संबंध विच्छेद, Breakup

પ્રેમ ની એ સફર ખુબ યાદગાર હતી જાજો સ્નેહ અને થોડી ફટકાર હતીમને છોડી ને ગયા એ, હું ઉભો ત્યાંજ રહ્યો વળી ને પાછળ જોયું તો જિંદગી નિરાકાર હતી
___________
સાચા પ્રેમ માં બીજું તો સુ થાય?બસ એક જીદગી જીવન વગર વહી જાય...
___________
કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે
સ્મરણ બસ તમારું કરું રાત દિન
નયનના ઝરુખે રહો છો તમે
ગુન્હો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે
હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે
----???
------------------------------------------------------------------------------
हमें क्या खबर थी हमारे सितारे भी इस तरह बिखरेंगे..
हमें क्या खबर थी हमारे सितारे भी इस तरह बिखरेंगे..
जिन्हे समझता था प्यार के काबिल....

            ....वही ख़ंजर बनकर सीनेमें उतरेंगे |
-------------------------------------------------------------------
केवल ज़िद की एक गांठ खुल जाए..
तो उलझे हुए सब रिश्ते सुलझ जाए..

ફક્ત જીદ ની એક ગાંઠ ખુલી જાય..
તો કરમાયેલા બધાં સંબંધો ખીલી ઉઠે...

_________________

તું સમુદ્ર પાસે જઈ ને તારા હાથ માં પાણી લેજે,
                   જેટલું તારા હાથ માં આવે તે તરો પ્રેમ,
                              અને જેટલું ના આવે એ
                                     મારો પ્રેમ.

______
वो बोलते रहे, हम सुनते रहे..
जवाब आंखोमें था, वो लफ़्जों में ढूंढते रहे !!

એ બોલતા રહ્યા, અમે સાંભળતા રહ્યા ..

જવાબ આખોંમાં હતો, એ શબ્દોમાં શોધતા રહ્યા!!
_______
આપણાં સંબંધની ચર્ચા થશે
લાગણી સરેઆમ બે-પરદા થશે

થઇ જશે ઊભી નવેસર શક્યતા
કાં રહી સહી શક્યતા પર ઘા થશે

પ્રશ્ન મારો એકલાનો ક્યાં હતો
એય સાબિત, સાવ બે-પરવા થશે !

આંધળો તો સ્વાર્થ છે આ વિશ્વમાં
આળ એના, પ્રેમ પર ચડતા થશે !

ખાતરી વિશ્વાસની કરવી પડે
તો પછી, ગમતાં ય અણગમતાં થશે !

છે પનારો પથ્થરો સાથે, હવે
તૂટવું દરરોજની ઘટના થશે !

બંધમુઠ્ઠી ખોલવા જેવું નથી
જો ખુલી, તો માત્ર અવગણના થશે

ડૉ.મહેશ રાવલ
------------------------------------------------------------------------------
આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ.

બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ.

હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ.

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.

દિલની દિવાલો ગુજંતી થઇ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

- મહેક ટંકારવી
------------------------------------------------------------------------------
એકેક સ્પર્શ યાદ છે, એનો પ્રભાવ છે;
બાકી આ કાટમાળથી કોને લગાવ છે.

તાજાકલમમાં એટલું તાજો બનાવ છે;
કાગળમાં માત્ર આંસુઓની આવજાવ છે.

આ આવતી-જતી ઉદાસી બીજું કૈં નથી,
તારા ગયા પછી મળેલી ધૂપછાંવ છે.

તારો સ્વભાવ કેમ હું પ્હેરી લઉં કહે,
મારો સ્વભાવ આખરે મારો સ્વભાવ છે.

‘બેદિલ’ ગઝલમાં દર વખત આવ્યા કરે છે જે,
એવું તે કોનું દુઃખ, તને કોનો અભાવ છે?

-અશોક ચાવડા ‘બેદિલ’
------------------------------------------------------------------------------
आरज़ू होनी चाहिए किसी को याद करने की……!!
लम्हें तो अपने आप ही मिल जाते हैं,

कौन पूछता है पिंजरे में बंद पंछियों को,
याद वही आते है जो उड़ जाते है…!!
------------------------------------------------------------------------------
ए “सुबह ” तुम जब भी आना,
 सब के लिए बस ''खुशियाँ'' लाना.
हर चेहरे पर “हंसी ” सजाना,
हर आँगन मैं “फूल ” खिलाना.
जो “रोये ” हैं  इन्हें हँसाना.
जो “रूठे ” हैं  इन्हें मनाना,
जो “बिछड़े” हैं तुम इन्हें मिलाना.
प्यारी “सुबह ” तुम जब भी आना,
सब के लिए बस 
“खुशिया ”ही लाना |
       ~ रहीम जयपुर 
--------------------------------------------

------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
------------------------------------------------------------------------------

વચમાં જ્યાં થાય જરા તારો ઉલ્લેખ….
અને સળવળતી થાય પછી પીંછાની જેમ,
પછી ઈચ્છાની જેમ
મારા હાથની હથેળિયુંમાં વરસોથી સૂતેલી
તારા લગ પહોંચવાની રેખ….
ચાક્ળાના આભલામાં કાંઈ નહીં,
સામેની ખાલીખમ ખાલીખમ ભીંત
કેવડાની જેમ નથી ઓરડાઓ કોળતા ને
મૂંગું છે તોરણનું ગીત
સાવે રે સોનાના મારા દિવસો પર લાગી ગઈ
વરસો પર લાગી ગઈ
તારા અભાવની રે મેખ….
સૂકેલી ડાળી પર પાન ફૂટે એમ ફૂટું
સાંભળીને ક્યાંક તારું નામ
તારા હોવાનું ક્યાંય મોતી ન મળતું ને
ખાલી આ છીપ જેવું ગામ
મારા આ શ્વાસ હવે કાળની કંઈ સુકાતી શેરીમાં
લૂની જેમ ફૂંકતી શેરીમાં
ઘૂમે લઇ ઊગવાનો ભેખ….
– મનોજ ખંડેરિયા
------------------------------------------

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

- મનોજ ખંડેરિયા
-----------------------------------

બહુ સાચવીને  ચાલવું  પડે છે  જીવનમાં  એક  ત્રાજવા  ની જેમ....
એક  તરફ લાગણી  હોય છે  તો  બીજી  તરફ ફરજો  હોય  છે.
-----------------------------------
-----------------------------------

ફરજો  હોય  છે

Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા