कर्म, काम, कार्य, Work

______________________________________________
______________________________________________
______________________________________________
______________________________________________

# "વચન આપ્યા પછી માનવીએ કામ કરવામાં પીછેહઠ ન કરવી જોઈએ."
~ કન્ફ્યુશિયસ

# "જે પોતાના સંકટ સામે લડીને પણ કાર્ય સિદ્ધ કરે છે તેમનો જ વિજય થાય છે. કાયરોનો જય નથી થતો."
~ જવાહરલાલ નહેરુ

# "ચાલાકીથી કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યો થતાં નથી."
~ સ્વામી વિવેકાનંદ

# "અનુકરણ કરવું એ બુદ્ધિમાન માણસનું કામ નથી."
~ મહર્ષિ દયાનંદ

# "કોઈનો પણ જીવ લેવો એ સામાન્યપણે પૃથ્વી પરનું સૌથી અધમ કૃત્ય છે. એ તો પ્રભુ પર જ છોડી દેવું જોઈએ."
~ મેતાસ્તાસિયો

# "સારાં દૃષ્ટાંત આપણને સારાં કાર્યો કરવા પ્રેરે છે. મહાન આત્માઓનો ઇતિહાસ આપણને ઉદાર વિચાર કરવા પ્રેરે છે."
~ સેનેકા

# "કામ કરવાથી કદાચ હંમેશાં આનંદ ન મળે એવું બને ખરું, પણ કામ નહિ કરવાથી તો આનંદ નહિ જ મળે."
~ ડિઝરાયેલી

# "બધાં જ કર્મનું લક્ષ્ય આનંદ છે. આનંદનું લક્ષ્ય કર્મ છે."
~ રવીન્દ્રનાથ ટાગોર

# "તમને આ દુર્લભ માનવશરીર મળ્યું છે, ત્યારે આળસુ ન બનો. જયાં સુધી તમારા શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી તમે શુભ કર્મ કરતાં રહો."
~ અજ્ઞાત

# "ફક્ત એ જ આળસુની નથી, જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે, જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી."
~ સોક્રેટિસ

# "કાર્ય કરવાની ઇચ્છાવાળો સ્વમાની પુરુષ દુ:ખને કે સુખને ગણકારતો નથી."
~ સંકલિત

# "કવિતાનું મહાન લક્ષ્ય એ છે કે તે લોકોની ચિંતા શાંત કરે અને તેમના વિચારોને ઉન્નત કરવામાં મિત્રનું કામ કરે."
~ કિટ્સ

# "જે પોતાના કાર્યનું, સમયનું આયોજન કરે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે, તેને તનાવનો ભાગ્યે જ અનુભવ થાય છે."
~ રોહિત પટેલ

# "લોકો એ યાદ રાખવાના નથી કે કોઈ કામ તમે કેટલી ઝડપથી કર્યું, યાદ એ જ રહેશે કે તમે એ કામ કેટલી સારી રીતે કર્યું."
~ સંકલિત

# "જો સૌ પોતપોતાનું કાર્ય જ સંભાળી લે તો વિશ્વની પ્રગતિ છે એથી પણ વધુ ઝડપી બને."
~ લેવિલ કેરોલ

# "કોઈ પણ કામમાં વિજય મળે કે પરાજય મળે એ એટલું મહત્ત્વનું નથી, તમે એ કામ માટે કરેલાં પ્રયત્નોમાં કેટલો પ્રાણ પૂર્યો એ જ મહત્ત્વનું છે."
~ ચાંપશી ઉદ્દેશી

# "જે કામ કરીને પાછળથી પસ્તાવું પડે અને તેનાં ફળ દુ:ખી થઈને ભોગવવાં પડે તેવું કામ ન કરવું."
~ ધમ્મપદ

# "બિલકુલ ખામી વિનાનું હોય એવું એક પણ કામ ન કરવા કરતાં થોડાંક ખામીવાળાં કેટલાંક કામ કરવાં સારાં."
~ સંકલિત

# "કામનો પુરસ્કાર શ્રમમાંથી છુટકારો મળે એમાં નથી, અધિક જવાબદારી મળે તેમાં જ છે."
~ સંકલિત

# "કાર્ય એ આધિ, વ્યાધિ ને ઉપાધિને હઠાવવાનો માનવજાતે અજમાવેલો આજ સુધીનો મહાન ઉપાય છે."
~ થોમસ કાર્લાઈલ

# "બુદ્ધિમાન માણસ અપમાન સહન કરીને અને અભિમાનનો ત્યાગ કરીને પોતાનું કામ કરી લે છે. કામનો નાશ થવો એ મૂર્ખતા છે."
~ ઘટખર્પર

# "જે કામ શરૂ કરવામાં જ નથી આવતું તે જ સૌથી લાંબો સમય લે છે."
~ જ્હોન ટોલકેઇમ

# "કોઈને પણ તમારી પ્રશંસા કરવા માટે વિવશ કરવાનો એકમાત્ર ઉપાય એ જ કે તમે શુભ કામ કરો."
~ વૉલ્ટેયર

# "નીતિ વિરુદ્ધ કોઈ કામ કરવાનું ફળ આપણા સુધી જ સીમિત રહેતું નથી, તે બીજા ઉપર પણ અસર કરે છે."
~ પ્રેમચંદ

# "કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુપડતું વિચારતા રહેવાને કારણે એ કામ વણસી જાય છે."
~ ઈવા યંગ

# "વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણને જરૂર છે."
~ સ્વામી વિવેકાનંદ

# "ઢોંગ કે દેખાડાથી કે બનાવટથી કોઈ કામ નહિ થાય. કૃત્રિમ નીરસ વૃક્ષમાંથી કોઈ ફૂલ નહિ ઊગે."
~ નાથૂરામ શંકર

# "જ્યારે મને શું કરવું અને શું નહિ, એવી દ્વિધા સતાવતી હોય ત્યારે જે હાથ લાગે તે કામ શરૂ કરી દઉં છું."
~ નેલ્સન

# "વિશ્વાસ વિના કામ કરવું એટલે ઊંડા ખાડામાં પડવું."
~ ગાંધીજી

# "સમયે કામ કરવું તે જ મુખ્ય વાત છે. સમય વહી ગયા પછી ફાંફાં મારવાં નકામાં."
~ લા ફાંતે

# "જેમ અજવાળું કરો તો પડછાયો પડે જ છે, એમ કામ કરો તો ભૂલ પણ થઈ શકે છે."
~ અરનેન્સ્ટ જન્ગર

# "મનુષ્યમાં જે સંપૂર્ણતા ગુપ્તરૂપે વિદ્યમાન છે, તેને પ્રત્યક્ષ કરવી એ જ કેળવણીનું કાર્ય છે."
~ સ્વામી વિવેકાનંદ

# "વાંચન એક એવી પ્રવૃત્તિ છે જેનો અંત છે જ નહિ. માણસ ગમે તેટલું વાંચે તોય પૂરું ન પડે તેવું કાર્ય વાંચન છે."
~ સંકલિત

# "બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે, કે તું તારું કામ કર્યે જા. તું તારી ફરજ બજાવ્યે જા. બીજો માણસ શું કરે છે તેની ચિંતા તું નહિ કર."
~ અનવર વલિયાણી

# "કર્મનાં બીજ વાવો, અને સારી આદતોનો પાક લણો; આદતોને વાવો અને ચારિત્ર્યની લણણી કરો; ચારિત્ર્યને વાવો અને ભાગ્યની લણણી કરો."
~ બૉર્ડમૅન

# "જ્યાં નમ્રતાથી કામ થઈ જાય ત્યાં ખોટી ઉગ્રતા ન દેખાડવી જોઈએ."
~ પ્રેમચંદ

# "ચતુરાઈથી કોઈ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. પ્રેમ, સત્યનિષ્ઠા અને પરાક્રમની સહાયથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે."
~ પ્રણવાનંદજી

# "કાર્યને પ્રામાણિકતા, સદ્ભાવના અને સચ્ચાઈ દ્વારા જ સિદ્ધ કરવું ઇષ્ટ છે."
~ કનૈયાલાલ જોશી

# "ખામી કાઢવી બહુ સરળ છે, પણ સારું કાર્ય કરવું બહુ અઘરું છે."
~ પ્લુટાર્ક

# "કામ સ્ફૂર્તિથી કરીએ, તો ઓછું લાગે અને કંટાળાથી કરીએ તો અસહ્ય લાગે. શરીરની તાકાત તો છે, પણ મનની તાકાત જોઈએ."
~ ફાધર વાલેસ

# "કાર્યકુશળ માણસ માટે યશ અને ધનની કમી નથી."
~ ચાણક્ય

# "ઉતાવળે કે વગર વિચારેલું કરેલું કામ બગડી જાય છે."
~ સંકલિત

# "સહસા-એકાએક કોઈ કાર્ય ન કરવું જોઈએ. સારાસારનો વિચાર કરીને જ કરવું જોઈએ."
~ સંકલિત

# "કાર્ય મનોરથ કે ઇચ્છામાત્રથી નહિ, પરંતુ ફક્ત ઉદ્યમથી જ સિદ્ધ થાય છે."
~ અજ્ઞાત

# "ચાલતાં લગી જે તે કાર્ય જે તે સમયે જ કરી નાંખવું."
~ પ્રણવાનંદજી

# "સાચું કામ પણ સાચો સમય જોયા વગર કરવું વ્યર્થ છે."
~ આરિફશા

# "સાહિત્યમાં શાશ્વત સત્યો રહેલાં હોય છે. તેમાં મંગલકારી કાર્યોનું વર્ણન હોય છે. માનવતાનો આદર હોય છે."
~ ઉપેન્દ્ર પાઠક

# "સારું કામ કરવા માટે ધન કરતાં પણ વધુ સરળ હૃદય અને સંકલ્પની જ જરૂર છે."
~ મૂરે

# "કાયાની કુટિરમાં આત્માને કર્મનો હિસાબ ચૂકવવા આવવું પડે છે."
~ સંકલિત

# "કર્મની ગતિ ગહન છે."
~ શાસ્ત્રવાણી

# "સુકર્મ કદી નાશ પામતાં નથી. વિધાતા તેને કર્તાની જરૂરિયાત માટે સુરક્ષિત રાખે છે."
~ કાલ્ડ્રેયન

# "જે કોઈ વ્યક્તિ સતત અશુભ કર્મ કર્યા જ કરે તો એનું અંત:કરણ ખરાબ સંસ્કારથી મલિન થઈ જાય છે."
~ સ્વામી વિવેકાનંદ

# "જે કર્મ પોતાના પૌરુષ, હિંસા, હાનિ અને પરિણામનો વિચાર કર્યા વિના અજ્ઞાનવશ કરાય છે તેને તામસ કહેવાય છે."
~ લોકગીતા

# "સાચા મનુષ્યોનાં કર્મ જ મધુર સુગંધ દે છે અને માટીમાં પણ ખીલે છે."
~ શર્લે

# "પોતાના અનિવાર્ય કર્મફળ આગળ કોઈ જોર ચાલતું નથી."
~ રવીન્દ્રનાથ ટાગોર

# "આત્માને શરીરના બંધનથી છૂટવાનો યોગ સધાય તે પ્રયત્નને કર્મયોગ કહેવાય."
~ ગાંધીજી

# "જીવ રાગયુક્ત થઈને કર્મોમાં બંધાય છે અને વિરક્ત થઈને કર્મોથી મુક્ત થાય છે."
~ આચાર્ય કુંદકુંદ

# "પ્રાણીમાત્ર કર્મનો ત્યાગ નથી કરી શકતાં. કર્મફળનો ત્યાગ જ સાચો માર્ગ છે."
~ શ્રીમદ્ ભગવદ્ગીતા

# "સર્વ જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ તથા મન, વચન અને કર્મથી સદાય સર્વના હિતમાં રત રહે એ જ ધર્મનો જ્ઞાતા છે."
- મહાભારત

# "સાચો સંત તો એ જ કે જે નરસાં કાર્યોનો પણ સારો અર્થ કાઢી શકે, પોતાનું અહિત કરનારને પણ ક્ષમા કરી શકે."
~ સંકલિત

# "બેસી રહેવું અને નોટિસ આપવી સહેલું છે, પરંતુ ઊભા થઈ જવું અને કાર્યવાહી કરવી અઘરું છે."
~ આઈ બટર

# "સારી સ્મરણશક્તિ એ જ છે કે જે નકામી વાતો ભૂલી શકે."
~ સંકલિત

# "માનવ એટલે જગતની અંદર કાર્ય કરવાનુ એક દિવ્ય કેન્દ્ર."
~ અરવિંદ

# "કર્મ અને ઉદ્યમ એ બે કારણ બળવંત થયાં, તો પછી ધન ઉપાર્જન કરતાં શી વાર લાગે ?"
~ મહાવીરસ્વામી

# "જે તપ કાયાને તપાવવાની સાથે કર્મ અને કષાયને પણ તપાવી સુકાવી નાખવાનું કામ કરે તે જ તપ ખરેખર ઉત્તમ કોટિનું તપ છે."
~ મહાવીરસ્વામી

# "માણસના સાચા સ્વભાવનું દર્શન તેના બહારના કાર્યમાં કે વર્તાવમાં નહિ, પણ તેના વિચારમાં થાય છે."
~ મહાવીરસ્વામી

# "ઉત્સાહ, શક્તિ અને હિંમત ન હારવી, આ તમામ કાર્યસિદ્ધિ અપાવનારા ગુણ કહેવાયા છે."
~ અજ્ઞાત

# "કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી."
~ વિદુર નીતિ

# "કોની ઇચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઇચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ?"
~ કેનોપનિષદ

# "જે ખોટા કાર્ય કરતા નથી, તેમને કદી દંડ થતો નથી, તેથી તેઓ કદી મુક્ત પણ થઈ શકતા નથી. ખરેખર તો, સાંસારિક ધક્કા જ આપણને જાગૃત કરે છે, તે જ આપણી અંદર મુક્તિની આકાંક્ષા જગાડે છે."
~ સ્વામી વિવેકાનંદ

# "તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે."
~ અજ્ઞાત

# "પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે."
~ અજ્ઞાત

# "મહાન વિચાર જ્યારે કર્મમાં પરિણમે છે ત્યારે તે મહાન કાર્ય બની જાય છે."
~ અજ્ઞાત

# "વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું જ કાર્ય કરવું જોઈએ."
~ અજ્ઞાત

# "સત્કાર્યો સંપતિથી મૂલ્યવાન છે."
~ અજ્ઞાત

# "કામ કરનાર કદર કરનારની રાહ જોતો નથી."
~ ચાણક્ય

# "પ્રબળ વિશ્વાસ એ જ મહાન કાર્યોનો જનક છે."
~ અજ્ઞાત

# "હંમેશા પ્રસન્ન રહો. તેના કારણે મસ્તકમાં સારા વિચારો આવશે અને ચિત્ત શુભ કાર્યો કરવાં તરફ જ ઢળશે."
~ રવીન્દ્રનાથ ટાગોર

# "હું કોઈ કામ વિના પ્રાર્થના નથી કરતો. શરીરને માટે જેમ ભોજન અનિવાર્ય છે, તેમ આત્મા માટે પ્રાર્થના અનિવાર્ય છે."
~ ગાંધીજી

# કોઈ પણ કાર્યનો આરંભ જ તેનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ હોય છે.   ~ પ્લેટો

# આપણો ન્યાય આપણાં કાર્યો વડે તોળાશે.
~ ગુરુ નાનક

# "રાગ-દ્વેષ આ બંને કર્મનાં બીજ છે. કર્મથી મોહ પેદા થાય છે. કર્મ જ જનમમરણનું મૂળ છે. જનમમરણ જ વાસ્તવમાં દુ:ખ પેદા કરે છે."     ~ મહાવીરસ્વામી

# "આપણા દોષોને શોધીને તેને હઠાવી દેવાનું જ્ઞાનવીરોનું કામ છે."           ~ સ્વામી વિવેકાનંદ

# "અભિમાની માણસ પોતાનાં સારાં કામો ગણાવ્યાં કરે છે અને બીજાના ખરાબ કામો જ ગણાવ્યાં કરે છે."  ~ સ્પિનેજા

# કોઈ પણ માણસ માટે આત્મકથા લખવી એ એક કઠિન કાર્ય છે. જો તે પોતાની નિંદા કરે તો મનને ઘા લાગે છે અને પોતાની પ્રશંસા કરે તો વાચકોના કાનને ચોટ લાગે છે.  ~અબ્રાહમ કાઉલે

# "આપણા જીવનનું લક્ષ્ય ધ્યાનમાં રાખીને ગૃહકાર્ય કરવું એ મનુષ્યનો આદર્શ છે."      ~ રણછોડદાસજી મહારાજ

# કોઈપણ કાર્યમાં વિજય મેળવવા કરતાં એ કાર્યનો વિરોધ કરવામાં જ આનંદ અનુભવતા લોકોનો આજના કાળે દુષ્કાળ નથી.  ~ રત્નસુંદરવિજયજી

# "જે આળસુ મનુષ્ય કંઈ કામ નથી કરતો, તે મડદા સમાન છે. એટલે નીતિનો વિચાર કરીને પોતાની શક્તિ અનુસાર તેણે કંઈ ને કંઈ કર્મ ચોક્કસ કરવું જોઈએ."    ~ અજ્ઞાત

# "આળસુ માણસ તો કામ કરવાનો વિચાર કરે ત્યાં જ થાકી જાય છે."       ~ આલ્બર્ટ બ્રી

# ફક્ત દૃઢ ઇચ્છાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.
~ રસ્કિન

# જેને પોતાનું જીવનકાર્ય મળી ગયું હોય તે મનુષ્ય ધન્ય છે. બીજી કોઈ ધન્યતા પ્રાપ્ત કરવા માટે તેણે ઇચ્છા ન રાખવી જોઈએ.
~ થોમસ કાર્લાઈલ

# "સાધારણ બુદ્ધિ અને અસાધારણ ઉત્સાહથી કોઈ પણ કાર્ય ઉત્તમ રીતે સફળ થાય છે."     ~ ઍમર્સન

# સર્વ કામ ધર્માનુસાર અર્થાત્ સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવાં જોઈએ.     ~ સંતવાણી

# કરો જ્યારે કાર્ય કોઈ પ્રત્યે, નવ કરજો ગણતરી બદલાની.
~ સંકલિત

# "કાર્યસિદ્ધિ માટે યોગ્ય દેશકાળની રાહ જોવી. ખોટા દેશકાળમાં કાર્ય કરવાથી આપણું પ્રયોજન સિદ્ધ થતું નથી."
~ અજ્ઞાત

# "આપણે જે કામ નથી કરી શકતા તે કરવાના પ્રયત્નોમાં જે કામ કરી શકીએ છીએ તેની અવગણના કરીએ છીએ."
~ સંકલિત

# "ઉતાવળે આંબા પાકતા નથી, બેસી રહેવાથી કામ થતાં નથી. યોગ્ય રસ્તે સાધનાનો ભેખ લઈને ધીર બનીને ચાલ્યા જવું એ જ આપણી કર્તવ્યકેડી."  ~ સુભાષિત

# દરેક કાર્યને માટે સમય હોય છે અને દરેક સમયને માટે કાર્ય હોય છે.  ~ બાઈબલ

# "બધાં જ કામ ધીરે ધીરે થાય છે તેમાં ગભરાવાની જરૂર નથી. જુઓ ને, માળી છોડવાને પાણી પાય છે, પણ ફૂલ તો ઋતુ આવે ત્યારે જ આવે છે."
~ કબીર

# આરંભેલું કાર્ય પાર પાડવા જતાં જીવનને પણ તુચ્છ ગણે એ ખરો મનુષ્ય.
~ પ્રણવાનંદજી

# "કાલે શુ થવાનું છે તે કોઈ જાણતું નથી, એટલે બુદ્ધિમાન માણસે આજનું કામ આજે જ કરવું જોઈએ."
~ અજ્ઞાત

# "આપણા સૌથી મહાન રાજનીતિજ્ઞોમાંના એકે કહ્યું છે કે, તમે જે કામ કરતા હો એ બદલીને બીજું કામ શરૂ કરો એ શ્રેષ્ઠ આરામ છે."
~ આર્થર કૉનન

# દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે.
~ શર્લી વિલિયમ્સ

# "ખરાબ કામો કરવાની તક તો દિવસમાં સો વાર મળે છે, પણ સારું નેક કામ કરવાની તક તો વર્ષે એકાદ વાર જ મળે છે."
~ વૉલ્ટેયર

# કાર્યરત રહેવું એ જ પ્રાર્થના છે.
~ બૅનેડિક્ટ્

# "માણસ પોતે પોતાના કાર્ય વિશે બોલે એના કરતાં તેનું કાર્ય પોતે જ બોલી ઊઠે એમાં જ સિદ્ધિનાં દર્શન થાય છે."
~ વજુ કોટક

# બદલાયેલા સમયને જોઈને ચુપચાપ બેસી રહો, જ્યારે સારો સમય આવશે ત્યારે કામ થતાં વાર નહિ લાગે.
~ રહીમ

# "હાથમાં લીધેલું કાર્ય તો ત્યારે જ ખીલી ઊઠે છે કે જ્યારે માણસની વાણી મર્યાદિત બને છે અને શક્તિઓ બધી જ કામે લાગે છે."
~ વજુ કોટક

# "ધીર, સ્થિર અને અચંચળ ભાવે સોંપાયેલું કામ કરતાં રહેવું એનું જ નામ મહાસાધના."
~ પ્રણવાનંદજી

# અન્ય માટે કરેલું કોઈ પણ કાર્ય છેવટે તો પોતાના માટે જ કરેલું કાર્ય છે.
~ પોપ બોની ફેઇસ

# "આગળ આવવું હોય તો અણગમતાં કામો સૌ પહેલાં હાથ પર લેવાની ટેવ પાડો."
~ જે. ડી. રેટકલીરૂ

# "શિક્ષકનું કાર્ય કોઈ સ્વતંત્ર તત્ત્વ ઉત્પન્ન કરવાનું નથી, પણ સુષુપ્તને જાગૃત કરવાનું છે."
~ વિનોબા ભાવે

# "કામના બોજા કરતાં તેની ચિંતા માણસને મારી નાખે છે."
~ સ્વેટ માર્ડન

# "જેટલો સમય આપણે કોઈ કામની ચિંતામાં લગાડીએ છીએ, જો એટલો જ સમય એ કામ પાછળ લગાડીશું તો ચિંતા જેવી કોઈ વસ્તુ રહેશે જ નહિ."
~ બેરિયલ ફિજર

# "ઊઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાર્યમાં લાગ્યા રહો."
~ સ્વામી વિવેકાનંદ

# "મહાન કાર્યોની જવાબદારી ઉઠાવવાનું સદ્ભાગ્ય અને તેનો અધિકાર કાંઈ બધાને લલાટે લખાયાં હોતાં નથી."
~ પ્રણવાનંદજી

# "પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે."
~ એચ. ડબલ્યુ. વીવર

# "કર્મ, જ્ઞાન અને ભક્તિનું જેમાં ઐક્ય થાય છે તે જ સાચો પુરુષાર્થ."
~ અરવિંદ ઘોષ

# "જે બુદ્ધિમાન મનુષ્ય આત્મસામર્થ્ય, દેશકાળ અને આવકજાવકનો વિચાર કરીને કાર્ય કરે છે તે અંતે દુ:ખી નથી થતો."
~ મહાભારત

# "જે પોતાનું નામ પોતાનાં કર્મોથી બનાવે એ જ ઉત્તમ માણસ."
~ અજ્ઞાત

# "કીર્તિ વીરોચિત કાર્યોની સુગંધ છે."
~ સુકરાત

# "વધારે પડતું બોલીને કે કવખતનાં વેણ ઉચ્ચારીને કોઈ શુભ કાર્યને હાનિ પહોંચાડશો નહિ."
~ અનુભવાનંદજી

# "કોઈપણ કાર્ય ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. સૂતેલા સિંહના મુખમાં મૃગ પોતાની મેળે આવી નથી પડતું"
~ પંચતંત્ર

# "જ્યાં શરીર છે ત્યાં કર્મ તો રહેવાનું જ તેમાંથી કોઈ મુક્ત નથી. આને કારણે જ શરીરને પ્રભુનું મંદિર બનાવીને તેના દ્વારા જ મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ."
~ ગાંધીજી

# "જે લોકો સમયનો સદુપયોગ કરી જાણે છે, તેમને કોઈ પણ કામમાં સમયની તંગી પડતી નથી."
~ પ્રણવાનંદજી

# "એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની તકોને ઝડપી લેવાથી આપણે ઝટ મુકામે પહોંચીએ છીએ."
~ હ્યું એલન

# "જે વ્યક્તિ અત્યંત કાર્યવ્યસ્ત રહે છે તે કદી પણ દુ:ખી નથી થતી."
~ એલ. ઇ. લંડન

# "કોઈ પણ નવા કાર્યનો આરંભ કે યાત્રા-પ્રવાસનો આરંભ માતાપિતાને પ્રણામ કરીને, તેમના આશીર્વાદ મેળવીને કરો."
~ સંકલિત

# "મનુષ્ય નિજ કર્મથી બંધાયેલો છે."
~ ધર્મશાસ્ત્ર

# "અનાસક્ત થઈને કામ કરવાથી આપણને કર્મ પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત થાય છે."
~ રવીન્દ્રનાથ ટાગોર

# "તું શાસ્ત્રે માન્ય કરેલ કર્તવ્ય કર. કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું સારું છે. કર્મ ન કરવાથી શરીરનો નિર્વાહ પણ સંભવતો નથી."
~ શ્રીમદ્ ભગવદ્ગીતા

# "કર્મનાં ફળથી બચવું અશક્ય છે, કારણ કે ફળ કર્મથી અલગ નથી, પણ ક્રિયાની સાથે જ છે."
~ જૈનેન્દ્ર

# "જે કર્મમાંથી વધુ ને વધુ લોકોને આનંદ મળે છે તે કર્મ જ શ્રેષ્ઠ છે."
~ ફ્રાંસિસ હચિસન

# "મેં કર્મથી જ મારી જાતને બહુગુણી બનાવી છે."
~ નેપોલિયન

# "આ સંસારમાં બધા જ પદાર્થો છે, પણ કર્મહીન લોકો કંઈ મેળવી શકતા નથી."
~ ગોસ્વામી તુલસીદાસ

# "એક નાનું પણ સારું કરમ હિમાલયથી પણ ઊજળું હોય."
~ ગંગાસતી

# "કર્મથી મનની શુદ્ધિ થાય છે, પણ મૂળ તત્ત્વવસ્તુની પ્રાપ્તિ નથી થતી. તેનો મુખ્ય ઉપાય ધ્યાન છે."
~ શંકરાચાર્ય

# "પાપી દુ:ખોને જ રડતો હોય છે, જ્યારે ધર્મી દુષ્ટકૃત્યોને રડતો હોય છે."
~ રત્નસુંદરવિજયજી

# "શિષ્યના જ્ઞાન પર મહોર મારવી એ જ ગુરુનું કામ છે. બાકીનાં કામ માટે શિષ્ય સ્વાવલંબી છે."
~ વિનોબા ભાવે

# "સૂર્યની જેમ સતત કામ કરતાં રહો. જેથી તમે અમૃતને પ્રાપ્ત કરી શકો."
~ ઋષિવાણી

# "મોટાને જોઈને નાનાને છોડી ન દો. જ્યાં સોયનું કામ થાય છે ત્યાં તલવારથી કામ નથી થઈ શકતું."
~ રહીમ

# "તક હંમેશાં તકલીફોનો બુરખો પહેરીને આવતી હોય છે, એને ઓળખવાનું કામ આપણું છે."
~ રૂમાગો

# "જો આપણી ઈચ્છાશક્તિ અશુદ્ધ અને કમજોર હશે તો આપણી માનસિક શક્તિનું કામ પણ એવું જ હશે."
~ સ્વેટ માર્ડન

# "જીવોનું રક્ષણ કરવું તે જ શ્રેષ્ઠ કાર્ય છે, કેમ કે, બધાય જીવો જીવવાની અભિલાષાવાળા હોય છે. સર્વ દાનોમાં અભયદાન જ શ્રેષ્ઠ છે."
~ મહાવીરસ્વામી

# "કર્મોને તપાવનાર હોવાથી તપ તો જ્ઞાન જ છે એમ પંડિતો કહે છે."
~ મહાવીરસ્વામી

# "કર્મોને તપાવનાર હોવાથી તપ તો જ્ઞાન જ છે એમ પંડિતો કહે છે."
~ મહાવીરસ્વામી

# "અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા."
~ મહાવીરસ્વામી

# "કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી."
~ અજ્ઞાત

# "કાર્ય નાનું હોય કે મોટું, તેની અસર સકારાત્મક હોવી જોઈએ."
~ અજ્ઞાત

# "ચિંતા એ આજ સુધી કોઈપણ કાર્યને પૂર્ણ કર્યું નથી."
~ અજ્ઞાત

# "જે કાર્ય કરતા મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને, જે કાર્ય કરતા મનમાં ગ્લાની થાય એ અધર્મ."
~ બ્રહ્માનંદ સરસ્વતી

# "જે વ્યક્તિ નાના-નાના કામોને પણ ઇમાનદારીથી કરે છે, તે જ મોટા કાર્યોને પણ એ જ ભાવનાથી પૂર્ણ કરી શકે છે."
~ સેમ્યુઅલ સ્માઇલ

# "પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી, પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે."
~ ગાંધીજી

# "પ્રસિદ્ધિ એ આપણાં વીરતાપૂર્વક કરેલાં કાર્યોની સોડમ છે."
~ અજ્ઞાત

# "વિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી."
~ ગાંધીજી

# "સત્કાર્યો માનવ હૃદયમાં બાંધેલા કિર્તીમંદિરો સમાન છે."
~ અજ્ઞાત

# "હિંમત એટલે શું? એનો અર્થ એ છે કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો."
~ ચાલટેન હેસ્ટન

# "ફક્ત જીવતા રહેવું પૂરતું નથી, જીવનમાં કોઈ મોટું કામ અને હેતુ પણ હોવો જોઈએ."
~ અજ્ઞાત

# અતિ ભાવુકતા કાર્યને નુકસાન પહોંચાડે છે.
~ પ્રણવાનંદજી


______________________________________________


______________________________________________



कर्मो का खाता भी,
दुरुस्त रखीये ज़नाब...
जिस दिन उसका मार्च आयेगा,
फिर अप्रैल नहीं आयेगा..!!


मन की संतुष्टी के लिए, अच्छे काम करते रहना चाहिए, लोग चाहे तारीफ करें न करें कमियाँ तो लोग भगवान में भी तलाशते रहते हैं |



એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ.....
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,
હું માફ કરતાં થાકયો નથી


જેમ કાલનું દુધ આજે દહીં બને છે તેમ
ભુતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે...

   


आपके कर्म ही आपकी पहचान है
वर्ना एक नाम के हजारो इंसान है

काटो भरा सफर भी जरुरी हे
क्यु की कांटे पेरो की रफ्तार बढा देते हैं

Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા