80) लक्ष्य, ध्येय, मुकाम, मंज़िल
उठो, जागो और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति ना हो जाये।
નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન.
આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે; પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી. વિદ્યાર્થી હોય, તેણે પરીક્ષામાં સારી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહારાણા પ્રતાપ, શિવાજી અને સુભાષચંદ્ર બોઝ વગેરે મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. વળી, સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે આપણે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તોપણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા મળવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્વ નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છે : Not failure, but low aim is a crime.
*सपने और लक्ष्य में एक ही अंतर है -*
*सपने के लिए बिना मेहनत की*
*नींद चाहिए और लक्ष्य*
*के लिए बिना नींद*
*की मेहनत।*
*सपने के लिए बिना मेहनत की*
*नींद चाहिए और लक्ष्य*
*के लिए बिना नींद*
*की मेहनत।*
Comments
Post a Comment