ઉડાવે છે. ~ ચાણક્ય
(29) કામ માનવીની સૌથી મોટી પૂજાનું બીજું નામ છે. જે માનવીઓ ખરા મનથી પોતાનું કામ કરે છે, તેઓ અવશ્ય સફળ થાય છે અને સદા સુખી રહે છે. ~ ચાણક્ય
(30) કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહી. ~ ચાણક્ય
(31) દરેક માનવીએ વાસ્તવિકતાનો સહારો લેવો જ જોઈએ. કલ્પના કરી માઠા પરિણામો વિશે વિચારી પોતાનું લોહી બાળવું જોઈએ નહીં. ~ ચાણક્ય
(32) જો ભયંકર દુષ્કાળ પડે તો આવા પ્રસંગે કોઈ બદમાશ - ગુંડાની મિત્રતા કરવાથી લાભ થાય છે. કારણ કે બદમાશ - ગુંડો પોતાની શક્તિના બળે ગમે ત્યાંથી ભોજન મેળવી લે છે અને પોતાના મિત્રોને પણ ખવડાવે છે. ~ ચાણક્ય
(33) જે જગ્યાએ ઝઘડો થતો હોય તે સ્થળે કદાપી ઉભા ન રહેવું. ઘણીવાર આવા ઝઘડા - લડાઈમાં નિર્દોષ લોકો માર્યા જાય છે. ~ ચાણક્ય
(34) પોતાના હૃદયની ગુપ્ત વાતો કદાપી બીજાને ન કહો. પોતાની ગુપ્ત વાતો બીજાને કહેનાર લોકો હંમેશા દગો પામે છે. -
~ ચાણક્ય
(35) ગાંડા, બુદ્ધિહીન માણસથી હંમેશા દૂર રહો, આવા લોકો પશુ સમાન હોય છે. ખરાબ સંગતથી દૂર રહો અને અજ્ઞાનીને પોતાની પાસે ન આવવા દો. ~ ચાણક્ય
(36) જો કોઈ દુષ્ટ વંશમાં બુદ્ધિશાળી કન્યા હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. ગુણ જ સૌથી મોટી વિશેષતા છે.
~ ચાણક્ય
(37) જ્ઞાન જો હલકી કોટિના પ્રાણીથી પણ મળતું હોય તો તેને ગ્રહણ કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ. ~ ચાણક્ય
(38) મિત્રતા એવા સ્થાનના લોકો સાથે કરવી જોઈએ જ્યાં ગુણો હોય, નહીતર એ દેશ અથવા એવા લોકો પાસે રહેવું ઉચિત નથી. ~ ચાણક્ય
(39) જે સ્થાને તવંગર લોકો, વેદોના પાઠ કરનાર પંડિત, દયાળુ રાજા ન હોય અને બીમાર પડીએ ત્યારે દવા ન મળતી હોય તેવા સ્થાને રહેવું બેકાર છે. ~ ચાણક્ય
(40) આત્મા સાથે પરમાત્મા છે. મનુષ્ય પોતાના દરેક શરીરની સાથે પોતાના જન્મોના કર્મોનું ફળ પામે છે. ! ~ચાણક્ય
(41) જીવન અને મૃત્યુનું ચક્ર તો હંમેશાથી ચાલતું રહ્યું છે. આત્મા અમર છે, એ કેવળ પોતાનું શરીર બદલે છે.
~ ચાણક્ય
(42) હંમેશા બીજાનું ભલું કરો. સ્વાર્થથી દૂર રહો. બીજાનું ભલું કરનારનું ખુદ ભગવાન ભલું કરે છે. આવા લોકોના સુખદુ:ખમાં ભગવાન હંમેશા સાથે જ રહે છે. ~ ચાણક્ય
(43) જેવી રીતે ધરતીને ખોદવાથી પાણી નીકળે છે. તેવી રીતે જ ગુરુની સેવા કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગુરુની સેવા કર્યા વિના માનવી કદાપી સારી શિક્ષા પ્રાપ્ત નથી કરી શકતો. ~ ચાણક્ય
(44) અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા. ~ ચાણક્ય
(45) ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કષ્ટ પામે છે. ~ ચાણક્ય
(46) પોતાના હાથો વડે કરેલું કામ સૌથી શ્રેષ્ઠ હોય છે. માનવીએ પોતાનું દરેક કામ પોતાના હાથે જ કરવું જોઈએ.
~ ચાણક્ય
(47) આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી. ~ ચાણક્ય
(48) હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ. ~ ચાણક્ય
(49) અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય. ~ ચાણક્ય
(50) પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.
~ ચાણક્ય
(51) પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. અ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.

(52) સફળતા માટે સાહસ સૌથી જરૂરી બાબત છે!
(53) ભૂતકાળને યાદ કરી દુ:ખી ન થાવ , કારણ કે ખરી રોનક ભવિષ્યમાં છે.
A37 ગેટે
*******
(1) દરેક વસ્તુમાં નિરાશ થવા કરતા આશાવાન થવું બહેતર છે. ~ ગેટે
(2) પ્રયત્નશીલ મનુષ્યો માટે સદાય આશા છે. ~ ગેટે
(3) પ્રયત્નશીલ માણસ માટે આશા હરહમેશ જલતી જ્યોત જેવી છે. ~ ગેટે
(4) પ્રસન્નતા બધા સદ્દગુણોની માતા છે. ~ ગેટે
(5) આપણને કોઈ દગો દેતું નથી, પરંતુ આપણે આપણી જાત સાથે દગો કરીએ છીએ. ~ ગેટે
(6) વ્યર્થ જીવન જ શીઘ્ર મૃત્યુ છે. ~ ગેટે
(7) પ્રવૃતિઓનો સર્વોત્તમ વિકાસ એકાંતમાં થાય છે. પરંતુ ચરિત્રનું નિર્માણ વિશ્વના ઝંઝાવાતોમાં જ થઇ શકે છે. ~ ગેટે
(8) કાયર ત્યારે જ ધમકી આપે છે જયારે તે સુરક્ષિત હોય છે.
~ ગેટે
A38 ઉક્તિ
*********
(1) આળસ એ ઈશ્વરે આપેલા હાથપગનું અપમાન છે.
~ ઉક્તિ
(2) વેપાર કષ્ટદાયક હોઈ શકે, પણ તે આળસનો નાશકારક છે.
~ ઉક્તિ
(3) કામની તો તમને પહેલેથી જ અઢાર ગાંડા આળસ છે.
~ ઉક્તિ
(4) જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. ~ ઉક્તિ
(5) એક દિવસ માટે સુખી થવું હોય તો મિષ્ટાન્ન જમજો, એક અઠવાડિયા માટે સુખી થવું હોય તો શાદી કરજો. જિંદગીભર સુખી થવું હોય તો બાગ બનાવજો. ~ ઉક્તિ
(6) અનુભવ જ્ઞાનનો પિતા છે, અને સ્મરણશક્તિ તેની માતા છે.
~ ઉક્તિ
A39 કુસુમાંજલિ
*************
(1) સર્વ જીવાત્મા જિજીવિષા સાથે જન્મ્યો છે અને કોઈ પણ જીવને મારવાનું ગમતું નથી, એ પાયાના સિદ્ધાંત પર જૈનધર્મ રચાયો છે, સુક્ષ્મમાં સુક્ષ્મ હિંસા પણ આ ધર્મ વર્જ્ય છે. મન, વચન અને કાયાએ કરી સંપૂર્ણ અહિંસાનું પાલન આ ધર્મો આધારસ્તંભ છે. ~ કુસુમાંજલિ
(2) મુર્ખ માણસો અનુભવ પ્રાપ્ત કરવા સમય, શક્તિ અને દ્રવ્યનો વ્યય કરે છે, જયારે જ્ઞાનીઓ ભૂતકાળના બીજાઓને થયેલ અનુભવોમાંથી પદાર્થપાઠ શીખી આવા મૂર્ખાઓને થતા નુકશાનમાંથી પોતાના જ્ઞાનના બળે મુક્તિ પામે છે.
~ કુસુમાંજલિ
(3) જુદા જુદા સંજોગોમાં, જુદા જુદા સ્થાને, જુદા જુદા મનુષ્યોના સંપર્કમાં આવવાથી જે જે નિર્માણ થાય અને એના ફળસ્વરૂપ જે જે નિષ્પન્ન થાય તેને અનુભવ કહેવાય.
~ કુસુમાંજલિ
A40 ઉમાશંકર જોશી
****************
(1) સમગ્ર માણસજાત પ્રત્યેનું ઋણ રોજરોજ આપણી ઉપર વધતું જતું હોય છે. ~ ઉમાશંકર જોશી
(2) સત્ય પરમ આશ્વાસન છે, સત્યનો આશરો લીધો એટલે માણસ હળવો ફૂલ. એના અંતરાત્મા પરથી હિમાલય જેવડી શીલા જાણે હટી જાય છે અને પોતાના દોષનો ડાઘ ધોવા એ માંડી પડે છે. ~ ઉમાશંકર જોશી
(3) ત્રણ વાના મુજને મળ્યા; હૈયું, મસ્તક, હાથ.
બધું દઈ દીધું નાથ! જા, ચોથું નથી માંગવું.
~ ઉમાશંકર જોશી
(4) આયુષ્ય છે ત્યાં લાગી છે જ યુદ્ધ; કો મૃત્યુ પૂર્વે ન સંપૂર્ણ બુદ્ધ. ~ ઉમાશંકર જોશી
(5) ભોજનના છ રસ અને કાવ્યના નવ રસથી માણસને પૂરો ધારવ નહિ થતો હોઈ એ નિંદારસ પીવા દોડે છે, અને નિંદારસથી પરાકાષ્ઠા જેવો નફરતરસ કેળવે છે. સામા માણસના સાચા સ્વરૂપને, આનંદસ્વરૂપને ઢાંકી દઈ એનામાં કાંઈ ભળતું જ જોવું એનું નામ નફરત. ~ ઉમાશંકર જોશી
(6) વાત કરવાનું મળે ત્યાં સુધી વાંચતો નથી, અને વાંચવાનું મળે ત્યાં સુધી લખતો નથી. ઉત્તમ વાંચન એ ઉત્તમ લેખનની ભૂમિકા બને છે. અને વાત કરીએ ત્યારે આપણે માણસને વાંચીએ છીએ. ~ ઉમાશંકર જોશી
(7) સાચો ગુજરાતી સંકુચિત પ્રદેશવાદમાં માનતો ન હોય. જે ગુજરાતી હોવાની સાથી ભારતીય હોવાનું ગૌરવ અનુભવતો હોય એ જ સાચો ગુજરાતી છે. ~ ઉમાશંકર જોશી
A41 ગોસ્વામી તુલસીદાસ
*******************
(1) સાહસહીન, આળસુ અને કાયર મનુષ્ય નસીબને ભરોસે બેસી રહે છે, પણ પરિશ્રમ નથી કરતો. ~ ગોસ્વામી તુલસીદાસ
(2) સંસારમાં એવો કોઈ મનુષ્ય પેદા નથી થયો કે જેને સંપતિ કે ઉચ્ચ પદ મેળવીને મળ ન આવ્યો હોય. ~ ગોસ્વામી તુલસીદાસ
A42 ગુરુ નાનક
************
(1) જયારે તમારા બળનો અભાવ થઇ જાય, અથવા કોઈ કાર્ય ન બને ત્યારે બે હાથ જોડીને ઈશ્વરનું શરણું લેવું. ~ ગુરુ નાનક
(2) જેઓ પોતાની સત્તાનું પ્રભુત્વ લોકોની ઉપર જમાવવા પ્રયત્ન કરે છે, તેઓ મૂર્ખ અને અજ્ઞાની છે. ~ ગુરુ નાનક
(3) શરીરને ખેતર બનાવ, મનને હળ, પ્રમાણિક મજુરીમહેનત કરીને જળ સિંચ. પછી ભગવાનના નામના બિયાં રોપ, સંતોષથી ખેતરને સમતોલ કર, અને નમ્રતાની વાડથી રક્ષા કર, પછી પ્રેમના જ કાર્યો કર તો બીજ ઉગીને વિકસવા માંડશે. ~ ગુરુ નાનક
(4) પ્રેમને તારી લેખિની (કલમ) બનાવ, તારા હૈયાને લેખક બનાવ અને તારો ગુરુ કહે તે પ્રમાણે લખવા માંડ. ~ ગુરુ નાનક
(5) આપનો ન્યાય આપણાં કાર્યો વડે તોલાશે. ~ ગુરુ નાનક
(6) બધા જ પ્રાણીઓનું લોહી એકસરખું છે. ચાહે ગાય હો યા બકરી યા તો માનવ. પીર, પયગંબર અને ઓલિયા, આ બધા એક દિવસ ચાલ્યા જશે. પોતાના શરીરનું પાલન કરવા માટે જીવને નકામો મારવો નહિ. ~ ગુરુ નાનક
(7) જેમ પુષ્પમાં સુગંધ છે અને અરીસામાં પ્રતિબિંબ છે એ રીતે પ્રભુ તારામાં વસે છે. તારા અંતરતલમાં એનો વાસ છે, ત્યાં તારે એને શોધવો જોઈએ. ~ ગુરુ નાનક
(8) જો તમે તમારા મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. ~ ગુરુ નાનક
A43 કવિ કાલિદાસ
**************
(1) ઉત્તમ પુરુષોની સંપત્તિનું મુખ્ય પ્રયોજન એ જ છે કે બીજાની મુશ્કેલીઓનો નાશ થાય. ~ કવિ કાલિદાસ
(2) ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પત્તિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ! ~ કવિ કાલિદાસ
(3) સજ્જન પાસેથી નિષ્ફળ યાચના સારી, પણ દુર્જન પાસેથી સફળ યાચના પણ ખરાબ છે. ~ કવિ કાલિદાસ
(4) સુગંધિત ફૂલોને માથામાં ધારણ કરાય છે. તેમને પગમાં કચડાતાં નથી. ~ કવિ કાલિદાસ
(5) કાળ બધા જ પ્રાણીઓને માથે બેઠેલો છે. માટે દરેકને પહેલા કુશળ સમાચાર પૂછવા જોઈએ. ~ કવિ કાલિદાસ
(6) કોઈ પણ વસ્તુ પ્રાચીન હોવાથી જ ઉત્તમ નથી હોતી.
~ કવિ કાલિદાસ
(7) કમળની ચારેકોર શેવાળ બાઝેલી હોય છે, છતાય તે સુંદર લાગે છે. ચંદ્રમાં કલંક હોવા છતાય તે સુંદર લાગે છે. ઋષિકન્યા વલ્કલ પહેરે છે છતાય દેદીપ્યમાન લાગે છે. ખરેખર સુંદર વ્યક્તિઓ માટે ભૂષણ વ્યર્થ છે. ~ કવિ કાલિદાસ
(8) તેજસ્વી વ્યક્તિઓની ઉમર નથી જોવાતી.
~ કવિ કાલિદાસ
(9) ઉત્તેજના થવાથી જ મોટે ભાગે માણસ પોતાનું મહત્વ પ્રદર્શિત કરે છે. ~ કવિ કાલિદાસ
(10) ફળ આવે છે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે, સંપત્તિ આવે ત્યારે સજ્જનો પણ નમ્ર બની જાય છે. પરોપકારીઓનો સ્વભાવ જ ઝૂકી જવાનો અને નમ્ર રહેવાનો હોય છે. ~ કવિ કાલિદાસ
(11) અવગુણ એટલે વહાણના તળિયામાં પડેલું કાણું. તે નાનું હોય કે મોટું, છેવટે તો વહાણને ડૂબવાનો જ વારો આવે છે.
~ કવિ કાલિદાસ
(12) દુષ્ટ માણસ ઉપકારથી નહિ, પણ અપકારથી શાંત થાય છે. ~ કવિ કાલિદાસ
A44 કાકા કાલેલકર
**************
(1) અહિંસા એટલે બીજાના જીવન પ્રતિ તેમના વ્યક્તિત્વ પ્રત્યે આદર. ~ કાકા કાલેલકર
(2) દુનિયામાં દરેક વસ્તુ મારે છે, ફક્ત એક મારતો નથી ભૂતકાળ. ભૂતકાળ ચિરંજીવી છે. ~ કાકા કાલેલકર
(3) આપણા મનમાં કોઈનો ડર ન હોવો જોઈએ. અને આપણા કારણે બીજાના મનમાં ડર ઉભો ન થવો જોઈએ.
~ કાકા કાલેલકર
(4) જરૂરતથી વધુ ચીજો વાપરવી એ સ્તેય છે.
~ કાકા કાલેલકર
(5) ચૂલો ગૃહસ્થાશ્રમનું પ્રતીક છે. આત્મીયતાની દીક્ષા છે. કુટુંબપરંપરાનું સંરક્ષણ છે. ~ કાકા કાલેલકર
(6) ભગવાનને મૃત્યુને દુખઃ પૂર્ણ બનાવ્યું છે અવશ્ય, પરંતુ મૃત્યુને ભયાનક બનાવનાર તો મનુષ્ય જ છે. ~ કાકા કાલેલકર
(7) સ્વાદને જીતી લઈએ તો બધું જ જીતાઈ જાય.
~ કાકા કાલેલકર
(8) જેને ક્યારેક કોઈ પણ જાતનો ડર ન હોય તે જ પરમાત્મા છે. ~ કાકા કાલેલકર
(9) અધૂરા જ્ઞાનથી ઉત્પન્ન થતાં દોષોને દુર કરવાનો ઉપાય પૂર્ણ જ્ઞાન છે. ~ કાકા કાલેલકર
A45 કાર્લાઈલ
***********
(1) પ્રસન્નચિત્ત માણસો લાંબુ જીવન ભોગવે છે. આપણો પ્રેમ તેમના ઉપર લાંબો વખત રહે છે. ~ કાર્લાઈલ
(2) સર્વથી સુંદર મુગટ પૃથ્વી પર સદૈવ કંટક રહ્યો છે અને કંટકનો જ રહેશે. ~ કાર્લાઈલ
(3) અનંત પ્રકાશિત નક્ષત્ર ત્યારે જ ચમકે છે જયારે અંધકાર અત્યંત ગાઢ હોય છે. ~ કાર્લાઈલ
(4) પ્રત્યેક સુંદર કાર્ય પહેલા અસંભવિત જણાય છે.
~ કાર્લાઈલ
A46 કવિ નર્મદ
***********
(1) પ્રત્યેક આત્મભાન કેવળી સ્વસુખ માટે ઉઘમો કરવા અને પોતાને બીજાના સરસા, ન ઊંચ કે નીચ ગણવા. ~ કવિ નર્મદ
(2) માણસ માણસ વચ્ચે ઊંચનીચનો ભેદ ન જ હોય. કોઈએ લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રંથીનો અનુભવ ન કરવો. ~ કવિ નર્મદ
(3) પોતાના પગ પર ઊભા રહી ઉધોગશીલતાથી નિર્વાહ કરવાનો આત્મવિશ્વાસ કેળવવાનો. કોઈ કામ નાનું કે મોટું નથી. નાનમ બીજાના ઓશિયાળા થવામાં છે, પોતાનું કામ પોતાની જ બુદ્ધીથી પાર પાડવામાં પરમ સંતોષ મળે છે. ~ કવિ નર્મદ
(4) ગુજરાતના વ્યક્તિત્વને ઢંઢોળતાં, તેની અસ્મિતાને પ્રજવલિત કરતા વીર કવિ નર્મદ તેના જમાનામાં ત્રણ 'જોસ્સા' વધારવાનો બોધ આપે છે. ~ કવિ નર્મદ
A47 ઓશો રજનીશ
****************
(1) જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.
~ ઓશો રજનીશ
(2) પ્રબુદ્ધતા તરફ દોરી જતા બે માર્ગો છે : એક ધ્યાનનો અને બીજો પ્રેમનો. ~ ઓશો રજનીશ
(3) મૃત્યુ તો એક જન્મ અને બીજા જન્મ વચ્ચેનો એક પડાવ છે, એ સિવાય બીજું કશું નહિ. ~ ઓશો રજનીશ
(4) મૃત્યુ કેવળ જીવનની છાયા છે. ~ ઓશો રજનીશ
(5) તમે મિશનનો કોઈ ભાર ન રાખો. તમે જે કઈ કરી રહ્યા છો તે પ્રવૃત્તિ જ પોતે એક સિદ્ધી છે. તે પ્રવૃતિને આનંદથી કરો અને હૃદયને હેમખેમ રાખો, અને તમારી આજુબાજુના લોકોના હૃદય તગડા થાય તેવા આનંદી બનો. ~ ઓશો રજનીશ
(6) આપણે ક્યારેક કોયલના ગીતનો અર્થ કરવા રોકાઇને છીએ ખરા ? ખળખળતાં ઝરણાંના સંગીતનો કોઈ અર્થ શોધીએ છીએ ખરા ? હવાની આપણને સ્પર્શતી લહેરખી કોઈ સંદેશ લઈને આવે છે કે કેમ, એનું સંશોધન કરીએ છીએ ખરા ?
~ ઓશો રજનીશ
A48 ઓસ્કાર વાઇલ્ડ
****************
(1) મને ખુશ કરવો અઘરું નથી. શ્રેષ્ઠ્થી મને સંતોષ થઇ હાય છે. તો કોઈ એક સુખદાયક વસ્તુ આપણે કોઈને આપી શકીએ એમ છીએ તો એ ફક્ત વખાણ છે. ~ ઓસ્કાર વાઇલ્ડ
(2) ઘાતકી સ્ત્રીઓ મને ત્રાસ આપે છે, ભળી સ્ત્રીઓ મને કંટાળો આપે છે. ફેર માત્ર એટલો જ છે. ~ ઓસ્કાર વાઇલ્ડ
(3) ભણેલાઓ બીજાના દોષ જુએ છે, જયારે કેળવાયેલા લોકો પોતાના દોષ જુએ છે. ~ ઓસ્કાર વાઇલ્ડ
(4) પોતાની જાતને પ્રેમ કરવો એટલે આજીવન રોમાન્સની શરૂઆત. ~ ઓસ્કાર વાઇલ્ડ
(5) દુનિયામાં ટીકા કરતા પણ હો કોઈ ખરાબ ચીજ હોય તો તે એક જ છે, જેની ટીકા નથી થઇ શકતી. ~ ઓસ્કાર વાઇલ્ડ
(6) અનુભવ એટલે ભૂલનું નવું નામ. ~ ઓસ્કાર વાઇલ્ડ
(7) સંત અને પાપી વચ્ચે મુખ્ય તફાવત એ છે કે દરેક સંતને ભૂતકાળ હોય છે, અને દરેક પાપીને ભવિષ્ય હોય છે.
~ ઓસ્કાર વાઇલ્ડ
(8) જીવવું એ તો જગતમાં સૌથી વિરલ વસ્તુ છે. ઘણાખરા લોકો તો બસ, અસ્તિત્વ ધરાવતા હોય છે. ~ ઓસ્કાર વાઇલ્ડ
(9) માણસે સતત પ્રેમમાં જ રહેવું જોઈએ. એટલે જ તેને પરણવું ન જોઈએ. ~ ઓસ્કાર વાઇલ્ડ
(10) સ્ત્રી એ પરમાત્માનો સૌથી મહાન જાદુ છે.
~ ઓસ્કાર વાઇલ્ડ
(11) થોડી ઈમાનદારી ખતરનાક છે. વધુ પડતી ઈમાનદારી પણ ચોક્કસપણે ઘાતક છે. ~ ઓસ્કાર વાઇલ્ડ
(12) ઘણીવાર માણસની સાચી જીંદગી એ હોય છે કે તે જીત્યો જ નથી. ~ ઓસ્કાર વાઇલ્ડ
A49 કનૈયાલાલ મુનશી
****************
(1) મહાન સભ્યતા કદી પણ મરતી નથી. - કનૈયાલાલ મુનશી
(2) અન્યની સ્તુતિ મેળવવાની ઈચ્છા અને નિંદા મેળવવાનો ભય - આ બે જંજીરોથી આપણે હંમેશ બંધાયેલા રહીએ છીએ. - કનૈયાલાલ મુનશી
(3) હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની નથી, તે તો રાષ્ટ્રભાષા છે જ. ~ કનૈયાલાલ મુનશી
(4) રાષ્ટ્રના મૂળમાં નારી છે. રાષ્ટ્રની ઉછેરભૂમી ઘર છે. રાષ્ટ્રના દેહનું નહિ, પરંતુ મન, નીતિ અને આત્માનું ઘડતર સ્ત્રી કરે છે. બાલિકા કિશોરી નાતી પત્નીરૂપે પ્રફુલ્લે છે, અને માતારૂપે પૂર્ણતા પામે છે. વેદ અને શાસ્ત્રોએ એને ઘટી અનીષ્ઠાત્રી સ્થાયી છે.
~ કનૈયાલાલ મુનશી
(5) હિંદુ સંસારમાં પતિ અને પ્રભુ એ બેમાં પતિની પ્રભુતા મોટી છે. ~ કનૈયાલાલ મુનશી
A50 ઉદ્ગાર
*********
(1) 'લુચ્ચા થવું' એ જેનો અઆદાર્ષ છે તે, 'પ્રમાણિક થવું' એવો આદર્શ ધરાવનાર પર તૂટી પડે છે. ~ ઉદ્ગાર
(2) આપણા શાસ્ત્રોએ આપણને રેડીમેઈડ આદર્શો આપી રાખ્યા છે, અને તે મુજબની અપેક્ષાઓ પૂરી પડવાનું કામ કમભાગ્યે શોષકને માથે નહિ, પણ શોષિતને માથે જ આવતું હોય છે. ~ ઉદ્ગાર
(3) હિંસાઓ આજે પણ ચાલુ જ છે. શરીરની અને શરીરથી થતી હિંસાઓ ઓછી થઇ હશે, પણ મનથી મનની હિંસાઓ ચાલુ જ છે. અભિમાની પ્રેમીની હિંસા કરે છે. ક્રુરતા વાત્સલ્યની હિંસા કરે છે, અને જડત વિચારની હિંસા કરે છે. - ઉદ્ગાર
A51 ઈમર્સન
**********
(1) માણસની ઈચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે.
~ ઈમર્સન
(2) આપણી એક એક અમૂલ્ય ક્ષણને પરિશ્રમમાં વ્યતીત કરવી જોઈએ, તેમાં જ આનંદ છે.
~ઈમર્સન
(3) હું ભવિષ્યના સુખદ સ્વપ્નોના મહેલમાં આનંદ કરું છું, કારણ કે તેમાં જ મને આનંદ મળે છે. હું એવી કલ્પના નથી કરતો કે ભવિષ્યમાં મારે નરકમાં રહેવું પડશે. નિત્યની ચિંતા દ્વારા ખાડો ખોદીને હું તેમાં પડવાયે નથી માંગતો કે નથી મારું જીવન દયનીય બનાવવા માંગતો.
~ ઈમર્સન
(4) જે આદતમાંથી કાઈ જ આનંદ ન મળે તેવી આદત ન પાડો.
~ ઈમર્સન
(5) નગર વૃદ્ધીને પ્રોત્સાહન આપે છે. માનવીને વાતોડિયો અને મનોરંજક બનાવી દે છે. આની સાથે બનાવટીપણું પણ તેનામાં આવે છે.
~ ઈમર્સન
(6) મનુષ્યના જીવનનો અધિકાંશ ભાગ આ જ વિચારમાં ને વિચારમાં વીતી જાય છે કે - હું જીવનને નાશ પામતા કેવી રીતે બચાવીશ; પરિણામે જીવન નષ્ટ થઇ જાય છે અને આપણે જીવતા રહેવાથી યોજનામાં વ્યસ્ત રહી જઈએ છીએ.
~ ઈમર્સન
(7) તમે જે જાણતા હો તે જ કરો. વિચાર જ ચરિત્રમાં પરિણત થઇ જાય છે.
~ ઈમર્સન
A52 આલ્બર્ટ આઇન્સ્ટાઇન
********************
(1) સુખી જીવનની ફોર્મ્યુલા છે - જીંદગીમાં બિનજરૂરી અપેક્ષાઓ ના રાખો. સાચું પૂછો તો કોઈ અપેક્ષાઓ જ ના કરો. જિંદગી જે કઈ આપે તે હસતે ચહેરે અપનાવી લેનારને જિંદગી ઘણી બધી માનસિક પીડાથી બચાવી લે છે.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(2) જે ગુઢ છે, રહસ્યપૂર્ણ છે એનો અનુભવ કરવો એ એક અત્યંત સુંદર બાબત છે, વિજ્ઞાન અને કલાનું પ્રાપ્તિસ્થાન એ જ છે. ~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(3) હું ભવિષ્યનો વિચાર નથી કરતો, કારણ કે વિચારવાથી જ ભવિષ્ય વર્તમાન બની જાય છે. ~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(4) ભૂખ્યો અને ખાલી ખીસ્સાવાળો રાજનીતિજ્ઞ સાચો સલાહકાર નથી બનતો.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(5) રોજરોજ મારી પોતાની જાતના અનુભવ પરથી મને લાગણી થાય છે કે મારા આંતરિક અને બાહ્ય નિર્માણમાં કેટલીયે વ્યકતિઓએ ભાવ ભજવ્યો હશે. આ લાગણીની મારા અંતઃકારણમાં હરહમેશ એવી આકાંશા રહે છે કે મેં જેટલું પણ લીધું છે તેટલું પણ હું આપી શકું. ~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(6) માત્ર એ જ જીવન કામનું છે, જે બીજા માટે જીવી શકે.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(7) ધર્મ વિના વિજ્ઞાન લંગડું છે, અને વિજ્ઞાન વિના ધર્મ આધ્લો છે. ~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(8) દંડ અન્યાયીને માટે ન્યાય છે. ~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(9) સંયમ અને ત્યાગના રસ્તે જવાથી શાંતિ અને આનંદ સુધી પહોંચી શકાય છે.
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
(10) ભૂતકાળની અનેક પેઢીઓના શ્રમથી મારું આજનું જીવન સભર છે, તેથી મારે આવતીકાલના નાગરિકો માટે જીવનભર શ્રમ કરવો જોઈએ. ~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
A53 ધીરુભાઈ અંબાણી
******************
(1) કાલ્પનિક ને કદી વાસ્તવિક બનાવવાની કોશિશ ન કરો અને વાસ્તવિકને કદી વિસરવાની ભૂલ ન કરો. ~ ધીરુભાઈ અંબાણી
(2) બીજામાં ખામીઓ જોવાની વૃતિ જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી. ~ ધીરુભાઈ અંબાણી
(3) સમાજમાં કોઈ પણ સાથે દુશ્મનાવટ કરવી એટલે આપણો વિકાસ રુંધી રાખવો. ~ ધીરુભાઈ અંબાણી
(4) અત્યારે આપણા માટે માતૃભૂમિ સિવાય કશું જ મહત્વ નું કે પ્રિય હોવું ન જોઈએ. માતૃભૂમિની સેવા માટે જ અભ્યાસ કરજો. તમારી જાતને મનને અને આત્માને તેની સેવા માટે જ તૈયાર કરજો. તમારી આજીવિકા પણ તેની સેવામાં જીવવા માટે જ મેળવજો. વિદેશ જાઓ તો પણ તેની સેવા માટેનું જ્ઞાન મેળવવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે જ વિદેશ જજો. એના રાજીપા માટેજ સહન કરજો. ~ ધીરુભાઈ અંબાણી
(5) આપણું પહેલું ધ્યેય છે, માનવ જાતિનું ઐક્ય સાધવું. આપણું બીજું ધ્યેય છે, માનવને પશુતામાંથી પાછો લાવી માનવતા વાળો બનાવવો, અર્થ પ્રધાન, બુદ્ધી પ્રધાન, ને કળા પ્રધાન જીવનમાંથી આધ્યાત્મિક જીવન ભણી લઇ જવો. અને આપણું ત્રીજું ધ્યેય છે, આધ્યાત્મિક શક્તિનું મનુષ્યના શરીરમાં અને ચિતમાં અવતરણ. આ અવતરણ થતા માનવ, માનવત્વ ને વિકસાવી પરમ માનવીની કોટિને પ્રાપ્ત કરશે.
~ ધીરુભાઈ અંબાણી
(6) જો તારા હૃદયને અંદરથી કષ્ટ થતું હોય, જો લાંબા ગાળા સુધી તું પ્રગતિ કરતો ન હોય, જો તારું બળ મૂર્છા પામતું હોય અને પશ્ચાતાપ અનુભવતું હોય તો પણ તું હમેશા આપણા પ્રેમી અને સ્વામીની શાશ્વત વાણીને યાદ રાખજે કે હું તને સર્વ પાપોમાંથી તથા અનિષ્ટો માંથી મુક્ત કરીશ, શોક ન કર.
~ ધીરુભાઈ અંબાણી
(7) મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી. ~ ધીરુભાઈ અંબાણી
(8) આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે. ~ ધીરુભાઈ અંબાણી
(9) આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ.
~ ધીરુભાઈ અંબાણી
(10) નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી.
~ ધીરુભાઈ અંબાણી
(11) જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો.
~ ધીરુભાઈ અંબાણી
(12) દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. ~ ધીરુભાઈ અંબાણી
(13) તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો. ~ ધીરુભાઈ અંબાણી
(14) યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે. ~ ધીરુભાઈ અંબાણી
(15) સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે.
~ ધીરુભાઈ અંબાણી
(16) સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું. ~ ધીરુભાઈ અંબાણી
(17) ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે. ~ ધીરુભાઈ અંબાણી
(18) લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય. ~ ધીરુભાઈ અંબાણી
(19) કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ. ~ ધીરુભાઈ અંબાણી
(20) તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે. ~ ધીરુભાઈ અંબાણી
(21) એક જ દુ:ખથી બુદ્ધીશાળીઓ એક વાર દુ:ખી થાય છે , જયારે એક જ દુ:ખથી મૂરખો ત્રણ વાર દુ:ખી થાય છે.
~ ધીરુભાઈ અંબાણી
(22) સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ. ~ ધીરુભાઈ અંબાણી
(23) દુ:ખી ને દિલાસો તો આપજો જ કારણ કે કદાચ તમારે પણ એવા દિલાસાની ક્યારેક જરૂર પડે. ~ ધીરુભાઈ અંબાણી
(24) આપણે એવો ડર રાખવાની જરૂર નથી કે હિન્દ માં કોઈ ફેરફાર થશે તો એ એક જરી પુરાના યુરોપ જેવો બની જશે. હિંદુનું વ્યક્તિત્વ એટલું તો પ્રચંડ છે કે એના માટે આવો કોઈ વિનિપાત બનવાનો જ નથી. એનો આત્મા એટલો તો પ્રશાંત અને સ્વયં-પૂર્ણ છે કે તે આવી કોઈ શરણાગતિ સ્વીકારશે જ નહિ. હિન્દ પોતે જ પોતાની પરિસ્થિતિઓનું સર્જન કરશે, સમાજની વ્યવસ્થાનું ગુપ્ત રહસ્ય એ શોધી લેશે ને જગત અને આત્માનો સુસંવાદ મેળવવાની વાત પૃથ્વીની પ્રજાને રૂડી રીતે શીખવશે. ~ ધીરુભાઈ અંબાણી
(25) આદર્શો એ અકસ્માતો નથી, લાંબી તપસ્યાનું ને અનેક જન્મોનું ફળ છે. આદર્શો જેટલા તીવ્ર હોય, જીવન એટલું મહાન હોય. એક વિચારને ખાતર જીવી શકતા હોય, એવા આત્માઓ ખરેખર વિરલ જ હોય, હવે જે યુગ ઉદય પામી રહ્યો છે તેમાં ભૂતકાળના આદર્શોને બાજુ પર ફેકી દેવામાં આવશે નહિ, પરંતુ હવે તો પ્રથમ વાર જ એમની સાચી સફળતા પ્રાપ્ત થશે.
~ ધીરુભાઈ અંબાણી
(26) આપણે જેમ જેમ ઊંડાણમાં દ્રષ્ટિ કરીશું તેમ તેમ આપણને ખાત્રી થશે કે એક વસ્તુની ખાસ ખામી છે, જે મેળવવા સૌથી પહેલો પ્રયત્ન કરવો જોઈએ. અને એ છે શારીરિક શક્તિ, માનસિક શક્તિ, નૈતિક શક્તિ અને એ બધા ઉપરાંત એ બધાનો અક્ષય, અવિનાશી અને મૂળ સ્ત્રોત રૂપ આધ્યાત્મિક શક્તિ આપણામાં આ શક્તિઓ આવી હશે તો બાકીની બધી વસ્તુઓ સહેલાઈથી ને સ્વાભાવિક રીતે આવી મળશે. માટે શક્તિની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરીએ.
~ ધીરુભાઈ અંબાણી
(27) આપણે એવો ડર રાખવાની જરૂર નથી કે હિન્દ માં કોઈ ફેરફાર થશે તો એ એક જરી પુરાના યુરોપ જેવો બની જશે. હિંદુનું વ્યક્તિત્વ એટલું તો પ્રચંડ છે કે એના માટે આવો કોઈ વિનિપાત બનવાનો જ નથી. એનો આત્મા એટલો તો પ્રશાંત અને સ્વયં-પૂર્ણ છે કે તે આવી કોઈ શરણાગતિ સ્વીકારશે જ નહિ. હિન્દ પોતે જ પોતાની પરિસ્થિતિઓનું સર્જન કરશે, સમાજની વ્યવસ્થાનું ગુપ્ત રહસ્ય એ શોધી લેશે ને જગત અને આત્માનો સુસંવાદ મેળવવાની વાત પૃથ્વીની પ્રજાને રૂડી રીતે શીખવશે. ~ ધીરુભાઈ અંબાણી
(28) જેટલું બને એટલું અને બની શકે તો સંપૂર્ણ શાંતિમય રહેવાની સાથે કોઈ દૈવી કૃપા પર અડગ વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો તો તમે જાતે જ સંજોગોને વધુને વધુ શુખદ બનવાનો અવસર આપી શકશો. તમને ભલે ગમે કે ન ગમે પણ સૌથી વધુ શ્રેષ્ઠ ત્યારે જ બને છે, અને તેમને જ સાપડે છે, જેમને પોતાનો સંપૂર્ણ વિશ્વાસ માત્ર દિવ્ય શક્તિમાં મૂકી દીધો છે.
~ ધીરુભાઈ અંબાણી
(29) હિંદુ ધર્મ એક એવો ધર્મ છે કે જેણે ભૌતિક વિદ્યાની શોધખોળો તેમજ તત્વજ્ઞાનના મંતવ્યોનું સ્વરૂપ પહેલેથી પામી જઈને જડવાદ પર વિજય પામવાનું સામર્થ્ય મેળવી લીધું છે. પ્રભુ આપનાથી કેટલો સમીપ છે તેની પ્રતીતિ કરાવી છે અને પ્રભુપ્રાપ્તિના સર્વ માર્ગોનો પોતાનામાં સમાવેશ કર્યો છે. આ ધર્મજ સત્યને બુદ્ધિ દ્વારા સમજવામાં અને શ્રદ્ધા વડે માનવામાં સહાય કરે છે. અને સત્યનો સાક્ષાત્કાર પણ કરાવે છે.
~ ધીરુભાઈ અંબાણી
(30) અહી ચાલી રહેલા યોગનું લક્ષ્ય બીજા યોગો કરતા જુદા પ્રકારનું છે. આ જગતની અજ્ઞાનથી ભરેલી ચેતનામાંથી ઉપર ચઢીને દિવ્ય ચેતનામાં પહોંચવું એટલું જ એનું લક્ષ્ય નથી, પરંતુ એ દિવ્યચેતનાની વિજ્ઞાનશક્તિને મન, પ્રાણ, અને શરીરના અજ્ઞાનમાં નીચે ઉતારવી, એ ત્રણેને નવું રૂપ આપવું, ભગવાનને અહી પ્રગટ કરવા જે જડત્વમાં દિવ્યત્વનું સર્જન કરવું એ છે યોગનું લક્ષ્ય.
~ ધીરુભાઈ અંબાણી
(31) ગીતાજી જગતનું શ્રેષ્ઠ ધર્મપુસ્તક છે. અસંખ્ય રત્નોથી ભરેલો અતળ સાગર છે. જીવનભર મથવા છતાં એના ઊંડાણનું અનુમાન થઇ શકે એમ નથી. એના તળિયાનો તાગ પામી શકાય એમ નથી. સેંકડો વર્ષોની શોધ પછી પણ એના અદ્રશ્ય રત્નભંડારનો હજારમો ભાગ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એના એકાદ - બે રત્નો મળી જાય તોય દરિદ્ર ધનિક બની જાય, ગંભીર ચિંતક - જ્ઞાની બની જાય, ભગવદદ્વેષી ભગવતપ્રેમી બની જાય, ને કોઈક મહાપરાક્રમી કર્મવીર જીવનનો ઉદ્દેશ્ય સાધવા કટિબદ્ધ બની જાય.
~ ધીરુભાઈ અંબાણી
A54 કોન્ફ્યુશ્યસ
*************
(1) તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે. ~ કોન્ફ્યુશ્યસ
(2) એ જ સાચો બહાદુર છે જે કદી નિરાશ નથી થતો.
~ કોન્ફ્યુશ્યસ
(3) વચન આપ્યા પછી માનવીએ કામ કરવામાં પીછેહઠ ન કરવી જોઈએ. ~ કોન્ફ્યુશ્યસ
(4) જે વ્યક્તિ જાણે છે કે મારાથી ભૂલ થઇ છે છતાં પણ તેને સુધારતો નથી તે એક વધુ ભૂલ કરે છે. ~ કોન્ફ્યુશ્યસ
(5) જો કોઈ માનવીના ભવિષ્ય વિષે જાણવું હોય તો તેનો ભૂતકાળ જુઓ. ~ કોન્ફ્યુશ્યસ
(6) માણસો સ્વભાવે સરખાં જ હોય છે. તેમની ટેવો તેમને જુદા પાડી દે છે. ~ કોન્ફ્યુશ્યસ
(7) જો તમે ખોટા માણસને મળો અને તેની વાત સાંભળતા હો તો સમજજો કે અહીંથી જ જુઠાણાનો પ્રારંભ થઇ ચુક્યો છે.
~ કોન્ફ્યુશ્યસ
(8) અજ્ઞાન એ જ્ઞાનની રાત છે. પણ એ રાત ચંદ્ર અને નક્ષત્ર વિનાની છે. ~ કોન્ફ્યુશ્યસ
(9) ઉચિત ચીજને જાણીને પછી તેને અમલમાં ન મૂકવું તે સાહસનો અભાવ છે. ~ કોન્ફ્યુશ્યસ
(10) મને તો એક પણ માણસ એવો નથી દેખાતો જે પોતાનો દોષ પોતે જોઈ શકે અને પોતાને દોષિત માને. ~ કોન્ફ્યુશ્યસ
(11) વિચાર કાર્ય વિના કાંઈ પણ શીખવું એ નકામો પરિશ્રમ જ છે. કાંઈ પણ ભણ્યા વગર વિચાર કરવો ભયાવહ છે.
~ કોન્ફ્યુશ્યસ
(12) જે ભવિષ્યનો વિચાર કરતો નથી, દુખ તેના બારણે આવ્યું જ સમજો. ~ કોન્ફ્યુશ્યસ
(13) જ્ઞાનનો સાર એ કે જો જ્ઞાન હોય તો એને આચરણમાં ઉતારવું અને જો ન હોય તો પોતાની અજ્ઞાનનો સ્વીકાર કરવો.
~ કોન્ફ્યુશ્યસ
(14) જયારે ક્રોધિત થવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે સમયે તેના પરિણામનો વિચાર કરો. ~ કોન્ફ્યુશ્યસ
A55 મહર્ષિ અરવિંદ
***************
(1) હિંદુ ધર્મ એક એવો ધર્મ છે કે જેણે ભૌતિક વિદ્યાની શોધખોળો તેમજ તત્વજ્ઞાનના મંતવ્યોનું સ્વરૂપ પહેલેથી પામી જઈને જડવાદ પર વિજય પામવાનું સામર્થ્ય મેળવી લીધું છે. પ્રભુ આપનાથી કેટલો સમીપ છે તેની પ્રતીતિ કરાવી છે અને પ્રભુપ્રાપ્તિના સર્વ માર્ગોનો પોતાનામાં સમાવેશ કર્યો છે. આ ધર્મજ સત્યને બુદ્ધિ દ્વારા સમજવામાં અને શ્રદ્ધા વડે માનવામાં સહાય કરે છે. અને સત્યનો સાક્ષાત્કાર પણ કરાવે છે.
(2) જો તારા હૃદયને અંદરથી કષ્ટ થતું હોય, જો લાંબા ગાળા સુધી તું પ્રગતિ કરતો ન હોય, જો તારું બળ મૂર્છા પામતું હોય અને પશ્ચાતાપ અનુભવતું હોય તો પણ તું હમેશા આપણા પ્રેમી અને સ્વામીની શાશ્વત વાણીને યાદ રાખજે કે હું તને સર્વ પાપોમાંથી તથા અનિષ્ટો માંથી મુક્ત કરીશ, શોક ન કર.
(3) આપણું પહેલું ધ્યેય છે, માનવ જાતિનું ઐક્ય સાધવું. આપણું બીજું ધ્યેય છે, માનવને પશુતામાંથી પાછો લાવી માનવતા વાળો બનાવવો, અર્થ પ્રધાન, બુદ્ધી પ્રધાન, ને કળા પ્રધાન જીવનમાંથી આધ્યાત્મિક જીવન ભણી લઇ જવો. અને આપણું ત્રીજું ધ્યેય છે, આધ્યાત્મિક શક્તિનું મનુષ્યના શરીરમાં અને ચિતમાં અવતરણ. આ અવતરણ થતા માનવ, માનવત્વ ને વિકસાવી પરમ માનવીની કોટિને પ્રાપ્ત કરશે.
(4) અત્યારે આપણા માટે માતૃભૂમિ સિવાય કશું જ મહત્વ નું કે પ્રિય હોવું ન જોઈએ. માતૃભૂમિની સેવા માટે જ અભ્યાસ કરજો. તમારી જાતને મનને અને આત્માને તેની સેવા માટે જ તૈયાર કરજો. તમારી આજીવિકા પણ તેની સેવામાં જીવવા માટે જ મેળવજો. વિદેશ જાઓ તો પણ તેની સેવા માટેનું જ્ઞાન મેળવવા અને તેને સમૃદ્ધ બનાવવા માટે જ વિદેશ જજો. એના રાજીપા માટેજ સહન કરજો.
(5) સમાજમાં કોઈ પણ સાથે દુશ્મનાવટ કરવી એટલે આપણો વિકાસ રુંધી રાખવો.
(6) બીજામાં ખામીઓ જોવાની વૃતિ જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી .
(7) કાલ્પનિક ને કદી વાસ્તવિક બનાવવાની કોશિશ ન કરો અને વાસ્તવિકને કદી વિસરવાની ભૂલ ન કરો.
(8) હિંદુ ધર્મ સનાતન અને શાશ્વત ધર્મ છે. હિમાલય અને સાગરની વચ્ચે આવેલી હિન્દની શાંત ભૂમિમાં આ ધર્મ વૃદ્ધી પામ્યો છે. કાલ ના આનંત પ્રવાહમાં એને સુરક્ષિત રાખવા આ પુરાતન અને પુણ્ય ભૂમિમાં તે આર્ય પ્રજાને સોપાયેલ છે. પરંતુ એ ધર્મ કોઈ એક જ દેશની સીમમાં પુરાયેલો નથી. એ કોઈ પ્રદેશની આગવી મિલકત નથી એ તો બધા ધર્મને પોતાનામાં સમાવી લેનારો શાશ્વત અને વ્યાપક ધર્મ છે.
(9) આપણે અ યોગમાં જગતની કોઈપણ વસ્તુનો ત્યાગ કરવા માંગતા નથી રાજકારણ, ઉદ્યોગ, સમાજ, કવિતા, સાહિત્ય, કળા, વગેરે સઘળી વસ્તુઓ કાયમ રહેશે. પરંતુ આપણે એ વસ્તુઓને એક નવો આત્મા અને એક નવું રૂપ આપવું પડશે.
(10) આપણા પૂર્વજો પાસે એક એવું જ્ઞાન હતું, એક એવી વિદ્યા હતી, એક એવી શક્તિ હતી કે જે એક ફૂંક માત્ર થી પણ યુરોપની સમસ્ત પ્રચંડ શક્તિ ને પણ તણખલાની પેઠે ઉડાવી દઈ શકે, એ શક્તિ મેળવવા માટે ઉપાસનાની-સાધનની જરૂર છે. પરંતુ આપણે શક્તિના નહિ સહજના ઉપાસક છીએ ને સાધના વિના શક્તિ શી રીતે પામી શકાય? આપણ પૂર્વજોએ ચિંતનનો મહાસાગર ડહોળીને મેળવેલ જ્ઞાન સહજમાં શી રીતે પમાય?
(11) આપણે આપણા પશુરીતના વિકાસક્રમમાં અનેક પ્રદેશોને હજી જીતી શક્યા નથી. અનંત આનંદો, અનંત રત્નભંડારો, અનંત શક્તિઓ, સહજ જ્ઞાનના તેજોમય વિસ્તારો, આપણા સ્વરૂપની વિશાળ શાંત અવસ્થાઓ, આપણી રાહ જોઈ રહ્યા છે. જે લોકો સઘળા સ્વાર્થો, સઘળી સંકુચિતતાઓ છોડી દઈને નીકળી પડે છે, તે લોકો આ બધું મેળવ્યા વિના જંપતા જ નથી.
(12) વિષમતામાંથી બચવું હોય તો, બહારનું જીવન જીવવા માટેની શીખ અંદરથી મેળવીએ. પોતાની પૂર્ણતા માટે બહારની સંસ્થાઓ અગર તંત્ર પર જરાય આધાર ન રાખીએ. જીવનના ઉમદારૂપે અને આકૃતિઓના નિર્માણ માટે વૃદ્ધિ પામતી પોતાની આંતરિક પૂર્ણતાનો જ ઉપયોગ કરીએ. આ રીતે અંતર્મુખ થવાથી ઉર્ધ્વતા પામી શકીશું, સત્યનું પ્રત્યક્ષ દર્શન કરી શકીશું. ને સચ્ચાઈપૂર્વક જીવી શકીશું.
(13) ભગવાનના રાજ્યની સ્થાપના કરવી હશે તો પ્રથમ તો ભગવાનને જાણવા જોઇશે. જીવનના દિવ્ય સત્યને જોવું અને જીવવું જોઇશે. ભૂતકાળના નિષ્ફળ ગયેલા ખ્યાલો અને કાર્યોનો ભગવાનના રાજ્યની સ્થાપના માટે કઈ રીતે ઉપયોગ થઇ શકે તે વિચારવું જોઇશે. મહાન આદર્શના પ્રકાશ ભણી દોરી જતી શક્તિના સમર્થ ઉપકરણ બનવા માટે પોતાની જાતને તૈયાર કરવી જોઇશે.
(14) જુદા જુદા ધાર્મિક સંપ્રદાયોના ઝઘડા જુદા જુદા લડી રહેલા વાસણોના ઝઘડા જેવા છે. દરેક વાસણ એવી તકરાર કરતુ હોય છે કે, હું એકલું જ અમૃતત્વને ધારણ કરું છું. આ તકરાર ભલે ચાલ્યા કરે આપણું કામ તો એ છે કે, આપણે આ અમૃત પાસે પહોંચી જઈએ. અને અમૃતત્વ મેળવી લઈએ.
(15) જે સમાજ પ્રગતિ નથી કરતો, એ સમાજ બંધિયાર બની જાય છે, તેમાં મનુષ્યત્વ મરી પરવારે છે. મનુષ્યત્વ સામાજિક તંત્રની બેડીઓમાં જકડાઈ જાય, કચડાઈ જાય, એ સ્થિતિ અનિવાર્યપણે જડતા તરફ અને જીવનશક્તિના હ્રાસ તરફ દોરી જશે. જીવનશક્તિ વહેતી રહે અને જ્ઞાનની ક્રાંતિનો ઉદય થાય ત્યારે જ સમાજ બદલાય છે.
(16) ગીતાજી જગતનું શ્રેષ્ઠ ધર્મપુસ્તક છે. અસંખ્ય રત્નોથી ભરેલો અતળ સાગર છે. જીવનભર મથવા છતાં એના ઊંડાણનું અનુમાન થઇ શકે એમ નથી. એના તળિયાનો તાગ પામી શકાય એમ નથી. સેંકડો વર્ષોની શોધ પછી પણ એના અદ્રશ્ય રત્નભંડારનો હજારમો ભાગ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. એના એકાદ - બે રત્નો મળી જાય તોય દરિદ્ર ધનિક બની જાય, ગંભીર ચિંતક - જ્ઞાની બની જાય, ભગવદદ્વેષી ભગવતપ્રેમી બની જાય, ને કોઈક મહાપરાક્રમી કર્મવીર જીવનનો ઉદ્દેશ્ય સાધવા કટિબદ્ધ બની જાય.
(17) જે યોગ પરમાત્માની સભર પૂર્ણતાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખે છે તે જ પૂર્ણયોગ છે. જે દિવ્યપૂર્ણતાનો સાધક છે, તે જ પૂર્ણયોગી છે. જે કોઈ યોગ આપણને જગતથી સર્વથા દૂર લઇ જાય, તે ભલે દિવ્ય તપસ્યાનું ઊંચું રૂપ હોય છતાં એક પ્રકારનું વિશિષ્ટ સંકુચિત સ્વરૂપ જ છે. પોતાના પૂર્ણસ્વરૂપમાં પ્રભુ પદાર્થમાત્રને આલિંગી રહ્યા છે. આપણે પણ એવી જ રીતે સર્વને આશ્ર્લેષમાં લેતા થવાનું છે.
(18) અહી ચાલી રહેલા યોગનું લક્ષ્ય બીજા યોગો કરતા જુદા પ્રકારનું છે. આ જગતની અજ્ઞાનથી ભરેલી ચેતનામાંથી ઉપર ચઢીને દિવ્ય ચેતનામાં પહોંચવું એટલું જ એનું લક્ષ્ય નથી, પરંતુ એ દિવ્યચેતનાની વિજ્ઞાનશક્તિને મન, પ્રાણ, અને શરીરના અજ્ઞાનમાં નીચે ઉતારવી, એ ત્રણેને નવું રૂપ આપવું, ભગવાનને અહી પ્રગટ કરવા જે જડત્વમાં દિવ્યત્વનું સર્જન કરવું એ છે યોગનું લક્ષ્ય.
(19) આદર્શો એ અકસ્માતો નથી, લાંબી તપસ્યાનું ને અનેક જન્મોનું ફળ છે. આદર્શો જેટલા તીવ્ર હોય, જીવન એટલું મહાન હોય. એક વિચારને ખાતર જીવી શકતા હોય, એવા આત્માઓ ખરેખર વિરલ જ હોય, હવે જે યુગ ઉદય પામી રહ્યો છે તેમાં ભૂતકાળના આદર્શોને બાજુ પર ફેકી દેવામાં આવશે નહિ, પરંતુ હવે તો પ્રથમ વાર જ એમની સાચી સફળતા પ્રાપ્ત થશે.
(20) આપણે એવો ડર રાખવાની જરૂર નથી કે હિન્દ માં કોઈ ફેરફાર થશે તો એ એક જરી પુરાના યુરોપ જેવો બની જશે. હિંદુનું વ્યક્તિત્વ એટલું તો પ્રચંડ છે કે એના માટે આવો કોઈ વિનિપાત બનવાનો જ નથી. એનો આત્મા એટલો તો પ્રશાંત અને સ્વયં-પૂર્ણ છે કે તે આવી કોઈ શરણાગતિ સ્વીકારશે જ નહિ. હિન્દ પોતે જ પોતાની પરિસ્થિતિઓનું સર્જન કરશે, સમાજની વ્યવસ્થાનું ગુપ્ત રહસ્ય એ શોધી લેશે ને જગત અને આત્માનો સુસંવાદ મેળવવાની વાત પૃથ્વીની પ્રજાને રૂડી રીતે શીખવશે.
A56 રવીન્દ્રનાથ ટાગોર
*****************
(1) પ્રત્યેક નવજાત શિશુ પ્રભુનો આ સંદેશો લઈને આવે છે કે હજુ ઈશ્વર માણસથી નિરાશ નથી થયો.
(2) મનુષ્ય તો કેવળ વચન દઈ શકે છે. તે વચનને સફળ કરવાનું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
(3) સાચો કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે.
(4) પરમાત્મા છે અને સર્વત્ર છે. એ તથ્યનું આપણને સંપૂર્ણ ભાન છે જ છતાં આપણે આપણા દૈનિક જીવનમાં એવું આચરણ કરીએ છીએ જાણે પરમાત્માં ક્યાંય છે જ નહીં.
(5) અનુભવથી પ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે.
(6) ભાવનાની મૌલિક રંગોળી એટલે કવિતા.
(7) જે ભોગવી નથી શકતો તે પ્રસન્ન ચિત્તે દાન પણ આપી શકતો નથી.
A57 સ્વામી રામતીર્થ
***************
(1) સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.
(2) જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની.
(3) સૌંદર્ય આત્મદેવની ભાષા છે.
(4) નિરાશા નિર્બળતાની નિશાની છે.
(5) પ્રાર્થના કરવી એટલે શબ્દોનું પુનઃ ઉચ્ચારણ કરવું એમ નહીં, પણ પરમાત્મા સાથે ગોષ્ઠી.
(6) જેમ શૂન્ય એકલાની કોઈ કિંમત નથી તેમ પાપ કે પુણ્ય જેવું કોઈ કાર્ય નથી, પણ તેના કર્તાની ભાવના પર આધારિત છે.
(7) સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.
(8) દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે, ખુશીનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.
(9) પોતે કરેલા કામમાં કોઈ દોષ શોધી ન શકે એવી અપેક્ષા રાખનાર વ્યક્તિ કોઈ કાર્ય કરી ન શકે.
(10) જો તમારું હદય ઇમાનથી ભરેલું હશે તો એક શત્રુ શું આખી દુનિયા તમારી સામે હથિયાર હેઠે મુકે દેશે.
~ સ્વામી રામતીર્થ
(11) જે લોકપ્રિય છે, તે પ્રભુનોય પ્રભુ છે. પણ જે લોકપ્રિય થતો જાય છે તેની દુર્દશા જ થાય છે. ~ સ્વામી રામતીર્થ
(12) શરૂઆતના ઝગડા અને પ્રલોભનોને જો માણસ જીતી જાય તો પછી સમગ્ર પ્રકૃતિ તેની દાસી બની જશે.
~ સ્વામી રામતીર્થ
(13) જયારે તને તમારી આંખોને પ્રભુથી વિમુખ કરી દો છો, ત્યારે જ દુશ્મન ચડી આવે છે. ~ સ્વામી રામતીર્થ
(14) પૂર્ણ સત્યની પ્રાપ્તિ માટે તમારે સાંસારિક ઈચ્છાઓથી છુટકારો મેળવવો પડશે. ~ સ્વામી રામતીર્થ
(15) સાચા પ્રેમમાં માણસ પોતાની જાતને ભૂલી જાય છે.
~ સ્વામી રામતીર્થ
(16) સત્ય અને જ્ઞાન પર કોઈનો બાપીકો અધિકાર નથી. દુનિયાના સર્વ ધર્મો, જગત એ બધું જ તમારું છે.
~ સ્વામી રામતીર્થ
(17) સારા વિચારો રાખવા તે જ સાચું આંતરિક સૌદર્ય છે.
~ સ્વામી રામતીર્થ
(18) સફલ્તાપ્રપ્તિનું સાધન નિર્ભીકતા છે. ~ સ્વામી રામતીર્થ
(19) સાંકળ સાંકળ જ હોય, ચાહે તે સોનાની હોય કે પછી લોખંડની, તે તને એક જ રીતે ગુલામ બનાવી દે છે.
~ સ્વામી રામતીર્થ
(20) જો તમારામાં બીજાને સલાહ દેવાની કે તેના દુર્ગુણોને દેખાડવાની કે પછી અન્યને દોષ દેવાની આદત મોજુદ હોય તો તમારે માટે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો અત્યંત મુશ્કેલ છે.
~ સ્વામી રામતીર્થ
(21) સમસ્ત ભય અને ચિંતા ઈચ્છાઓનું પરિણામ છે.
~ સ્વામી રામતીર્થ
(22) જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાના પૌરુષથી મેળવવાની ખેવના રાખે છે.
~ સ્વામી રામતીર્થ
A58 શેક્સપિયર
************
(1) કલા દ્વારા માનવસંસ્કૃતિમાં સૌદર્યનો વિકાસ થાય છે.
~ શેક્સપિયર
(2) દુઃખથી દુઃખી થવું એ દુઃખને બેવડાવવા જેવું છે.
~ શેક્સપિયર
(3) દરેક વસ્તુનો સમય હોય છે.
~ શેક્સપિયર
(4) સર્વોત્તમ મનુષ્યો તેમના દોષ વડે, તેમની ભૂલો વડે ઘડાય છે.
~ શેક્સપિયર
(5) આ સ્વર્ગ અને પૃથ્વી તારી ફિલોસોફીમાં સ્વપ્ને પણ ન સમાઈ હોય તેવી અસંખ્ય ચીજો સમાયેલી પડી છે.
~ શેક્સપિયર
(6) કોઈ ચીજ સારી કે ખરાબ નથી; વિચાર જ તેને સારી કે ખરાબ બનાવી છે.
~ શેક્સપિયર
(7) જેમને રાજ્ય ચલાવતા નથી આવડતું, તેઓ આજ્ઞાનું પાલન કરતા શીખે. ~ શેક્સપિયર
(8) યુદ્ધમાં અત્યધિક મહત્ત્વના બનાવો બહુધા નાના નાના બનાવોનું માત્ર પરિણામ હોય છે. ~ શેક્સપિયર
(9) ઈશ્વર અમને મદદ કરે કેમ કે અમારું કારણ ન્યાય સંગત છે. ~ શેક્સપિયર
(10) જોશ મનુષ્ય પાસે ઘણી પ્રતિજ્ઞાઓ લેવડાવે છે. તે એવી આગ છે કે જેમાં ચમક બહુ હોય છે, ગરમી ઓછી હોય છે અને જલ્દીથી બુઝાઈ જાય છે. ~ શેક્સપિયર
(11) નીડર માણસો ઝડપથી સિંહાસને આરૂઢ થાય છે.
~ શેક્સપિયર
(12) કાયર પોતાના મૃત્યુ પહેલા જ મૃત્યુનો અનુભવ અનેક વખત કરે છે, પરંતુ વીર ક્યારેય એક વખતથી વધુ મૃત્યુ પામતા નથી. ~ શેક્સપિયર
(13) જોકે, હું સ્વભાવથી ઈમાનદાર નથી, ક્યારેક સંજોગોવશાત એવો થઇ જાઉં છું. ~ શેક્સપિયર
(14) દુખની એક ક્ષણ યુગ બરાબર હોય છે. ~ શેક્સપિયર
(15) કોઈ પણ વ્યક્તિમાં દાનવની શક્તિ હોય તે ત્યાં સુધી જ સારું છે, કે જ્યાં સુધી તે વ્યકતિ તે શક્તિ ઉપયોગ ન કરે.
~ શેક્સપિયર
(16) જે મારું ધન ચોરે છે, તે મારી સૌથી તુચ્છ વસ્તુ લઇ જાય છે. ~ શેક્સપિયર
(17) સાવધાની અને સમજીવિચારીને કરવામાં આવેલું કાર્ય ડર-ભયથી છુટકારો અપાવે છે. ~ શેક્સપિયર
(18) મિત્રને કશું ઉધાર આપવું કે તેની પાસેથી કશું ઉધાર લેવું નહિ, કારણ કે આવી ઉધારીમાં નાણા પણ જાય છે, મિત્ર પણ જાય છે અને મૈત્રી પણ ડૂબી જાય છે. ~ શેક્સપિયર
(19) દરેક મનુષ્યને પોતાનું જીવન અત્યંત પ્રિય હોય છે, પરંતુ મહાન પુરુષોને પોતોની ઈજ્જત જીવનથી ક્યાંય અધિક મુલ્યવાન અને પ્રિય હોય છે. ~ શેક્સપિયર
(20) પસ્તાવો હદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે. ~ શેક્સપિયર
(21) પાગલ, પ્રેમી અને કવિ આ ત્રણેય કલ્પનાથી જ પરિપૂર્ણ હોય છે. ~ શેક્સપિયર
(22) પ્રેમ સૌ પર રાખો. વિશ્વાસ થોડાક પર રાખો, પણ દ્વેષ કોઈ જ પ્રત્યે ન રાખો. ~ શેક્સપિયર
(23) ઝગડાથી બચવું શ્રેષ્ઠ છે. છતાં પણ જો ઝઘડો થઇ જોય તો સામને તમારા તેજ, બળ અને પુરુષ દેખાડી દો.
~ શેક્સપિયર
A59 ભગવાન બુદ્ધ
**************
(1) વાણી દ્વારા કોઈને ઈજા કરશો નહી. ~ ગૌતમ બુદ્ધ
(2) જે ધર્મ સદાચારી જીવન ઉપર ભાર મુકે છે, જે ધર્મનો પાયો જીવનની પવિત્રતા છે અને જેનું શિખર જીવમાત્ર પ્રત્યેના પ્રેમ છે તે ધર્મ જગતમાં સર્વ બંધનોમાંથી મુક્તિ અપાવી શકે છે.
~ ગૌતમ બુદ્ધ
(3) ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે, જે બધા પર દયા-ભાવ રાખે છે. ~ ગૌતમ બુદ્ધ
(4) ઈચ્છાથી જ દુઃખ આવે છે, ઈચ્છાથી જ ભય આવે છે. જે ઈચ્છાઓથી મુક્ત છે તેને ન તો દુઃખ કે ન તો ભય સતાવે છે.
~ ગૌતમ બુદ્ધ
(5) આળસને ભયના રૂપમાં અને ઉધોગોને સુખરૂપ જોઇને માનવીએ હંમેશા પુરુષાર્થી રહેવું જોઈએ. ~ ગૌતમ બુદ્ધ
(6) મનને ખુશ રાખવું એ એક વાત છે અને ખરેખર ખુશ હોવું તે બીજી વાત છે. ~ ગૌતમ બુદ્ધ
(7) પુષ્પ, ચંદન, કેસર કે ચમેલી કોઈની પણ સુગંધ પવનની દિશામાં જ ફેલાય છે, પણ સત્પુરુષોની કીર્તિ તો પવનની દિશા અને તેની વિરુદ્ધ દેશમાં એટલે કે ચોતરફ ફેલાય છે. સત્પુરુષ પોતાની સુગંધ દશે દેશોમાં ફેલાવી દે છે. ~ ભગવાન બુદ્ધ
(8) જેટલું ખરાબ દુશ્મન બીજાનું કરે છે, કે જેટલું નુકસાન એક વેરી બીજાનું કરે છે, તેનાથી પણ વધારે અસત્ય બોલનારનું ચિત્ત તેને પોતાને જ નુકસાન કરે છે. ~ ભગવાન બુદ્ધ
(9) ઉઠો! આળસ ન કરો, સદધર્મનું આચરણ કરો. ધર્માચારી પુરુષ લોક - પરલોક બંને સ્થાને સુખી રહે છે. ~ ભગવાન બુદ્ધ
(10) જેવી રીતે સુંદર રંગોવાળા પણ ગંધ વગરના ફૂલો નાકમાં થઇ જાય છે, તેમ જ પોતાના વચન અનુસાર કામ ન કરનાર લોકોની વાણી નિષ્ફળ જાય છે. ~ ભગવાન બુદ્ધ
(11) સ્વાસ્થ્યપ્રદ રહેવું પરમ લાભદાયી છે. સંતોષ પરમ ધન છે. વિશ્વાસ સૌથી મોટો ભાઈ છે, અને નિર્વાણ પરમ સુખ છે.
~ ભગવાન બુદ્ધ
(12) સત્ય એક જ છે, અનેક નહિ. ~ ભગવાન બુદ્ધ
(13) વેર વેરથી ન શમે. વેર અવેરથી શમે. ~ ભગવાન બુદ્ધ
(14) જે જીવોની હિંસા કરે છે તે આર્ય નથી. બધા જીવો પ્રત્યે અહિંસા રાખનારો જ સાચો આર્ય છે. ~ ભગવાન બુદ્ધ
(15) સંસર્ગથી ઉત્ત્પન્ન થયેલા રાગને અસંસર્ગથી કાપી નાંખવામાં આવે છે. ~ ભગવાન બુદ્ધ
(16) જે મનુષ્યની વાણી સંયમપૂર્વકની હોય છે, જે મનન કરીને બોલે છે, જે વિનયી છે, અર્થ અને ધર્મને જેની વાણી પ્રદર્શિત કરે છે તેનું સંભાષણ અત્યંત મધુર હોય છે. ~ ભગવાન બુદ્ધ
(17) પાપકર્મ સ્વચ્છ દુધની જેમ આપણા જીવનમાં તત્કાલ વિકાર નથી ઉત્ત્પન્ન કરતુ, તે તો રાખથી ઢાંકેલા અગ્નિની જેમ ધીમે ધીમે બળ્યા કરે છે, અને પાપીજનનો પીછો કરતુ જ રહે છે. ~ ભગવાન બુદ્ધ
(18) જેણે પોતાની જાત ઉપર વિજય મેળવ્યો છે તે જિતેન્દ્રિય છે. તેની જીતને દેવતાઓ પણ હારમાં બદલી નથી શકતા.
~ ભગવાન બુદ્ધ
(19) માણસ જે પણ પાપપુણ્ય કરે છે તે જ તેની મૂડી છે. તેને લઈને તે પરલોકમાં જાય છે. ~ ભગવાન બુદ્ધ
(20) આ સંસારના દુર્ગમ પંથમાં જો શ્રેષ્ઠ અથવા પોતાના જેવો સાથીદાર ન મળે તો માણસે એકલા ચાલવું જોઈએ.
~ ભગવાન બુદ્ધ
(21) પ્રકાશ અંદર જ છે. એને બહાર શોધવાની જરૂર નથી. જે અજ્ઞાની એને દેવાલય, તીર્થો કે મંદિરોઓમાં કે ગુફાઓમાં ભટકીને શોધવાની ચેષ્ટ કરે છે તે છેવટે નિરાશ થાય છે.
~ ભગવાન બુદ્ધ
(22) વાસનાનો અગ્નિ બુઝાઈ જાય છે, ત્યારે હૃદયને સુખ થાય છે. દ્વેષનો અગ્નિ જયારે બુઝાઈ જાય છે, ત્યારે હૃદયને સુખ થાય છે. અહંકારનો અગ્નિ બુઝાઈ જાય છે, ત્યારે હૃદયને સુખ થાય છે. ~ ભગવાન બુદ્ધ
(23) એ કાર્ય કરવું સારું છે, જે કરવાથી પસ્તાવું ન પડે અને જેનું ફળ પ્રસન્નતાપૂર્વક ભોગવી શકાય. ~ ભગવાન બુદ્ધ
(24) જેને કોઈ પણ રાગ નથી તેને કોઈ દુઃખ નથી.
~ ભગવાન બુદ્ધ
(25) મનુષ્ય લડાઈમાં હજારો માણસો ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે, પણ પોતાની ઉપર જે વિજય મેળવે છે. તે જ ખરો મોટો વિજયી છે. ~ ભગવાન બુદ્ધ
(26) આળસુ ને નિરુપયોગી માણસને સો વરસના જીવન કરતા, દૃઢતાપૂર્વક ઉદ્યોગ કરનારાનો એક દિવસ શ્રેષ્ઠ છે.
~ ભગવાન બુદ્ધ
(27) બધા રસોમાં સત્યનો જ રસ શ્રેષ્ઠ છે. ~ ભગવાન બુદ્ધ
(28) જ્યાં સુધી આ સંસારમાંથી જીવજન્તુઓ વગેરેની મુક્તિ નહિ થાય ત્યાં સુધી હું મારી પોતાની મુક્તિની આશા નથી રાખતો. ~ ભગવાન બુદ્ધ
(29) બધી જ પ્રિય વસ્તુઓ અને પ્રિયજનોથી એક દિવસ ચોક્કસ વિયોગ થશે. ~ ભગવાન બુદ્ધ
(30) જેવી રીતે ઉકળતા પાણીમાં આપણે આપનું પ્રતિબિંબ જોઈ શકતા નથી તેવી રીતે ક્રોધી બનીને આપણે એ નથી સમજી શકતા કે આપણી ભલાઈ કઈ વાતમાં છે.
~ ભગવાન બુદ્ધ
(31) લાગણીથી જ્ઞાન મળે છે. લગનીના અભાવથી જ્ઞાન ખોરવાઈ જાય છે. ~ ભગવાન બુદ્ધ
A60 ખલિલ જિબ્રાન
****************
(1) તમે બાળક જેવા થાઓ વાંધો નથી, પણ તમારાં બાળકને તમારા જેવું કરવામાં ફાંફાં મારશો નહીં.
(2) પ્રેમમાં જો નિત્ય નવીનતા ન ખીલે તો એ જરૂર કરમાઈ જાય.
(3) પ્રેમમાં જો નિત્ય નવીનતા ન ખીલે તો એ જરૂર કરમાઈ જાય.
(4) દુઃખ એ શક્તિ સંપાદનની એક પ્રક્રિયા છે.
(5) દુઃખમાં થાકીને હારી જવાની જરૂર નથી. દુઃખ તો શક્તિ સંપાદન માટેની માનસ પ્રક્રિયા છે.
(6) દાની-જ્ઞાની-ત્યાગી અને વૈરાગી એ સૌની સફળતા નમ્રતામાં રહેલી છે.
(7) આ સંસારમાં કેવળ બે જ તત્વ છે. સુંદરતા અને સત્ય. પ્રેમીઓની રદયમાં જે સૌદર્ય નિવાસ કરે છે તે અને ખેડૂતોના બાવળામાં જે સત્ય નિવાસ કરે છે તે જ આ દુનિયામાં સાચા બે તત્વો છે.
(8) જીવનમાં સુખ અને લોહીના સગપણ કરતા વેદનાનું સગપણ વધુ ટકે છે.
(9) આપણી વાસ્તવિકતા શાંતિ છે, અને કૃત્રિમતા વાચાળતા છે.
(10) આપણે બધા જ કેદીઓં છીએ. કોઈ બંધ કારાગૃહના તો કોઈ ઉન્મુક્ત કારાગૃહના.
(11) હે અમલદાર ! તું શત્રુ ઉપર નિગાહ રાખતો હોય એ જ રીતે તારા પોતાના પર પણ નજર રાખ; તું તારી ઈચ્છાઓ - ઝંખનાઓ ઉપર અમલ ન કરી શકતો હોય તો બીજાઓ પર અમલ કરી રીતે કરી શકે? તારા અંતરાત્માને તારા પર અમલ કરવા દે.
(12) કલા પ્રકૃતિથી અનંત તરફ લઇ જતી સીડી છે.
(13) જો ઘરમાં અતિથીસત્કાર ન હોય તો તે સ્મશાન જેવું સ્થળ થઇ જાય છે.
(14) કવિતા માટે વિચાર કરવો એ જ મોટો અવરોધ છે.
(15) યાદ રાખવું એ પણ મિલનનું એક રૂપ છે.
(16) તમે જો સાચા દાની હો તો દાન આપતી વખતે તમારું મુખ ફેરવી લો, જેથી કરીને યાચકના મુખ પરની લજ્જાને જોઈ ન શકો.
(17) જે વસ્તુની તમારા કરતા બીજાને વધુ જરૂર હોય તે વસ્તુનું દાન આપો તેમાં કંઈ ગૌરવ નથી. પણ જે વસ્તુની તમારે બીજા કરતા પણ અધિક જરૂર હોય તેમાં દાનમાં જ મોટાઈ છે.
(18) કુટિલતા કોઈ કોઈ વાર સફળ થાય છે, પણ હમેશ માટે તો તે આત્માનો નાશ કનારી જ છે. આત્મઘાતી જ છે.
A61 સંત તુલસીદાસ
***************
(1) જો કોઈ માણસ આપણા આગમનથી પ્રસન્ન ન થાય અને તેની આંખમાં આપણે માટે સ્નેહની ધારા ન વરસતી હોય તો તેના વર્તનમાં પછી ભલે ગમે તેટલી શોભા દેખાડે કે સોનું વરસાવે પણ તેને ત્યાં કદી ન જવું જોઈએ.
(2) જેને તમે બુદ્ધી ને શક્તિ દ્વારા જીતી શકો તેની જોડે જ વેર બાંધો.
(3) અનેક પાપો ભેગા થઈને પણ અસત્ય બોલવાના પાપ કરતા ઓછા થાય છે. જેવી રીતે કરોડો ઢેખાળા ભેગા થઈને પણ પર્વત નથી બની શકતો.
(4) જો ભયને કારણે રાજ્યમંત્રી, વૈધ્ય અને ગુરુ - આ ત્રણેય પ્રિય વાત કરે તો સમજવું કે રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો બહુ જલદી નાશ થવાનો છે.
(5) આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી.
(6) જે જેને સારું લાગે છે તેને માટે તે જ સારું છે.
(7) પરોપકારી માણસ સંપત્તિ મેળવીને નમ્ર બની જાય છે.
(8) દુષ્ટ લોકો જેના કારણે આગળ વધે છે તેનો જ સૌપ્રથમ નાશ કરે છે.
(9) વાકાથી બધા જ ડરે. વાકા ચંદ્રને રાહુ પણ ગળી જતો નથી. પૂનમ હોય ત્યારે જ ચંદ્રગ્રહણ થાય છે.
(10) આ સંસારમાં અનેક પ્રકારના દુઃખો છે. પણ જાતિમાં અપમાનિત થવાનું દુઃખ બધાથી વધુ કઠીન દુઃખ છે.
(11) પરાધીન માણસને ક્યારેય સુખ નથી મળતું.
(12) જે મનુષ્યનું મન ભીરુ અને સાહસહીન હોય છે, તે હંમેશા ભાગ્યને ભરોસે પડયો રહે છે. પરિશ્રમ નથી કરતો, એકમાત્ર ભાગ્ય જ તેનો સહારો હોય છે.
(13) હારજીત કાંઈ મળે છતાય ટેક તો નિભાવી જ રાખવી. પોતાના વચન ઉપર અડગ જ રહેવું. તે જ ખરો નર કહેવાય.
(14) સજ્જન (માણસ) નું જીવન કપાસના ફૂલ જેવું સ્વચ્છ અને ઊજળું હોય છે, જેના ફળ રસ વિનાના છતાં ગુણકારી છે. સજ્જનો પોતે દુઃખ સહન કરીને કપાસની જેમ બીજાઓના દોષ (છિદ્ર) ને ઢાંકે છે. આવા સંતો એટલે જ જગતમાં વંદનીય બને છે ને યશ મેળવે છે.
(15) બીજાનો અધિકાર છીનવી લેનાર અને બીજાને દુઃખ દેનાર માણસ અધમ પ્રકારનો ગણાય છે. બીજાને દુઃખ દેવા જેવું મોટું કોઈ પાપ નથી અને બીજાનું હિત કરવું એના જેવું મોટું કોઈ પુણ્ય નથી. ~ તુલસીદાસજી
(16) મનુષ્યદેહધારી 'રાક્ષસો' ને પ્રભુ લાકડી લઈને શિક્ષા કરતો નથી, પણ એમના બળ, બુદ્ધી, ધર્મ અને વિચારશક્તિને હણી લે છે. ~ તુલસીદાસજી,
A62 સ્વામી વિવેકાનંદ
****************
(1) માનવજાતને દિવ્યતા પ્રત્યે જાગૃત કરાવી, અને જીવનની પ્રત્યેક ક્ષણમાં તેને આવિર્ભૂત કરાવી એ જ મારો આદર્શ છે.
(2) બધા જ ધર્મો સત્ય છે. કોઈનીય નિંદા કરો નહિ. અને ધર્મ એ માત્ર શ્રદ્ધાની વસ્તુ નથી, એ તો સાક્ષાત્કારની વસ્તુ છે, અનુભૂતિની વસ્તુ છે.
(3) જે પોતાના લક્ષ્ય પ્રતિ પાગલ થઇ ગયો હોય તેને જ પ્રકાશના દર્શન થાય છે. જે આમતેમ હાથ હલાવ્યા કરે છે અને ફાંફાં માર્યા કરે છે, તે કોઈ લક્ષ્ય પૂર્ણ નથી કરી શકતો. તે થોડીક ક્ષણો માટે વીજળી જેવું જોશ દેખાડી દે છે, પણ પછી શીત બની જાય છે.
(4) નેતાની ખરી કસોટી તો એ જ છે કે તે જુદી જુદી રૂચી અને પ્રકૃતિના લોકોને પણ તેમની સમાન વેદનાઓ, ભાવનાઓના આધારે એકત્ર કરી શકે છે કે નહિ.
(5) ચાલાકીથી કોઈ મહત્વપૂર્ણ કાર્યો નથી થતા.
(6) મનુષ્ય પરમાત્માનું સાક્ષાત મંદિર છે, એટલે આ સાકાર દેવતાની જ પૂજા કરો.
(7) આદર્શ મેળવવા માટે હજાર પ્રયત્નો કરી જાઓ; છતાં પણ સફળતા ન મળે તોય ફરીથી એકવાર પ્રયત્ન કરી જુઓ.
(8) આત્મવિશ્વાસ જ ભાવી ઉન્નતિનું પ્રથમ પગલું છે.
(9) કોઈ કામ ખરાબ નથી. જો મનપસંદ કામ મળી જાય તો મૂરખ માણસ પણ એ કામ પૂરું તો કરી શકે છે. બુદ્ધિશાળી માણસ તો એને કહેવાય જે દરેક કામને પોતાને લાયક ને પોતાને મનપસંદ બનાવી લે.
(10) આપણા દોષોને શોધીને તેને હટાવી દેવાનું જ્ઞાનવીરોનું કામ છે.
(11) જે કોઈ ઈશ્વરની શોધ કરે છે, તેને એ મળી ચુકેલો હોય છે.
(12) હું માનું છું કે સામાન્ય જનની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે. ~ સ્વામી વિવેકાનંદ
(13) જીવન એટલે વ્યક્તિની એવી પરિસ્થિતિ સામેનો. સંઘર્ષ જે તેને દબાવી દેવા માંગે છે.
(14) એક ચારિત્ર જ મુશ્કેલીઓ અને અભેધ દીવાલોમાંથી પણ માર્ગ કાઢે છે. ~ વિવેકાનંદ
(15) મૃત્યુ પર્યત કામ કરો - હું તમારી સાથે છું. અને જયારે હું નહિ રહું ત્યારે પણ મારો આત્મા તમારી સાથે કામ કરશે. આ જીવન આવે છે અને જાય છે. નામ, યશ, ભોગ આ બધું થોડા દિવસ માટે છે. કીડાની જેમ મરવા કરતા સારું છે - ક્યાય અધિક સારું છે કે કર્તવ્યના ક્ષેત્રમાં સત્યનો ઉપદેશ આપતા મરો, આગળ વધો. ~ વિવેકાનંદ
(16) દુખ એક પ્રકારનો ચેપી રોગ છે, જો આપણે વીલું મો લઈને કોઈને મળીએ તો તેનો પણ ઉલ્લાસ ઓછો થઇ જાય છે.
~ વિવેકાનંદ
(17) આ જગત કાયર પુરુષો માટે નથી, પલાયન થવાનો પ્રયત્ન ન કરો. ~ વિવેકાનંદ
(18) વિશ્વને મારે માત્ર આટલું જ કહેવાનું છે - બળવાન બનો.
~ વિવેકાનંદ
(19) જ્ઞાન પ્રાપ્તિનું રહસ્ય છે: બધાંમાંથી સારતત્વ ગ્રહણ કરવું.
~ વિવેકાનંદ
(20) મહાન ત્યાગથી જ મહાન કાર્યો સિદ્ધ થાય છે.
~ વિવેકાનંદ
A63 ગુણવંત શાહ
**************
(1) જીવનની સહજતા પર આદર્શોંના નામે આકરા પ્રહારો કરે એવા કોઈ ધર્મગુરુ કે ઉપદેશકમાં નામે જરા જેટલો વિશ્વાસ નથી. ~ ગુણવંત શાહ
(2) કોમ્પ્યુટર એ માનવઇતિહાસની ચક્ર પછીની સૌથી ક્રાંતિકારી શોધ છે. ~ ગુણવંત શાહ
(3) ઉપનિષદોનું અધ્યયન આનંદપ્રાપ્તિ માટે કરવાનું છે, મૃત્યુ પછી સ્વર્ગ મળે તે માટે નહિ, એ માણસ આ જીવનમાં આનંદ ન પામે તે મૃત્યુ પછી કહેવાતા સ્વર્ગને પામે એ વાતમાં કોઈ માલ નથી. ~ ગુણવંત શાહ
A64 ગાંધીજી
***********
(1) આશા અમર છે. તેની આરાધના કદી પણ નિષ્ફળ નથી જતી. ~ ગાંધીજી
(2) જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા, તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. ~ ગાંધીજી
(3) દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો. ~ ગાંધીજી
(4) આત્મકથામાં અન્યને અન્યાય થાય તે રીતે પોતે પોતાના ગુણ કહેવા ન જોઈએ. પોતાની સ્તુતિ કરતા અન્યની નિંદા થાય તે ઠીક નથી. ~ ગાંધીજી
(5) અલ્પાત્માને માપવા માટેનો સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. -
~ ગાંધીજી
(6) કહેવા યોગ્ય એક પણ વાત હું છુપાવતો નથી. જેટલું મને યાદ છે તેટલું બધું જ નથી આપતો એ પણ જાણું છું. (આત્મકથામાં) ~ ગાંધીજી
(7) અહિંસા પ્રચંડ શસ્ત્ર છે, તેમાં પરમ પુરુષાર્થ છે. તે કાયરોથી દુર ભાગે છે. તે વીર પુરુષની શોભા છે. તેનું સર્વ છે. તે શુષ્ક, નીરસ અને જડ પદાર્થ નથી. તે આત્માનો વિશેષ ગુણ છે.
~ ગાંધીજી
(8) સત્યાગ્રહ બળપ્રયોગથી અત્યંત વિપરીત છે. હિંસાના સંપૂર્ણ ત્યાગમાં જ સત્યાગ્રહની સાચી કલ્પના છે. ~ ગાંધીજી
(9) સત્ય અને અહિંસાનો માર્ગ સીધો છે એટલો જ કપરો પણ છે. આ માર્ગ તો તલવારની ધાર જેવો છે. નટલોક જેમ દોરડા પર એકીટશે જોઇને ચાલે છે, તેમ સત્ય અને અહિંસાની દોરી પર પણ ચાલવું પડે, અને વધુમાં તો તે દોરી પણ અત્યંત પાતળી છે. ~ ગાંધીજી
(10) અહિંસા વીરોની હોવી જોઈએ, દુર્બળોની નહિ.
~ ગાંધીજી
(11) અહિંસાનો અર્થ છે, ઈશ્વર પર ભરોસો રાખવો.
~ ગાંધીજી
(12) સત્ય અને અહિંસાનો પાઠ હું બાળક પાસેથી શીખ્યો છું. ~ ગાંધીજી
(13) હાસ્ય દરેકની મૂંઝવણ દુર કરી દે છે. ફક્ત મારા મનની જ નહિ, તમારા મનની પણ. ~ ગાંધીજી
(14) વ્યકતિથી ભૂલ થાય છે. પરંતુ વ્યકતિ પોતાની ભૂલને છપાવે છે અથવા તેને સત્ય ઠેરવવા જુઠું બોલે છે, તો તે ખતરનાક બને છે. ~ ગાંધીજી
(15) દરરોજ થોડું થોડું વાંચવાની ટેવ પાડો. વધારે નહિ તો રોજ એક કલાક વાંચો અને વરસમાં તને કેટલું વાંચ્યું તેનો અંદાજ તમને જ આશ્ચર્ય આપી જશે. ~ ગાંધીજી
(16) પુરુષાર્થ પરિસ્થિતિઓને અનુકુળ બનાવી દે છે.
~ ગાંધીજી
(17) જે નાના કામોમાં બેદરકાર રહ્યો છે, તેનાથી મોટા કામો નથી થતા. પહાડ પણ રજકણોનો બનેલો છે. જો રજકણ પોતાની ગ્રહકશક્તિ ત્યજી દે તો પહાડ ભૂકો થાય. એમ જ નાનામાં નાના કામો માટે સમજવું. ~ ગાંધીજી
(18) જે હંમેશા મહેનતમાં ડૂબેલો છે, એની હંમેશા જીત જ થાય છે. - ગાંધીજી
(19) માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઇ શકે છે. હિમાલયના શિખર પર નહિ. - ગાંધીજી
(20) મૂર્તિપુજા પ્રત્યે મારી અનાસ્થા નથી, મૂર્તિ મારા મનમાં કશો પૂજ્યભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનું છું કે, મૂર્તિ પૂજા એ મનુષ્ય સ્વભાવનું એક અંગ છે. આપણે કઈ ને કઈ સ્થૂળ વસ્તુને માનવા - પૂજવાના તરસ્યા હોઈએ છીએ.
~ ગાંધીજી
(21) માણસ માથું ઊંચું રાખી આગળ વધવા જન્મ્યો છે, ઝૂકવા માટે નથી જન્મ્યો. કોઈનું અયોગ્ય દબાણ સહન ન કરો. અન્યાય ન સહો. સત્યની કાજે જરૂર પડે તો પ્રાણાર્પણ કરી દો.
~ ગાંધીજી
(22) લખેલા કે બોલેલા શબ્દની શક્તિ કરતા મને વિચારની શક્તિમાં વધુ શ્રદ્ધા છે. ~ ગાંધીજી
(23) જીવન સર્વ કલાઓથી ઉચ્ચ છે. અને હું આ પણ ઘોષણા કરું છું કે જે વ્યક્તિ જીવનમાં પૂર્ણતા લાવવાનો પ્રયાસ કરે છે તે એક મહાન કલાકાર છે. - ગાંધીજી
(24) ઘૃણાથી ક્યારેય ઘૃણા પર વિજય પ્રાપ્ત થતો નથી. પ્રેમથી જ ઘૃણા પર વિજય મેળવી શકાય છે. આ જ સનાતન નિયમ છે. ~ મહાત્મા ગાંધી
(25)
A65 શ્રીમદ્દ રાજચંદ્ર
****************
(1) ભક્તિ એ સર્વોપરી માર્ગે છે, અને તે સત્ગુરુંના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે એવો પદાર્થ છે.
~ શ્રીમદ્દ રાજચંદ્ર
(2) સંસારની ઘટનાઓ અને માયાજાળ જોઈ ચિંતામાં ડૂબી જશો નહિ. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી જ છે.
~ શ્રીમદ્દ રાજચંદ્ર
(3) ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(4) અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાનાથી જ્ઞાન પામે નહિ. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતસમયે પણ જ્ઞાન પામે. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(5) ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(6) તું ગમે તે ધર્મને અનુસરતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ છે કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(7) મળ, વિક્ષેપ અને આવરણ એ જીવતા ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષના વચનથી પ્રાપ્તિથી આવરણ હઠે છે. ભક્તિથી વિક્ષેપ દુર થાય છે. સરળપણું, ક્ષમા, સ્વદોષદર્શન, અલ્પ પરિગ્રહ વગેરે સાધનો મળ મટાડે છે. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(8) જીવન ટૂંકું છે, અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જીંદગી લાંબી લાગશે. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(9) બધા પાસા અવળા પડે, અને કોઈ ઉપાય ન સુઝે ત્યારે બધું ભગવાન પર છોડી દો. ~ શ્રીમદ્દ રાજચંદ્ર
(10) મિથ્યાત્વ તે અંતર્ગ્રંથી છે, પરિગ્રહ તે બાહ્યગ્રંથી છે.
~ શ્રીમદ્દ રાજચંદ્ર
(11) ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે.
~ શ્રીમદ્દ રાજચંદ્ર
A66 શ્રીમાતાજી
*************
(1) જે લોકો પ્રભુની અંદર, હા કેવળ પ્રભુની અંદર જ પોતાનો પૂર્ણ વિશ્વાસ મૂકે છે, તેમને માટે નરી ઉત્તમ વસ્તુઓ બનતી રહે છે. ~ શ્રીમાતાજી
(2) આપણે દેહથી જુદા છે, એનો અનુભવ લેવાનો અને પાછું તે જ શરીરથી ત્રિકાળજ્ઞાન પ્રાપ્ત કરવાનું, એનો પણ અનુભવ લેવાનો. ~ શ્રી માતાજી
A67 સંત કબીર
************
(1) સાચો જ્ઞાની વાદવિવાદ કરતો નથી. વાદવિવાદ પણ એક અજ્ઞાનતાની જ અવસ્થા ગણાય છે. ~ સંત કબીર
(2) આ સંસારમાં પ્રત્યેક જીવ પોતપોતાની રીતે પ્રપંચો કરીને યુક્તિપૂર્વક જીવે છે. અમારા જેવા જાણકારોનું કોઈ કહ્યું માનતું નથી. બધા જ સ્ત્રી, સુવર્ણ, જરીમખમલના રેશમી વસ્ત્રો, ઘોડાઓ વગેરે અનેક પ્રકારની સંપત્તિ એકત્ર કરવામાં પડયા છે, પરંતુ તેઓનું જીવન તો થોડુક જ બાકી રહ્યું છે. ~ સંત કબીર
(3) જીવને વૃદ્ધાવસ્થા દરમ્યાન જ પોતાનાથી થયેલી મોટી મોટી ભૂલોનું ભાન પ્રગટે છે, તે એક મોટી કરુણતા છે. ~ સંત કબીર
(4) સર્વ મહાપુરુષોનો એકસરખો અનુભવ છે કે લોકો પરાવાણી સાંભળે છે પણ તેને અનુસરતા નથી. બહુ ઓછા માણસો મહાપુરુષોનો લાભ લઇ શકે છે. જગતની એ કરુણતા છે અને નક્કર વાસ્તવિકતા પણ છે. ~ સંત કબીર
(5) જ્યારથી સંપત્તિને જ સુખનું કારણ માન્યું ત્યારથી જ આ જગત ખોટે માર્ગે જઈ રહ્યું છે. ~ સંત કબીર
(6) કોઈનું શરીર વિષયોમાં ઘસડાતું નથી, તો મન ચાલ્યું જતું હોય છે, અને કોઈનું મન જતું નથી તો વિષયોમાં તન દોડતું ચાલ્યું જાય છે. વિવેકી પુરુષ તો તે જ ગણાય કે જેનું મન પણ અને તન પણ વિષયોમાં ઘસડાતું નથી. ~ સંત કબીર
(7) બુધ્ધિશાળી માણસ તે જ છે કે જે વર્તમાનને જ બરાબર સમજે અને યથાયોગ્ય કરે. ~ સંત કબીર
(8) જેનું મન તાલીમ પામીને ઉન્મન બન્યું છે તે જ પરમ યોગી. તેને જ પરમહંસની પદવી પણ આપી શકાય. ~ સંત કબીર
(9) જે દેહ ધરીને આવે છે તેને મૃત્યુનો દંડ ભરવો જ પડે છે, મૃત્યુ તો સારાનરસા સર્વનું થાય છે, પરંતુ જ્ઞાની મૃત્યુનો અનુભવ નિર્લેપ ભાવે કરે છે, જયારે અજ્ઞાની રોદણાં રડીને કરે એટલો જ તફાવત રહે છે. ~ સંત કબીર
(10) ભગવાન પ્રેમથી, અહિંસાથી, સત્કર્મોથી પ્રસન્ન થઇ શકે, હિંસાથી તો નહિ જ. ~ સંત કબીર
A68 સુરીરામ
***********
(1) 'દઈશું તો મળશે ' તમે માનનારો જીવ આર્યદેશનો દાતાર કહેવાય.
'દઈશું તો છૂટશે' તમે માનનારો જીવ જૈનશાસનનો દાતાર કહેવાય. ~ સુરીરામ
(2) જેને સાધુ થવાની ઈચ્છા નહિ તે જૈન નહિ. અને જે જૈન નહિ તે સંઘમાં નહિ. ~ સુરીરામ
(3) દુર્જનની દોસ્તી તો નહિ પણ પહેચાન પણ ન કરતા.
કોલસો ગરમ હશે તો હાથ બાળશે અને ઠંડો હશે તો હાથ કાળા કરશે. ~ સુરીરામ
(4) દુખ આવે તો કોઈની દયા માંગવી નહિ
અને બીજાને દુખ આવે તો દયા વગર રહેવું નહિ. ~ સુરીરામ
(5) સંસાર વધારનારી વસ્તુઓનો ત્યાગ અને
મોક્ષ મેળવી આપનારી વસ્તુઓનો સ્વીકાર તેનું નામ સમ્યક્ચારિત્ર! ~ સુરીરામ
(6) જેવા ન હોઈએ તેવા ઓળખવાની ઈચ્છા,
તેના જેવું જગતમાં કોઈ પાપ નથી. ~ સુરીરામ
(7) વિષયનો વિકાર જેટલો ઘટે તેટલો આત્મવિકાસ થાય.
~ સુરીરામ
(8) જીવનમાં થયેલું આપણું એક પણ પાપ મરતા પહેલા
આપણા હૈયામાં ન રહેવું જોઈએ પણ યોગ્યગુરું આગળ કહી જ દેવું જોઈએ. ~ સુરીરામ
(9) રાગ તો અગ્નિની જ્વાલા છે, અને વિરાગ તો અમૃતનો કુંડ છે. ~ સુરીરામ
(10) જેટલું દેખાય તેટલું જ માને તેનું નામ નાસ્તિક! ~ સુરીરામ
(11) વૈરાગ્ય સાથે વ્યાખ્યાનની કળા એ ગુણ
અને વૈરાગ્ય વિનાની વ્યાખ્યાનકળા એ નાટક. ~ સુરીરામ
(12) જેને મન સત્યપક્ષ અને અસત્યપક્ષ બંને સરખા તે મહાબેવકૂફ. ~ સુરીરામ
(13) દ્રવ્ય ઉપકારથી જેને આનંદ થાય છે તે ભવાભીનંદી છે અને
ભાવ ઉપકારથી જેને આનંદ થાય તે આત્માંનંડી છે. ~ સુરીરામ
(14) 'સંસાર ખરાબ જ અને મોક્ષ સારો જ' એ અખંડરૂચી તેનું નામ સમ્યગ્દર્શન! ~ સુરીરામ
(15) શિયાળામાં અગ્નિથી કામ લેવાય પણ અગ્નિ સાથે હાથ ન મિલાવાય,
તેવી રીતે વિજાતીયથી કામ પુરતો પરિચય રખાય પણ વધારે પરિચય ન રખાય. ~ સુરીરામ
(16) જેને ધર્મનો સ્વાદ આવતો હોય તે પાંચમાં આરામાં જીવતો હોવો છતાં
ચોથા આરામમાં જ જીવે છે. ~ સુરીરામ
(17) જેનામાં અધ્યાત્મભાવ આવી જાય તેને સંસાર હૈયાથી મીઠો ન લાગે,
પણ તેનો સંસાર ચાલે મીઠો. ~ સુરીરામ
(18) આર્યરાજવીઓના કાયદા ગુનેગાર માટે હતા, જયારે આજની સરકારનાં કાયદા ધર્મ માટે છે. ~ સુરીરામ
(19) જેટલો ગુનો ખરાબ છે તેટલો ગુનેગાર ખરાબ નથી.
~ સુરીરામ
(20) રહેવા માટે ઘર મલ્યુ છે તે પુણ્યોદય છે પણ ઘરમાં રહ્યા છો તે પપોદય છે. ~સુરીરામ
(21) પોતાની ભૂલ સમજવાની તાકાત કેળવવી એ સુધરવાનો રસ્તો છે. ~ સુરીરામ
(22) જે પોતાની ભૂલ પોતે જોઈ શકે તેનું કલ્યાણ જલ્દી થાય.
~ સુરીરામ
(23) પોતાની ભૂલ સમજવાની તાકાત કેળવવી એ સુધરવાનો રસ્તો છે. ~ સુરીરામ
(24) જો વિધિમાર્ગની સ્થાપના કરવાની તાકાત ન હોય તો
અવિધિનું ઉન્મૂલન કરવાની શાસ્ત્રે મના કરી છે. ~ સુરીરામ
(25) જીવાદી નવતત્વોનો સાચો જ્ઞાતા સત્વહીન ન હોય.
~ સુરીરામ
(26) આસક્તિપૂર્વક સુખ ભોગવવું એટલે મૂડી સાફ કરવી
અને સમાધિપૂર્વક દુખ ભોગવવું એટલે દેવું સાફ કરવું.
~ સુરીરામ
(27) જેને ભૂતકાળનો ખ્યાલ, વર્તમાનમાં સાવચેતી અને ભવિષ્યની ચિંતન;
આ ત્રણ ન હોય તેને ધર્મમાં રસ ન આવે. ~ સુરીરામ
(28) ખરાબ કામમાં હૃદયથી સાથ ન આપે અને સારા કામમાં સદાય સાથ આપે તે સન્મિત્ર. ~ સુરીરામ
(29) સાધર્મિકને સાથે જમાડ્યા વગર જમવું
તે મીઠા વગરનાં ભોજન જેવું લાગવું જોઈએ. ~ સુરીરામ
(30) જૈન સંઘ પોતાની ફરજ અદા કરે તો તે જગતનો કલ્પતરુ છે અને પોતાની છાયા આખા જગત પર પથારી શકે એવો છે.
~ સુરીરામ
(31) આ સંસાર એવો અસાર છે કે
એમાં રહેલા દુખમાં ઝૂરે છે અને સુખીઓ પણ દુખમાં ઝૂરે છે.
~ સુરીરામ
(32) અર્થ-કામ એ પાપનું મૂળ, પાપ એ દુઃખનું મૂળ છે
દુખ ન જોઈતું હોય તો અર્થ-કામની ઈચ્છા છોડવી પડશે.
~ સુરીરામ
(33) અયોગ્ય ઉપર ગુસ્સો કરવો નકામો છે, અયોગ્ય ગુસ્સો કરવો નકામો છે.
અયોગ્ય રીતે ગુસ્સો કરવો નકામો છે. ~ સુરીરામ
(34) ક્રોધ એ ભસતા કુતરા જેવો છે. માન-માયા-લોભ એ હડકાયા કુતરા જેવો છે. ~ સુરીરામ
(35) અહીસા શીખવા, સત્ય સમજવા અને સંયમને
જાણવા દુનિયાને જૈનોના ઓટલા ઘસવા પડશે ! ~ સુરીરામ
(36) પ્રિય ઉપર રાગ નહિ અને અપ્રિય ઉપર દ્વેષ નહિ તેનું નામ સમતા. ~ સુરીરામ
(37) ઓછું સમજે તે ચાલે પણ ઊંધું સમજે ન ચાલે.
~ સુરીરામ
(38) જે આત્માની ચિંતા કરે તેનું નામ સુગુરુ! ~ સુરીરામ
(39) પરમાત્મા પાસે જઈને બે માંગણી કરો.
એક તો દુખ વેઠવાની શક્તિ આપ અને બીજું સુખ છોડવાની શક્તિ આપ. ~ સુરીરામ
(40) સુખની સામગ્રીમાં સુખ નથી પણ મનના સંતોષમાં સુખ છે. ~ સુરીરામ
(41) મોક્ષનો અર્થી જે માંગે તે મોક્ષની સાધનમાં અનુકુલ હોય તે જ માંગે. ~ સુરીરામ
(42) ગુણીનું અપમાન, ગુણીની નિંદા અને ગુણીની અવજ્ઞા એના જેવું કોઈ પાપ નથી. ~ સુરીરામ
(43) રાગદ્રેષનાં પ્રશંગો મન ઉપર અસર ન કરે તેનું નામ સમાધિ. ~ સુરીરામ
(44) નવપદ એ શ્રી જૈનશાસનનું પરમતત્વ છે, પરમરહસ્ય છે અને પરમમંત્ર છે. ~ સુરીરામ
(45) ભોગના ભૂખ્યાને ક્યારે પણ સમ્યગ્જ્ઞાનની ભૂખ હોય
ભોજનના રસિયાને ક્યારે પણ ધર્મક્રિયામાં રસ ન હોય.
~ સુરીરામ
(46) `સંવેગ` એટલે એકમાત્ર મોક્ષનો જ સાચો અભિલાષ.
~ સુરીરામ
(47) શાસ્ત્રો કહે છે કે, ઉદાર એવા દેવાદારે જાહેરમાં દાન ધર્મ કરવો નહિ. ~ સુરીરામ
(48) અનુકંપાહીન હૈયામાં ધર્મના અંકુરા પ્રગટ થઇ શકતા નથી.
~ સુરીરામ
(49) દુખના દ્રેષથી અને સાંસારિક સુખના પ્રેમથી જ આપણે અનંત કાલ દુખી થયા છીએ,
થઇએ છીએ અને ભવિષ્યમાં દુખી થવાના છીએ. ~ સુરીરામ
(50) લક્ષ્મી આવે અને તેને સારા માર્ગે ખર્ચવાનું મન ન થાય તો
સમજજો કે તે પાપ કરાવવા માટે આવી છે. ~ સુરીરામ
(51) ગૃહસ્થ સારો હોઈ શકે પણ ગૃહસ્થાવાસ તો સારો નથી જ. ગૃહસ્થાવાસને શાસ્ત્રે 'કતલખાનું' કહ્યું છે! ~ સુરીરામ
(52) ત્યજવા લાયક ચીજને લેવા લાયક માનવી એનું નામ પણ મિથ્યાત્વ છે. ~ સુરીરામ
(53) ત્યાગ માટે રાગ કરાય પણ રાગ માટે ત્યાગ ન કરાય.
~ સુરીરામ
(54) સારું કામ પણ ગુરુને પૂછ્યા વગર ન થાય. ~ સુરીરામ
(55) શ્રાવકે વગર કારણે કમાવું તે પાપ છે! અમારે વગર કારણે ખાવું તે પાપ છે. ~ સુરીરામ
(56) દયા બધા ઉપર હોય જયારે સેવા માર્યાદિત હોય !
~ સુરીરામ
(57) દુખ ટાળી આપવાની માંગણી કરે તે દિન અને સુખ મેળવી આપવાની વાતો કરે તે ભિખારી. ~ સુરીરામ
(58) કોઈના જીવવામાં નિમિત ન થઇએ તો કાંઈ નહિ
પણ કોઈના મરણમાં તો નિમિત ન જ થવું જોઈએ. ~ સુરીરામ
(59) તમારે સુખી થવું હોય તો બે મંત્રનો જાપ કરો;
૧. મારે કાઈ જોઈતું નથી. ૨. મારો કોઈ દુશ્મન નથી. ~ સુરીરામ
(60) પહેલા ધર્મ કરતા શુદ્ધ આશય રાખ્યો નથી માટે
આજે ધર્મ કરતા શુદ્ધ આશયનું સ્વપ્ન પણ આવતું નથી.
~ સુરીરામ
(61) ધર્મની ચર્ચાથી, વાતોથી કે મતભેદોથી ક્યારે પણ શ્રદ્ધા ઘટતી નથી પણ વધે છે. ~ સુરીરામ
(62) હૈયે જુદું, હોઠે કાંઈ અને વર્તનમાં જુદું એનું નામ દંભ.
~ સુરીરામ
(63) પ્રાયશ્ચિત પણ ભાવ નાં ઉલ્લાસ વિના પાપ ખપાવવા સમર્થ નથી. ~ સુરીરામ
(64) મનનો જે માલિક તેનું નામ જ સાચો માનવ. ~ સુરીરામ
(65) સંસારના વિચારો તે ચિંતા કહેવાય.
આત્મા વિચારો તે ચિંતન કહેવાય. ~ સુરીરામ
(66) આપણા હૈયામાં મૈત્રીભાવ પેદા કરે તેનું નામ મિત્ર.
જગતભરનાં સર્વે જીવોનું ભલું ઇચ્છવું તેનું નામ મૈત્રીભાવ.
~ સુરીરામ
(67) અર્થ-કામ મળે ધર્મથી, ભોગવાય ધર્મથી અને પચે પણ ધર્મથી. ~ સુરીરામ
(68) મનગમતામાં આનંદ અને અણગમતામાં અફસોસ કર્મબંધનું કારણ છે. ~ સુરીરામ
(69) ભૂખ્યા રહેવું તે તપ નથી તેમ નગ્ન રહેવું તે અપરીગ્રહ નથી.પણ 'ઈચ્છાનિરોધ' તે તપ છે અને 'વસ્ત્રો ઉપર રાગનો અભાવ' તે અપરિગ્રહ છે. ~ સુરીરામ
(70) ધર્મ માટે જ જે કજીયો કરે તે મહાપુરુષ. ~ સુરીરામ
(71) અર્થ અને કામના દાનથી જે ઉપકાર થાય તે દ્રવ્ય ઉપકાર કહેવાય અને ધર્મનાં દાનથી જે ઉપકાર થાય તે ભાવ ઉપકાર કહેવાય. ~ સુરીરામ
(72) વ્યાખ્યાન,સાંભળવા આવનારની ભૂલો બતાવવા માટે છે, વખાણ કરવા માટે નથી. ~ સુરીરામ
(73) અનંતજ્ઞાનીઓએ કહેલી વાતની રૂચી થવા ન દે તેનું નામ ' દર્શનમોહનીય, અને રૂચી થાય તો પણ વર્તન ન કરવા દે, તેનું નામ 'ચારિત્રમોહનીય.' ~ સુરીરામ
(74) સુખ મળે તો હું ધર્મ વધારે કરું
આ વાત ધર્મ નથી બોલાવતો પણ સુખની ભીખ બોલાવે છે.
~ સુરીરામ
(75) સમ્યક્ચારિત્રને નિર્મલ કરવા માટે કર્મોને તપાવવા તેનું નામ સમ્યકતપ ! ~ સુરીરામ
(76) દુખ કાઢી નાંખવું તે પરાધીન ચીજ છે, પણ દુખ આનંદથી સહન કરવું તે સ્વાધીન ચીજ છે. ~ સુરીરામ
(77) 'આ લોકનાં સુખ અને પરલોકનાં સુખ માટે ય ધર્મ કરાય'
એમ કહેનારા જે મતો ચાલે છે તે મતના ત્યાગીઓ કા તો મોહગર્ભિત વૈરાગ્યવાળા જ હોય! ~ સુરીરામ
(78) અર્થ-કામને ઈચ્છવા તે પાપ,માંગવા તે પાપ, અને આવે તો સ્વીકારવા તે પાપ. ~ સુરીરામ
(79) કોઈ મન ન આપે તેવી શ્રીમંતાઈ કરતા સહુ માન આપે એવી દરિદ્રતા સારી છે. ~ સુરીરામ
(80) સુખમાં લીન ન બનો, દુખમાં દિન ન બનો. ~ સુરીરામ
(81) અર્થ કામનો ઉપદેશ આપવો તે રોગીને અપથ્ય આપવા જેવો ધંધો છે. ~ સુરીરામ
(82) આ લોકમાં સમાધિ, પરલોકમાં સુખ
અને પરિણામે મોક્ષમાં પહોચાડવાની શક્તિ ધર્મક્રિયામાં છે.
~ સુરીરામ
(83) જેટલા પાપો નિષેધવમાં આવ્યા છે, તે બધાં પાપો જો સત્યની રક્ષા માટે
ઉપયોગપૂર્વક કરનામાં આવે તો તે પાપ પણ ધર્મસ્વરૂપ બની જાય છે. ~ સુરીરામ
(84) ધર્મી 'ઝગડાખોર' થતો નથી, પણ ધર્મનાં રક્ષણને માટે
ઝઘડો જો આવી જ પડે તો તે પીઠ પણ બતાવતો નથી.
~ સુરીરામ
(85) વ્યવહારનય પ્રવુતિ જોનારો છે અને નિશ્ચયનય પરિણામ જોનારો છે. ~ સુરીરામ
(86) ક્રિયા મૂળ શ્રધા છે. શ્રધાનું મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ ભક્તિ છે, ભક્તિનું મૂળ ભગવાન છે. ~ સુરીરામ
(87) જે લોકો એમ કહે છે કે ' અધ્યાત્મ એટલે ક્રિયા નહિ ' તેમને પૂજય યશોવિજયજી મહારાજ
એમ કહે છે કે " ક્રિયા એટલે જ " અધ્યાત્મ ". ~ સુરીરામ
(88) પંડિતને મુઝવે, ભણેલાને ય ભુલાવે, સમજુ પાસે પણ ગાંડપણ કરાવે તેનું નામ મોહ ! ~ સુરીરામ
(89) દરરોજ ધર્મશાસ્ત્રને સાંભળનારા યુવાનો
સંઘનાં, શાસનનાં અને ધર્મનાં કામ સારી રીતે સંપન્ન કરી શકે.
~ સુરીરામ
(90) સંસારની ક્રિયા વેઠથી થાય તો કર્મક્ષય થાય અને ધર્મની ક્રિયા વેઠથી થાય તો કર્મબંધ થાય. ~ સુરીરામ
(91) સઘળાં પાપોને ખપાવવાનો; દીક્ષા જેવો કોઈ ઉત્તમ રસ્તો નથી. ~ સુરીરામ
(92) સ્વમીદ્રોહ, મિત્રદ્રોહ, સ્વજનદ્રોહ અને વિશ્વાસઘાત
આ ચાર પાપ હૈયામાંથી ગયા વિના મંદિર અને ઉપાશ્રય ફળશે નહિ. ~ સુરીરામ
(93) સાધુને અનુકુળતા ન ગમે અને શ્રાવકને અનુકુળતા ગમે તે ન ગમે. ~ સુરીરામ
(94) પારકી વાત કરવી હોય તો સારી હોય તે જ કરવી
અને ખરાબ વાત કરવી હોય તો પોતાની હોય તે જ કરવી.
~ સુરીરામ
(95) ધર્મી,દુશ્મન સાથે લડે ત્યારે બે વાત કડવી કહે પણ બે વાત ખરાબ ન કહે.
તેના મોઢામાંથી લડતા પણ અપશબ્દ ન નીકળે. ~ સુરીરામ
A69 સુરેશ દલાલ
***************
(1) હિંમત અને સચ્ચાઈનો જવાબ મળે જ છે.
~ સુરેશ દલાલ
(2) આ અહં જ અમારી સીમા છે. ~ સુરેશ દલાલ
A70 સેનેકા
*********
(1) વાસ્તવિક આનંદનો આધાર અંતકરણ જ છે. ~ સેનેકા
(2) સારા દષ્ટાંત આપણને સારા કર્યો કરવા પ્રેરે છે. મહાન આત્માઓનો ઈતિહાસ આપણને ઉદાર વિચાર કરવા પ્રેરે છે.
~ સેનેકા
A71 સોક્રેટીસ
***********
(1) પ્રશ્ન પૂછવાનું બંધ કરાવીને તમે પ્રશ્ન પતાવી ન શકો.
~ સોક્રેટીસ
(2) જે પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવે છે તે જ બીજાના ક્રોધથી બચી શકે છે તે જ પોતાનું જીવન સુખી બનાવી શકે છે. ~ સોક્રેટીસ
(3) ક્રાંતિ નાની નાની વાતોના વિષયમાંથી થતી નથી. પરંતુ નાની નાની વાતોમાંથી ઉદ્દભવે છે. ~ સોક્રેટીસ
(4) ફક્ત એ જ આળસુ નથી, જે કઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે, જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
~ સોક્રેટીસ
A72 સ્પિનેજા
***********
(1) અભિમાની માનસ પોતાના સારા કામો ગણાવ્યા કરે છે, અને બીજાના ખરાબ કામો જ ગણાવ્યા કરે છે. ~ સ્પિનેજા
(2) પ્રકૃતિની પ્રત્યેક ચીજ એક કારણ છે જેનું કંઈક ને કંઈક પરિણામ (પ્રભાવ) અવશ્ય હોય છે. ~ સ્પિનેજા
A73 સ્વામી આનંદ
**************
(1) જો હું મારી પોતાની સ્વતંત્રતામાં કોઈની દખલગીરી કે નુક્તેચીની સાંખી ન શકું તો બીજાની તેવી જ આગવી સ્વતંત્રતામાં દખલ દેવાનો હક મને હોઈ જ ન શકે.
~ સ્વામી આનંદ
(2) માનવી ગમે તેટલો મહાન હોય, પણ તેના મગજનો એકાદ સ્ક્રુ ઢીલો હોય તેવો અનુભવ ક્યારેક થતો જ હોય છે.
~ સ્વામી આનંદ
A74 સ્વામી સચ્ચિદાનંદજી
********************
(1) દુનિયાના મહાન સમ્રાટો અને અબજોપતીઓ કોલેજમાંથી નહિ, પણ ત્રાજવા (વેપાર) માંથી બન્યા છે.
~ સ્વામી સચ્ચિદાનંદજી
(2) આશીર્વાદથી જ સિદ્ધી મળે એવી માન્યતા ધરાવતી પ્રજા સોંથી વધુ નમાલી જ હોય. ~ સ્વામી સચ્ચિદાનંદજી
(3) જેમ જીવનની અસ્મિતા માટે શૌર્ય અને પરાક્રમ જરૂરી છે એવી જ રીતે સન્માનપૂર્વક - ખુમારીથી જીવવા માટે ધનની પણ જરૂર છે. પ્રજા સમૃદ્ધ હોવી જોઈએ, સુખી હોવી જોઈએ. આપણો આદર્શ સમૃદ્ધ રાષ્ટ્રનો છે. સુદામા જેવી વ્યક્તિ એક હોઈ શકે, પણ સુદામા જેવી આખી પ્રજા ન બનાવી શકાય.
~ સ્વામી સચ્ચિદાનંદજી
A75 સ્વેટ માર્ડન
*************
(1) ધનાઢ્ય તેમજ નિર્ધન બંને ચારિત્રના અધિકારી છે. સમાજ માટે બંનેની અપેક્ષા છે પરંતુ ધનાઢ્ય ધનના ઘમંડમાં તે ગુમાવી બેસે છે અને નિર્ધન તેને પોતાનું સર્વસ્વ માનીને અપનાવે છે.
~ સ્વેટ માર્ડન
(2) એક પ્રસન્નહૃદય, ઉજ્જવળ અને સંતોષી માણસ ઘરના બીજા લોકોની ચિત્તવૃત્તિને સ્થિર અને આનંદપૂર્ણ કરવામાં સફળ થાય છે. ~ સ્વેટ માર્ડન
(3) ગાંડા તો બધા જ હોય છે, પણ પોતાના ગાંડપણનું વિશ્લેષણ કરી શકે તેને ફિલોસોફર કહે છે. ~ સ્વેટ માર્ડન
(4) જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. ~ સ્વેટ માર્ડન
(5) જગત એક ઘુમ્મટ જેવું છે જ્યાંથી આપણો જ અવાજ પરઘો પડીને પાછો આવે છે. આ એક અરીસો છે જેમાં આપણું પ્રતિબિંબ દેખાય છે. જો આપણે હસીએ તો તે પણ હશે છે. જો આપણે રડીએ તો તે પણ રડે છે, એક વખત આ સૃષ્ટિના સૌન્દર્યને આપણા હૃદયમાં છલકાવી જુઓ, આપનો આત્મા તે સૌન્દર્યના ઉલ્લાસથી પરિપૂર્ણ થઇ જશે. ~ સ્વેટ માર્ડન
A76 હજરત અલી
**************
(1) જે વ્યક્તિ બીજાના રહસ્યો તમારી સમક્ષ પ્રગટ કરે છે, ક્યારેક તમારા રહસ્યો તેને જણાવશો નહિ. કારણકે બીજાના રહસ્યો તે તમારી સમક્ષ પ્રગટ કરે છે તે પ્રમાણે તમારા રહસ્યો તે અન્ય સમક્ષ પણ પ્રગટ કરે. ~ હજરત અલી
(2) માણસ કેવી રીતે મૃત્યુ પામે છે એનું સહજ મહત્વ નથી, પરંતુ મહત્વ તો એ વાતનું છે કે તે જીવન જીવે છે કેવી રીતે.
~ હજરત અલી
A77 હેમંતરાજ
***********
(1) ફરજ એ એવી વસ્તુ છે કે જેની હંમેશા આપણે બીજા પશેથી આશા રાખીએ છીએ. ~ હેમંતરાજ
(2) ઊંઘનું નામ કળયુગ છે. આળસનું નામ દ્રાપર છે. ઊઠીને ઊભા રહેવાનું નામ ત્રેતા છે, અને ચાલવાનું નામ સતયુગ છે. માટે સતત ચાલતા રહો... ચાલતા રહો. ~ હેમંતરાજ
(3) ટપાલી એ પ્રેમી નથી, પણ દિલની વાત જરૂર પહોચાડે છે.
~ હેમંતરાજ
(4) ફિલોસોફર એ માણસ છે કે જેને શું કરવું જોઈએ તે 'થઇ ગયા' પછી જ ખબર પડે છે. ~ હેમંતરાજ
(5) ગાડી ઝડપભેર, ગર્વથી અને સરલતાથી દોડી શકે છે; એનું કારણ એ છે કે એ પોતાની લાઈન ઉપર જ દોડ્યે જાય છે.
~ હેમંતરાજ
(6) અખબારનો તંત્રી અને માલિક પણ આખરે માનવી જ છે. તે કઈ દેવ કે ન્યાયાધીશ નથી. તે તટસ્થ છે કે કોઈની શેહશરમમાં તણાતો નથી એવી બાદશ તે મારે તે સાવ ખોટું છે.
~ હેમંતરાજ
A78 હેમચંદ્રાચાર્ય
**************
(1) સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દોષો ક્ષીણ થઇ ગયા છે એવા બ્રમ્હા હો, વિષ્ણુ હો, મહાદેવ હો કે જીન હો - ગમે તે હો તેમને નમસ્કાર થાઓ !
~ હેમચંદ્રાચાર્ય
(2) ઉપશમ જેનું ફળ છે એ વિધ્યાબીજ્માંથી ધન ઇચ્છ્નારાઓનો આયાસ નિષ્ફળ જાય એમાં શું આશ્ચર્ય છે?
~ હેમચંદ્રાચાર્ય
(3) ઓડકાર દ્વારા આહારની ખબર પડે; તેમ વાણી દ્વારા ભાવનુ અનુમાન કરી શકાય છે. - હેમચંદ્રાચાર્ય
(4) ગમે તે સમયે, ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વીતરાગ એક જ છે, તે તું હો તો હે ભગવાન ! તને મારા નમસ્કાર થાઓ ! - હેમચંદ્રાચાર્ય
(5) કુતરો માટીનું ઢેફું ફેંક્નારને છોડી ઢેફાને જ કરડે છે; જયારે સિંહ બન જોતા જ બન મારનારાને પકડે છે.
~ હેમચંદ્રાચાર્ય
(6) 'અમારો મોહનો ઉદ્ભવ જતો રહ્યો છે, અને અમારામાં સંયમ થયો છે, અને વિષયો અમારામાં ચંચળતા કરતા નથી' - આવો વિશ્વાસ ન કરો. ~ હેમચંદ્રાચાર્ય
(7) નવી નવી કલ્પનાઓ વડે ઝડહળતી પ્રજ્ઞા તે છે પ્રતિભા; અને એવી પ્રતિભાથી અનુપ્રાણિત વર્ણોમાં નિપુણ હોય તે કવિ.
~ હેમચંદ્રાચાર્ય
(8) બધા વ્રતો અહિંસાનો જ વિસ્તાર છે - વિસ્તાર છે, તેથી કોઈ વ્રત અહિંસા વિરોધી ન જ હોય, તે અહિંસાનું પોષક જ હોય. ~ હેમચંદ્રાચાર્ય
(9) સુભગ નારને નારીઓ અનુસરે, તેમ અલોભી સંપતિઓ અનુસરે છે. ~ હેમચંદ્રાચાર્ય
(10) કાવ્ય આનંદ માટે, યશ માટે અને કાંટા તુલ્ય ઉપદેશ માટે છે. ~ હેમચંદ્રાચાર્ય
(11) વીતરાગ જ દેવ છે. વીતરાગતા જ મોક્ષ છે. કષાયો અને ઇન્દ્રિયોથી જીતાયેલો આત્મા જ સંસાર છે, અને કષાયો અને ઇન્દ્રિયોને જીતનારો આત્મા જ મોક્ષ છે. ~ હેમચંદ્રાચાર્ય
A79 વિદૂરજી
**********
(1) નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કડી વિશ્વાસ કરવો જોઈએ નહિ.
(2) ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે.
(3) લક્ષ્મીની પ્રકૃતિ વિચિત્ર છે. તે અતિઅધિક શ્રેષ્ઠ ગુણોવાળા, દાનશીલ, વીર, દ્રઢતા અને બુદ્ધિનું અભિમાન રાખનારા પાસે નથી રોકાતી.
(4) આ સંસારમાં દૃષ્ટ બુદ્ધિવાળા હમેશા નમ્ર તથા લજ્જાશીલ લોકોને દબાવે છે, અને તેમનું અપમાન કરતા રહે છે એટલા માટે અતિ વધારે નમ્ર બનવું પણ ઉચિત નથી.
(5) એ હાની હાની નથી જે પાછળથી લાભ આપે. આ સંસારમાં નાશ એને કહેવામાં આવે છે જે ધર્મ, અર્થ અને ચરિત્ર બધાને નષ્ટ કરી દે છે.
(6) જે મનુષ્યોના ખફા થવાથી આજીવિકા મેળવવાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ જાય તેમની પૂજા દેવતાઓ સમાન કરાવી જોઈએ.
(7) પોતાના વશમાં આવેલ શત્રુને ક્યારેય છોડવો નહિ. જયારે તમે અશક્ત હોવ તો નમ્રતાપૂર્વક શત્રુને માન આપો. અને જયારે શક્તિઓ પ્રાપ્ત કરી લો ત્યારે તેનો જડમુળથી નાશ કરી નાખો. શત્રુનું અસ્તિત્વ હમેશા ભય પ્રદાન કરે છે.
(8) નારી, રાજા, સર્પ, સ્વામી, સ્વાધ્યાય શત્રુ, ભોગ અને આયુષ્યનો વિશ્વાસ બુદ્ધિમાન મનુષ્ય કદી કરતો નથી.
(9) છિદ્રયુક્ત ચરિત્રને અધર્મ, અન્યાય તથા તેના વડે પ્રાપ્ત કરેલ ધનથી છુપાવવાની ચેષ્ટા વ્યર્થ છે કારણકે એનાથી તો એ વધારે ફેલાય છે.
(10) પચવા યોગ્ય અન્નની, યૌવનાવસ્થાને ઓળંગી ગયેલ સ્ત્રીની, યુદ્ધમાં જીતનાર પરાક્રમીની તથા પરમતત્વને જાણનાર તપસ્વીની બધા જ પ્રશંસા કરે છે.
(11) ધારેલું કશું ન બને અને ન ધારેલું બધું જ બને તેનું નામ સંસાર.
(12) સદા મુખ ઉપર સ્મિત રાખો અને મધુર વાણીનો ઉપયોગ કરો. જેથી સર્વત્ર પ્રેમ ઉપજશે.
(13) મિત્રને ઉધાર દેવું એ મિત્રતા ખોવા બરાબર છે.
Comments
Post a Comment