ज्ञानी, ज्ञान, Knowledgeable

# "અજ્ઞાન દુ:ખનું કારણ છે; પણ અજ્ઞાન વિષેનું અજ્ઞાન તો મહાદુ:ખનું કારણ છે."
~ બબાભાઈ પટેલ

# "અજ્ઞાની મૂર્ખ માણસ પોતાનો ક્રોધ જીભથી બોલી બતાવે છે અને ઉત્તમ માણસ તુરત તેને સમાવી દે છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો તફાવત છે."
~ મહાવીરસ્વામી

# "અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાનાથી જ્ઞાન પામે નહિ. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતસમયે પણ જ્ઞાન પામે."
~ શ્રીમદ રાજચંદ્ર

# "અમુક વિચારોનો જ્ઞાનતંતુઓ સાથે સુમેળ એનું નામ કેળવણી."
~ સ્વામી વિવેકાનંદ

# "આત્મજ્ઞાન એ જ સૌથી મોટું જ્ઞાન છે."
~ મહાભારત

# "આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણ કે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે."
~ બાઈબલ

# "ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે."
~ યંગ

# "કંજૂસો પોતાનું ધન છુપાવે છે, શૂરવીર પોતાની શક્તિ છુપાવે છે, જ્ઞાની પોતાનું દુ:ખ છુપાવે છે, તેવી જ રીતે ચતુર પોતાનું નામ છુપાવે છે."
~ વિયોગી હરિ

# "કોઈ પણ દેશની સભ્યતા તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું જરૂરી છે."
~ ગુંજન બરવાળિયા

# "કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ."
~ મોરારજીભાઈ દેસાઈ

# "ચિંતાથી સુખ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે."
~ અજ્ઞાત

# "જવાબદારી આવી પડતાં જ્ઞાન આપોઆપ આવી જાય છે."
~ ઉક્તિ

# "જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે."
~ ધૂમકેતુ

# "જે જ્ઞાન આચરણમાં ઊતર્યું નથી તે ભારરૂપ છે."
~ અજ્ઞાત

# "જે તમે ન જાણતાં હો તે તમે નથી જાણતા તેમ કબૂલ કરો, તે જ્ઞાન કહેવાય."
~ કન્ફ્યુશિયસ

# "જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન."
~ હજરત મહંમદ પયગંબર

# "જે મનુષ્ય જ્ઞાન-ધર્મની મોટી મોટી વાતો કરે છે, પણ હૃદયમાં જરા પણ દયાભાવ રાખતો નથી તે અવશ્ય નરકગામી થાય છે."
~ કબીર

# "જે મુક્તિ અપાવે તે વિદ્યા."
~ સુભાષિત

# "જેટલું કોઈ વિષયનું અધ્યયન કરીએ છીએ તેટલું જ આપણને આપણા અજ્ઞાનનું ભાન થાય છે."
~ શૈલી

# "જેને જ્ઞાનરૂપી ત્રીજા લોચનની જરૂર છે, તે ઉત્તમ પુરુષે શાસ્ત્રોનાં ઉત્તમ પુસ્તકો વાંચવા જોઈએ."
~ મહાવીરસ્વામી

# "જેમણે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેના પર કામ અને લોભનું ઝેર નથી ચડતું."
~ રામકૃષ્ણ પરમહંસ

# "જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે."
~ શંકરાચાર્ય

# "જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી."
~ શ્રીમદ રાજચંદ્ર

# "જ્ઞાન તો શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકાય, પરંતુ બુદ્ધિ તો કડવા અનુભવોમાંથી જ ઉત્પન્ન થાય છે."
~ સંકલિત

# "જ્ઞાન સંઘરશો તો ઘટશે, વહેંચશો તો વધશે."
~ અજ્ઞાત

# "જ્ઞાનના સમગ્ર પ્રકાશથી, અજ્ઞાન અને મોહનાં પડળો ભેદવાથી અને રાગદ્વેષના ક્ષયથી જ આત્મા એકાંત સુખસ્વરૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે."
~ મહાવીરસ્વામી

# "જ્ઞાનનું લક્ષ્ય સત્ય છે અને સત્ય આત્માની ભૂખ છે."
~ લૅસિંગ

# "જ્ઞાનમાં પુરુષાર્થ ન હોય, શક્તિ નિર્માણ કરવાનો ગુણ ન હોય તો પછી જ્ઞાન કે અજ્ઞાનમાં કાંઈ જ ફરક નથી."
~ શ્રીનાથજી

# "જ્ઞાનરાશિના સંચિત કોશને જ સાહિત્ય કહેવાય છે."
~ મહાવીરપ્રસાદ દ્વિવેદી

# "જ્ઞાની કવિ અખામાં તત્ત્વજ્ઞાન પોતે જ કાવ્ય કે કાવ્ય પોતે જ તત્ત્વજ્ઞાન બન્યું છે."
~ ઉમાશંકર જોષી

# "જ્ઞાનરાશિના સંચિત કોશને જ સાહિત્ય કહેવાય છે."
~ મહાવીરપ્રસાદ દ્વિવેદી

# "જ્ઞાની કોઈ ચીજ ન મળવાથી પસ્તાવો કરતો નથી."
~ હર્બટ

# "ડર હંમેશા અજ્ઞાનથી જ પેદા થાય છે."
~ ઇમર્સન

# "તારું મારું એ અજ્ઞાનતા છે, અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે."
~ અજ્ઞાત

# "દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે જે પળ આપે તે કોઈ ન આપે."
~ ધૂમકેતુ

# "દરેક સિદ્ધિ પામવા તપસ્યા-આરાધના જરૂરી છે, તે જ પ્રમાણે વિદ્યા-ઉપાર્જન પણ તપસ્યા-આરાધના વિના શક્ય નથી."
~ કુસુમાંજલિ

# "ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે."
~ સ્વામી રામતીર્થ

# "નિષ્ક્રિય ઊંડા જ્ઞાન કરતાં સક્રિય સાદી સમજ મહાન છે."
~ સંકલિત

# "પશ્ચિમનાં શ્રેષ્ઠ કથનો અને વિચારોનું જ્ઞાન જ સંસ્કૃતિ છે."
~ મૅથ્યુ આરનોલ્ડ 

# "પ્રકૃતિ અપરિમિત જ્ઞાનનો ભંડાર છે. પાંદડે પાંદડે આપણા માટે જ્ઞાન ભરેલું છે. પણ તેનો લાભ ઉઠાવવા માટે અનુભવ જરૂરી છે."
~ અયોધ્યાસિંહ ઉપાધ્યાય

# "બહુ અનાદર કરવાથી જ્ઞાનીઓનાં હૃદયમાં ક્રોધ ઉત્પન્ન થાય છે."
~ પ્રેમચંદ

# "બ્રહ્મજ્ઞાન મળી ગયા પછી મનુષ્ય તરત જ પરમાનંદનો અધિકારી બની જાય છે."
~ શ્રીમદ્ ભગવદ્ગીતા

# "માનવીનો એ સ્વભાવ છે, કે જેનું તેને પૂરું જ્ઞાન નથી, જે અકળ છે તેનાથી તે ડરતો રહે છે."
~ ઍમર્સન

# "મુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ વિનમ્ર અને જ્ઞાની બની જાય છે."
~ અજ્ઞાત

# "લગનીથી જ્ઞાન મળે છે. લગનીના અભાવથી જ્ઞાન ખોવાઈ જાય છે."
~ ગૌતમ બુદ્ધ

# "વાતચીત કે વાદવિવાદ માટે વ્યક્તિએ પોતાના જ્ઞાનને વિકસાવવું પડે છે, કારણ કે આવો સુઅવસર ગમે ત્યારે આવી પડે ત્યારે કામ લાગે."
~ સંકલિત

# "વિદ્યા અમૂલ્ય અને અનશ્વર ધન છે."
~ ગ્લેડસ્ટન

# "વિદ્યા પ્રાપ્ત કરીને માનવી પોતાની માન્યતાઓ, ભાવનાઓ, આકાંક્ષાઓ અને આદર્શોનું નિર્માણ કરે છે."
~ સંકલિત

# "વિદ્યાદાન અન્નદાનથી ચડિયાતું છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે, જ્યારે વિદ્યાથી જિંદગીભરની તૃપ્તિ થઈ જાય છે."
~ વિષ્ણુપુરાણ 

# "વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન – એ ચારે અફળ અને દુ:ખદાયી છે."
~ સુભાષિત

# "વૃદ્ધ માણસને નિત્ય વંદન કરવાથી આયુષ્ય, વિદ્યા, યશ અને બળ - એ ચાર વસ્તુ પ્રાપ્ત થાય છે."
~ સંસ્કૃતવાણી

# "સંસારનું જ્ઞાન સંસારમાં રહીને જ મેળવી શકાય, બંધ રૂમમાં નહીં."    ~ અજ્ઞાત

# "સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે."   ~ સ્વામી વિવેકાનંદ

# "સાધારણ માનવી પોતાની ભૂલ માટે બીજાને દોષિત ઠરાવે છે. અલ્પજ્ઞાની પોતાની જાતને અને વિશેષ જ્ઞાની કોઈને પણ દોષિત નથી ઠરાવતો."
~ ઇમિકિટ્સ

# "સુવર્ણ મેળવવા કરતાં જ્ઞાન મેળવવું ઉત્તમ છે અને રૂપાની પ્રાપ્તિ કરતાં નિર્મળ બુદ્ધિ ગ્રહણ કરવી એ પણ એટલું જ શ્રેષ્ઠ છે."      ~ મહાવીરસ્વામી

# "સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે."
~ જવાહરલાલ નહેરુ

# "‘મારા બાપા ખરું કહેતા હતાં’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે.’"
~ ચાર્લ્સ વર્ડઝવર્થ

# "અજ્ઞાનનો નાશ જ્ઞાન જ કરી શકે."
~ શંકરાચાર્ય

# "અધૂરું જ્ઞાન જોખમકારક છે. છીછરું પાણી ન પિવાય. જે વહેણ ઊંડાં છે, એ જ ચોખ્ખાં હોય. જે દિમાગને બહેકાવે એ જ્ઞાન નથી. જે મનને સ્થિર કરે, શાંત કરે એ જ જ્ઞાન છે."
~ પૉપ

# "અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા."
~ અજ્ઞાત

# "અનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે."
~ અજ્ઞાત

# "અહિંસા પરમ ધર્મ છે. અહિંસા પરમ તપ છે. અહિંસા પરમ જ્ઞાન છે અને અહિંસા જ પરમ પદ છે."
~ શ્રીમદ્ ભગવદ્ગીતા

# "આત્મજ્ઞાનનું સંપાદન કરવું અને આત્મકેન્દ્રમાં સ્થિર રહેવું એ માણસમાત્રનું પહેલું અને પ્રમુખ કર્તવ્ય છે."
~ સ્વામી રામતીર્થ 

# "આંખ સામે પડેલી વસ્તુનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવાં પડે છે."
~ રવીન્દ્રનાથ ટાગોર

# "કર્મ અને જ્ઞાનમાં કોઈ સંઘર્ષ-કોઈ વાસ્તવિક વિરોધ નથી."
~ રમણ મહર્ષિ

# "કેવળ આત્મજ્ઞાન જ એવું જ્ઞાન છે જે આપણને બધી જરૂરિયાતથી દૂર લઈ જાય છે."
~ સ્વામી રામતીર્થ 

# "કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવાને માટે ત્રણ વસ્તુની જરૂર છે. એક તો અનુભવ, જ્ઞાન અને નિર્ણયને અભિવ્યક્ત કરવાની ક્ષમતા."
~ સુકરાત

# "ખરું જ કહ્યું છે કે, આ ભવરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીને જ્ઞાન જ વહાણ સમાન છે ને મોહરૂપી અંધકારનો નાશ કરવામાં જ્ઞાન જ સૂર્ય સમાન છે."
~ મહાવીરસ્વામી

# "ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઊતારવું એ જ સાચી વિદ્યા છે"
- અજ્ઞાત

# "જે ગૂઢ છે, રહસ્યપૂર્ણ છે એનો અનુભવ કરવો એ એક અત્યંત સુંદર બાબત છે. વિજ્ઞાન અને કળાનું પ્રાપ્તિસ્થાન એ જ છે."
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન

# "જે જ્ઞાન ભોળપણ છીનવી લે તે બોજરૂપ છે. જે વિલક્ષણતાનું વિશેષણ લગાવે તે જ્ઞાન બોજરૂપ છે. બુદ્ધિમાન વ્યક્તિમાં અહંકાર ઊભો કરે તે જ્ઞાન બોજરૂપ છે. જે પોતાની સાથે આનંદની પળો ન લાવે તે જ્ઞાન બોજરૂપ છે. જે ઈર્ષાથી મુક્ત ન કરી દે તે જ્ઞાન બોજરૂપ છે."
~ અજ્ઞાત

# "જે ભાવ મનુષ્યને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય તે જ આધ્યાત્મ છે."
~ અજ્ઞાત

# "જે માણસ પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી રાખે છે, તે પણ પરિગ્રહી કહેવાય."
~ ગાંધીજી

# "જે વ્યવસાયી માણસોને ચિંતાથી દૂર કેમ રહેવું, તેનું જ્ઞાન નથી તે બહુ જ જલદીથી મરણને શરણ થાય છે."
~ ડૉ. કેટન

# "જેનામાં નમ્રતા નથી આવતી તેઓ, વિદ્યાનો પૂરો સદુપયોગ નથી કરી શકતા. નમ્રતાનો અર્થ છે અહંભાવનો અત્યંત ક્ષય."
~ ગાંધીજી

# "જેમને આપણે અભિમાનવશ અજ્ઞાની સમજીએ છીએ, તેવા જ લોકોમાંથી આપણને ઘણીવાર નવું જાણવાનું મળે છે."
~ પ્રેમચંદ

# "જો ઉદ્દેશ્ય શુભ ન હોય તો જ્ઞાન પણ પાપ બની જાય છે."
~ અજ્ઞાત

# "જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જતું નથી. જે કાંઈ વાંચો તે વિચારો અને અંદર પચાવો. તો વખત આવ્યે સુંદર બનીને બહાર આવે."
~ રવિશંકર મહારાજ

# "જ્ઞાન પછી જે મૂકે માન, એ જ બને મહાન."
~ અજ્ઞાત

# "જ્ઞાન માનવ જીવનનો સાર છે."
~ અજ્ઞાત

# "જ્ઞાનના જેવું પવિત્ર કરવાવાળું બીજું શું છે?"
~ ભગવદ્ગીતા

# "જ્ઞાનનું કે ડહાપણનું વધુ પડતું પ્રદર્શન સારું ન ગણાય. મીઠું થોડું વપરાય ત્યાં સુધી જ 'મીઠું' લાગે. વધુ વપરાય તો ખારું ધુંધવા જેવું લાગે."
~ અનુભવાનંદજી

# "જ્ઞાનનો ઉપયોગ રણભૂમિ પર પણ થઈ શકે. ગીતાનો ઉપયોગ એવી જ રીતે કરાયો છે."
~ સંકલિત

# "જ્ઞાનયુક્ત કર્મથી જ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ થાય છે."
~ શાંડિલ્ય સ્મૃતિ

# "જ્ઞાનરૂપી તાળું ખોલવાની એક જ ચાવી છે અને તે છે મનને એકાગ્ર કરવાની શક્તિ. જે લોકોનું ધ્યાન અનેક વાતોમાં એકસાથે વળગેલું છે, તેઓ પોતાની શક્તિઓ વેડફી રહ્યાં છે."
~ પ્રણવાનંદજી

# "જ્ઞાની જ સત્યને જોઈ શકે છે, અજ્ઞાની નહિ."
~ ઋગ્વેદ

# "જ્ઞાનીને માટે દરેક ક્ષણ સતયુગ છે."
~ સંતવાણી

# "તપ દ્વારા જ આપણી દુર્બળતા શક્તિમાં અને અવિદ્યા જ્ઞાનમાં પરિણત થઈ શકે છે."
- ડૉ. રાધાકૃષ્ણન

# "દરેક વ્યક્તિએ પોતાના વ્યવસાયમાં નિપુણ થવા માટે એ વ્યવસાયની અણગમતી બાબતનું જ્ઞાન મેળવીને નિપુણતા પ્રાપ્ત કરવાની કિંમત ચૂકવવાની હોય છે."
~ જેમ્સ બાલ્ડવિન

# "દુ:ખ ભોગવવાથી સુખનાં મૂલ્યનું જ્ઞાન થાય છે."
~ શેખ સાદી

# "દુર્બળ અને અજ્ઞાની લોકો જ હંમેશાં કોઈ પણ વસ્તુમાં આડખીલી ઊભી કરે છે."
~ સ્વામી રામતીર્થ 

# "નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃદ્ધિમાં પલટાવી શકાય છે."
~ અજ્ઞાત

# "પરમાર્થની દૃષ્ટિથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય જ મુક્તિનો માર્ગ છે. વેષ વગેરેથી નહિ."
~ ઉત્તરાધ્યયન ચૂર્ણિ

# "પોતાની અજ્ઞાનતાનો અનુભવ જ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે."
~ અજ્ઞાત

# "પ્રત્યેક વ્યક્તિ માટે જ્ઞાનની શોધ ફરજિયાત છે."
~ હજરત મહંમદ પયગંબર

# "બુદ્ધિ સિવાય વિચારપ્રચારનું અન્ય કોઈ જ શસ્ત્ર નથી, કારણકે જ્ઞાન જ અન્યાયનો નાશ કરી શકે છે."
~ શંકરાચાર્ય

# "મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઈ તેને છીનવી શકતું નથી."
~ અજ્ઞાત

# "માહિતી અને જ્ઞાનમાં ફરક છે. શિક્ષણ અને કેળવણીમાં ફરક છે."
~ મનુભાઈ પંચોલી

# "મૂર્ખ માણસ હંમેશ એક જ બાજુ વિચારે છે ત્યારે જ્ઞાની અને બુદ્ધિશાળી વ્યક્તિઓ દરેક બાજુનો વિચાર કરે છે."
~ ગુરુ રામદાસ


# "વાણી મનુષ્યને મળેલી અતિ ઉત્તમ ભેટ છે. એમાંય જે વાણી જ્ઞાનયુક્ત શબ્દોથી સભર હોય તે અન્યને પ્રભાવિત કરવા ઉપરાંત દીર્ઘકાળ સુધી ટકી રહે છે."
~ કાંતિલાલ કાલાણી

# "વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી."
~ બર્ટ્રાન્ડ રસેલ

# "વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે."
~ અજ્ઞાત

# "વિદ્યા વિનયથી શોભે છે."
~ ઉક્તિ

# "વિદ્યારૂપી રત્નની કિંમત બુદ્ધિમાન માનવી જ કરી શકે છે; મૂર્ખથી તે થઈ શકતી નથી."
~ જયશંકર પ્રસાદ

# "વિશ્વના સર્વોત્કૃષ્ટ વિચારો અને કથનોનું જ્ઞાન અને તેનું આચરણ જ સંસ્કૃતિ છે."
~ અજ્ઞાત

# "સત્ય અને જ્ઞાન પર કોઈનો બાપીકો અધિકાર નથી. દુનિયાનાં સર્વ ધર્મો, જગત એ બધું જ તમારું છે."
~ સ્વામી રામતીર્થ

# "સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે."
~ અજ્ઞાત

# "સાચો જ્ઞાની વાદવિવાદ કરતો નથી. વાદવિવાદ પણ એક અજ્ઞાનતાની જ અવસ્થા ગણાય છે."
~ સંત કબીર

# "સારા દિવસોમાં વિદ્વત્તા આભૂષણ છે. કષ્ટના દિવસોમાં સહાય છે અને વૃદ્ધાવસ્થામાં સંચિત ભંડાર છે."
~ અરસ્તુ

# "સ્નાનથી શરીરની શુદ્ધિ કરવી, સત્યથી મનને શુદ્ધ કરવું, વિદ્યા અને તપથી આત્માની શુદ્ધિ કરવી અને જ્ઞાનથી બુદ્ધિને દિનરાત પ્રકાશિત રાખવી."
~ સ્વામી શ્રદ્ધાનંદ

# "હું જ્ઞાનના અગાધ દરિયાને કાંઠે છીપલાં વણતો બાળક છું."
~ પી. બી. શેલી

# "અજ્ઞાન એ જ્ઞાનની રાત છે. પણ એ રાત ચંદ્ર અને નક્ષત્ર વિનાની છે."
~ કન્ફ્યુશિયસ
















Comments

Popular posts from this blog

1) दुःख, दर्द, पीड़ा, कष्ट, वेदना, व्यथा, क्लेश, सन्ताप, संकट, विपदा, मुश्केली, मुसीबत, Grief, Pain

ચટ પટા જલસા