આરતી Gujarati
શ્રી ગણેશ આરતી (આનંદ મંગળ કરૂં હું આરતી)
આનંદ મંગળ કરૂં હું આરતી હરિ
ગુરુ સંતની સેવા – [2]
પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો [2]
સુંદર સુખડા દેવા – વ્હાલા – [2]
— આનંદ મંગળ
મારે આંગણિયે તુલસીનો ક્યારો [2]
શાલિગ્રામની સેવા — વ્હાલા – [2]
આનંદ મંગળ
સકળ તીરથ મારા ગુરુજીને ચરણે—[2]
ગંગા જમુના રેવા – વ્હાલા—[2]
— આનંદ મંગળ
સંત મળે તો મહાસુખ થાયે –[2]
ગુરુજી મળે તો મેવા –વ્હાલા—[2]
આનંદ મંગળ
અધમ ઉધ્ધારણ ત્રિભુવન તારણ – [2]
આવો દરશન દેવા – વ્હાલા – [2]
— આનંદ મંગળ
સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ –[2]
નારદ શારદ જેવા – વ્હાલા – [2]
આનંદ મંગળ
કહે પ્રીતમ ઓળખો એ ધણીને – [2]
હરિનાં જન હરિ જેવા – વ્હાલા – [2]
— આનંદ મંગળ
______________________________________________
શ્રી ગણેશ આરતી (જય ગણેશ દેવા)
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||
******
સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,
દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો
હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…
જય દેવ જય દેવ...
જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..
જય દેવ જય દેવ…
ભાવભગત સે કોઈ શરણાગત આવે,
સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,
ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ…
જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા..
જય દેવ જય દેવ…
ઘાલીન લુટાંગન વાંદીન ચરન ડોલ્યાન્ની
પાહીન રુપ તુજ્હે પ્રેમે આંલગીન આનંદેન પુજીન ભાવેં ઉવાલીન મ્હાને નમઃ
ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિધ્યા દ્રવીન્મ ત્વમેવ ત્વમેવ સર્વં મમં દેવ દેવં
કાયેન વાચ મનદેન્દ્રીયૈર્વા બુધ્ધ્યાત્માન વા પ્રકૃતિસ્વભાવા
કરોમી યાદ્યત શકલમ પરસ્મી નારાયણાયેતી સમર્પયામી
અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરી
શ્રીધરં માધવમ ગોપીકા વલ્લભમ જાનકીનાયકં રામચન્દ્રં ભજે
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે…
હરે ક્રીષ્ના હરે ક્રીષ્ના, ક્રીષ્ના ક્રીષ્ના હરે હરે…
______________________________________________
શ્રી ગણેશ આરતી મરાઠી ભાષા માં (સુખકર્તા દુઃખહર્તા)
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી
નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી
સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી
કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
દર્શનમાત્રે મનકામના પૂરતી
જયદેવ જયદેવ
રત્નખચિત ફરા તુજ ગૌરીકુમરા
ચંદનાચી ઉટી કુમકુમકેશરા
હિરેજડિત મુકુટ શોભતો બરા
રુણઝુણતી નૂપુરે ચરણી ઘાગરિયા
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
દર્શનમાત્રે મનકામના પૂરતી
જયદેવ જયદેવ
લંબોદર પીતાંબર ફણિવરબંધના
સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના
દાસ રામાચા વાત પાહે સદના
સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના
જયદેવ જયદેવ જય મંગલમૂર્તી, હો શ્રી મંગલમૂર્તી
દર્શનમાત્રે મનકામના પૂરતી
જયદેવ જયદેવ
______________________________________________
ભગવાન સત્યનારાયણ આરતી
જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા .
સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી...
રત્ન જડિત સિંહાસન, અદ્ભુત છવિ રાજે .
નારદ કરત નીરાજન, ઘંટા વન બાજે જય લક્ષ્મી...
પ્રકટ ભએ કલિકારન, દ્વિજ કો દરસ દિયો .
બૂઢો બ્રાહ્મણ બનકર, કંચન મહલ કિયો જય લક્ષ્મી...
દુર્બલ ભીલ કઠારો, જિન પર કૃપા કરી .
ચંદ્રચૂડ ઇક રાજા, તિનકી વિપતિ હરી જય લક્ષ્મી...
વૈશ્ય મનોરથ પાયો, શ્રદ્ધા તજ દીન્હી .
સો ફલ ભોગ્યો પ્રભુજી, ફિર સ્તુતિ કિન્હીં જય લક્ષ્મી...
ભાવ-ભક્તિ કે કારણ, છિન-છિન રૂપ ધર્યો .
શ્રદ્ધા ધારણ કિન્હી, તિનકો કાજ સરો જય લક્ષ્મી...
ગ્વાલ-બાલ સંગ રાજા, બન મેં ભક્તિ કરી .
મનવાંછિત ફલ દીન્હો, દીન દયાલુ હરિ જય લક્ષ્મી...
ચઢત પ્રસાદ સવાયો, કદલી ફલ મેવા .
ધૂપ-દીપ-તુલસી સે, રાજી સત્યદેવા જય લક્ષ્મી...
સત્યનારાયણજી કી આરતી જો કોઈ નર ગાવે .
ઋષિ-સિદ્ધ સુખ-સંપત્તિ સહજ રૂપ પાવે જય લક્ષ્મી...
______________________________________________
ભગવાન વિષ્ણુ આરતી
ઓમ જય જગદીશ હરે
સ્વામી જય જગદીશ હરે
ભક્તો જનોના સંકટ
દાસ જનોનાં સંકટ
પળમાં દૂર કરે
ઓમ જય જગદીશ હરે
જે પૂજે ફળ પામે
દુ:ખ મટે મનનાં
સ્વામી દુ:ખ મટે મનનાં
સુખ સંપત્તિ ઘર આવે
રોગ મટે તનનાં
માતાપિતા તમે સૌના
શરણે છે દુનિયા
સ્વામી શરણે છે દુનિયા
નિસદિન તમને ભજતાં
દીન અને દુ:ખિયાં
ઓમ જય જગદીશ હરે
પરબ્રમ્હા પરમેશ્વર ભક્તોના બેલી
સ્વામી ભક્તોના બેલી
કરૂણા નયને વરસ
સ્નેહ હેતની હેલી
દીનબંધુ કૃપાળુ
રહેતાં સૌની સાથ
સ્વામી રહેતા સૌની સાથે
ભીડતાણે દયાળુ
ઝાલી લેતા હાથ
ઓમ જય જગદીશ હરે
અણુઅણુમાં જીવતાં
ફળ ફળમાં વસતાં
સ્મરણે અંતર્યામી
દેહ તજે મમતા
આરતી પરમાત્માને
જે કોઈ ગાશે
સ્વામી જે કોઈ ગાશે
સેવાને શ્રધ્ધાથી,
સુખ સંપન્ન થાશે
ઓમ જય જગદીશ હરે
ઓમ જય જગદીશ હરે
ભક્તો જનોના સંકટ
દાસજનોના સંકટ
ક્ષણમાં દૂર કરે
ઓમ જય જગદીશ હરે
______________________________________________
લક્ષ્મી માતા આરતી
ૐ જય લક્ષ્મી માતા મૈયા જય લક્ષ્મી માતા !
તુમકો નિસદિન સેવત (૨) હર વિષ્ણુ ધાતા !!
ૐ જય લક્ષ્મી માતા
ઉમા રમા બ્રાણી તુમ હી જગમાતા (૨)
સૂર્ય ચંદ્ભમાં દયાવત (૨) નારદ ૠષિ ગાતા
ૐ જય લક્ષ્મી માતા
દુર્ગારૂપ નિરંજનિ, સુખ સમ્પતિ દાતા (૨)
જો કોઈ તુમકો દયાવત (૨) રિદ્ધિ સિદ્ધિ ધનપાતા !!
ૐ જય લક્ષ્મી માતા
તુમ પાતાલ નિવાસિની તુમ હી શુભદાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશિની (૨) ભયનિધી કિત્રાતા !!
ૐ જય લક્ષ્મી માતા
જિસ ઘર તુમ રહતી તર્હ સબ સદગુણ આતા (૨)
સબ સંભવ હો જાતા, મન નહીં ધબરાતા
ૐ જય લક્ષ્મી માતા
તુમ બીન યક્ષ ન હોતે, વસ્તર ન હો રાતા (૨)
ખાન પાન કા વૈભવ (૨) સબ તુમસે આતા
ૐ જય લક્ષ્મી માતા
શુભ ગુણ મંદિર સુન્દર ક્ષીરોદધિ જાતા (૨)
રત ચતુર્દશ તુમ બિન (૨) કોઈ નહીં પાતા !!
મહાલક્ષ્મીજી કી આરતી જો કોઈ નર ગાવે (૨)
ઉર આનંદ સમાતા (૨) પાપ ઉતર જાતા
ૐ જય લક્ષ્મી માતા
______________________________________________
શિવજીની આરતી
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા.
ॐ હર હર હર મહાદેવ
અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન...
હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ...
તીનો રૂપ નિરખતાં (2) ત્રિભુવન જન મોહે, જય શિવ
અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા...
ચંદન મૃગમદ સોહે (2) ભાલે શુભ કારી, ॐ જય શિવ
શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર...
સનકાદિક બ્રહ્માદિક (2) ભુતાદિક સંગે, ॐ જય શિવ
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી..
અર્ધાંગી અરુ ત્રિભંગી (2) સિર સોહત ગંગે, ॐ જય શિવ
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર..
જગકર્તા, જગભર્તા (2) જગકા સંહર્તા, ॐ જય શિવ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત..
પ્રણવ અક્ષર મધ્યે (2) યે તીનો એકા, ॐ જય શિવ
ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ....
કહત શિવાનન્દ સ્વામી ! (2) મનવાંછિત ફલ પાવેં, ॐ જય શિવ
______________________________________________
વિશ્વકર્માની આરતી
જય જય વિશ્વકર્મા પ્રભુ ! જય જય વિશ્વકર્મા !
વિરાટ વામન રૂપે (2) વ્યાપ્યા ત્રિજગમાં ... જય
પ્રથમ સૃષ્ટિ કાજ, સમર્યા બ્રહ્માએ (2)
પંચ તત્વ નિપજાવ્યાં (2) કૃપા કરી આપે ... જય
તેત્રીસ કોટિ દેવ જુજવે ગુણ રૂપે (2)
ત્રિલોક રક્ષણ કાજ (2) પ્રગટ કર્યા આપે ... જય
સર્જ્યું સ્વર્ગભુવન, દેવતણો આવાસ (2)
ઇંદ્રરાજને સ્થાપ્યો (2) કીધી કરુણા ખાસ ... જય
પ્રગટ કર્યું બ્રહ્માંડ, જીવ ભજવા કીધા (2)
દેવ, મનુશ્ય ને દૈત્ય (2) પશુ, પક્ષી કીધાં ... જય
અન્ન પાણી આહાર, દેવ તમે દીધાં (2)
વિધ વિધ રચિયા વાસ (2) કાર્ય સહુ કીધાં ... જય
પાંચ પુત્ર પ્રગટાવ્યા, કરવા સૃષ્ટિ કા જ (2)
વાસ્તુ દેવ કરી સ્થાપ્યો (2) પૂરણ કીધાં કાજ ... જય
વિશ્વકર્માની આરતી જે ભાવે ગાશે (2)
સર્વ પુરાશે આશ (2) સુખ સંપત થાશે ... જય
______________________________________________
હનુમાનજીની આરતી
આરતી કીજે હનુમાન લાલા કી , દુષ્ટ દાલાન રઘુનાથ કલા કી ;
જાકે બલ સે ગિરિવર કાપે ; રોગ દોષ જાકે નિકટ ન ઝાપે ;
અનજાની પુત્ર મહા બલદાઈ ; સંતન કે પ્રભુ સદા સહી ;
દે બીરા રઘુનાથ પઠાએ ; લંકા જારી , સિયા સુધિ લાયે ;
લંકા સો કોટિ સમુદ્ર સી ખાયી ; જાટ પવંસુથ બાર ન લાઈ ;
લંકા જારી , અસુર સંહારે , સિયા રામ જી કે કાજ સવારે ;
લક્ષ્મણ મૂર્છિત પડે સકારે ; લાયે સજીવન પ્રાણ ઉબારે ;
પૈઠી પાતળ તોરી જમકારે ; અહિરાવન કી ભુજા ઉખારે ;
બાએં ભુજા અસુર દલ મારે ; દાહિને ભુજા , સંત જન તારે ;
સુર નર મુનિ આરતી ઉતરે ; જય જય જય હનુમાન ઉચારે ;
કંચન થાર કપૂર લાઓ છાઈ ; આરતી કરત અંજના માઁઇ ;
જો હનુમાન જી કી આર્ટતી ગાવે ; બસી બૈકુંઠ પરમપદ પાવે ;
લંકા વિધ્વંસ કરાઇ રઘુરાઈ , તુલસીદાસ સ્વામી કીર્તિ ગાઈ
**************
ॐ શ્રી હરયે નમઃ
શ્રી કાષ્ટભંજન હનુમન્તે નમઃ
શ્રી કાષ્ટભંજન હનુમાનજીની આરતી
જય કપિ બળવંતા,જય કપિ બળવંતા
સુરનર મુનીજન વંદિત,પદરાજ હનુમંતા-જય.૧
પ્રૌઢ પ્રતાપ,પવનસુત ત્રીભુવન જયકારી
અસુર રિપુ મદગંજન, ભયસંકટહારિ-જય.૨
ભૂત પીશાચ વિકટ ગ્રહ, પીડત નહી જમ્પે;
હનુમંત હાંક સુણીને, થર થર થર કંપે-જય.૩
રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી;
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી-જય.૪
રામચરણ રતિદાયક, શરણાગત ત્રતા;
પ્રેમાનન્દ કહે હનુમંત વાંચ્છિત ફલદાતા-જય.૫
**************
મંગલ-મૂરતિ મારુતિ-નંદન
સકલ આમાંગલ મલ-નિકંદન. - ૧ મંગલ.
પવંતનય સંત હીતકારી
હૃદય બિરાજત અવધ-વિહારી. - ૨ મંગલ.
માતુ -પિતા ગુરુ ગણપતિ સારદ
શિવા સમેત શંભુ સુક - નારદ -૩ મંગલ.
ચરણ ક્મલ બંદઉ સબ કાહુ
દેહુ રામપદ - નેહુ નીબાહૂ - ૪ મંગલ.
વંદો રામ - લખન - વૈદેહી
યે તુલસી ક પરમ સ્નેહી - ૫ મંગલ.
જય જય હનુમાન ગોસઈ
કૃપા કારહુ ગુરૂદેવ કી નાઈ - ૬ મંગલ.
______________________________________________
શનિદેવની આરતી
જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી,
સૂરજ કે પુત્ર પ્રભુ છાયા મહતારી,
જય જય૦
શ્યામ અંક વક્ર દ્ર્ષ્ટ ચતુર્ભુજા ધારી,
નીલામ્બર ધાર નાથ ગજ કી અસવારી,
જય જય૦
ક્રીટ મુકુટ શીશ સહજ દિપત હૈ સુપારી,
મુક્તન કી માલા ગલે શોભીત બલિહારી,
જય જય૦
મોદક મિષ્ટાન પાન ચઢત હૈ સુપારી,
લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી,
જય જય૦
દેવ દનુજ ૠષિ મુનિ સુરત નર નારી,
વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી.
જય જય૦
સુર્યાપુત્ર શનિદેવ મહારાજ ની જય...
______________________________________________
ગાયત્રી માતાની આરતી
જ્ઞાન દીપ અને શ્રદ્ધાની બાતી,
સો ભક્તિ હી પૂર્તિ કરૈ જહં ધી કી... આરતી...
માનસ કી સુચિ થાલ કે ઉપર,
દેવી કી જોતિ જગૈ, જહં નીકી... આરતી...
શુદ્ધ મનોરથ કે જહા ઘંટા
બાજૈ કરૈ પૂરી આસહુ હી કી.. આરતી...
જાકે સમક્ષ હમે તિહૂં લોક કૈ,
ગદ્દી મિલૈ તબહુ લગૈ ફીકી.. આરતી...
સંકટ આવૈ ન પાસ કબૌ તિન્હે,
સમ્પદા ઔર સુખ કી બનૈ લીકી.. આરતી...
આરતી પ્રેમ સો નેમ સો કરિ,
ધ્યાવહિં મૂરતિ બ્રહ્મ લલી કી...આરતી...
______________________________________________
સાંઈનાથ આરતી
સાંઈનાથ પ્રભુ, જય સાઈનાથ પ્રભુ,
ચરાચરમહીં વ્યાપક, દેવ સમર્થ વિભુ....હે સાઇનાથ પ્રભુ.
શિરડીમાં પ્રકટીને લીલા કરનારા
પ્રભુ, લીલા કરનારા,
ભકતોના હિતકાજે સઘળે ફરનારા.... હે સાઇનાથ પ્રભુ
મંગલ કરતા સૌના, સૌનાયે સ્વામી,
પ્રભુ, સૌનાયે સ્વામી,
પાલક શાંતિપ્રદાયક વંદન બહુનામી... હે સાઇનાથ પ્રભુ
પૂર્ણકામ પ્રભુ પોતે પ્રકટ્યા જગમાટે,
પ્રભુ, પ્રકટ્યા જગ માટે,
રક્ષા કરવા તત્પર વાટે ને ઘાટે... હે સાઇનાથ પ્રભુ
દીનદયાળ પતિતપાવન સંકટ હરતા,
પ્રભુ, સૌ સંકટ હરતા,
સિધ્ધિના પતિ સ્મરતાં વિલંબ ના કરતા... હે સાઇનાથ પ્રભુ
પ્રેમ જગાવો દિલમાં પવિત્રતા સ્થાપો
પ્રભુ પવિત્રતા સ્થાપો,
તમારો જ શિશુ સમજી સંકટ સૌ કાપો... હે સાઇનાથ પ્રભુ
શરણ તમારું લીધું પ્રેમ કરી આજે,
પ્રભુ પ્રેમ કરી આજે,
જોજો બાલ તમારો લોકમહીં લાજે... હે સાઇનાથ પ્રભુ
વંદન કોટિ તમોને કૃપાનિધાન કરું,
પ્રભુ કૃપાનિધાન કરું,
'પાગલ' કૃપા કરી દો, દુસ્તર સિંધુતરું... હે સાઇનાથ પ્રભુ
અનેકને તાર્યા છે તારો તેમ મને,
પ્રભુ, તારો તેમ મને,
મહિમા સાચો માનું, પાર કરો મુજને... હે સાઇનાથ પ્રભુ
પૂજાવિધિ ના જાણું જાણું ભકિત નહિ,
પ્રભુ, જાણું ભકિત નહિ,
નિષ્ઠા ને શ્રધ્ધાની સમજું જુકિત નહિ.... હે સાઇનાથ પ્રભુ
_______________
અંબાજીની આરતી
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
જ્યો જ્યો મા જગદંબે
દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્વ ત્યાં સોહિયે (2)પંચે તત્વોમાં જયો જયો
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્યાપ્યાં સર્વેમા જયો જયો
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો
અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા જયો જયો.
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા મા જયો જયો.
દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા જયો જયો
એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્યામાને રામા, જ્યો જ્યો
બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
ત્હારા છે તુજ મા, જ્યો જ્યો.
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્યો જ્યો
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જ્યો જ્યો
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા જ્યો જ્યો
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જ્યો જ્યો મા જગદંબે.
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જ્યો જ્યો મા જગદંબે.
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્યો જ્યો
ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્યો (2) ચરણે સુખ દેવા જયો જયો.
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
જ્યો જ્યો મા જગદંબે,
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જ્યો જ્યો
જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્યો જ્યો.
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
______________________________________________
દત્તાત્રેય આરતી (શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા)
દિગંબરા, દિગંબરા શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા !
તવ ચરણે રહેજો અમ પ્રીતિ
હૃદિયામાં સાચી સંસ્કૃતિ;
શૌર્યતણી હો પરંપરા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
અત્રિ છે ત્રિગુણોથી ઉપર,
અનસૂયા અસૂયાથી છે પર;
દત્ત બની તું આવ્યો વીરા, શ્રીપાદ વલ્લ્ભ દિગંબરા
સત્કાર્યોનો તું છે સર્જક
સદવિચારનો સાચો પોષક;
દુષ્ટ વૃત્તિને હણનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
સર્જક બ્રહ્મા તું જ ગણાયો,
વિષ્ણુ પોષક થઈને આવ્યો
સંહારે શિવ બનનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
દત્ત ગુરુ જય દત્ત ગુરુ
નામ રહો હૃદયે મધુરું;
જીવનદાન દેનારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
લીધું કામ કરો પૂરું,
મૂકો ના કો દિ અધૂરું;
કર્મયોગ અવિરત ધારા, શ્રીપાદ વલ્લભ દિગંબરા
____________________________________
શ્રીરામની આરતી
જય જાનકીનાથા, જય શ્રી રધુનાથા
દૌ કર જોરે બિનવાઁ પ્રભુ, સુનિયે બાતા
તુમ રધુનાથ હમારે પ્રાણ, પિતા-માતા
તુમ હી સજ્જન સગી ભક્તિ મુક્તિ દાતા... જય
લખ ચૌરાસી કાટો મેટો યમ-ત્રાસા
નિસિદિન પ્રભુ મોહિ રાખિયે અપને હી પાસા.. જય
રામ ભરત લક્ષ્મણ સંગ શત્રુધ્ન ભૈયા
જગમગ જ્યોતિ વિરાજે , સોભા અતિ લહિયા .. જય
હનુમાન નાદ બજાવત, નેવર ઝમકાતા
સ્વર્ણથાલ કર આરતી કૌશલ્યા માતા...જય
સુભગ મુકુટ સિર, ધનુ સર કર શોભા ભારી
મનીરામ દર્શન કરિ પલ-પલ બલિહારી... જય
____________________________________
શ્રી રામચંદ્ર કૃપાલુ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્
નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ. …. શ્રી રામચંદ્ર…
કન્દર્પ, અગણિત અમિત છબી નવ, નીલ નીરદ સુંદરમ્
પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ્ ……. શ્રી રામચંદ્ર….
ભજ દીનબંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્
રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ્ ……….. શ્રી રામચંદ્ર…
શિર મુકુટ કુંડલ તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણમ્
આજાનુ ભુજ શર ચાપધર સંગ્રામ જિત ખર દૂષણમ્ ….. શ્રી રામચંદ્ર…
ઇતિ વદતિ તુલસીદાસ શ6કર શેષ મુનિમન રંજનમ્
મમહૃદય- કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્ ……… શ્રી રામચંદ્ર….
____________________________________
શ્રીકૃષ્ણ આરતી
આરતી કુંજબિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી,
ગલે મે બૈજંતીમાલા બજાવૈ મુરલિ મધુર બાલા.
શ્રવણમે કુંડલ ઝલકાતા નંદ કે આનંદ નન્દલાલા કી, આરતી...
ગગન સમ અંગકાંતિ કાલી રાધિકા ચમક રહી આલી,
લતન મે ટાઢે બનમાલી ભ્રમર-સી અલક કસ્તૂરી તિલક.
ચન્દ્ર-સી ઝલક લલિત છબિ શ્યામા પ્યારી કી, આરતી...
કનકશ્યામ મોર મુકુટ બિલસૈ દેવતા દર્શન કો તરસૈ,
ગગન સે સુમન રાશિ બરસૈ બજૈ મુરચંગ મધુર મૃદંગ.
ગ્વાલિની સંગ- અતુલ રતિ ગોપકુમારી કી, આરતી...
જહાં સે પ્રગટ ભઈ ગંગા કલુષ કલિહારિણી ગંગા,
સ્મરણ સે હોત મોહભંગા બસી શિવ શીશ જટા કે બીચ
હરૈ અધ-કીચ ચરણ છવી શ્રી બનવારી કી,આરતી...
ચમકતી ઉજ્જલ તટ રેનૂ બજ રહી બૃંદાવન બેનું,
ચહુ દિશિ ગોપી ગ્વાલધેનું હંસત મૃદુમન્દ ચાંદની ચંદ
કટત ભવફન્દ ટેર સુનુ દીન ભિખારી કી, આરતી...
____________________________________
ઓમ જય કાના કાળા.. શ્રીકૃષ્ણ આરતી
ઓમ જય કાના કાળા,
પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા (2)
ગોપી ના પ્યારા ...
ઓમ જય કાના કાળા
કામણ ગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન (2)
ચીટ ચોરી લીધા ...
ઓમ જય કાના કાળા
નંદ યશોદા ઘેરવૈકુથ ઉતારી
પ્રભુ વૈકુથ ઉતારી
કાલીયા મરદાન કીધો (2)
ગાયો ને ચારી... .
ઓમ જય કાના કાળા
ગન તનો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે
નેતી વેદ પોકારે(2)
પુનિત ગણ ગાવે ...
ઓમ જય કાના કાળા
____________________________________
શ્રી ગંગા માતાની આરતી
જય જય જય શ્રી ગંગા માતા, ભાગીરથી વંદુ તને.
ગંગા હે કલ્યાણ-કારિણી બ્રહ્મસ્વરૂપા હે મા !
વિષ્ણુ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને ... જય જય
ગંગા હે જીવન દાયિની શિવ સ્વરૂપા હે મા !
શક્તિ સ્વરૂપા હે મા ગંગા ! ભાગીરથી વંદુ તને ... જય જય
ગંગા હે ક્ષેમવતી દેવી, નારાયણી સ્વરૂપા,
શ્રી નારાયણ ચરણે પ્રકટી, ભાગીરથી વંદુ તને ... જય જય
ગંગા મા હે રોગવિનાશીની ! પાપ વિનાશીની હે મા !
સર્વ સંકટને હરનારી, ભાગીરથી વંદુ તને ... જય જય
ગંગા મા હે મોક્ષદાયિની ! મંદાકિની સ્વરૂપા,
મંદ ગતિથી વહેનારી મા, ભાગીરથી વંદુ તને ... જય જય
ગંગા મા હે સ્વર્ગવાસીની ! નંદિની પૃથ્વી સ્વરૂપા,
શિવામૃતા વિરજા નામે મા, ભાગીરથી વંદુ તને ... જય જય
ગંગા મા હે લિંગ-ધારિણી ! મંગલકારક હે મા !
વરદાયિની અધીશ્વરી દેવી, ભાગીરથી વંદુ તને ... જય જય
હે મા ગંગા તારા ચરણે, શ્રી ગુરુદેવ બિરાજ્યા,
ધન્ય બનાવ્યું જીવન જેનું, ભાગીરથી વંદુ તને ... જય જય
હે મા ગંગા ! પાવન કરજો, યોગેશ્વર સ્વરૂપા,
પૂર્ણ રૂપે મા પ્રકટો આજે, દિવ્ય સ્વરૂપે સમાવો ... જય જય
હે મા ! ગંગા દર્શન દીધાં, કૃપા કરીને પ્રેમે,
ફરી ફરી એ દર્શન દઇ દો, વિનંતી આજ સુણી લો. ... જય જય
હે મા ગંગા ! ધન્ય બનાવો, પૂર્ણ બનાવો પ્રેમે,
દર્શનનું દો દાન હવે તો, પૂર્ણ પણે અપનાવો ... જય જય
હે મા ગંગા ! તારા ચરણે, પ્રણામ કરું છું પ્રેમે,
નમસ્કાર કરું તારા ચરણે, દંડવત્ કરું હે મા ! ... જય જય
____________________________________
____________________________________
____________________________________
____________________________________
____________________________________
____________________________________
Comments
Post a Comment