जिंदगी, जीवन, प्राण, Life
-------------------------------------------------------------------
# "પ્રાર્થનાથી જીવનની શોભા વધે છે."
~ ચંદ્રેશ ત્રિવેદી
# "અપૂર્ણ લાગતું જીવન પ્રાર્થનાથી પૂર્ણ બની જાય છે."
~ ચંદ્રેશ ત્રિવેદી
# "માનવીની ગતિ સુંદર વસ્તુઓથી સુંદર મનોભાવોની તરફ, સુંદર મનોભાવોથી સુંદર જીવન તરફ અને સુંદર જીવનથી પૂર્ણ સૌંદર્ય તરફ જ હોય છે."
~ પ્લેટો
# "બ્રહ્મજ્ઞાનીને માટે સ્વર્ગ તૃણ છે. શૂરવીર માટે જીવન તૃણ સમાન છે. જિતેન્દ્રિય માટે સ્ત્રી તૃણ સમાન છે અને નિસ્પૃહ માટે દુનિયા તૃણ સમાન છે."
~ ચાણક્ય
# "ભૂતકાળની અનેક પેઢીઓના શ્રમથી મારું આજનું જીવન સભર છે, તેથી મારે આવતીકાલના નાગરિકો માટે જીવનભર શ્રમ કરવો જોઈએ."
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
# "આળસુ ને નિરુપયોગી માણસના સો વરસના જીવન કરતાં, દૃઢતાપૂર્વક ઉદ્યોગ કરનારાનો એક દિવસ શ્રેષ્ઠ છે."
~ ભગવાન બુદ્ધ
# "માનવજાતને દિવ્યતા પ્રત્યે જાગૃત કરવી અને જીવનની પ્રત્યેક ક્ષણમાં તેને આવિર્ભૂત કરવી એ જ મારો આદર્શ છે."
~ સ્વામી વિવેકાનંદ
# "આશા જ જીવન છે. જીવન જ આશા છે."
~ અજ્ઞાત
# "જીવનમાં એવા અવસર પણ આવે છે કે નિરાશામાં પણ આશા છુપાયેલી હોય છે."
~ પ્રેમચંદ
# "સદાચાર અને નિર્મળ જીવન જ સાચી કેળવણીનો આધાર છે."
~ ગાંધીજી
# "પુસ્તકો એ મહાન આત્માઓની ઉત્તમોત્તમ ક્ષણોનો આવિર્ભાવ છે, કહો કે, એમના જીવનસત્ત્વનો નિષ્કર્ષ છે."
~ રમણલાલ જોશી
# "જીવનનું હરકોઈ કામ પ્રભુને રાજી રાખવાનું લક્ષ્ય રાખીને કરવું એનું જ નામ આચરણ."
~ સંકલિત
# "જ્યાં સુધી જીવો છો, જીવન છે ત્યાં સુધી જીવવાની કળા શીખ્યા કરો." ~ સેનેકા
# "જિંદગીની બીજી આવૃત્તિ પ્રગટ થઈ શકતી હોત તો હું પહેલી આવૃત્તિમાં રહી ગયેલી પ્રૂફરીડિંગની ભૂલો સુધારી લેત."
~ જૉન ફલેર
# "જીવન આપણે ધારીએ છીએ તેટલું દુ:ખમય નથી, પણ આપણે ધારીએ એટલું સુખમય એને જરૂર બનાવી શકીએ."
~ સંકલિત
# "ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ જીવ પરોવીને જીવવું એ જ જીવન છે."
~ ભૂપત વડોદરિયા
# "એકવાર નિર્ભય બની ગયા પછી જીવનમાં અનેક મહાન ગુણો આપોઆપ જન્મ લેતા હોય છે."
~ સૌરભ શાહ
# "મુશ્કેલીઓનો સામનો કરવો એનું જ નામ જિંદગી છે."
~ રવીન્દ્રનાથ ટાગોર
# "જીવનની કળામાં પૂર્ણતા પામવી એ જ જીવતરનું ધ્યેય છે."
~ રિમાર્ડ બાક
# "અનંત ઉત્સાહ, અથાગ પરિશ્રમ અને તીવ્ર ધગશ એ જ સાચું જીવન છે."
~ પ્રણવાનંદજી
# "સંઘર્ષ અને ઊથલપાથલ વિના જીવન સાવ જ નીરસ બની જાય છે એટલે જીવનમાં આવતાં બધાં દુ:ખો અને આપત્તિઓને સહન કરી લેવામાં જ સમજદારી છે."
~ વિનોબા ભાવે
# "સંસારમાં અપમાનપૂર્વક જીવવું પડે તો જીવન વ્યર્થ છે, પણ જો વીરોને સન્માનપૂર્વક મૃત્યુ મળે તો તે પ્રશંસનીય છે."
~ રામચરિત ઉપાધ્યય
# "મૃત્યુનો, જીવન સાથે એટલો સંબંધ છે જેટલો જન્મનો."
~ સંકલિત
# "સાહિત્ય એ માનવજાતિના માનસિક અને સાંસારિક જીવનનું શબ્દચિત્ર છે. એ ચિત્રને લેખક અનેક રીતે રજૂ કરે છે."
~ મનસુખ જોષી
# "પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વિનાના ઘર જેવું છે. જાણે કે કાગળના જહાજ જેવું છે."
~ ગાંધીજી
# "આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો તે જ જીવનનું પરમ લક્ષ્ય છે."
~ રવીન્દ્રનાથ ટાગોર
# "જીવનની માવજત એ જ ઉપાસના છે."
~ ઋષિવાણી
# "મનુષ્યનું જીવન કુંભારની માટીની પેઠે ઘાટ ઘડવા માટે સર્જાયું નથી. જિંદગીને ફક્ત સ્થૂળ પદાર્થ માની લઈ તેના મનગમતા ઘાટ ઘડવા જતા વિકૃતિ જ જન્મે છે."
~ રવીન્દ્રનાથ ટાગોર
# "જ્યાં સેવા છે, ત્યાં ધર્મ છે. સેવામાં જ જીવનની ઓળખાણ છે અને કર્તવ્યનું પાલન કરે છે."
~ આચાર્ય વિદ્યાસાગરજી
# "જીવનમાં સંઘર્ષની નીતિ કરતાં બાંધછોડની નીતિ તમને સુખી બનાવે છે. તમારી વિનમ્રતા સામી વ્યક્તિને માત કરવા માટે એક શક્તિશાળી હથિયાર છે."
~ જનક નાયક
# "નિરાશાથી જીવનમાં બહુમૂલ્ય તત્ત્વો નષ્ટ થઈ જાય છે, તેના કારણે વિજયની ઘણી તકો ખોવાઈ જાય છે."
~ સ્વેટ માર્ડન
# "આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે."
~ વિનોબા ભાવે
# "આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો, વિજય કે પરાજયની પરવા ન કરો, જીવનને વેડફી નાખવું ન પાલવે."
~ સ્વામી વિવેકાનંદ
# "આપણો રસ આપણા જીવનની કસોટી છે અને આપણા મનુષ્યત્વની ઓળખ."
~ અજ્ઞાત
# "એક વાત હૃદય પર કોતરી રાખજો કે આપણા જીવનના સુખ અને દુ:ખ મનનાં કારણ હોય છે."
~ જે. પી. વાસવાણી
# "ખેતરમાં વાવેલાં બધાં જ બી કાંઈ ફળતા નથી, પરંતુ જીવન ઉપવનમાં વાવેલાં સત્કર્મનું એકપણ બીજ નકામું જતું નથી."
~ અજ્ઞાત
# "ચિંતા ઊધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે."
~ અજ્ઞાત
# "જીભડીના સ્વાદ માટે લાખો પશુઓની હત્યા થાય તો એ પાપ છે જીવન જ ઈશ્વર છે."
~ કબીર
# "જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે."
~ ફ્રેન્કલિન
# "જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે."
~ જેરેમી ટેસર
# "જીવન મનુષ્યના અનુભવ, આચરણ અને અસ્તિત્વનો પાયો છે."
~ અજ્ઞાત
# "જીવનધોરણ ઊંચું લાવવા બધા મથે છે ચિંતનનું ધોરણ ઊંચું લાવવા શું?"
~ વિનોબા ભાવે
# "જીવનનું ગણિત ઊંધું છે. વર્તમાનને સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે."
~ અજ્ઞાત
# "જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની."
~ સ્વામી રામતીર્થ
# "જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય !"
~ અજ્ઞાત
# "જીવનમાં જો ઉદ્દેશ ન હોય તો હંમેશાં નિષ્ફળતા જ સાંપડે છે."
~ અજ્ઞાત
# "જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે."
~ તીરુવલ્લુર
# જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.
~ રસેલ કૉનવેલ
# "જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી. એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપશો."
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
# "જીવનમાં વધુ પડતી લાલચ પણ ચેપી રોગની બીમારી જેવી હોય છે."
~ અજ્ઞાત
# "જીવનસંગ્રામમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજુદ છે, જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે."
~ અજ્ઞાત
# "જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે સ્વયં પણ તેનાથી વંચીત રહેતો નથી."
~ જે એમ બૈસી
# "જો ઈશ્વર આપણને જીવનભર કંઈ જ દુઃખ ન આપે તો મનુષ્ય તરીકેની આપણી સહનશક્તિનું એ સૌથી મોટું અપમાન છે."
~ અજ્ઞાત
# "તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે."
~ અજ્ઞાત
# "તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી, જેને આપવાની આપણી શક્તિ ના હોય."
~ અજ્ઞાત
# "દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે."
~ લોકમાન્ય ટિળક
# "પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે."
~ શૅક્સપિયર
# "પૈસાની સાથે જીવન જીવવું બુદ્ધિમત્તા છે, પૈસાને માટે જીવન જીવવું બુદ્ધિહીનતા છે. બુદ્ધિમાન બનો બુદ્ધિહીન નહીં."
~ અજ્ઞાત
# "પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે."
~ કુન્દનિકા કાપડિયા
# "બીજા સાથે સરખામણી કર્યા વગર જ જીવન જીવવામાં સંતોષ મળે છે."
~ અજ્ઞાત
# "મહેનત અને દૃઢ નિશ્ચયથી જીવનરૂપી જહાજને સાચી દિશા તરફ વાળી શકાય છે."
~ અજ્ઞાત
# "મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે, પણ મારા હોઠને તેની ક્યારેય જાણ થઈ નથી કારણ કે તે સદા હસતા જ રહે છે."
~ ચાર્લી ચેપ્લિન
# "વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે."
~ વિલિયમ જેમ્સ
# "શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે."
~ અજ્ઞાત
# "સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે, જન્મ થાય તેનું મૃત્યુ ચોક્કસ છે, પણ તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે. આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય."
~ અજ્ઞાત
# "સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે."
~ સ્વામી શિવાનંદ
# "સ્નાનથી તન, દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુદ્ધ બને છે."
~ અજ્ઞાત
# "પ્યાર કરવા માટે તો આ જિંદગી ઓછી પડી જાય છે, ખબર નહીં લોકો નફરત માટે ક્યાંથી સમય કાઢે છે."
~ ડૉ. અબ્દુલ કલામ
# "શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે."
~ અજ્ઞાત
# "જીવન સંઘર્ષનું બીજું નામ છે."
~ અજ્ઞાત
# "નકશા વિનાનું મકાન આનંદ ન આપે, લક્ષ્ય વિનાનું જીવન સિદ્ધિ ન આપે !"
~ અજ્ઞાત
# "જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઈએ."
~ રજનીશ
# "સાધક માટે તો સાધ્યનું અખંડ સ્મરણ અને એની પ્રાપ્તિનો અવિરત પુરુષાર્થ જ જીવન હોય છે."
~ રણછોડદાસજી મહારાજ
# "જે ધનનો સ્વીકાર કરવાથી પાપની પ્રતિષ્ઠા વધે છે, અથવા દોષિત જીવનનો રંગ લાગે છે તેવું ધન કદાપિ ન લેવું જોઈએ"
~ વિનોબા ભાવે
# "મૃત્યુ કેવળ જીવનની છાયા છે."
~ ઓશો રજનીશ
# "ધર્મની શક્તિ જ જીવનની શક્તિ છે. ધર્મની દૃષ્ટિ જ જીવનની દૃષ્ટિ છે."
~ ડૉ. રાધાકૃષ્ણન
# "માત્ર એ જ જીવન કામનું છે, જે બીજા માટે જીવી શકે."
~ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
# "દરેક મનુષ્યને પોતાનું જીવન અત્યંત પ્રિય હોય છે, પરંતુ મહાન પુરુષોને પોતાની ઇજ્જત જીવનથી ક્યાંય અધિક મૂલ્યવાન અને પ્રિય હોય છે."
~ શૅક્સપિયર
# "અહિંસા એટલે બીજાના જીવન પ્રતિ તેમના વ્યક્તિત્વ પ્રત્યે આદર."
~ કાકાસાહેબ કાલેલકર
# "આદર્શવિહોણું જીવન એટલે મૃત્યુ. આદર્શહીન જીવન અને મૃત્યુમાં કોઈ ફરક નથી."
~ પ્રણવાનંદજી
# "આળસુઓની જેમ જીવવાથી સમય અને જીવન પવિત્ર નથી કરી શકાતાં."
~ સાયરસ
# "મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા."
~ સંકલિત
# "કેળવણી એટલે જીવનમાં આવતી સારીનરસી પરિસ્થિતિઓનો સામનો કરવાની યોગ્યતા."
~ જોન. જી. હિબન
# "સારું પુસ્તક એક મહાન આત્માનું જીવનરક્ત હોય છે."
~ મિલ્ટન
# "જીવન જવાબદારી ભરેલો ખેલ છે. તેમાં ડગલે ને પગલે સમાધાન કરવું જ પડે છે."
~ જૈનેન્દ્ર
# "તમે જિંદગી જીવવાની કોશિશ તો કરો, મુસીબતોનો ભય ન રાખો. મુસીબતો તમને સાચે માર્ગે જીવવાની દોરવણી આપશે"
~ સંકલિત
# "માનવજીવન સફળ બનાવવા માણસે પોતાની મર્યાદા સમજવી અને પોતાની નબળાઈ દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું."
~ સંકલિત
# "ઉલ્લાસમય જીવન સિવાય વાસ્તવમાં બીજું કોઈ જીવન નથી."
~ ઍડિસન
# "જો તમે તમારા જીવનને ચાહશો તો તે તમને ચાહશે."
~ રૂબિન સ્ટીન
# "જીવનમાં સાદાઈ રાખો. સાચું જીવન એ જ છે. દંભ ન કરો."
~ સંતવાણી
# "તમારા જીવનનું એક લક્ષ્ય બનાવો અને પછી તમારા શારીરિક અને માનસિક બળને પૂરેપૂરાં કામે લગાડી દો."
~ કાલૉઈલ
# "જીવનમાં સિદ્ધાંત હોવા એ ઉત્તમ બાબત છે. પરંતુ તે મુજબ જીવવું સર્વોત્તમ છે."
~ બેન્જામિન ફ્રેન્કલિન
# "શ્વાસ વિના જો જીવન નથી, તો પ્રેમ વિના જીવનમાં પ્રસન્નતા નથી."
~ સંકલિત
# "આંખ તો જીવનના અનુભવોથી ભરેલો ભંડાર છે."
~ સાને ગુરુજી
# "મિત્રો જીવનના બગીચામાં ખીલેલાં ફૂલ સમાન છે અને ભૂતપૂર્વ મિત્રો એ ફૂલોની સુગંધ."
~ સંકલિત
# "આ જીવન સાચે જ અદ્ભૂત છે અને જીવવા યોગ્ય છે, જો જીવતાં આવડે તો."
~ બબાભાઈ પટેલ
# "જેને જીવનની સામે ઓછામાં ઓછી ફરિયાદો છે એ જ માણસ આ જગતમાં વધારેમાં વધારે સુખી છે."
~ રત્નસુંદરવિજયજી
# "જીવન જો ધરતી હોય તો સંસ્કૃતિ સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સધાય તો બંને વ્યર્થ થઈ જાય."
~ કાકાસાહેબ કાલેલકર
# "હું તો આત્માની અમરતા પર વિશ્વાસ કરું છું. જીવનના સાગરમાં આપણે બધા જ બિન્દુમાત્ર છીએ. જીવનની વાસ્તવિકતા જ સત્ય છે. આત્મા છે. પરમાત્મા છે."
~ ગાંધીજી
# "આ સમસ્ત સંસારમાં પ્રાણીઓ સ્વતંત્ર અને સ્વાભાવિક જીવન જીવવા માટે આવ્યાં છે. તેમને આપણા સ્વાર્થ માટે કષ્ટ દેવું એ પાપ છે."
~ બાલગંગાધર તિલક
# "એવું જીવન કોઈ કામનું નથી, કે જેમાં કોઈ જાતનો આનંદ ન હોય."
~ એન્ડુ બાર્ટન
# "જીવનમાં ભોજનની જેટલી આવશ્યકતા છે, તેટલી જ હાસ્યની છે."
~ જનક નાયક
# "બાળકને તો શાબાશી, પ્રશંસા અને ઉત્સાહની અત્યંત જરૂર હોય છે. આનાથી જ તેનું જીવન પ્રગતિશીલ બની શકે છે."
~ સ્વેટ માર્ડન
# "કુદરતે આપેલું દુ:ખ એ જીવનની પરીક્ષા છે. પોતે જ ઊભું કરેલું દુ:ખ એ શિક્ષા છે."
~ મહાવીરસ્વામી
# "આ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે."
~ સ્વામી વિવેકાનંદ
# "આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે."
~ લાઈટૉન
# "આપનું રક્તદાન અન્યની જિંદગી બચાવે છે."
~ અજ્ઞાત
# "એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય."
~ અજ્ઞાત
# "ગુરુ બે છે - એક આત્માનું કલ્યાણ કરે, બીજા જીવનનું"
~ અજ્ઞાત
# "ગુસ્સાથી મનુષ્યનો સ્વભાવ જ નહીં, સમગ્ર ચરિત્ર અને જીવન વિકૃત થઈ જાય છે."
~ અજ્ઞાત
# "જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો."
~ ગૌતમ બુદ્ધ
# "જીવન એક આરસી જેવું છે તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે."
~ ઍડવિંગ ફૉલિપ
# "જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે."
~ શ્રીમદ રાજચંદ્ર
# "જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી."
~ અજ્ઞાત
# "જીવનની ઘણીખરી અવ્યવસ્થા અને દુષ્ટતા, શાંતિથી બેસીને વિચાર કરવાની માનવીની અશક્તિનું પરિણામ છે."
~ અજ્ઞાત
# "જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે."
~ અજ્ઞાત
# "જીવનમાં એ ન વિચારો કે ‘કેટલું મળવું જોઈએ’ એ નક્કી કરો કે ‘કેટલું જોઈએ.’"
~ અજ્ઞાત
# "જીવનમાં કપરો સમય તો આવે જ છે, એ તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો."
~ અજ્ઞાત
# "જીવનમાં તક ચૂકી જવી આપણું સૌથી મોટું નુકસાન છે."
~ અજ્ઞાત
# "જીવનમાં દુ:ખ આવી પડે ત્યારે રડવું નહીં, તેનાથી માર્ગ નીકળતો નથી, પરંતુ હસીને મનને સ્થિર કરી માર્ગ કાઢવો જોઈએ."
~ અજ્ઞાત
# "જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી જવાય છે, પણ ક્યારેક તે સારી વ્યક્તિની શોધમાં જ આખી જિંદગી વીતી જાય છે."
~ અજ્ઞાત
# "જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું."
~ સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
# "જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે."
~ ખલિલ જિબ્રાન
# "જે અવારનવાર મૌન પાળે છે તેના જીવનમાં કલેશ ને સ્થાન નથી."
~ ધમ્મપદ
# "જેવું ચિંતવશો એવું જ થશે. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે."
~ સ્વામી રામતીર્થ
# # "જો શરીર સુખી તો મન સુખી અને જો મન સુખી તો જીવન સુખી."
~ અજ્ઞાત# "તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં."
~ અજ્ઞાત
# "દરેક ક્રોધી માણસે જીવનમાં એક દિવસ તો પોતાના ક્રોધનું પરિણામ ભોગવવું જ પડે છે."
~ અજ્ઞાત
# "ધર્મવિહીન નૈતીક જીવન રેતીમાં બાંધેલા ઘર જેવું છે."
~ ગાંધીજી
# "પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે."
~ રવીન્દ્રનાથ ટાગોર
# "પ્રસંગોપાત જીવનમાં હસી લઉં છું, રડી લઉં છું અને આ જીવવા જેવું જીવન જાતે ઘડી લઉં છું."
~ અજ્ઞાત
# "બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એ જ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે."
~ કાકાસાહેબ કાલેલકર
# "બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે."
~ સરદાર પટેલ
# "મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે."
~ અજ્ઞાત
# "માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું, જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય."
~ અજ્ઞાત
# "યશપૂર્ણ જીવનનો એક વ્યસ્ત કલાક કીર્તિ રહિત યુગો કરતાં ઘણો વધારે છે."
~ અજ્ઞાત
# "વિશ્વાસ જીવન છે, સંશય મૃત્યુ છે."
~ અજ્ઞાત
# "સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે."
~ અજ્ઞાત
# "સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની."
~ વિનોબા ભાવે
# "સ્ત્રી જીવનનો આ મહિમા છે કે નાનામાં નાની વાતને પણ એ પ્રેમ વડે મહાન બનાવી શકે છે."
~ અજ્ઞાત
# "હાસ્ય વગરનું જીવન વિનાશને પાત્ર છે."
~ ચાર્લી ચેપ્લિન
# "જીવન વાંસળી જેવું છે, ભલે એમાં ગમે તેટલા કાંણા હોય, પણ જો વગાડતા આવડે ને તો સાતેઉ સૂર બરાબર વાગે."
~ અજ્ઞાત
# "જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે."
~ અજ્ઞાત
# "ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે."
~ અજ્ઞાત
# "મહાન બની મહાનતાના અહંકારમાં એકાકી જીવન જીવવા કરતાં માનવ બની નમ્રતાપૂર્વક માનવીના દુઃખ દૂર કરનારી સેવામાં જ મને માનવજીવનની સાર્થકતા જણાય છે."
~ ટોલ્સ્ટોય
# "જે મનુષ્ય સાધુ હોય તેને અહંકાર નથી દેખાતો, તે તો આત્માને જ જુએ છે. તેને જ મહાત્મા કહી શકાય. તેના જીવનમાં આત્માનો પ્રકાશ હોય છે."
~ રવીન્દ્રનાથ ટાગોર
# "મૃત્યુ પીંછા કરતાં હલકું છે, જીવન પહાડ કરતાં વજનદાર છે."
~ ગાંધીજી
# "જીવનમાં શાંત રહો, સત્ય પર ચાલો, દૃઢ રહો, મનમાંથી હિંમતપૂર્વક ડરને મારી હટાવો. મન જ રાજા છે."
- સ્વામી રામતીર્થ
-----------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
ફૂલ બનીને હસવું એ જીંદગી છે,
હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે,
જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?
કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.
-------------------------------------------------------------------
જીવન હંમેશા
”અહમ” અને “લાગણી”
વચ્ચે રહેલુ છે.
તફાવત ફકત એટલો છે કે
લાગણી કહે છે.. ચાલો ને “હું” માફી માગું.
પરંતુ••
અહમ કહે છે.. તેમને કહો કે “તે” માફી માગે
-------------------------------------------------------------------
जीवन एक अवसर है, श्रेष्ठ करने का, श्रेष्ठ बनने का, श्रेष्ठ पाने का |
-------------------------------------------------------------------
*આજ નો સુવિચાર સફળતા ની નિશાની પર*
_____________________
જિંદગી ત્યારે સફળ ગણાય,... જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
-------------------------------------------------------------------
જીંદગી પાસેથી જેટલી મોજ,મસ્તી લઇ શકાય એટલી લઇ લેજો,
કેમકે
જીંદગી જ્યારે લેવાનું નક્કી કરશે ત્યારે શ્વાસ પણ નહીં છોડે.!
-------------------------------------------------------------------
કોઇ ને પાણી લેવા મોકલો તો પહેલા એ પોતે પાણી પીવે છે...
આજ તો જીંદગી છે વહાલા
અહીયા દરેક પહેલા પોતાના માટે જીવે છે...!
-------------------------------------------------------------------
कुछ सच्चे शब्द
छु ले आकाश, जमीन की तलाश ना कर
जी ले जिंदगी, खुशी की तलाश ना कर
तकदीर बदल जाएगी खुद ही मेरे दोस्त
मुस्कुराना सीख ले वजह की तलाश ना कर
-------------------------------------------------------------------
પગથિયું બને છે
અને
એક પથ્થર ઘડાય ત્યારે
પરમેશ્વર બને છે
આ ઘસાવું અને ઘડાવું
એની સમજણ પડી જાય
તો જીંદગી ઉત્સવ બની જાય.
-------------------------------------------------------------------
जब तक रास्ते समज में आते हैं तब तक जिंदगी में लौटने का वक़्त हो जाता हैं , इसलिए कहता हूँ मेरे दोस्त ध्यान रख्खा कीजिये, होश को बढ़ाइये, समज को सजाइये जिंदगी को सच्ची दिशा दीजिए |. ~ समय
-------------------------------------------------------------------
किसी रोज़ छाँव की तलाश में,मर जायेंगे पानी की प्यास में,
जो ऐसे ही ये पेड़ पौधें कटते रहे
तो जिंदगी रहेंगी जूठी आश में !!
-------------------------------------------------------------------
દુનિયા અજીબ છે મીઠાં થાવ તો ગળી જાય
કડવા થાવ તો થૂંકી નાંખે
ખોવાઇ જાવ તો ગોતવા નીકળે સામા મળૉ તો મોઢા ફેરવે
આપણે આમાં જ જીવવાનું છે...
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------
*વિચારવા જેવું ભાઈ*
*******************
જીવતા હોય ત્યારે કોઈના બાપ બ્રાહ્મણ
કોઈના ક્ષત્રિય
કોઈના વૈશ્ય (વેપારી)
કોઈના શુદ્ર....
તો મર્યા પછી દરેકનો બાપ કાગડો જ કેમ??? 🤔
કોઈનો હોલો હોવો જોઈએ
કોઈનો હંસ હોવો જોઈએ
કોઈનો મોર હોવો જોઈએ
કોઈનો પોપટ હોવો જોઈએ
કોઈનો ચકલો હોવો જોઈએ
તો પછી આવું કેમ? 🤔
જીવતા હોય ત્યારે બધા જુદા જુદા...
અને મર્યા પછી એક જેવા?
આ શું ચક્કર છે ભાઈ??
-------------------------------------------------------------------
🍃 *જીંદગી ને સાહેબ વાંસળી જેવી* *બનાવો ભલે છેદ ગમે તેટલા*
*હોઇ પણ અવાજ તો મધુર* 😊
*જ નીકળવો જોઈએ.....🍂🙏
-------------------------------------------------------------------
आपको ये पता होना चाहिए की जिंदगी का एक सुर है.
अगर उस सुर के हिसाब से मैं नाचता रहा तो
आज नहीं तो कल ये पूरी की पूरी दुनिया मेरे साथ में नाच रही होगी.
बड़ी STATEMENT है ये! इसको समझने में आपको पूरी LIFE लगेगी.
-------------------------------------------------------------------
इस जिंदगी का भी एक सुर है.
जिसको आप POSITIVE बोलते हो, NEGATIVE बोलते हो.
जो बाहर की चीजे आपको लगता है
आपको INFLUENCE करती है,
ये सब. आपकी जो सफलता है,
आपकी जो जिंदगी है;
उसमे योगदान कर रहे है.
-------------------------------------------------------------------
जो लोग आपके AGAINST है. आप कहते हो मैं उनकी वजह से कुछ नहीं कर रहा. क्यों कह रहे हो ऐसा? क्योकि आप इस RHYTHM को समझ नहीं पा रहे हो. इस RHYTHM के हिसाब से आप DANCE नहीं कर रहे हो. मतलब LIFE का जो खेल है न उसको हम समझ नहीं पा रहे है.
-------------------------------------------------------------------
સ્વપ્ન ની દુનિયા થી*
જિંદગી શરૂ થઈ જાય છે વ્હાલા
બાકી...
*આંખ ખુલ્યા પછી*
*ફક્ત જવાબદારી જ દેખાઈ જાય છે.
-------------------------------------------------------------------
કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ,
કારણ કે...
જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં..
-------------------------------------------------------------------
*વગર માંગે ઈશ્વરે બધુ આપી દીધું*
*નીચે વીશાળ ધરતી*
*ઉપર આકાશ આપી દીધું*
*જ્યારે મે પુછ્યું*
*હુ જીવીશ કોના આધારે ત્યારે*
*મને તમારાં જેવા*
*"સંબંધો"નું નજરાણું આપી દીધું.*
-------------------------------------------------------------------
ओस की बूंद सा है
ज़िंदगी का सफ़र
कभी फूल में तो कभी धूल में..!
हे प्रभु मेरे सभी अपनों को
स्वस्थ और सुखी रखना..
-------------------------------------------------------------------
દરેક વખતે તોફાન તમારી જિંદગીમાં નુકશાન પહોંચાડવા માટે નથી આવતા.. ક્યારેક ક્યારેક તોફાન તમારા રસ્તામાં પડેલો કચરો સાફ કરવા માટે પણ આવે છે...~ વિજયસિંહ
-------------------------------------------------------------------
*"कोशिश करे कि जिँदगी का हर लम्हा*
*अपनी तरफ से हर किसी के साथ*
*अच्छे से गुजरे,*
*.....क्योकि, जिन्दगी नहीं रहती पर अच्छी यादें हमेशा जिन्दा रहती हैं......*
*😊 सदा मुस्कुराते रहिये 😊*
🙏🏻 GOOD MORNING 🙏🏻
💥 HAR HAR MAHADEV 💥
---
🎭 નાની "જિંદગી" એ મોટો પાઠ શીખવાડી દીધો,"સંબંધ" બધા ની સાથે રાખો પણ "ઉમિદ" કોઈ ની પાસે ન રાખો.....
-------------------------------------------------------------------
एक महात्मा से मुलाक़ात हुई, तो मैंने गुज़ारिश की.. .... जिंदगी की कोई नसीहत दीजिये मुझे....
उन्होंने सवाल किया, कभी बर्तन धोये हैं ?
मैने हैरान होकर कहा, ....... जी धोये हैं।
पुछा,....क्या सीखा ?
मैंने कोई जवाब नही दिया...
वो मुस्कुराये और कहा.........
''बर्तन को बाहर से कम और
अंदर से ज्यादा धोना पड़ता है.......
बस यही जिंदगी है।
जिंदगी मैंने तेरा साथ दिया
अब तू अपना निभाना,
चाहे कितनी भी तकलीफें आये,
मुँह मोड़ के मत जाना।
~ स्वाती गुप्ता
જિંદગી જીવવાની મજા
તો ત્યારે આવે*
સાહેબ
જ્યારે તમારો 🕗 સમય અગરબત્તીની
જેમ સળગતો હોય
અને
ગામ આખું 🌹સુગંધ લેવા તડપતુ હોય.
LIFE का एक RHYTHM है,
अगर उस RHYTHM को आप समझ जाओ और
उसके हिसाब से ACT करो तो क्या वो DANCE नहीं है?
जिसकी सोच में
आत्मविश्वास की महक है
जिसके इरादों में
हौसले की मिठास है....
और
जिसकी नीयत में
सच्चाई का स्वाद है.....
उसकी पूरी जिन्दगी
महकता हुआ '' गुलाब '' है .🌹
જેની કલ્પના ઉંચી હોયને
એ કયારેય નીચી જીંદગી જીવી જ ના શકે...
જીવનના "દાખલા" બહુજ સાચવીને "ગણવા" સાહેબ,
ક્યાક એવું ના થાય કે,
એકાદ "બાદબાકી" બધા જ "સરવાળા" ને "શૂન્યમાં" ફેરવી દે......!!!
Comments
Post a Comment