સફળ, સફળતા, सफलता, विजय, सिद्धि, Success


-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
"સજ્જન પાસેથી નિષ્ફળ યાચના સારી, પણ દુર્જન પાસેથી સફળ યાચના પણ ખરાબ છે."
~ કવિ કાલિદાસ

# "સફળતા પ્રાપ્તિનું સાધન નિર્ભિકતા છે."
~ સ્વામી રામતીર્થ

# "આદર્શને મેળવવા માટે હજાર પ્રયત્નો કરી જાઓ; છતાં પણ સફળતા ન મળે તોય ફરીથી એકવાર પ્રયત્ન કરી જુઓ."
~ સ્વામી વિવેકાનંદ

# "જે વ્યક્તિને પોતાનું કામ આનંદ આપે છે તે સફળતાને જ વરે છે."       ~  થોરો

# "સફળ થવા માટે તમારે ત્રણ જ વસ્તુની જરૂર છે : ઇચ્છા, સંકલ્પશક્તિ અને ચોક્કસ સમયે ઘા કરવાની આવડત."
~ માઈકલ

# "મૂરખ માણસો નાનકડાં કાર્યોનો આરંભ કરે છે અને તેમાં અત્યંત વ્યાકુળ થઈ જાય છે. બુદ્ધિમાન માણસ મોટું કાર્ય આરંભે છે અને નિશ્ચિંત થઈને કાર્ય કરે છે અને સફળતા મેળવે છે."  ~ માઘ

# "સફળતાની વાતો કરવા કરતાં કામ કરીને નિષ્ફળ જવું લાખ દરજ્જે સારું છે."
~ રોડેલિયો હન્ટર

# "ઘરમાં કઈ બાબતમાં કોનું ચલણ છે, તે અગત્યનું નથી; પણ સંસાર કેવો ખીલી ઊઠે છે તે જ તેની સફળતાની કસોટી છે."
~ ઈશ્વર પેટલીકર

# "દુનિયામાં કોઈ હસીને મર્યું તો કોઈ રડીને મર્યું. પણ જીવન તો તેનું જ સફળ કહેવાય કે જે કાંઈક બનીને મર્યો."
~ અકબર

# "જે મુસીબતનો બોજ ઉઠાવી શકે તે જ સફળ જીવનનો સાચો અધિકારી છે."
~ મિલ્ટન

# "જ્યાં નીતિ અને બળ બંનેને કામમાં લેવાય છે, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે."
~ શંકરાચાર્ય

# "શ્રમ પ્રત્યે નિષ્ઠા કેળવવી એ એક ઊંચામાં ઊંચો સદ્ગુણ છે, કે જે માણસને જ્યાં ત્યાં સફળતા અપાવે છે."
~ રવિશંકર મહારાજ

# "સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી."
~ વિલ્સન

# "જે હંમેશા મહેનતમાં ડૂબેલો છે, એની હંમેશાં જીત જ થાય છે."
~ ગાંધીજી

# "કર્મોને ખતમ કરી નાખવામાં જેઓ સફળ બની જાય છે, તેઓની વિદાયને મોત નહિ, પણ મુક્તિ કહેવાય છે, મૃત્યુ નહિ પણ નિર્વાણ કહેવાય છે."
~ સંકલિત

# "સત્ય વિના વ્યવહારમાં કદાચ સફળતા મળે તો યે તે અલ્પકાળની છે."
~ રણછોડદાસજી મહારાજ

# "સફળ થનારાનાં દુ:ખ કોઈ જાણતું નથી."
~ સંકલિત

# "દુનિયા માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાય બાકીનાં બધાં જ પરિબળો કારણભૂત છે. પણ નિષ્ફળતા આવે છે ત્યારે આ જ દુનિયા માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો."
~ સૌરભ શાહ

# "સફળ વ્યક્તિ થવાના પ્રયત્ન છોડી દે, પરંતુ બની જા ગરિમાયુક્ત માનવ."
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન

# "જિંદગીમાં ક્યારેય નિષ્ફળતા ન આવી હોય તો માનવું કે તમે ક્યારેય જોખમ નથી ઉઠાવ્યું."
~ સંકલિત

# "તમે તળિયે પછડાઓ છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે."
~ જનરલ પેટન

# "સફળતાના સમયમાં જે કૃતજ્ઞતા દાખવી શકે છે અને નિષ્ફળતા સમયે જે સ્વસ્થતા જાળવી શકે છે એ વ્યક્તિના જીવનની સાર્થકતા અંગે લેશ પણ શંકા કરવા જેવી નથી"
~ રત્નસુંદરવિજયજી

# "જે સફળ છે એ બધાએ પોતાની જાત ઉપર નિષ્ફળતાનું લેબલ કદી લાગવા દીધું નથી."
~ સંકલિત

# "અનેક વેળા અનેક રીતે માનસિક અવસ્થાનું પરિવર્તન થયા કરશે, એથી ડગી ગયે નહિ ચાલે, આ સમયે સફળતાથી પસાર થઈ જશો તો પછી સુખશાંતિથી જીવન ગુજારી શકશો."
~ પ્રણવાનંદજી

# "સલાહ તો સર્વ કોઈને મળી શકે છે અને બધાં આપે પણ છે. પણ એનો સફળતાપૂર્વક ઉપયોગ તો બુદ્ધિમાન વ્યક્તિ જ કરી શકે છે."
~ સાઈરસ

# "સાહસ વિના સિદ્ધિ નથી."
~ ઉક્તિ

# "સફળતા એટલે જે ગમે તે મળે; સુખ એટલે જે મળે તે ગમે"
~ સંકલિત

# "દૃઢ સંકલ્પ નહિ હોય તો વારંવાર વિચલિત થતા રહેશો અને પરિણામમાં નિષ્ફળતા મળશે. માટે લૌકિક કે પરલૌકિક બંને પ્રકારનાં કાર્યોમાં દૃઢ સંકલ્પથી જ સફળતા મળે છે."
~ રણછોડદાસજી મહારાજ

# "તું આસક્તિનો ત્યાગ કર. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈને યોગમાં સ્થિર થઈને તું કર્મ કર. સમત્વ જ યોગ કહેવાય છે."
~ શ્રીમદ્ ભગવદ્ગીતા

# "સફળતા અને સિદ્ધિ કઠોર પરિશ્રમથી મળે છે, અખબારી લખાણોથી નહિ."
~ વડાપ્રધાન દેવ ગોવડા

# "સફળતાનું રહસ્ય એ છે કે તમારા લક્ષ્યને હંમેશા તમારી નજર સામે રાખજો."
~ ડિઝરાયેલી

# "સફળતા એમાં નથી કે ક્યારે પણ ભૂલ જ ન થાય, પરંતુ એમાં છે કે એક ભૂલનું ફરી પુનરાવર્તન ન થાય."
~ એચ. ડબલ્યુ. શૉ

# "સફળતાની હેઠળ અનેક ભૂલો ઢંકાયેલી હોય છે."
~ બર્નાર્ડ શૉ

# "સફળતા પરિશ્રમથી જ મળે છે, વિચાર કરવાથી નહિ."
~ બેન્જામિન

# "સ્વપ્ન ઉદ્યમથી સિદ્ધ થાય છે, માત્ર મનોરથ સેવવાથી નહિ."
~ શશીકાન્ત શાહ

# "સફળ થવા માટે તરત ફેંસલો કરી નાખવાની શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે."
~ અજ્ઞાત

# "તમે પ્રશંસાને પચાવી શકો નહિ તો તમે સફળતાના નાનકડા કૂંડાળામાં ફર્યા કરશો, પરંતુ કદી મોટી સિદ્ધિ મેળવી શકશો નહિ."
~  જનક નાયક

# "'કશું જ અશક્ય નથી' એ વિચાર તમને ઉચ્ચતમ શિખરે પહોંચાડી દે છે. તમે બધું જ કરી શકો છો. કોઈ પણ રીતે સફળ થવાશે જ, એવા વિચારો તમારી લઘુતાગ્રંથિને ઘટાડે છે."
~ જનક નાયક

# "આત્મવિશ્વાસ વધારવાની સાચી રીત એ છે કે તમે એ કામ કરો, જેનાથી તમે ડરતાં હો. આ રીતે જેમ જેમ તમને સફળતા મળતી જશે તેમ તેમ તમારો આત્મવિશ્વાસ વધતો જશે."
~ ડેલ કાર્નેગી

# "કહ્યું છે કે, ધર્મ અને કીર્તિ વિનાના માનવીનું જીવિત શા કામનું છે ? તેમાંય વળી જે ધર્મ અને કીર્તિવાળો હોવા સાથે દાતાર છે તેનું જ જીવિત સફળ છે."
~ મહાવીરસ્વામી

# "એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરૂર મળે છે."
~ અજ્ઞાત

# "કપરા સંજોગમાં જે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે, સમયની સાથે સંજોગો બદલાતા રહે છે."
~ અજ્ઞાત

# "જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દૃષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દૃષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે."
~ હેનરી ફોર્ડ

# "નિરંતર સફળતા જીવનનું એક જ પાસું બતાવે છે, પરંતુ નિષ્ફળતા બીજું પાસું પણ બતાવે છે."
~ અજ્ઞાત

# "સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી."
~ કોલિન્સ

# "વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો."
~ સ્વામી વિવેકાનંદ

# "સફળતાનો માર્ગ જોખમભર્યો છે, તેની સામે લડનાર પુરુષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે."
~ સુવિચારની રસધારા

# "સફળતા મેળવવા માટે સાહસની વૃત્તિ હોવી જરૂરી છે."
~ અજ્ઞાત

# "દરેક નાની સિદ્ધિ માત્ર નાના સપનાથી શરૂ થાય છે."
~ અજ્ઞાત

# "પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રભુકૃપાના સમન્વયથી સફળતા મળે છે."
~ અજ્ઞાત

# "ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણેય શક્તિ જયારે ભેગી થાય ત્યારે જ કાર્ય સફળ થાય."
~ અજ્ઞાત

# "પ્રતિકૂળ સંજોગોમાં પણ ધૈર્ય રાખનારા યોગી ગણાય. આવા યોગી સો ટકા સફળતાને વરે છે."
~ અજ્ઞાત

# "સફળ વ્યક્તિ સમસ્યાથી ક્યારેય ગભરાતા નથી. તેઓ પરિસ્થિતિઓના રાજા બનીને તેના પર હાવી થઈને સમસ્યાને જીતી લે છે."
~ અજ્ઞાત

# "કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા."
~ અજ્ઞાત

# "નિષ્ફળતા એ વાત સિદ્ધ કરે છે કે સફળતાનો પ્રયાસ મનથી કરાયો નથી."
~ સ્વામી વિવેકાનંદ

# "સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી, બલકે પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે, એટલે પ્રત્યેક ડગલું સમજી વિચારીને જ ભરવું."
~ અજ્ઞાત

# "સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે."
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી

# "તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો."
~ સ્વામી વિવેકાનંદ

# "જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે."
~ દયાનંદ સરસ્વતી

# "જીવનની સફળતા સમયના યથોચિત ઉપયોગ પર રહેલી જણાય છે."
~ નેલ્સન

# "એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે."
~ અજ્ઞાત

# "આશાવાદ એવો માર્ગ છે, જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે."
~ અજ્ઞાત

# "જેના જીવવાથી સજ્જનો અને સંતો જીવે છે અને જે સદા પરોપકારી છે તેનો જન્મ સફળ છે અને તે જ જીવે છે એમ માનવું."
~ મહાવીરસ્વામી

# "અસફળતાના વિચારથી સફળતા ઉત્પન્ન થવી એ બાવળના વૃક્ષ પર ગુલાબ ઉગાડવા જેટલું અસંભવ છે."
~ સ્વેટ માર્ડન

# "નિષ્ફળતા તો દુ:ખદાયક છે જ. પણ સફળતાનો અહમ્ પણ દુ:ખદાયક છે."
~ જનક નાયક

# "નિષ્ફળતા મળે છે અને મળવી પણ જોઈએ. સફળતાનો અર્થ થાય છે સમાપ્તિ."
~ વિનોબા ભાવે

# "સફળ ઇતિહાસકારને સાચા ઇતિહાસ કરતાં સારા ઇતિહાસમાં વધુ રસ પડે છે."
~ વિનોદ ભટ્ટ

# "નિષ્ફળતાનો અર્થ એ થતો નથી કે, હું નિષ્ફળ સાબિત થયો છું. તેનો અર્થ એ થાય છે કે, હું હજી સફળતા લગી પહોંચ્યો નથી."
~ શૈલા પંડિત

# "સફળતાને ગુમાવી દેવાનો નિશ્ચિત ઉપાય અવસર ગુમાવી દેવો તે છે."
~ ગ્રેસિલ્સ

# "જ્યાં સુધી તમે હાથ બાંધીને બેઠા હો ત્યાં સુધી સફળતાની કોઈ આશા ન કરો."
~ સિમન્સ

# "મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હોતો."
~ ડિક્સન

# "જેનું મન દ્વારા મનન નથી થતું, પણ જેની શક્તિથી જ મન મનનવ્યાપારમાં સફળ થાય છે તેને તમે બ્રહ્મ જાણો."
~ કેનોપનિષદ

# "નિરંતર સફળતા આપણને સંસારરથના એક જ પૈડાને દેખાડે છે. પણ વિપત્તિ આપણને સંસારરથના બીજા પૈડાનો પણ પરિચય કરાવી દે છે."
~ ફૉલ્ટન

# "આ સંસાર કાયરો માટે નથી. ભાગવાનો પ્રયત્ન ના કરો. સફળતા કે નિષ્ફળતાની ચિંતા ના કરો."
~ પ્રણવાનંદજી

# "જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે."
~ રત્નસુંદરવિજયજી

# "કોઈ પણ સંકટમાં સાહસિક બનીને કાર્ય કરવું તે અર્ધી સફળતા મેળવ્યા બરાબર છે."
~ પ્લાઉટસ

# "ઘડિયાળના કાંટાને તમે અટકાવી શકો નહિ. પરંતુ હા, તમે પદ્ધતિસરના આયોજનથી સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો. સમયનો જે મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે સફળ છે, સુખી છે."       ~ ટેનિસન

# "એક કાંકરે બે પક્ષી મારવામાં નિષ્ફળતા મળે તો બે કાંકરે પણ એક પક્ષી તો મારી જ દેવું."
~ સંકલિત

# "સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી."
~ ઉક્તિ

# "ધનના અભાવ કરતાં પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે."
~ ડૅનિયલ વૅલ્સ્ટર

# "સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય."
~ ઉક્તિ

# "સફળતાની ચાવી કહું? ખંતને તમારો મિત્ર બનાવો. અનુભવને તમારો શાણો સલાહકાર બનાવો. સાવધાનતાને તમારા વડીલ બંધુ તરીકે સ્થાપો અને આશાને તમારી રક્ષક શક્તિ ગણો."
~ સ્ટોકરા

# "સફળતાનું રહસ્ય છે - મનની એકાગ્રતા. મનને એકાગ્ર કરો, સફળતા પામશો."
~ પ્રણવાનંદજી

# "એક લજ્જાયુક્ત નિષ્ફળતા એક નિર્લજ્જ સફળતા કરતાં ઘણી વધારે શ્રેષ્ઠ છે."
~ સંકલિત

# "જોખમ ઉઠાવવાની સાથે જ નિષ્ફળતા ઉઠાવવી જ પડે, નહિ તો એને જોખમ ન કહેવાય; સફળતાની સીધી સીડી જ કહેવાય."
~ ટીમ મેકમોહન

# "મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે."
~ રવીન્દ્રનાથ ટાગોર

# "ભણ્યા વગર ચતુરાઈ આવે નહિ, ચતુરાઈ વગર બુદ્ધિ ખીલે નહિ. બુદ્ધિ વગર વેપાર, કળા કારીગરી ને ઉદ્યોગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય નહિ."
~ સંકલિત

# "મહેનતથી જ સફળતા મળે છે, વિચારો કરવાથી નહિ."
~ બેન્જામિન ફ્રેન્કલિન

# "ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ ચારેય પુરુષાર્થમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એકાગ્રતા અનિવાર્ય છે."
~ રણછોડદાસજી મહારાજ

# "મનુષ્યજીવનની સફળતા એમાં જ છે કે તે ઉપકારીના ઉપકાર કદી ન ભૂલે. તેના ઉપકારથી વધારે તેના પર ઉપકાર કરે."
~ મહાભારત

# "જેને ધીરજ છે અને શ્રમથી ગભરાતો નથી, સફળતા તેની દાસી બનીને રહે છે."
~ અજ્ઞાત

# "ખરેખર જીવનને માણવું હોય તો માણસે સફળતા-નિષ્ફળતાના ચક્કરમાંથી બહાર નીકળી જવું જોઈએ."
~ ભૂપત વડોદરિયા

# "હું સફળ થવા નથી ઇચ્છતો; હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય."
~ કલાકાર અમૃતલાલ વેગડ

# "ચારિત્ર્ય સફળતા વિના પણ રહી શકે છે."
~ ઇમર્સન

# "ઘરમાં બધાંનાં પ્રીતિપાત્ર બનવું એ મોટી સિદ્ધિ છે."
~ થોમસ ડ્રેઈબર

# "કોઈ પણ કાર્યની સફળતાના મૂળમાં સાધનો જેટલું જ મહત્ત્વ સાધ્યને અપાયેલું હોય છે."
~ સ્વામી વિવેકાનંદ

# "સારા કામમાં સફળ થતાં વાર લાગે છે, પણ ખરાબ કામમાં જલદીથી સફળતા મળે છે."
~ પ્રેમચંદ

# "એક પ્રસન્નહૃદય, ઉજ્જવળ અને સંતોષી માણસ ઘરના બીજા લોકોની ચિત્તવૃત્તિને સ્થિર અને આનંદપૂર્ણ કરવામાં સફળ થાય છે."
~ સ્વેટ માર્ડન

# "જે સફળ પત્રકાર થવા માગતો હોય તેણે સંપાદનકલામાં પૂરી સિદ્ધિ મેળવી લેવી જોઈએ."
~ શશીકલંક

# "કુટિલતા કોઈ કોઈ વાર સફળ થાય છે, પણ હંમેશ માટે તો તે આત્માનો નાશ કરનારી જ છે. આત્મઘાતી જ છે."
~ ખલિલ જિબ્રાન

# "જ્યાં સુધી આપણે પોતે નિરપરાધી ન હોઈએ ત્યાં સુધી બીજાઓ પર સફળતાપૂર્વક આક્ષેપ કરી શકતા નથી."
~ સરદાર પટેલ

# "સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે."
~ અજ્ઞાત

# "જે લોકો પોતાના દોષને કારણે જ જીવનમાં સફળ થઈ શકતા નથી તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે."
~ હેઝલિટ

# "જે વ્યક્તિનું મોત મહાન ઉદ્દેશ્ય માટે થાય છે, તે કદી અસફળ નથી હોતી."
~ બાયરન

# "દરેક કામ હિંમત અને શાંતિથી કરો, એ જ સફળતાનું સાધન છે."
~  સ્વામી રામતીર્થ

#




-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------


*સૌથી સફળ વ્યક્તિ બનવા માટે*
*તમારા ભૂતકાળ ને ડસ્ટબીન માં ફેંકી દો,*
*વર્તમાન ને ટેબલ પર રાખો અને*
*ભવિષ્ય ને નોટિસ બોર્ડ પર ચીપકાવી દો.......*

     
જેટલા 'વિરોધી વધારે' એટલી 'સફળતા મોટી' અેટલા માટે જ... ચાણક્ય એ કદાચ કીધુ છે કે....

વિરોધી હંમેશા મજબુત રાખવા...
-------------------------------------------------------------------
આજ નો સુવિચાર સફળતા ની નિશાની પર
_____________________

જિંદગી ત્યારે સફળ ગણાય,... જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
"आनंद" एक "आभास" है,
जिसे हर कोई ढ़ूंढ़ रहा है..

"दु:ख" एक अनुभव है,
जो आज हर एक के पास है..

फिर भी जिंदगी में वही "कामयाब" है
जिसको खुद पर "विश्वास" है...

Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા